ઇન્ડોર ઍર-પૉલ્યુશનથી બચવા માટે ઘરની અંદર વાવો છોડ

જોકે છોડ ફક્ત સુંદરતા વધારવાનું જ નહીં, ઘરની હવાને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. વળી એવા અમુક ખાસ છોડ પણ છે જે પૉલ્યુશન દૂર કરવા માટે ખાસ ઉપયોગી છે. આ છોડ છાંયામાં, ખૂબ ઓછી સંભાળે ઊગે છે અને હવાને શુદ્ધ રાખવામાં અત્યંત મદદરૂપ છે. પ્લાન્ટિંગથી પૉલ્યુશનમાં મળતી મદદ વિશે સમજીએ

plants

પાર્ટ ૦૨ - જિગીષા જૈન

ગઈ કાલે આપણે ઇન્ડોર ઍર-પૉલ્યુશન કયાં તkવોથી ફેલાય છે એ વિશે જોયું. એને ટાળવા માટે કઈ-કઈ સાવચેતીની જરૂર રહે છે એ પણ આપણે સમજ્યા. આજે ઇન્ડોર ઍર-પૉલ્યુશનને દૂર કરવાના વધુ એક સરળ અને યોગ્ય ઉપાય વિશે વાત કરીએ. પર્યાવરણને બચાવવા માટે આપણી પાસે એક જ વસ્તુ છે જેના પર આપણે અત્યારે આપણા અસ્તિત્વનો દારોમદાર રાખી શકીએ છીએ અને એ છે વૃક્ષો. પૃથ્વીને, એના પર્યાવરણને અને સમગ્ર મનુષ્યજાતિને બચાવી શકવાનું કૌવત વૃક્ષો પાસે જ છે. વૃક્ષો હશે તો હવા શુદ્ધ થશે, વૃક્ષો હશે તો જ પાણી આવશે, વૃક્ષો હશે તો જ ગ્લોબલ વૉર્મિંગ ઘટશે અને વૃક્ષો હશે તો જ જમીનનું ધોવાણ અટકશે અને વૃક્ષો હશે તો જ જનજીવન ફૂલશે-ફાલશે. જો ફક્ત ઍર-પૉલ્યુશનની જ વાત કરીએ તો સ્કૂલમાં આપણે બધા ભણી ગયા છીએ કે વૃક્ષો આપણા પરમ મિત્રો છે, કારણ કે એ કાર્બનડાયૉક્સાઇડ શ્વાસમાં લે છે અને ઑક્સિજન છૂટો પાડે છે. આમ વૃક્ષો આપણા ઑક્સિજનની ફૅક્ટરી છે એટલું જ નહીં, હવાનાં બીજાં હાનિકારક તkવોને પણ એ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યાં પૉલ્યુશન વધુ હોય જેમ કે કેમિકલ ફૅક્ટરીઝ તો ત્યાં અમુક માત્રામાં વૃક્ષો ઉગાડવાની ફરજ પાડવામાં આવે છે.

ઘરની હવા શુદ્ધ કરે

તો શું વૃક્ષો ઇન્ડોર ઍર-પૉલ્યુશન માટે પણ ઉપયોગી છે? એનો જવાબ છે, હા. ઘરની અંદર સુંદરતા માટે રાખવામાં આïવતા પ્લાન્ટ્સ ફક્ત સુંદરતા વધારવાનું જ કામ નથી કરતા પરંતુ ઘરની અંદરની હવા શુદ્ધ કરવાનું પણ કામ કરે છે. એે વિશે વાત કરતાં અર્થોહૉલિક્સનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને ફાઉન્ડર સ્મિતા શિરોડકર કહે છે, ‘વાત ૧૦૦ ટકા સાચી છે કે વૃક્ષો પ્રદૂષણ ઘટાડે છે. ઘરમાં જ્યારે આપણે છોડ રાખીએ છીએ ત્યારે એ છોડ પણ એ જ કામ કરે છે જે એ બહાર સૂર્યપ્રકાશમાં ઊગતા ઝાડ કે છોડ કરતાં હોય છે. ઘરમાં વાવેલાં ઝાડ ઘરનું પ્રદૂષણ ઘટાડે છે એમાં કોઈ બેમત નથી. વળી એવાં ઘણાં રિસર્ચ પણ એ સાબિત કરી ચૂક્યાં છે, પરંતુ હજી એવાં રિસર્ચ થયાં નથી કે એક ઝાડ કેટલી હદે પ્રદૂષણ ઓછું કરી શકે છે. ઘરમાં બે છોડ તમે લાવ્યા તો શું એ પૂરતા છે? એ ન કહી શકાય, પરંતુ પ્રદૂષણ ઘટાડે છે એ હકીકતને ધ્યાનમાં રાખીને એમને ઘરમાં ચોક્કસ લાવી શકાય. વળી એ ફક્ત પ્રદૂષણ ઘટાડતા જ નથી, પરંતુ માણસે બનાવેલાં કૉન્ક્રીટનાં જંગલોમાં કુદરતને જીવતી કરે છે. માણસને માટીથી જોડે છે અને એને કારણે જ એ ખૂબ અકસીર સ્ટ્રેસબસ્ટર છે.’

રાત્રે ઘરમાં પ્લાન્ટ રખાય?

વિજ્ઞાન એવું કહે છે કે વૃક્ષો દિવસે શ્વાસમાં કાર્બનડાયૉક્સાઇડ લે છે અને ઉચ્છ્વાસમાં ઑક્સિજન બહાર કાઢે છે, પરંતુ રાત્રે શ્વાસમાં ઑક્સિજન જ લે છે અને કાર્બનડાયૉક્સાઇડ બહાર કાઢે છે. તો શું રાત્રે ઘરમાં છોડ હોય એ નુકસાનકારક સાબિત થાય? આ પ્રશ્નનો જવાબ નકારમાં આપતાં સ્મિતા શિરોડકર કહે છે, ‘માની લઈએ કે ઘરની અંદર બે-ત્રણ છોડ વાવેલા છે જેને તમે ડ્રૉઇંગરૂમ કે બેડરૂમમાં રાખેલા છે. તો એમ સમજી શકાય કે રાત્રે તમારા ઘરમાં બે-ત્રણ લોકો વધુ છે. છોડ જેમ ઉચ્છ્વાસમાં કાર્બનડાયૉક્સાઇડ કાઢે છે એ જ રીતે આપણે પણ કાઢીએ છીએ. તો શું આપણા શ્વાસ લેવાથી ઘરનું વાતાવરણ દૂષિત થઈ જાય છે? ના, એવું નથી થતું. આમ, છોડ રાત્રે ઘરમાં હોય તો કોઈ નુકસાન નથી, પરંતુ દિવસ આખો એ ઘરમાં છે એનાથી ઘણો ફાયદો થવાનો છે.’

કયા પ્લાન્ટ ઉગાડીશું?

જેમ માણસ અલગ-અલગ હોય છે એમ ઝાડ પણ અલગ-અલગ હોય છે. આમ તો તમે ઘરમાં કોઈ પણ એવો છોડ રાખી શકો છો જે સૂર્યપ્રકાશ વગર પણ ઊગી શકે છે અને એ છોડ તમારા ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરશે, પરંતુ અમુક છોડ એવા છે જે હવાને શુદ્ધ કરવાનું કામ વધુ સારી રીતે કરે છે, કારણ કે એ જ એમની ખાસિયત છે અને વળી એ છોડ ઓછા સૂર્યપ્રકાશ સાથે ઊગી શકે છે એટલે એને ઘરમાં અંદર પણ વાવી શકાય છે. જાણીએ એવા છોડ વિશે સ્મિતા શિરોડકર પાસેથી.

ઇંગ્લિશ ઈવી : હવાને શુદ્ધ કરવા માટે આ પ્લાન્ટ બેસ્ટ છે. એ ખૂબ જલદી ફેલાય છે અને ખાસ એનું ધ્યાન રાખવાની જરૂર નથી પડતી. મુંબઈમાં જો તમારી પાસે બાલ્કનીનું સુખ હોય તો એની રેલિંગ કે દીવાલ પર આ પ્લાન્ટ લગાડી શકાય છે. ઘરની અંદર જેમ કે ડ્રૉઇંગરૂમમાં રાખવું હોય તો પણ રખાય, પરંતુ એનું કટિંગનું કામ વધી જશે, કારણ કે એ જલદી ફેલાય છે.

મધર ઇન લૉઝ ટંગ :
નામ જેટલું ફની છે એટલો જ આ છોડ અસરકારક છે. ઘરના કોઈ પણ ખૂણે તમે એને કૂંડામાં રાખી શકો છો. એનાં પાન એકદમ સ્ત્રીની જીભ જેવાં અણીદાર છે એને લીધે એનું નામ સાસુમાની જીભ એવું રાખવામાં આવ્યું છે.

ગોલ્ડન પોથસ : ફૉર્મલડીહાઇડ જેવા કેમિકલને કન્ટ્રોલમાં કરવાનું કામ આ વેલ કરે છે. આ પ્રકારનું કેમિકલ કાર કે વેહિકલમાંથી વધુ પેદા થતું હોય છે. આ વેલને વધવા માટે આડકતરો સૂર્યપ્રકાશ જોઈએ છે, સીધો નહીં. ગૅરેજ કે પાર્કિંગ જેવી જગ્યાઓએ આ વેલ રાખવી બેસ્ટ ગણાશે. ઘરમાં એને ન રાખવી, કારણ કે એક રીતે એ ઝેરી છે તો એકદમ નાનાં બાળકોથી કે પાળતુ પ્રાણીઓથી એને દૂર રાખવી જરૂરી છે.

ઍન્થુરિયમ :
આ છોડનાં ફૂલ પાનના આકારનાં અને લાલ ચટક હોય છે. અત્યંત સુંદર દેખાતું ઝાડ ઉગાડવામાં સરળ અને ગુણો પણ એટલા જ વધુ છે. એને ઘરની અંદર જ્યાં ખાસ ઉજાસ હોય ત્યાં રાખવું. એના પર સીધો સૂર્યપ્રકાશ ન આવે એનું ધ્યાન રાખવું.

સ્પાઇડર પ્લાન્ટ : ઘરમાં રાખવામાં આવતા છોડમાં એ ઘણો સામાન્ય છે. એક કૂંડામાં એને વાવી શકાય છે અને એમાં ફક્ત પાન જ આવે છે જે લાંબાં હોય છે અને કરોળિયાના પગની જેમ ફેલાયેલાં હોય છે. હવાને સાફ રાખવામાં એ ઘણું મદદરૂપ છે. 

પીસ લિલી :
સુંદર સફેદ ફૂલવાળો આ છોડ પાંચ પ્રકારનાં ઝેરી તkવોને દૂર કરે છે જેમાં બેન્ઝિન, ફૉર્મલડીહાઇડ, ટ્રાયક્લોરોઇથિલીન, ઝાયલીન અને અમોનિયાનો સમાવેશ થાય છે. ઘરનો જે ખૂણો તમને ખૂબ સુંદર લગાડવો હોય એ ખૂણે એને તમે મૂકી શકો છો.

બામ્બુ પ્લાન્ટ : બેન્ઝિન અને ટ્રાયક્લોરોઇથિલીન જેવાં ઝેરી તkવો સામે લડતું આ ઝાડ ઘરની અંદર ખૂબ સુંદર પણ લાગે છે. ધ્યાન ફક્ત એ રાખવાનું છે કે એ લાંબા પ્લાન્ટ તરીકે વિકસે છે એટલે તમે એને એવી જગ્યાએ રાખો જ્યાં તમને નડે નહીં અને એ વિકસી પણ શકે.

અલોવેરા : આ છોડ બેન્ઝિન જેવા કેમિકલથી હવાને મુક્ત રાખે છે. બેન્ઝિન કેમિકલયુક્ત ક્લીનર્સ અને પેઇન્ટમાં હોય છે. આ છોડ પણ તમે ઘરમાં ગમે એ જગ્યાએ રાખી શકો છો. હવાને પ્રદૂષણમુક્ત કરવા સિવાયના પણ ઘણા ફાયદાઓ અલોવેરા આપે છે.

વીપિંગ ફિગ :
ઓછામાં ઓછા ૩ ફુટથી ૧૦ ફુટ સુધી વધી શકતો આ છોડ હવાને શુદ્ધ કરવા માટે બેસ્ટ છે. જગ્યા વધુ રોકે છે અને ઝાડનાં પાન ખરતાં રહે તો સફાઈની ચિંતા રહે છે, પરંતુ ઘરમાં જો એવી જગ્યા હોય અને ફાવે એમ હોય તો આ છોડ ઘણો ઉપયોગી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK