કૅન્સર સૌથી પહેલાં મનમાં ઉદ્ભવે છે?

હોમિયોપથી, માઇન્ડ-થેરપી, ડાયટ, એક્સરસાઇઝ, ધ્યાન, પ્રાણાયામ જેવા લાઇફ-સ્ટાઇલને લગતા ચેન્જ મનના ઇલાજમાં મદદરૂપ થાય છે. એને કારણે કૅન્સરથી બચી શકાય છે, જો થયું હોય તો એના ઇલાજમાં ઘણી મદદ મળે છે અને ત્રીજું એ કે કૅન્સર ફરી આવવાની શક્યતાને નિવારી શકાય છે

cancer

જિગીષા જૈન

ગયા રવિવારે બ્રહ્માકુમારીનાં સિસ્ટર શિવાનીએ ફોરમ ફૉર બ્રેસ્ટ-કૅન્સર પ્રોટેક્શન, ન્યુ દિલ્હીમાં કૅન્સરના દરદીઓને સંબોધતાં કહ્યું હતું કે કૅન્સર પહેલાં માઇન્ડમાં ઉદ્ભવે છે. માઇન્ડમાં આવેલું ડિસ્ટર્બન્સ કૅન્સરનું મૂળ છે. પછી એ શરીરની એનર્જી‍ પર અસર કરે છે અને છેલ્લે ત્રીજા સ્ટેપ પર એ શરીર પર અસર કરે છે. આપણે એને ત્યારે ઓળખીએ છીએ જ્યારે એ શરીર પર દેખાય છે અને પાછો આપણે ઇલાજ પણ શરીર પર જ લઈએ છીએ, પરંતુ એના મૂળ વિશે વિચારતા નથી. એટલે જ કૅન્સર પાછું આવે છે. એક વખત મનનો ઇલાજ કરી નાખો. એને એમાંથી બહાર કાઢી નાખો તો એ હંમેશ માટે ઠીક થઈ શકે છે.

શિવાનીજીએ આ કૅન્સરના મૂળની વાત એટલી ધારદાર રીતે કહી અને સમજાવી કે લાગે કે આ બાબતે તો આપણે વિચાર કર્યો જ નથી. જોકે હકીકત એ છે કે આપણું જૂનું વિજ્ઞાન અને આપણું વૈદિક જ્ઞાન આ હજારો વર્ષોથી જાણે છે કે કૅન્સર જ નહીં, દરેક બીમારીનું મૂળ એ મનમાં રહેલા કોઈ ડિસ્ટર્બન્સ સાથે જ સંકળાયેલું છે. ખાસ કરીને જે ક્રૉનિક એટલે કે લાંબા ગાળાના રોગ છે, જે એક વાર થાય અને લાંબો સમય સુધી એ ચાલે એ રોગો પાછળનું મૂળ મન હોય છે. મનથી જ શરૂ થતો રોગ ત્યારે જ જડથી દૂર થાય છે જ્યારે મન એકદમ હેલ્ધી બને અને એનાં બધાં ડિસ્ટર્બન્સ પૂરાં થાય.

તર્ક


કૅન્સરની પરિભાષા સમજીએ તો એવી છે કે કોઈ ખૂબ જ ટૉક્સિક કે ઝેરી તત્વ તમારી અંદર હોય તો કૅન્સર થાય. એ કોઈ પણ રીતે તમારી અંદર પ્રવેશી શકે છે. ખોરાક દ્વારા, પર્યાવરણ દ્વારા, લાગણીઓ દ્વારા કે પછી તમારા રોજિંદા જીવનના સ્ટ્રેસ દ્વારા. આ ઝેર તમારા જીવન પર પ્રભુત્વ મેળવે છે અને તમારી અંદરના ઇન્ટેલિજન્સ પર અસર કરે છે; જેને લીધે શરીર, જેણે આ ઝેરી તત્વોને બહાર ફેંકવાં જોઈએ એના બદલે એ એને વધવા દે છે. કૅન્સરનાં જે પણ કારણો આપણને જ્ઞાત છે એમાં તમાકુ, પ્રદૂષણ, ઝેરી તત્વોની મિલાવટ, પ્લાસ્ટ્રિકનો પ્રયોગ વગેરેનો સમાવેશ થાય છે. તો શું આ તત્વોને કારણે કૅન્સર થાય છે કે વ્યક્તિની માનસિક સ્થિતિને કારણે? આ પ્રશ્નનો જવાબ આપતાં માટુંગા અને વિલે પાર્લેના ઇન્ટિગ્રેટેડ મેડિસિનના સ્પેશ્યલિસ્ટ, માઇન્ડ-થેરપી સ્પેશ્યલિસ્ટ અને હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, ‘આ તત્વોનું મહત્વ છે જ. જે પણ વ્યક્તિ તમાકુ લે છે કે સ્મોકિંગ કરે છે તેને કૅન્સર થવાનું રિસ્ક ઘણું વધારે છે. પરંતુ એવું કેમ બને છે કે એક વ્યક્તિ ૧૦ વર્ષથી સિગારેટ પીવે છે અને તેને કૅન્સર થયું, પરંતુ એક વ્યક્તિ વીસ વર્ષથી પીવે છે તેને હજી નથી થયું? એવું કેમ બને છે કે હવામાં પ્રદૂષણ તો સરખું જ છે છતાં કોઈને એનાથી કૅન્સર થાય છે અને કોઈને નહીં? વળી ઘણા લોકો એવા પણ છે જેમણે જીવનમાં હેલ્ધી જ ખાધું છે, કોઈ કુટેવ નથી છતાં કૅન્સર થયું છે. આ બધાનો જવાબ છે મન. મનમાં જે ઝેરી તત્વો તમારા પર હાવી થાય છે એ ઝેર તમારા શરીરમાં રહેલા કૅન્સરનું કારણ બને છે.’

સંબંધ

મન અને રોગના સંબંધ વિશે વાત કરતાં અધર સૉન્ગ હોમિયોપથી ક્લિનિક, અંધેરીના હોમિયોપૅથ ડૉ. સુજિત ચૅટરજી કહે છે, ‘મન અને શરીરને આપણે જુદાં પાડીએ છીએ એ જ આપણી ભૂલ છે. આ બન્ને વસ્તુ અલગ ન જ થઈ શકે. મનમાં કોઈ પ્રકારની લાગણી જે મનનું સંતુલન બગાડતી હોય છે એની કોઈ ને કોઈ અસર શરીર પર જોવા મળે જ છે. અતિશય મનમાં દબાયેલું દુ:ખ, વ્યક્ત ન થઈ હોય એવી લાગણીઓ, વર્ષોનો અફસોસ, નફરત આ બધી તીવþ લાગણીઓને કારણે શરીર પર કોઈ ને કોઈ અસર થાય છે અને એ અસર કૅન્સરનું રૂપ પણ લઈ લેતી હોય છે. આ કોઈ માન્યતા નથી, હકીકત છે. જેટલા પણ કૅન્સરના દરદીઓ અમારી પાસે આવે છે જ્યારે અમે તેમની હિસ્ટરી લઈએ છીએ ત્યારે કોઈ ને કોઈ માનસિક ડિસ્ટર્બન્સ અમને મળે જ છે.’

મનથી શરૂઆત


આ વાત સાથે સહમત થતાં ડૉ. મયંક શાહ કહે છે, ‘આપણું મન ઘણી શક્તિઓ ધરાવે છે અને જ્યારે એ શક્તિઓ કોઈ પણ રીતે દબાય તો શરીરની ઊર્જા‍ પર એની અસર થાય છે. આ શરૂઆત હોય છે કોઈ પણ રોગની. કૅન્સરની શરૂઆત પણ આવી જ હોય છે, જે વ્યક્તિનું મન સ્વસ્થ હોય તેને કૅન્સર તો શું બીજી કોઈ જ બીમારી ન થઈ શકે એવું અમે દૃઢપણે માનીએ છીએ. સાથે-સાથે એ પણ હકીકત છે કે મનની અસ્વસ્થતા દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રીતે ભોગવતી જ હોય છે. જો એ અસ્વસ્થતાને ઠીક કરવામાં આવે તો નીરોગી રહી શકાય છે, રોગ થયો હોય તો એની સામે લડીને મુક્તિ મેળવી શકાય છે અને એ ફરી ન આવે એ માટેની સજ્જતા પણ કેળવી શકાય છે.’

હોલિસ્ટ્રિક અપ્રોચ અનિવાર્ય

જેમને કૅન્સરનું નિદાન થયું હોય તે મોટા ભાગે ઍલોપથી ટ્રીટમેન્ટ લેતા હોય છે; જેમાં કીમોથેરપી, રેડિયેશન, સર્જરી જેવી વ્યવસ્થાઓ છે જેના વડે કૅન્સર ઠીક થઈ શકે છે. આ ઇલાજ પણ ઘણો સારી કક્ષાનો ઇલાજ જ ગણાય છે. એ લેવો પણ જરૂરી છે, પરંતુ ફક્ત એ જ ઇલાજથી કામ ચાલતું નથી એની વાત કરતાં ડૉ. સુજિત ચૅટરજી કહે છે, ‘જ્યાં સુધી આપણે મનને ઠીક નથી કરતા ત્યાં સુધી શરીરને જ ઠીક કર્યા કરીએ તો રોગથી સંપૂર્ણ મુક્તિ અઘરી છે. જે દરદીઓ હોલિસ્ટ્રિક અપ્રોચ ધરાવે છે અને શરીરની સાથે મનને પણ ઠીક કરવાની જહેમત ઉઠાવે છે તેમને ખૂબ જલદી અને ઘણું સારું પરિણામ મળે છે. એ અમે અમારી પ્રૅક્ટિસમાં જોઈએ જ છીએ. હોલિસ્ટ્રિક અપ્રોચના ઘણા ફાયદા છે, જે દરેકને તેના લેવલ મુજબ આવતા હોય છે. ઘણાને કીમો લેવાની જરૂર જ નથી પડતી તો ઘણાને કીમોથી જ મટી જાય છે, સર્જરીની જરૂર નથી પડતી. તો ઘણાને પંદરને બદલે ૧૦ કીમોમાં કામ પતે છે. જરૂર છે તમે એનાં કારણને શોધો અને એને હીલ કરો.’

ઇલાજ કઈ રીતે અને એના ફાયદા

જ્યારે તમને કૅન્સર થયું હોય ત્યારે ઍલોપથીનો ઇલાજ છોડવાની જરૂર નથી, પરંતુ એ કૅન્સર પાછળ મનની કઈ અવસ્થા જવાબદાર હતી એ જાણવું પણ એટલું જ જરૂરી છે. એ માટે હોમિયોપથી અને માઇન્ડ-થેરપી ઘણી મદદ કરી શકે છે. એ જાણવા માટે જ નહીં, પરંતુ મનના એ ઘાવને હીલ કરવા માટે પણ આ બન્ને પદ્ધતિ ઘણી ઉપયોગી છે. આ સિવાય ખોરાકમાં જરૂરી ફેરફાર પણ મદદરૂપ થાય છે. જેમ કે ઍસિડિક શરીર હોય તો એમાં કૅન્સર જલદી ફેલાય છે. આલ્કલાઇન શરીર હોય તો એનો ગ્રોથ અટકે છે. એટલે જરૂરી છે કે કૅન્સરના દરદીઓએ આલ્કલાઇન ખોરાક જ લેવો. આ સિવાય યોગ, ધ્યાન, પ્રાણાયામ પણ ઘણી મદદ કરે છે. આ સિવાય લાઇફ-સ્ટાઇલમાં બદલાવ પણ એમાં ઘણી મદદ કરે છે. આ પ્રકારના હોલિસ્ટ્રિક ઇલાજથી કયા પ્રકારનું પરિણામ મળે છે? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મયંક શાહ કહે છે, ‘સૌથી પહેલી વાત કે જેના ઘરમાં કૅન્સર છે તેણે આ ઇલાજ પહેલેથી અપનાવવો જેની મદદથી એ લોકો કૅન્સરથી પોતાનો બચાવ કરી શકે છે. બીજું એ કે જેને કૅન્સર છે તેમણે તેમની રેગ્યુલર ટ્રીટમેન્ટ સાથે આ ઇલાજ અપનાવવાથી રિઝલ્ટ ઘણું સારું મળે છે. જલદી પણ મળે છે. અને ત્રીજો ફાયદો એ કે કૅન્સરના પાછા આવવાની શક્યતાને આ ઇલાજ દ્વારા નિવારી શકાય છે, કારણ કે તમે કારણને જ જડમૂળથી હટાવો છો એટલે રોગ ફરી આવતો નથી.’

કૅન્સરની પરિભાષા સમજીએ તો એવી છે કે કોઈ ખૂબ જ ટૉક્સિક કે ઝેરી તત્વ તમારી અંદર હોય તો કૅન્સર થાય. એ કોઈ પણ રીતે તમારી અંદર પ્રવેશી શકે છે. ખોરાક દ્વારા, પર્યાવરણ દ્વારા, લાગણીઓ દ્વારા કે પછી તમારા રોજિંદા જીવનના સ્ટ્રેસ દ્વારા. આ ઝેર તમારા જીવન પર પ્રભુત્વ મેળવે છે અને તમારી અંદરના ઇન્ટેલિજન્સ પર અસર કરે છે; જેને લીધે શરીર, જેણે આ ઝેરી તત્વોને બહાર ફેંકવાં જોઈએ એના બદલે એ એને વધવા દે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK