મોટી ઉંમરે જ્યારે હિપ-ફ્રૅક્ચર થાય

આટલી મોટી ઉંમરે તેમનું ફ્રૅક્ચર સાંધવા માટે સર્જરી કરવામાં આવી અને આજે તેઓ સ્વસ્થ છે. મહત્વનું એ છે કે મોટી ઉંમરે પડી જવાનું ખૂબ જ ચિંતાજનક હોય છે, કારણ કે હિપ-ફ્રૅક્ચર થવાનું રિસ્ક ઘણું વધુ છે અને સર્જરી એનો એકમાત્ર ઇલાજ છે. ઘણી વખત હિપ-રિપ્લેસમેન્ટ પણ કરાવવું પડે છે અને જો એ ન કરાવીએ તો એ ઘાતક સિદ્ધ થતું હોય છે

hip1

જિગીષા જૈન

ઉંમર એની સાથે જુદી-જુદી તકલીફો લઈને આવે છે અને આવી જ તકલીફોમાંની એક તકલીફ છે પડી જવું. એક બાળક દિવસમાં કેટલીયે વાર ગોથાં ખાતું હોય છે, પરંતુ તેને કોઈ તકલીફ થતી નથી; જ્યારે એક વૃદ્ધ વ્યક્તિને સહેજ ઠેસ પણ વાગે તો મોટી તકલીફ થઈ જતી હોય છે. આ ઉંમરમાં હાડકાં નબળાં હોવાથી તૂટવાની બીક રહે છે. જેમ કે હિપ-ફ્રૅક્ચરની શક્યતા મોટા ભાગે ૬૦ વર્ષથી મોટી વ્યક્તિમાં ઘણી વધારે રહે છે. નાની ઉંમરમાં કોઈ મોટો ઍક્સિડન્ટ થયો હોય તો પણ હિપ-ફ્રૅક્ચર થઈ શકે છે, પરંતુ ૬૦ વર્ષ પછીની ઉંમરના લોકોમાં દર ૧૦માંથી ૧ વ્યક્તિને આ હિપ-બોન ફ્રૅક્ચર થવાની શક્યતા રહે છે. આજના સમયમાં હિપ-ફ્રૅક્ચર થાય તો એના ઇલાજના રૂપે આપણી પાસે સર્જરી એકમાત્ર વિકલ્પ રહેલો છે. જોકે એ ખર્ચાળ છે. પરંતુ જો એ ન કરાવીએ તો ઘણી તકલીફો થઈ શકે છે. આમ મોટી ઉંમરે પડવું ચિંતાજનક સાબિત થઇ શકે છે.

કેસ


હાલમાં મુલુંડનાં ૧૦૩ વર્ષનાં ગંગા ગાલા પોતાના પલંગ પરથી પડી ગયાં અને તેમનું હિપ-ફ્રૅક્ચર થઈ ગયું. ખાસ કરીને તેમની જમણી જાંઘનું ઉપરના ભાગનું હાડકું ભાંગ્યું હતું. ૧૦૩ વર્ષનાં આ બા, જેમના નખમાંય રોગ નહોતો તેઓ આ ફ્રૅક્ચરને કારણે અસહ્ય પેઇનમાં આવી ગયાં. રાત્રે તેઓ સૂઈ પણ નહોતાં શકતાં. હલી પણ નહોતાં શકતાં. ૧૦૩ વર્ષનાં કોઈ પણ હેલ્ધી અને કામઢાં બાની જેમ તે પોતાનાં કપડાં અને વાસણ પણ જાતે જ ઘસતાં, પરંતુ જેવું હાડકું ભાંગ્યું કે તેમની હાલત દયનીય બની ગઈ હતી. તેમના પરિવારજનોના કહેવા મુજબ ગંગાબહેન છેલ્લાં લગભગ દોઢ-બે વર્ષમાં સાતેક વાર પડી ચૂક્યાં છે. એની પહેલાં સુધી તે ટેકા વગર જ ચાલતાં અને કોઈની પણ મદદ વગર પોતાની પ્રવૃત્તિઓ કરી શકતાં હતાં, પરંતુ છેલ્લે જ્યારે પલંગ પરથી પડ્યાં ત્યારે તેમની તકલીફ એકદમ જ વધી ગઈ. છતાં ૧૦૩ વર્ષની ઉંમર સુધી ક્યારેય હૉસ્પિટલમાં દાખલ ન થયાં હોય એવાં આ બા હૉસ્પિટલ જવાની જ ના પડતાં હતાં. તેમને આ દુખાવો સહન કરવામાં વાંધો નહોતો, પરંતુ હૉસ્પિટલ નહોતું જવું. પરંતુ તેમના પરિવારને આ રીતે તેમને દુખાવામાં પીડાતાં જોવા નહોતાં. તેમને પરાણે ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યાં. ડૉક્ટરે તેમનું હિપ-ફ્રૅક્ચર જોયું અને એ માટે સર્જરી કરાવવાનું સજેશન આપ્યું હતું.

સર્જરી

૧૦૩ વર્ષની ઉંમરે કોઈ પણ પ્રકારની સર્જરી ધારીએ એટલી સહેલી વાત તો નથી જ. ગંગાબહેનની સર્જરી સાથે સંકળાયેલાં કૉમ્પ્લીકેશન્સ વિશે વાત કરતાં તેમની સર્જરી કરનારા ઉપાસની હૉસ્પિટલ, મુલુંડના જૉઇન્ટ રિપ્લેસમેન્ટ સજ્ર્યન ડૉ. તેજસ ઉપાસની કહે છે, ‘ગંગાબહેનના કેસમાં સૌથી મહત્વની વાત હતી કે તેમનું ફ્રૅક્ચર ફક્ત જોડવાનું હતું. હિપ-રિપ્લેસમેન્ટ કરવાનું નહોતું. હિપ-રિપ્લેસમેન્ટ ઘણી મોટી સર્જરી ગણાય અને એનાં કૉમ્પ્લીકેશન વધુ હોય. આ એના પ્રમાણમાં નાની સર્જરી હતી, જેમાં ફ્રૅક્ચરને ઠીક કરવાનું હતું. આ પ્રકારની સર્જરીમાં એક ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે, જે ઇમ્પ્લાન્ટને કારણે ફ્રૅક્ચરને ફિક્સ કરી શકાય છે. મહત્વનું એ હતું કે આ દરદીને કોઈ જ રોગ નહોતો. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે હાર્ટ-પ્રૉબ્લેમ્સ જેવું કશું જ નહોતું. ફક્ત સાંભળવાનો થોડો પ્રૉબ્લેમ હતો. એટલે અમે નિર્ણય લીધો કે સર્જરી કરીએ. ગંગાબહેન એકદમ સ્વસ્થ છે. તેમને બિલકુલ દુખાવો નથી. ધીમે-ધીમે હરી-ફરી પણ શકશે.’

હાડકાં નબળાં પડે ત્યારે

મોટી ઉંમરે હિપ-બોન ફ્રૅક્ચર થવાનાં કારણો જાણતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે ફ્રૅક્ચર થવા પાછળ બે મુખ્ય કારણો છે. આ કારણો જણાવતાં હિન્દુજા હેલ્થકૅર સર્જિકલ, ખારના સિનિયર કન્સલ્ટિંગ ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. સી. જે. ઠક્કર કહે છે, ‘પહેલું એ કે વ્યક્તિ પડી જાય તો તેને ફ્રૅક્ચર થાય છે અને બીજું એ કે તે વ્યક્તિનાં હાડકાં નબળાં પડી ગયાં છે એટલે તેને ફ્રૅક્ચર થયું છે. જ્યારે વ્યક્તિની ઉંમર વધતી જાય છે ત્યારે ધીમે-ધીમે તેનાં હાડકાં નબળાં પડતાં જાય છે. ૩૦ વર્ષની ઉંમર પછીથી દરેક વ્યક્તિને દર વર્ષે ૧ ટકા જેટલો બોન-લૉસ થાય છે. અને સ્ત્રીઓમાં મેનોપૉઝ પછી આ લૉસ ૩ ટકા જેટલો વધી જાય છે. આમ મોટી ઉંમરે હાડકાં નબળાં પડવાનો કે બરડ બનવાનો રોગ ઑસ્ટિયોપોરોસિસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. પરંતુ ઑસ્ટિયોપોરોસિસ એકલો જ હિપ-ફ્રૅક્ચર થવાનું કારણ બનતો નથી, કારણકે વ્યક્તિનાં હાડકાં નબળાં પડવાથી તે ક્યારેય પડી જતી નથી. તેને પડી જવા પાછળ બીજાં કારણો જવાબદાર હોય છે. એ કારણોથી બચીને પડવાથી બચી શકાય છે.’

શું થાય?

જ્યારે વ્યક્તિ પડી જાય અને તેના હિપનું હાડકું ભાંગે તો તેનું દદર્‍ અસહ્ય હોય છે. ચાલવાની કે ઊભા થવાની કોઈ શક્યતા રહેતી નથી, કારણ કે એવું કરવાથી ખૂબ વધારે પેઇન રહે છે, જેને સહન કરવું મુશ્કેલ બનતું હોય છે. આ ઉપરાંત આવી વ્યક્તિને થોડા સમય માટે મળ-મૂત્ર કરવામાં પણ ખૂબ વધારે દદર્‍ થતું હોય છે, જે દર્દથી ગભરાઈને વ્યક્તિ ખાવાપીવાનું છોડી દે છે. હિપ-બોન ફ્રૅક્ચરના દરદી માટે જે જરૂરી છે એ વિશે સમજાવતાં ડૉ. તેજસ ઉપાસની કહે છે, ‘આ ફ્રૅક્ચરને કારણે વ્યક્તિનો એક પગ એકથી દોઢ ઇંચ જેટલો ટૂંકો થઈ જાય છે. આમ તે વ્યક્તિ ખોડંગાઈને ચાલે છે. સર્જરી ન કરાવીએ તો જિંદગીભર તેનો પગ ટૂંકો જ રહે છે. એને કારણે ચાલવામાં તકલીફ અને ફરી-ફરી પડવાની શકયતામાં વધારો થાય છે. જો સર્જરી ન કરાવવામાં આવે તો આવી વ્યક્તિ પથારીવશ થઈ જતી હોય છે; જેને કારણે તેને શ્વાસનો પ્રૉબ્લેમ, ન્યુમોનિયા, યુરિન-ઇન્ફેક્શન, ખોરાક-પાણીમાં ઘટાડો જેવી ફિઝિકલ કન્ડિશન અને દદર્ની્ પીડા, ડિપ્રેશન અને જીવવાની આશા છોડી દેવાની માનસિક હાલત તેને મૃત્યુ સુધી લઈ જાય છે. જેમનો ઇલાજ નથી થતો તેવા દરદીઓના જીવનમાંથી હિપ-બોન ફ્રૅક્ચરને કારણે ૧૦ વર્ષ ઓછાં થઈ જાય છે.’

hip

બચાવ

હિપ-બોન ફ્રૅક્ચરથી બચવા માટે જે ઉપાય કરી શકાય એમાં હાડકાંને પહેલેથી મજબૂત બનાવવા જરૂરી છે, જેથી મોટી ઉંમરે પ્રૉબ્લેમ ઓછો થાય. બોન-લૉસ ઘટાડવો અને ઑસ્ટિયોપોરોસિસથી બચવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ જ એકમાત્ર ઉપાય છે. બાકી બચવા માટે જે પ્રયત્નો કરી શકાય એ પડવાથી બચવાના પ્રયત્નો હોઈ શકે છે. ડૉ. સી. જે. ઠક્કર પાસેથી જાણીએ ફ્રૅક્ચરથી બચવા એક વૃદ્ધ વ્યક્તિએ કઈ બાબતોનું ધ્યાન રાખવું.

રાત્રે સૂતી વખતે લાઇટ ચાલુ રાખીને સૂવું અથવા રૂમમાં એટલો પ્રકાશ હોવો જોઈએ કે રાત્રે તમે બાથરૂમ જવા માટે ઊઠો તો તમને દેખાય.

ઊઠીને સીધા ઊભા ન થાઓ. પલંગ પર બેસો, પગને થોડા હલાવો અને તમને પૂરો વિશ્વાસ આવે કે ઊઠી શકાય એમ છે ત્યારે જ ઊઠો અને ધ્યાનથી ચાલો.

શરદી થઈ હોય અને એની ઘેનવાળી દવા લીધી હોય, ઊંઘની ગોળી લેતા હોય તેવા લોકોએ રાત્રે કે વહેલી સવારે ઊઠતી વખતે ખાસ ધ્યાન રાખવું. જ્યાં સુધી એકદમ જાગૃત ન બનો ત્યાં સુધી ઊઠો નહીં.

બાથરૂમના રસ્તામાં રમકડાં કે કોઈ બીજી વસ્તુઓ નડે અને એને કારણે પડી જવાય નહીં એ માટે રાત્રે એક વાર ચેક કરીને પછી સૂવો. બેડરૂમથી બાથરૂમ સુધીનો પૅસેજ સાફ રાખો.

બાથરૂમ હંમેશાં સૂકું રાખો, જેથી ભીના બાથરૂમમાં લપસી ન પડાય. બાથરૂમમાં પકડવા માટે રેલિંગ રાખો, જેથી થોડું પણ ઇમ્બૅલૅન્સ થવાય તો તરત પકડી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK