પાળતુ ડૉગ રાખવાથી હાર્ટ-ડિસીઝનું રિસ્ક ઘટે છે

શું તમે ડૉગપ્રેમી છો? તો તમારે ડૉગ જરૂર પાળવો જોઈએ. પાળેલા પ્રાણીને સાચવવા માટે જરૂરી ઍક્ટિવિટી તમે કરતા રહો તો હૃદયરોગથી દૂર રહી શકશો. સ્વીડનની ઉપ્સલા યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે

saina

ડૉગ-ઓનર્સને કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝ થાય એવી સંભાવના ઓછી હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ડૉગ પાળનાર વ્યક્તિને એની કાળજી લેવા માટે જે પ્રવૃત્તિઓ કરવી પડે છે એમાં તેના પોતાના શરીરને પૂરતી ફિઝિકલ ઍક્ટિવિટી મળી જાય છે. ડૉગને રોજ સવાર-સાંજ ચાલવા માટે બહાર લઈ જવા પડે છે જેને કારણે ઓનર્સનો બહારના સમાજ સાથેનો સંપર્ક પણ તાજો રહે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ખાસ કરીને એકલા રહેતા અને ડૉગી પાળતા લોકોને આ પ્રાણીને પાળવાનો ફાયદો વધુ થાય છે. હર્યાભર્યા પરિવાર સાથે રહેતા લોકોની સરખામણીએ એકલા ડૉગની સાથે રહેતા લોકોમાં ફિઝિકલ ઍક્ટિવિટીનું પ્રમાણ સારું હોય છે. અભ્યાસમાં ૪૦થી ૮૦ વર્ષના ૩૪ લાખ ડૉગ-ઓનર્સના ડેટાનું વિશ્લેષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું. શ્વાનને ફિઝિકલ ઍક્ટિવિટી વધુ જોઈએ છે અને એની પાછળ માલિકે પણ વધુ પ્રવૃત્તિમય રહેવું પડે છે જે આડકતરી રીતે હાર્ટને ફાયદો કરાવે છે.

આખો દિવસ બેસી રહેતા હો તો માત્ર અડધો કલાક ચાલવાથી ફાયદો ન થાય

મોટા ભાગના લોકો માને છે કે તેઓ અડધો-પોણો કલાક ચાલવા જાય છે એ કસરત માટે પૂરતું છે, પરંતુ એવું નથી. અમેરિકાની યુનિવર્સિટી ઑફ મિઝોરીના રિસર્ચરોનું કહેવું છે જે લોકો નિયમિત હરતું-ફરતું જીવન જીવે છે તેઓ માટે ૩૦-૪૫ મિનિટનો વૉક પૂરતો છે. જે લોકો ફિઝિકલ ઍક્ટિવિટી જરાય ન હોય એવું બેઠાડુ જીવન ગાળતા હોય તેમને રોજની ૩૦ મિનિટની થોડી કસરતથી ખાસ ફાયદો નથી થતો. બેઠાડુ લોકોને ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ અને ઓબેસિટી જેવી સમસ્યાઓનું રિસ્ક વધારે રહે છે. ડેઇલી ઓછામાં ઓછાં ૭૫૦૦ ડગલાં જેટલું ચાલવાનું થતું હોય તો અને તો જ શરીરને જરૂરી કસરત મળે છે, બાકી આખા દિવસ દરમ્યાન થોડીક બૉડી-મૂવમેન્ટ કરવી આવશ્યક છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK