મળીએ યોગથી અઢળક ફાયદાઓ મેળવનારા આ નાનકડા યોગીઓને

બાળકો નાની ઉંમરથી યોગ કરે એ શ્રેષ્ઠ ગણી શકાય, કારણ કે યોગ જીવનશૈલી છે જે જેટલી નાની ઉંમરથી અપનાવવામાં આવે એટલું વધુ સારું ગણાય.જિગીષા જૈન

viral

વિરલ મહેતા

અંધેરીમાં રહેતો ૧૧ ર્વષનો વિરલ મહેતા ૬ ર્વષનો હતો ત્યારથી યોગ શીખે છે. અઠવાડિયામાં એક વાર ક્લાસમાં જતા વિરલે યોગમાં એટલી મહારત હાંસલ કરી હતી કે એક વાર તેણે એકધારા ૪૦ સૂર્ય નમસ્કાર કરી બતાવ્યા હતા. બાળક યોગમાં આટલું આગળ વધશે એવી કોઈ કલ્પના વિરલની મમ્મી ધર્મિષ્ઠાને નહોતી. પોતાની વાત કરતાં ધર્મિષ્ઠાબહેન કહે છે, ‘મારું બાળક હાઇપર ઍક્ટિવ હતું. તેને શાંત કરવા માટે મને લાગ્યું કે યોગ કંઈ હેલ્પ કરી શકશે એટલે મેં તેને યોગ શરૂ કરાવ્યા. મારા ઘરમાં મારાં સાસુ યોગ કરે છે. મારા પતિ ક્યારેક કરે. એટલે યોગ શું છે અને એનું મહત્વ તો અમે સમજેલાં હતાં, પરંતુ છતાંય અમારે વિરલને ર્ફોસ નહોતો કરવો કે તું પરાણે જા યોગ કરવા. અમે તેને કહ્યું કે તને ગમે તો જા. તેને ત્યાં મજા પડી અને ખૂબ ખુશીથી તે જતો એટલે અમે એ ચાલુ રાખ્યું.’

યોગ કરવાથી વિરલમાં ઘણા સકારાત્મક બદલાવ આવ્યા, જે વિશે વાત કરતાં ધર્મિષ્ઠાબહેન કહે છે, ‘વિરલની એકાગ્રતા ખૂબ વધી. ભણવામાં ખાસ કરીને તે આળસુ હતો એ વ્યવસ્થિત ભણવા લાગ્યો. કોઈ એક જગ્યાએ તેનું ચિત્ત ચોંટતું નહોતું એ હવે સ્ટેબલ થયો છે અને તેને જોઈને એવો ભાવ આવે કે તે એકદમ સ્વસ્થ અને ફિટ છે.

પરંતુ હવે જેમ-જેમ મોટો થતો જાય છે એમ તેનું ભણવાનું એટલું વધી ગયું છે કે મને લાગે છે કે યોગ છોડાવવા પડશે. આપણે ત્યાંનું ભણતર ખૂબ વધારે હોય છે, જેને લીધે બાળક કોઈ એક વસ્તુમાં એક્સપર્ટ હોય કે આગળ વધતું હોય તો પણ તેણે ત્યાં અટકી જવું પડે છે. ઊલટું આ સમયે તેને યોગની વધુ જરૂર પડશે, પરંતુ યોગ માટે સમય ફાળવવો મુશ્કેલ બનતો જાય છે.’

khushi

ખુશી તન્ના

બોરીવલીમાં રહેતી ૧૩ ર્વષની ખુશી તન્ના છેલ્લાં બે ર્વષથી યોગ સાથે જોડાયેલી છે. યોગ ફક્ત કરવા ખાતર નહીં, પરંતુ જાણે કે એને આત્મસાત કરી લીધા હોય એમ આ છોકરી દરરોજ સ્કૂલ જતાં પહેલાં પાંચ મિનિટ મેડિટેશન કરીને જ નીકળે છે. ખુશીને યોગ શરૂ કરાવવા પાછળ તેનાં મમ્મી મીતાબહેનનું એકદમ સાયન્ટિફિક વિઝન હતું. એ વિશે વાત કરતાં મીતાબહેન કહે છે, ‘આ ઉંમર છે છોકરીઓની જ્યારે તેમનું માસિક શરૂ થાય છે અને આ દરમ્યાન તેમનામાં ઘણું હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ આવે છે. મેં જોયું કે ખુશી ભણવામાં ધ્યાન આપી શકતી નહોતી. આ ઉંમરમાં બાળકોને અમુક પ્રકારના સપોર્ટ અને સ્ટ્રેન્ગ્થની જરૂર રહે છે, જે યોગ પૂરાં પાડી શકે છે. મને લાગ્યું કે તે યોગ કરશે તો ચોક્કસ તેને ફરક પડશે અને એવું જ થયું.’

બે ર્વષની અંદર ખુશીમાં ઘણાં મોટાં પરિર્વતનો આવ્યાં છે જેનાથી મીતાબહેન અત્યંત ખુશ છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ખુશી પહેલાં સાવ બેફિકર હતી. હવે ઘણી ચીવટવાળી બની ગઈ છે. પહેલાં તેનું મન પડે તો જ કામ કરતી કે ભણતી, મારે તેની પાછળ લાગવું પડતું કે બહેન ભણવા બેસ. પરંતુ હવે તે જાતે જ બધું કરી લે છે. પહેલાં એકલી વધુ રહેતી. રમવા જ ન જાય નીચે. હું તેને પરાણે મોકલતી. હવે તે ટાઇમ થાય એટલે જતી જ રહી હોય નીચે. ઘણી ઓપન થઈ છે યોગથી. આ સિવાય મોબાઇલ-ટીવીનું જે આકર્ષણ હતું એ પણ ઘણું છૂટી ગયું છે. મને ક્યારેક તો વિશ્વાસ જ નથી આવતો કે આ એ જ છોકરી છે કે બદલાઈ ગઈ? પણ હા, યોગે તેને બદલી કાઢી.’

khushi1

આરી અને આશી વોરા

વિલે પાર્લેમાં રહેતી ૧૩ ર્વષની આરી અને આશી વોરા બન્ને જોડિયાં બહેનો છે, જે છેલ્લાં ત્રણ ર્વષથી યોગ શીખે છે. અઠવાડિયામાં એક વખત યોગ ક્લાસમાં જાય છે. આજથી ત્રણ ર્વષ પહેલાં યોગ શીખવાનું કેમ શરૂ કર્યું એ પ્રશ્નના જવાબમાં તેમની મમ્મી કવિતા વોરા કહે છે, ‘હું ખુદ યોગ શીખેલી છું એટલે મને ખબર છે કે એનાથી કેટલો ફાયદો થાય છે. મારી નાની દીકરીને શરૂઆતમાં જવું નહોતું ગમતું, પણ તોય તેને મેં કહ્યું કે તું જા, તારે આ કરવાનું જ છે. આજે એ બન્નેને યોગ કરવા ખૂબ ગમે છે. તેમની સ્કૂલમાં પણ યોગ ૭ ધોરણ સુધી તો હતા, પરંતુ હવે આઠમાથી ભણતર વધવાને લીધે યોગ હવે નહીં કરાવે. સ્કૂલમાં ભલે બંધ થયું, પરંતુ હું તો તેમને યોગ ચાલુ જ રખાવીશ; કારણ કે ભલે અઠવાડિયે એક વાર કરે પણ એને કારણે બન્નેમાં જે ફરક આવ્યો છે એ ખૂબ સારો છે અને એને લીધે છોડાવવું તો નથી જ.’

આરી અને આશી પહેલાં કહ્યું કરતાં નહીં અને તેમનો સ્વાભાવ પણ ખૂબ અલગ હતો. યોગ શરૂ કર્યા પછી તેમનામાં ઘણો ફરક આવ્યો છે એમ જણાવતાં કવિતાબહેન કહે છે, ‘આરી અને આશીનું ઉંમર પ્રમાણે વજન થોડું વધારે છે, પરંતુ સ્ટિફનેસ બિલકુલ નથી. એનું કારણ છે યોગ. બન્ને છોકરીઓ વધુ કૅરિંગ અને હેલ્પિંગ બની છે. છેલ્લાં ત્રણ ર્વષમાં તેમનો માઇન્ડ પાવર પણ ઘણો સારો થઈ ગયો છે. જે વસ્તુઓ આ ઉંમરે શીખવાડવી પડે કે આમ કરો કે આમ ન જ કરો એની સમજ તેમનામાં જાણે કે જાતે જ ડેવલપ થઈ રહી છે. આમ મારાં બાળકોને યોગથી ખૂબ ફાયદો થયો છે.’

khushi2

યશ્તાર અને નાશા એલાવિયા

અંધેરીમાં રહેતાં ૧૧ ર્વષની યશ્તાર અને ૧૩ ર્વષના નાશા એલાવિયા છેલ્લા એક ર્વષથી યોગ કરે છે. આ પારસી ભાઈ-બહેન છેલ્લા એક ર્વષમાં યોગમાં એટલું આગળ વધ્યાં છે કે કઠિન આસનો પણ રમતાં-રમતાં કરી નાખે છે. યોગ ચાલુ કરાવવા પાછળનું કારણ જણાવતાં તેમનાં મમ્મી માહફ્રિન એલાવિયા કહે છે, ‘મારી દીકરી યશ્તાર ભયંકર મસ્તીખોર હતી. લોહીનું પાણી કરી નાખે. છેલ્લે હારીને હું તેને ડૉક્ટર પાસે લઈ ગઈ અને ત્યાં તેને અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર છે એવું નિદાન થયું. મને થયું કે હવે શું કરું? યોગ એક ઉપાય સૂઝ્યો, કારણ કે હું પણ છેલ્લાં ૨૦-૨૫ ર્વષથી યોગ કરું છું. યોગ ચાલુ કરાવ્યા પછી મને લાગ્યું કે મારે તેને એકદમ નાની હતી ત્યારથી જ યોગ કરાવવા જોઈતા હતા તો તેને વધુ ફાયદો થાત. આજે એક ર્વષથી તે અઠવાડિયામાં એક વાર યોગ કરે છે, જેને કારણે તે થોડી શિસ્તબદ્ધ બની છે. થોડી શાંત પણ થઈ છે. પહેલાં કરતાં તેની પાસે કામ કઢાવવું થોડું સરળ બન્યું છે.’

યશ્તાર જોડે તેના ભાઈ નાશાએ પણ યોગ ચાલુ કર્યા હતા. છેલ્લા એક ર્વષમાં નાશાની હાઇટ લગભગ પાંચ ઇંચથી પણ વધુ વધી છે. બન્ને બાળકોનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે એમ જણાવતાં માહફ્રિન કહે છે, ‘મને ઘણી ખુશી છે કે મારાં બન્ને બાળકોની હાઇટ વધી છે. યોગના અસંખ્ય ફાયદાઓ છે અને એટલે જ મને લાગે છે કે દરેક સ્કૂલમાં યોગ કરાવવા જ જોઈએ. જરૂરી છે કે બાળકોને નાની ઉંમરથી નિયમિત રીતે યોગ શીખવાડાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK