ભારતમાં ૩૭ ટકા મહિલાઓ ડૉક્ટરના કહેવા છતાં પ્રેગ્નન્સી દરમ્યાન ફ્લુની રસી લેતી નથી

ગર્ભવતી મહિલાઓ, નાનાં બાળકો, વૃદ્ધ લોકો અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એવા લોકોને ફ્લુ થવાનું રિસ્ક વધુ રહે છે અને સામાન્ય જણાતો ફ્લુ આ લોકોમાં ગંભીર રૂપ ધારણ કરી શકે છે ત્યારે રસીકરણ બાબતે જાગૃત બનવાની જરૂર છે

pregnant

જિગીષા જૈન

ઇન્ફ્લુએન્ઝા, જેને આપણે સમાન્ય રીતે ફ્લુ કહીએ છીએ એ રોગની રસી ઘણા સમયથી મળે છે અને ગર્ભવતી મહિલાઓ અને નાનાં બાળકોને ખાસ આ રસી લગાવવાની સૂચના ડૉક્ટર તરફથી આપવામાં આવે છે, પરંતુ કેટલાં બાળકોને આ રસી મળે છે એ એક મહત્વનો પ્રશ્ન છે. કેટલાં માતા-પિતા આ રસી બાબતે જાણકારી ધરાવે છે અને બાળકોને આ રસી અપાવડાવે છે? હાલમાં થોડા સમય પહેલાં ફ્લુના વાયરા ખાસ કારીને ગુજરાત-મહારાષ્ટ્રમાં હતા. ફક્ત સામાન્ય ફ્લુ જ નહીં, સ્વાઇન ફ્લુ પણ ઘણો ફેલાયેલો હતો. એને લીધે મૃત્યુ પણ નોંધાયાં હતાં. એ સમયે થોડી જાગૃતિ આવી હતી લોકોમાં. ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ ઑફ ઇન્ડિયાના આંકડાઓ મુજબ ૨૦૧૭માં ભારતમાં ૩૮,૮૧૧ ફ્લુના કેસ નોંધાયા હતા, જેમાંથી ૨૨૬૬ લોકો ફ્લુને કારણે મૃત્યુ પણ પામ્યા હતા. લોકો ફ્લુ બાબતે કેટલા જાગૃત છે એ બાબતે હાલમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં મળેલા આંકડાઓ ચિંતાજનક કહી શકાય. આ સર્વે ખાસ સ્ત્રીઓ પર કરવામાં આવ્યો હતો.

સર્વે

મુંબઈ, દિલ્હી, કલકત્તા, હૈદરાબાદ, ચેન્નઈ, અમદાવાદ અને પુણે જેવાં શહેરોમાં કુલ ૧૦૦૦ સ્ત્રીઓને લઈને આ સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વે અબોટ નામની એક હેલ્થકૅર કંપની દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ૦-૬ વર્ષની ઉંમરનાં બાળકોની માતા અને ગર્ભવતી સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમને ઇન્ફ્લુએન્ઝા વિશે માહિતી પૂછવામાં આવી હતી. આમાંથી ૩૭ ટકા ગર્ભવતી સ્ત્રીઓને ડૉક્ટરનું રેકમન્ડેશન હોવા છતાં પ્રેગ્નન્સી દરમ્યાન ફ્લુની રસી લીધી નહોતી. અને ૪૦ ટકા સ્ત્રીઓને ફ્લુના રોગ વિશે કોઈ ખાસ ગંભીરતા જણાતી નથી. ૫૮ ટકા સ્ત્રીઓને ઇન્ફ્લુએન્ઝા કયા વાઇરસને કારણે થતો રોગ છે એ વિશે માહિતી નહોતી. ૬૬ ટકા સ્ત્રીઓ એવી હતી જેમને ડૉક્ટરે આપેલી માહિતી મુજબ જ કઈ અને કેટલી રસી આપવી એની જાણકારી હતી. વધુ જાણકારી તેમની પાસે નહોતી. આમ ફ્લુ રોગ વિશે જાગૃતિ, એ રોગમાં શું થઈ શકે એની પૂરી માહિતી, એની રસી વિશેની જાણકારી અને એ રસી લગાવવાની સમજદારીનો અભાવ આ સ્ત્રીઓમાં જોવા મળ્યો હતો.

ગર્ભવતી સ્ત્રીઓમાં ફ્લુની રસી જરૂરી

ફ્લુ એક અત્યંત સામાન્ય રોગ છે, જેમાં ફેફસાંનું ઇન્ફેક્શન થાય છે. શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણો એમાં જોવા મળે છે. આ મોટા ભાગે વાઇરલ ઇન્ફેક્શન હોય છે. જો લાંબું ચાલે તો એ બૅક્ટેરિયલમાં પરિણમે છે અને એટલેથી જો એ ન અટક્યું અને સિવિયર થઈ ગયું તો તકલીફ વધી શકે છે. ઘણી વાર ફ્લુ જો ઠીક ન થાય તો એ ન્યુમોનિયામાં પરિણમે છે, જેમાં શ્વાસની તકલીફ ઊભી થાય છે. શ્વાસ લેવામાં પ્રૉબ્લેમ થાય તો શરીરને લોહીમાં ઑક્સિજનની કમી થઈ પડે છે. એટલે હાર્ટ ઑક્સિજનની અછતમાં કામ કરતું જાય છે અને એના પર લોડ પડે છે. ફ્લુ અને ફ્લુનાં કૉમ્પ્લીકેશન એક ગર્ભવતી સ્ત્રીની અંદર ઘણાં વધારે રહે છે. પ્રેગ્નન્સી દરમ્યાન એટલા માટે જ ડૉક્ટર્સ ફ્લુની રસી લેવી જ એવી સૂચના આપે છે. જોકે ગર્ભ ધારણ કરતાં પહેલાં જ જો એ રસી લેવામાં આવે તો વધુ સારું ગણાય. બાળકને એનાથી વધુ સુરક્ષા આપી શકાય છે, કારણ કે જન્મતાંની સાથે ૬ મહિના સુધી બાળકને ફ્લુની રસી આપી શકાતી નથી. જો આ સમયમાં બાળકને સુરક્ષિત રાખવું હોય તો બાળકની માતાએ જ નહીં, બાળકની સંભાળ રાખનાર દરેક વ્યક્તિએ આ રસી લેવી જરૂરી છે.

રિસ્ક કોને વધુ?

ચાર પ્રકારના લોકોને ફ્લુ થવાનો ભય વધુ રહે છે. પ્રેગ્નન્ટ સ્ત્રીઓને, પાંચ વર્ષથી નાનાં બાળકોને, વૃદ્ધ લોકોને અને જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય; જેમ કે અસ્થમા, ડાયાબિટીઝ, HIV, Xદયરોગ ધરાવતી વ્યક્તિઓને ફ્લુ થવાનું રિસ્ક ઘણું વધારે રહે છે. વળી એક વખત ફ્લુ થાય અને જો એ ગંભીર રૂપ ધારણ કરે તો એનો ઇલાજ કરવા કરતાં ફ્લુને થતો જ રોકવો વધુ સહેલો છે. વળી એ ચેપી રોગ છે, જે જલદીથી ફેલાય છે. ચેપથી બચવા અને ચેપ ફેલાતો રોકવા માટે પણ રસીકરણ મહત્વનું છે. ઇન્ટરનૅશનલ ગાઇડલાઇન્સ અનુસાર જે હાઈ રિસ્ક કૅટેગરીમાં આવે છે તેમણે ખાસ દર વર્ષે ફ્લુની રસી લેવી જ જોઈએ. આ સિવાય આ લોકોને શ્વસનતંત્રના કોઈ પણ ઇન્ફેક્શનથી બચવાની સલાહ પણ આપવામાં આવે છે. રસીકરણની સાથે-સાથે મૂળભૂત હાઇજીન, હાથ ધોઈને જ ખાવું અને જ્યારે ઇન્ફેક્શન ફેલાયેલું હોય ત્યારે વધુ સાવચેત રહેવાનાં સૂચનો પણ ગાઇડલાઇન્સમાં હોય જ છે.

કોણે લગાડવી રસી?


ફ્લુની રસી કોને લગાડવી જોઈએ અને શા માટે એ બાબત સમજાવતાં દહિસર અને સાંતાક્રુઝના ફૅમિલિ ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘મોટા ભાગે ગર્ભવતી મહિલાઓ, નાનાં બાળકોને અને ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિને ફ્લુની રસી આપવાનું વિચારી શકાય. પરંતુ અત્યારે સ્વાઇન ફ્લુ ફેલાઈ ગયો છે એટલે અત્યારે બધાએ જ રસી લઈ લેવાની જરૂર હોતી નથી. વળી એક વાર રસી લઈએ તો એ રસી તમને બે અઠવાડિયાં પછી પ્રોટેક્શન આપે. એટલા સમયને ધ્યાનમાં લઈને જ રસી મુકાવવી. લોકોને એમ લાગે કે રસી મુકાવી એટલે તરત જ સેફ થઈ ગયા, પરંતુ રસીને કામ કરવાનો સમય તો આપવો જ પડેને. ફ્લુની વૅક્સિન વાર્ષિક કામ કરતી હોય છે. દર વર્ષે જેમની ઇમ્યુનિટી અત્યંત ઓછી થઈ ગઈ હોય એવા લોકોને આપી શકાય. આ સિવાય હેલ્થકૅર પ્રોફેશનલ્સ એટલે કે ડૉક્ટર, નર્સ, હૉસ્પિટલનો સ્ટાફ વગેરેને આ રસી આપવી જ જોઈએ. બાકી જે વ્યક્તિ નૉર્મલ હેલ્ધી છે, રોગપ્રતિકારક શક્તિ સામાન્ય થઈને કામ કરે છે એવી વ્યક્તિએ ગભરાઈને રસી લેવા જવાની જરૂર નથી. પરંતુ કૅન્સરગ્રસ્ત લોકો, HIV કે ટીબીના દરદીઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને આ રસીની ખાસ જરૂર છે.’

પ્રેગ્નન્સી અને રસીકરણ

SRV હૉસ્પિટલ, ગોરેગામ અને ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. નીલેશા ચિત્રે પાસેથી જાણીએ પ્રેગ્નન્સી દરમ્યાન રસીકરણનું શું મહત્વ છે અને કઈ રસીઓ જરૂરી છે. મહત્વનું એ છે કે અમુક રસીઓ ગર્ભ ધારણ કરતાં પહેલાં, અમુક પ્રેગ્નન્સી દરમ્યાન લેવાની હોય છે. પ્રેગ્નન્સી દરમ્યાન લાઇવ રસીઓ જેમ કે ઓરલ પોલિયો કે ટાઇફૉઇડ લેવાની હોતી નથી. મૃત કીટાણુવાળી રસી, જેને ઇનઍક્ટિવેટેડ વૅક્સિન કહે છે એ જેમાં હોય એ જ રસી આપવી જોઈએ.

ફ્લુની રસી પણ પ્રેગ્નન્સી પહેલાં કે પ્રેગ્નન્સી દરમ્યાન લઈ શકાય છે.

ટેટનસ ટોક્સોઇડ નામની રસી છે, જેના બે ડોઝ એક મહિનાના અંતરે લેવાના હોય છે. આ રસી ગર્ભવતી મહિલાઓએ લેવી જ જોઈએ. ભારતમાં રસીકરણ પ્રોગ્રામમાં એ ફરજિયાત આપવાની હોય છે.

ઓરી, ગાલપચોળિયાં અને રૂબેલાથી બચવા માટે આવતી MMRની રસી તમે ગર્ભ ધારણ કરો એ પહેલાંના ઓછામાં ઓછા છ મહિના પહેલાં લેવી જરૂરી છે. આ રસી દરેક છોકરીએ લેવાની હોતી નથી, જેમને રૂબેલાની તકલીફ હોય તેમણે જ લેવી પડે છે જે, તેમના ડૉક્ટર સજેસ્ટ કરે છે.

જે હાઈ રિસ્ક દરદીઓ છે તેમને હેપેટાઇટિસ ગ્ની રસી પણ આપવી ફરજિયાત બને છે. આ રસી પણ દરેક સ્ત્રીને આપવામાં આવતી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK