લિવરને બચાવવા લાઇફ-સ્ટાઇલમાં શું ચેન્જ કરશો?

બહારનું ખાવાનો ચટાકો ઓછો કરીને ઘર કા ખાનાને મહત્વ આપવું જરૂરી છે. રાતના આઠ વાગ્યા પહેલાં ડિનર લઈને મહિને એક વાર લિવરને છુટ્ટી આપશો તો ચરબીની જમાવટને કન્ટ્રોલમાં રાખી શકાશે

liver

સેજલ પટેલ

ગઈ કાલે આપણે જોયું કે લિવરને ખરાબ કરવામાં દારૂનો જેટલો ફાળો છે એટલો જ ફાળો આપણી જીવનશૈલીનો છે. દારૂ ન પીવો એ લિવરને સ્વસ્થ રાખવાની પ્રાથમિક જરૂરિયાત તો છે જ, પરંતુ સાથે જીવનશૈલીમાં બદલાવ પણ આવશ્યક છે. ખરાબ અને અસંતુલિત લાઇફ-સ્ટાઇલને સુધારવાનું આપણા જ હાથમાં છે. શરૂઆતમાં લિવર ચૂપચાપ સહન કરે છે, બને એટલું ઍડ્જસ્ટ થવાની કોશિશ કરે છે અને જ્યારે આપણી જીવનશૈલીમાં કોઈ જ બદલાવ નથી આવતો ત્યારે ધીમે-ધીમે થયેલું ડૅમેજ લિવરને નકામું કરી દે છે. લિવરને લાંબા ગાળે નકામું બનાવી દેતી સમસ્યા ફૅટી લિવર છે અને આ વાંચનારા દર દસમાંથી ત્રણ જણને એ હશે. ગ્લોબલ હૉસ્પિટલના હેપેટોલૉજિસ્ટ ડૉ. સમીર શાહ ફૅટી લિવરથી બચવા માટેનો થમ્બરૂલ આપતાં કહે છે, ‘ખાનપાન અને કસરતનું બૅલૅન્સ જાળવવું મસ્ટ છે. તમે જેટલું ખાઓ છો એટલું ખર્ચો છો કે નહીં એ સવાલ તમારી જાતને પૂછવો જરૂરી છે. તમારાં રોજનાં ડાયટ અને એક્સરસાઇઝને આ રૂલથી મૉનિટર કરવાં જોઈએ.’

આપણે લિવરમાં ફૅટ ન સંઘરાય એ માટે મથવું સહેલું છે, પરંતુ જો ચરબીનો સંગ્રહ થઈ ગયો હશે તો એને દૂર કરવાનું કામ કઠિન છે. પ્રિવેન્શન માટે પહેલાં તો સમજવું પડશે કે લિવર માટે શું હાનિકારક છે.

બહારનું ખાવાની આદત


હવે વીકમાં ઓછામાં ઓછી ત્રણથી ચાર વાર બહારનું ખાવાની આદત વધી છે. નોકરી કરતા હો કે સ્ટુડન્ટ હો, ઘરેથી સાથે લંચબૉક્સ અને સ્નેક્સ કૅરી કરવાની આદત હવે વિસરાઈ રહી છે. ખાણીપીણીની આ સૌથી ખરાબ આદત  છે એમ જણાવતાં ક્રિટિકૅર હૉસ્પિટલનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘બહારનું ખાવાનું હવે રૂટીન થઈ ગયું છે. આપણને લાગે છે કે મેં તો માત્ર સૅન્ડવિચ ખાધી કે બર્ગર ખાધું, પણ એમાં જે માત્રામાં ફૅટ હોય છે એનો તમે અંદાજ પણ લગાવી નહીં શકો. પીત્ઝા, પાસ્તા, બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઇઝ જેવી ફૅટથી લથબથતી ચીજો પણ આપણે આરામથી ખાઈએ છીએ. આ બધી ચરબી પચાવવા માટે આપણું લિવર બન્યું જ નથી. બીજી તરફ આપણા ખોરાકમાંથી વિટામિન્સ ઘટતાં ગયાં છે. મોટા ભાગે એ શાકભાજી અને ફળોમાંથી મળતાં હોય. આપણી ડાયટમાં એ બે ચીજો સૌથી ઓછી હોય છે. ફળો નૅચરલ ફૉર્મમાં આપણે ખાતાં નથી, જેને કારણે ખ્, ઘ્, E જેવાં વિટામિન્સ પણ બહુ ઓછાં મળે છે. એને કારણે પણ લિવર ખૂબ અફેક્ટ થાય છે. આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ એને મેટાબોલાઇઝ કરવા માટે લિવરમાંથી એન્ઝાઇમ્સ ઝરે છે. ફાસ્ટ ફૂડ અને હેવી ફૅટવાળી ચીજો પચાવવા વધુ એન્ઝાઇમ્સ જોઈએ છે, પરંતુ અપૂરતાં વિટામિન્સને કારણે એ પણ શક્ય નથી બનતું. ટૂંકમાં ઘરનું બનાવેલું ખાવાનું ખાવું એ મુખ્ય મંત્ર હોવો જોઈએ.’

ખાવાનો ખોટો સમય


આપણી ચક્કી લગભગ રાઉન્ડ ધ ક્લૉક ચાલુ જ રહેતી હોય છે. રાતે મોડા જાગવાનું થાય તોપણ આપણે કંઈક ચટરપટર ખાતા હોઈએ છીએ. ઈવન કેટલાક લોકોનો તો ડિનર-ટાઇમ પણ લગભગ અડધી રાતે થાય. ખાવાનો સમય યોગ્ય ન હોય અને પાછું એ અનહેલ્ધી ફૂડ હોય એટલે લિવરને બમણો માર પડે. ખાવાના સમયનું મહત્વ સમજાવતાં ડાયટિશયન યોગિતા ગોરડિયા કહે છે, ‘મોડી રાતે ખાવું એ લિવર પર લોડ વધારનારું છે. ડિનરની વાત કરીએ તો એ રાતે આઠ વાગ્યા સુધીમાં લઈ લેવું જોઈએ. ખોરાકને પચાવવા માટે જરૂરી એન્ઝાઇમ્સ રિલીઝ કરવાનું કામ તો જ સરળ થાય. બીજું, ખોરાકનું પાચન થયા પછી પેદા થતાં ટૉક્સિન્સને રિમૂવ કરવા માટે પણ લિવરે જ કામ કરવું પડે છે. રાતે સૂવાનું પણ સમયસર કરવું જોઈએ. મોડી રાતના ઉજાગરાથી લિવરને પૂરતો આરામ નથી મળતો. ઓવરવર્ક અને ઓવરલોડને કારણે લિવરની કાર્યક્ષમતા ધીમી પડે છે અને ફૅટનું ચયાપચય વધુ બગડે છે.’

બ્રિટિશ સાયન્ટિસ્ટોએ પ્રયોગ કરીને તારવ્યું છે કે બૉડીની સર્કાડિયન રિધમ મુજબ રાતના સમયે અગિયારથી બે દરમ્યાન લિવરની આંતરિક સફાઈનું કામ ચાલતું હોય છે. ઊંઘ દરમ્યાન શરીરના વિવિધ અવયવોની સાફસફાઈનો ચોક્કસ નિર્ધારિત સમય હોય છે જે મોડા સૂવાથી ખોરવાય છે. લિવરને હેલ્ધી રાખવા માટે રાતના ૧૧ વાગ્યા પછી શરીરને આરામ મળવો જરૂરી છે અને એ માટે સૂવાના બે-અઢી કલાક પહેલાં ભોજન લઈ લીધેલું હોવું જોઈએ. પાચનના આંતરિક અવયવોની સફાઈ થતી હોય છે.

ફાસ્ટિંગ ઇઝ બેસ્ટ

લિવરને સારું રાખવું હોય તો એને છુટ્ટી આપવી જરૂરી છે એમ જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘જો કોઈ તમને કહે કે તમારે ૩૬૫ દિવસ નોકરી કરવા જવાનું છે, એક પણ છુટ્ટી નહીં મળે તો શું તમે કરી શકો? તો પછી લિવર અને પાચનના તમામ અવયવો પાસેથી આપણે કેમ એવી અપેક્ષા રાખીએ છીએ? જેમ તમને વધુ સારી રીતે કામ કરી શકાય એ માટે રિલૅક્સ થવાની જરૂર પડે છે એમ લિવર અને પાચનતંત્રને સારી રીતે કામ કરવા પણ નિયમિત સમયાંતરે છુટ્ટી આપવી જ જોઈએને? આ છુટ્ટી એટલે એક દિવસનો ઉપવાસ. આંતરિક સફાઈના ભાગરૂપે આ ઉપવાસ કરવો જ જોઈએ. જરાક બીજી રીતે સમજાવું. જે ઘરમાં તમે રોજ રહો છો એની સાફસફાઈ કરવા શું કરો છો? રોજ એકથી બે કલાક સફાઈ માટે જોઈએ જ છેને? તમે જોયું હોય તો રોજ તમે થોડી-થાડી સફાઈ કરતા હો એ છતાં દર થોડાક દિવસે ઘરમાં કચરો જમા થઈ જાય છે. બારી-બારણાં પર ધૂળ લાગી જાય છે. આવા સમયે તમે અઠવાડિયે કે મહિને છુટ્ટી લઈને આખા ઘરની સફાઈ ન કરો તો શું થાય? તમે કહી શકો કે અમે તો કામવાળા રાખીને સફાઈ કરાવી લઈએ છીએ, પણ દુ:ખની વાત એ છે કે તમારા આંતરિક અવયવોની સફાઈ માટે તમે બીજા કોઈને રાખી શકો એમ નથી. તમારે જાતે જ એ કરવું પડશે. અગેઇન, ડિટૉક્સિફાય કરવા માટે પણ ઉપવાસ જ ઉત્તમ છે. જોકે એક વાત યાદ રાખજો કે મહિને એક ઉપવાસ કરીને તમે બાકીના ૨૯ દિવસ બેફામ બનીને જીવશો એ નહીં ચાલે.’

tammanna

લિવર માટેનો ફાસ્ટ કઈ રીતે કરવો?

બૉડીને ડિટૉક્સિફાય કરવા માટે દર મહિને એક વાર ફાસ્ટ કેવી રીતે કરવો જોઈએ એ ડૉ. રવિ કોઠારી પાસેથી જાણીએ.

ફાસ્ટ કરવાનો હોય એની આગલી સાંજે આઠ વાગ્યા પહેલાં માત્ર ખીચડી-કઢી, દાળ-ભાત જેવું હલકું ખાવાનું ખાવું.

રાતે સૂતાં પહેલાં ત્રિફળા કે હરડેની એક ચમચી લેવી.

સવારે ઊઠીને સહેજ હૂંફાળું ગરમ પાણી લીંબુ નિચોવીને પીવું.

દર ત્રણ કલાકે કોઈ ફળનો કે શાકભાજીનો એક ગ્લાસ જૂસ લેવો.

રાતે સૂવાના એક-દોઢ કલાક પહેલાં ફરીથી લીંબુનું પાણી લો.

લિવર પ્રોટેક્ટ કરવા શું કરવું અને શું નહીં

કાબોર્નેટેડ ડ્રિન્ક્સ, વધુપડતું સોડિયમ ધરાવતાં સ્નૅક્સ, ચાઇનીઝ સૉસ, પ્રિઝર્વેટિવ્સ અને પ્રોસેસ કરેલી ચીજો ન લેવા.

ચીઝ, બટર, માર્જરિન જેવી ફૅટ બને ત્યાં સુધી અવૉઇડ કરો.

તમે જેટલી કૅલરી ખર્ચો છો એટલું જ ખાવું.

પૂરતું પાણી પીઓ. લિવરને ડિટૉક્સિફાય થવા માટે પાણીની વધુ જરૂર પડે છે.

દિવસમાં ઓછામાં ઓછો એક બોલ ભરીને ફળો ખાઓ. ત્રણ મીલમાં શાકભાજીનો એક બોલ હોય એ જરૂરી છે.

ગ્રીન ટી પીવી હોય તો રોજની એક ગ્લાસથી વધુ નહીં.

Comments (1)Add Comment
...
written by K R PRAJAPATI, April 23, 2018
Good information can mentioned vegitable and fruit which are powerful to reduce fat from lever.
Morning walk without breakfast will help ?
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK