જ્યારે કરોડરજ્જુનો મણકો એની જગ્યાએથી ખસી જાય ત્યારે

માટુંગામાં રહેતાં આશા તન્નાને આ રોગ છે અને આ રોગ સાથે તેમનું જીવન ઘણું દુષ્કર બન્યું હતું, પરંતુ એક્સરસાઇઝ દ્વારા તેઓ આ તકલીફમાંથી બહાર આવ્યાં અને આજે સર્જરીથી બચવા માટે છેલ્લાં પાંચ વર્ષથી સતત એક્સરસાઇઝ કરે છે. આ કેસ દ્વારા આ રોગ વિશે આજે જાણીએ

back

જિગીષા જૈન

૫૧ વર્ષનાં માટુંગાનાં રહેવાસી આશા તન્નાને આજથી ૧૭ વર્ષ પહેલાં કમરમાં અત્યંત દુખાવો ઊપડ્યો હતો અને તપાસ કરાવતાં જાણવા મળ્યું હતું કે આશાને સ્પૉન્ડિલોલિસ્થિસિસ નામની તકલીફ છે એટલે કે તેમની કરોડરજ્જુનો એક મણકો એની જગ્યાએથી ખસીને બીજી તરફ જતો રહ્યો છે. ડૉક્ટરે તેમને કહ્યું કે આ તકલીફ બને કે કદાચ તમને જન્મજાત હોય અથવા તો હમણાં પણ કોઈ કારણોસર આવી હોય એમ પણ બને. ૨૦૦૦ના વર્ષમાં તેમને ખબર પડી કે તેમની કરોડરજ્જુ સીધી નથી અથવા તો કહીએ કે એની જગ્યા પર નથી. આ પ્રકારની ખોડને લઈને અમુક દવાઓ શરૂ થઈ, પરંતુ ૨૦૦૩માં હિપ્સથી લઈને નીચે પગ સુધી આ દુખાવો ફેલાણો. ધીમે-ધીમે એવું થવા માંડ્યું કે તે ૩-૪ પગથિયાં પણ ઊતરી શકતાં નહોતાં. એ સમયે ડૉક્ટરે તેમને કહ્યું કે તમારે તમારી ફિઝિયો-એક્સરસાઇઝ રેગ્યુલર કરવી પડશે નહીંતર તકલીફ વધતી જ જશે, પરંતુ આશાબહેનનાં બાળકો નાનાં હતાં અને કોઈ પણ સ્ત્રીની જેમ તે પણ ઘર અને બાળકોમાં એટલાં વ્યસ્ત હતાં કે તેમનાથી પોતાના પર ધ્યાન અપાય એમ નહોતું. એક્સરસાઇઝની આ બાબતને તેમણે ખાસ ગંભીરતાથી લીધી નહીં. પહેલાં તો તેમને ડાબા પગમાં જ તકલીફ રહેતી, હવે ધીમે-ધીમે એ જમણા પગમાં પણ થવા લાગી.

હાલત

૨૦૦૯ સુધીમાં તેમની તકલીફ એટલી વધી કે રાત્રે તે અડધો કલાક પણ સૂઈ નહોતાં શકતાં. ઊઠવામાં પણ તેમને દુખાવો થવા લાગ્યો હતો. દવાઓની સાથે-સાથે તેમણે ઍક્યુપંક્ચર પ્રકારની ડ્રાય નીડલ-થેરપી પણ અજમાવી જોઈ જેનાથી ૬-૭ મહિના તેમને આરામ રહ્યો, પરંતુ એ તકલીફ ફરી પછી આવી. મહત્વનો પ્રૉબ્લેમ એ હતો કે દુખાવાને લીધે રાત્રે લગભગ ૧૫-૨૦ વાર તેઓ ઊઠતા હતા. ૨૦૧૧માં તેમણે કપ-થેરપી પણ અજમાવી જોઈ. એનો પણ ફાયદો તો થયો, પરંતુ થોડા સમયમાં તકલીફ ફરી પાછી આવી અને હાલત એટલી ખરાબ થઇ ગઈ કે પથારીમાંથી ઊઠવું જ મુશ્કેલ થઈ ગયું હતું. પથારીથી બાથરૂમ સુધી પણ તે ચાલી નહોતાં શકતાં. સ્ટેરૉઇડનાં ઇન્જેક્શન લઈને તેમણે કામ આગળ ધપાવ્યું. આ પરિસ્થિતિમાં ડૉક્ટરે સૂચવ્યું કે આપણે સર્જરી કરીએ, પરંતુ સર્જરી માટે પણ તેમના સ્નાયુઓમાં તાકાત નહોતી. ડૉક્ટરે કહ્યું કે કંઈ પણ થાય તમે ફિઝિયો-એક્સરસાઇઝ શરૂ કરી જ દો. 

એક્સરસાઇઝથી મળી મદદ

૨૦૧૨થી તેમણે ફિઝિયો-એક્સરસાઇઝ શરૂ કરી. ત્રણ મહિનાની અંદર તે ફરીથી ચાલવા લાગ્યાં. ધીમે-ધીમે તેમનામાં શક્તિ ફરીથી આવી. આ પ્રોસેસ પછી આશાબહેનને એક્સરસાઇઝ પર વિશ્વાસ જાગ્યો અને તેમણે નિર્ણય કર્યો કે તે હવે એક્સરસાઇઝ ક્યારેય નહીં છોડે. આશાબહેન પોતાની હાલત વિશે વાત કરતાં કહે છે, ‘મને ડૉક્ટરે સ્પક્ટ કહ્યું હતું કે મને જે તકલીફ છે એ તકલીફનો છેલ્લો ઉપાય ઑપરેશન એટલે કે સર્જરી જ છે, પરંતુ જ્યાં સુધી સર્જરીથી બચી શકાય એટલું સારું. ઘણી વખત અમુક કેસમાં એવું પણ બનતું હોય છે કે રેગ્યુલર એક્સરસાઇઝ કરે તો સર્જરીની જરૂર પણ ન પડે. હું આશા એ જ રાખું છું કે મારી એક્સરસાઇઝ સતત ચાલુ રાખવાથી જો મારી પણ સર્જરી ટળતી હોય તો બેસ્ટ રહેશે. મારી દીકરીનાં લગ્ન પણ હું ભરપૂર માણી શકી, કારણ કે હું એક્સરસાઇઝ કરતી હતી. જે વ્યક્તિ ચાલી પણ નહોતી શકતી એ એક્સરસાઇઝને લીધે ડાન્સ પણ કરી શકી. છેલ્લાં પાંચ વર્ષથી હું સતત એક્સરસાઇઝ કરું છું. નિયમિત છું અને પોતાનું ધ્યાન રાખું છું તો મારું જીવન વગર દુખાવાનું મને ગમે એ રીતે પસાર કરી રહી છું.’

રોગ

સ્પૉન્ડિલોલિસ્થિસિસ રોગના નામના બે ભાગ છે એક સ્પૉન્ડિલો એટલે કે કરોડરજ્જુ  અને બીજો લિસ્થિસિસ જેનો અર્થ થાય લપસી જવું. આપણી કરોડરજ્જુમાં ૩૩ મણકા આવેલા છે એમાંથી એક મણકો આગળની તરફ લપસી જાય ત્યારે આ તકલીફ ઊભી થાય છે. મોટા ભાગે કરોડરજ્જુના નીચેના ભાગમાં એટલે કે કમર તરફ આવેલા ભાગમાં આ તકલીફ શરૂ થાય છે. દુનિયાભરમાં લગભગ ૫-૬ ટકા પુરુષોમાં અને ૨-૩ ટકા સ્ત્રીઓમાં આ રોગ જોવા મળે છે. ઘણા લોકોને આ તકલીફ જન્મજાત હોય છે તો ઘણા લોકોને વયસ્ક થઈ ગયા પછી આ પ્રૉબ્લેમ સામે આવે છે. જેની શરૂઆતમાં કમર, પગ કે સાથળનો દુખાવો શરૂ થઈ જાય છે.

ફિઝિયોથેરપીની મદદ

સ્પૉન્ડિલોલિસ્થિસિસમાં ફિઝિયોથેરપી કઈ રીતે ઉપયોગી બની શકે એ બાબતે વાત કરતાં ફિઝિયો રીહૅબ-મલાડ અને બાંદરાનાં ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અંજના લોંગાણી કહે છે, ‘જે મણકો બહાર આવી ગયો છે એને તમે અંદર ફરીથી મોકલી નછી શકતા, પરંતુ એની આજુબાજુના સ્નાયુઓને સશક્ત કરીને એની પકડ એટલી મજબૂત બનાવી શકીએ છીએ કે કરોડરજ્જુને હલવા માટે ખાસ જગ્યા જ ન મળે અને એને કારણે દુખાવો ન થાય. એક્સરસાઇઝથી અમે પૉર ઠીક કરવાની કોશિશ કરીએ છીએ અને સ્નાયુઓને મજબૂત બનાવવાની જેથી એની પકડ મજબૂત થાય અને પેઇન ન થાય. ખાસ કરીને પેટના, પીઠના અને કમરના સ્નાયુઓને સશક્ત કરવા પર કામ કરવું પડે છે.’

ઇલાજ


સ્પૉન્ડિલોલિસ્થેસિસનો ઇલાજ એ મણકો કરોડરજ્જુથી કેટલો ખસી ગયો છે એના આધારે થતો હોય છે. એના ઇલાજ માટે દવાઓ, ગરમ કે ઠંડો શેક, ફિઝિયોથેરપી, સ્ટેરૉઈડનાં ઇન્જેક્શન અને છેલ્લે સર્જરીનો પ્રયોગ કરવામાં આવે છે. કયા દરદીને કયા પ્રકારનો ઇલાજ માફક આવશે એ ડૉક્ટર નક્કી કરીને જણાવે છે. મહત્વનું એ છે કે જ્યાં સુધી સર્જરી થતી નથી ત્યાં સુધી આ પરિસ્થિતિ વારંવાર ફરી-ફરીને પાછી આવી શકે છે. માટે એના ઇલાજને અવગણવાની ભૂલ ન કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK