ડેન્ગી ગંભીર રૂપ ધારણ કરે ત્યારે

છેલ્લા થોડા જ સમયમાં ડેન્ગીને લીધે મૃત્યુ થયાના પણ સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે જાણીએ કે આ સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન કઈ રીતે અને કોના માટે ઘાતક સાબિત થઈ શકે છે. અહીં સમજવાનું એ છે કે આ બાબતે ગભરાવા કરતાં સાવચેત રહેવું વધુ મહત્વનું છે

dengue

જિગીષા જૈન

હાલમાં જ સાયનમાં રહેતા ૩૨ વર્ષના માણસનું ડેન્ગીને કારણે મૃત્યુ થયું હતું. એના ૪-૫ દિવસ પહેલાં જ એક બૅન્કરનું મૃત્યુ પણ ડેન્ગીને કારણે થયાનું નોધાયું હતું. છેલ્લા એકાદ મહિનાથી મુંબઈમાં ડેન્ગીનો વ્યાપ વધી રહ્યો છે. એક ઍવરેજ જોતાં દરેક ડૉક્ટર પાસે દરરોજના ૪-૫ કેસ ડેન્ગીના આવે છે. એટલે સમજવું રહ્યું કે કેટલા વધુ પ્રમાણમાં એ ફેલાઈ રહ્યો છે એટલું જ નહીં, ઉપરાઉપરી મૃત્યુના પણ કિસ્સાઓ જાણવા મળી રહ્યા છે. મચ્છરથી ફેલાતા આ વાઇરલ રોગથી બચવાનું જાણે કે અઘરું જણાઈ રહ્યું છે, કારણ કે છેલ્લા ૩-૪ દિવસથી વાતાવરણ પણ બદલાઈ રહ્યું છે. ગરમી એકદમ જ વધી છે અને વાતાવરણ વાદળિયું છે. આ બદલાવ જાણે કે મચ્છરો માટે સાનુકૂળ હોય એમ એમનો વ્યાપ ઘણો વધી ગયો છે. મચ્છરની ક્રીમ લગાવ્યા વગર જો બહાર નીકળ્યા તો જ્યારે ઘરે આવો ત્યારે આખા શરીરે લાલ ચાંભા થઈ પડે છે. આ વર્ષે જુલાઈ મહિનામાં એક ફ્ઞ્બ્નો રિપોર્ટ બહાર પડ્યો હતો. એ અનુસાર ૨૦૧૬ના આપ્રિલથી લઈને ૨૦૧૭ના માર્ચ સુધીમાં ડેન્ગીને કારણે ૧૪૮ મૃત્યુ થયાં હતાં, જ્યારે આ જ આંકડો ૨૦૧૨-૧૩માં ૭૭નો અંકાયો હતો. એનો સીધો અર્થ એ થાય છે કે છેલ્લાં ૩-૪ વર્ષમાં ડેન્ગીને કારણે થતાં મૃત્યુમાં વધારો થયો છે. સરકારી દવાખાનાંની જો વાત કરીએ તો ડેન્ગીના કેસ આ સમયગાળાની અંદર જ ૪૮૬૭થી લઈને ૧૭,૭૭૧ જેટલા વધી ગયા હતા, જેને ૨૬૫ ટકાનો વધારો ગણી શકાય. આ રોગ ક્યારે અતિ ગંભીર બની જાય છે અને વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જતો હોય છે એ આજે સમજીએ.

તીવ્રતા

ડેન્ગી એક વેક્ટર બૉર્ન ડિસીઝ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. એટલે કે જે વ્યક્તિને ડેન્ગી થયો હોય એ વ્યક્તિને મચ્છર કરડે તો એ રોગનાં જંતુ એ મચ્છરની લાળમાં જતા રહે અને પછી જ્યારે એ બીજી વ્યક્તિને કરડે ત્યારે એ ફેલાય. ડેન્ગી જે મચ્છરથી ફેલાય છે એનું નામ છે એડીસ ઇજિપ્તાઇ. આ મચ્છર દિવસના સમયે ખાસ કરીને કરડે છે. ડેન્ગી એક સામાન્ય વાઇરલ ઇન્ફેક્શન જ છે જે દવાઓ, સપોર્ટિવ ટ્રીટમેન્ટ દ્વારા મોટા ભાગે ઠીક થઈ જાય છે. આ ઇન્ફેક્શનમાં ૮૦ ટકા કેસમાં એવું બને છે કે આ ઇન્ફેક્શન માઇલ્ડ પ્રકારનું હોય છે, બાકીના વીસ ટકા કેસમાંથી ૧૦ ટકા કેસ એવા હોય છે જે થોડા સિરિયસ હોય અને ૧૦-૧૫ દિવસના ઇલાજ પછી એ ઠીક થઈ જાય. બાકીના ૫-૧૦ ટકા કેસ એવા હોય છે જે સિરિયસ કહી શકાય. એ કેસ એવા ગંભીર હોય છે કે આ ઇન્ફેક્શનની અસર તેમના પર ઘાતક સાબિત થાય છે.

કોને અસર

ડેન્ગીનો વાઇરસ એક વખત શરીરમાં ઘૂસ્યો એટલે સામાન્ય રીતે શરીરની રોગપ્રતિકારક શક્તિ એની સામે લડવાનું ચાલુ કરે અને સામાન્ય રીતે જો વ્યક્તિ પુખ્ત હોય અને તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ હોય તો તેને આ રોગની અસર થતી નથી. પરંતુ જેની આ શક્તિ નબળી હોય તેના પર તરત જ એ હાવી થઈ જાય છે. જેમ કે નાનાં બાળકો અને ઉંમરલાયક વડીલો પર આ રોગનું રિસ્ક ઘણું વધારે રહે છે. આ સિવાય જેને કોઈ માંદગી હોય, હૉસ્પિટલમાં ભરતી હોય એવા દરદીઓ અથવા કોઈ રોગનો ઇલાજ ચાલતો હોય એવા લોકોને ડેન્ગી થાય તો તેમની હાલત ગંભીર થવાની પૂરી શક્યતા રહે છે. જેને ડાયાબિટીઝ, ણ્ત્સ્, ટીબી જેવા રોગ હોય એવી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી જ હોય છે. આવી વ્યક્તિને ડેન્ગી થાય તો તેમના માટે ઘાતક નીવડી શકે છે. વળી આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ થાય છે એવું પણ જોવા મળે છે. તો શું એનો અર્થ એ થયો કે આ રોગ યુવાન વયે સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી વ્યક્તિને થાય તો વાંધો આવતો નથી? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘ના, એવું નથી કે યુવાન લોકોને કંઈ થઈ ન શકે. ડેન્ગીની ગંભીરતા બે વસ્તુ પર આધાર રાખે છે, એક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ અને બીજી વાઇરસની તીવ્રતા. જો વાઇરસની તીવ્રતા ખૂબ વધારે હોય અને એ ખૂબ ઝડપથી શરીરમાં ફેલાઈ રહ્યા હોય તો રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રૉન્ગ હોવા છતાં એને ન પહોંચી વળે એવું બને. એટલે જો યુવાન વયે પણ જે ઇન્ફેક્શન થાય એ તીવ્ર હોય તો તકલીફ વધી શકે છે.’

શરીર પર અસર


ડેન્ગીને કારણે જે ગંભીર અસર શરીરને થાય છે એ છે લોહીની નસોમાંનું પાણી બહાર આવવાની શરૂઆત થઈ જાય છે. લોહીની નાસોમાંથી પાણી બહાર આવવું એટલે લોહીમાંથી પાણીની માત્રા ઓછી થવી. આપણા લોહીમાં ઘણી મોટી માત્રામાંથી પાણી જતું રહે તો એને કારણે લોહીની માત્રા ઘટી જાય છે. લોહી ઘટી જવાને લીધે એના પરિભ્રમણ પર અસર થાય છે અને માત્રા ઘટી જવાથી દરેક અંગને એ પૂરતી માત્રામાં મળતું નથી એટલે તકલીફ ચાલુ થઈ શકે છે. ડેન્ગીમાં કઈ પરિસ્થિતિ ગંભીર કે ઘાતક સાબિત થઈ શકે છે એ પ્રશ્નનો જવાબ આપતાં ઝેન હૉસ્પિટલના ફિઝિશ્યન ડૉ. વિક્રાન્ત શાહ કહે છે, ‘આ પ્રકારના ડેન્ગીને કૉમ્પ્લીકેટેડ ડેન્ગી કહે છે. એક અવસ્થા છે ડેન્ગી શૉક સિન્ડ્રૉમ, જેમાં વ્યક્તિનું બ્લડ-પ્રેશર ઘટી જાય છે અને લોહીના પરિભ્રમણ પર અસર પહોંચે છે. આ સિવાય હૅમરેજિક ફીવરમાં લોહીના પરિભ્રમણને લગતી તકલીફને કારણે હૅમરેજ થવાનો ભય રહે છે. આ સિવાય મલ્ટિઑર્ગન ફેલ્યર પણ એક મહત્વનું કારણ છે. ડેન્ગીની અસર અંગો પર થાય તો એ ફેલ થઈ શકે છે. આ દરેક પરિસ્થિતિ અસામાન્ય છે. આમ ડેન્ગીને લઈને ડરવું નહીં, પરંતુ સાવધાન રહેવું જરૂરી છે.’ 

dengue

ઇલાજ

ડેન્ગીનો જે ઇલાજ છે એ એનાં લક્ષણો સંબંધિત રહે છે. જ્યારે દરદી ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ થાય ત્યારે કયા પ્રકારનો ઇલાજ તેને મળતો હોય છે એ સમજવા માટે પહેલી મહત્વની વાત એ છે કે ડેન્ગી વાઇરસ માટે કોઈ દવા નથી. તમારી રોગપ્રતિકારક શક્તિ જાતે આ વાઇરસ સાથે લડે અને રોગમાંથી પોતે મુક્ત થાય. ઇલાજ ફક્ત દરદીનાં બીજાં લક્ષણોને કાબૂમાં રાખવા અને રોગને કારણે પરિસ્થિતિ વણસે નહીં એ માટે જ હોય છે. ડેન્ગીના ઇલાજ વિશે જાણીએ ડૉ. વિક્રાન્ત શાહ પાસેથી. 

ડેન્ગીની શરૂઆતી ટ્રીટમેન્ટમાં વ્યક્તિને ભરપૂર પાણી આપવામાં આવે છે, જે ખૂબ જ જરૂરી છે. પરંતુ ઘણા દરદીઓને ઝાડા-ઊલટીના માધ્યમથી પેટમાં પાણી ટકતું નથી. તાવ આવતો હોય તો પેરાસિટામોલ ડૉક્ટર આપતા હોય છે.

જો દરદીને ઝાડા-ઊલટીનાં ચિહ્નો ન હોય તો પાણી પીવડાવતા રહેવાથી પ્રૉબ્લેમ ઓછો થઈ શકે છે, પરંતુ જો તેના પેટમાં એ ન ટકે તો ગ્લુકોઝ આપવામાં આવે છે. આ હાઇડ્રેશન ખૂબ જ મહત્વનું છે.

આ સિવાય ડેન્ગીમાં લોહીમાંના પ્લેટલેટ કાઉન્ટ ૧૦,૦૦૦થી ઓછા થઈ જાય તો એને કારણે લોહી ગંઠાવાનું કામ થતું નથી. જો કોઈ જગ્યાએથી શરીરમાં ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જાય તો પ્લેટલેટ ઓછા હોવાને કારણે ગંભીર પરિસ્થિતિ સરજાઈ શકે છે અને વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. આવું ન થાય એ માટે દરદીને પ્લેટલેટ્સ ચડાવે છે.

આ સિવાય જ્યારે જુદાં-જુદાં અંગો પર એની અસર થાય જેમ કે હૃદય પર કે કિડની પર તો એ અસર કયા પ્રકારની છે એ મુજબ એનો ઇલાજ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK