ડાયાલિસિસ સુધી પહોંચી જાઓ પછી ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એના કરતાં પહેલાં જ કરાવી લેવું સારું

દવાઓ પર જ્યાં સુધી કામ ચાલે ત્યાં સુધી ચલાવ્યા પછી એક સ્ટેજ એવું આવે છે કે દવાઓ કામ કરતી નથી અને વ્યક્તિએ ડાયાલિસિસ શરૂ કરવું પડે છે. આ ડાયાલિસિસ એ કાયમી ઇલાજ નથી. ડાયાલિસિસ પર વર્ષો કાઢ્યા પછી ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એના કરતાં પહેલાં જ કરાવવાથી દરદી આર્થિક, માનસિક અને શારીરિક યાતનાઓમાંથી બચી જાય છે

health1

જિગીષા જૈન

મુંબઈમાં રહેતા એક મેકૅનિક નઈમુદ્દીન શેખને ખૂબ નાની ઉંમરથી કિડનીની તકલીફ હતી. શરૂઆતમાં દવાઓથી કામ ચલાવ્યું, પરંતુ તબિયત લથડતી ચાલી એટલે ડાયાલિસિસની જરૂર પડી. ડાયાલિસિસ શરૂ કર્યું ત્યારથી તેના ગૅરેજનું કામ લગભગ ઠપ થઈ ગયું. બે ભાઈઓ મળીને ગૅરેજ ચલાવતા હતા અને મહિને ૩૦ હજારથી ૪૦ હજાર જેવી આવક હતી. એમાંથી રોગને કારણે નઈમુદ્દીન ખાસ વધુ કામ કરી શકતો નહીં અને તેનો ભાઈ જેટલું કરતો એમાં પૂરું પડતું નહીં. ઉપરથી ડાયાલિસિસ શરૂ થયું. ડાયાલિસિસ એક પ્રકારનો ઇલાજ છે. કિડની આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. જો કિડની ખરાબ હોય તો લોહીમાંથી અશુદ્ધ તkવો નીકળે નહીં જેને કાઢવાં અત્યંત જરૂરી થઈ પડે. ડાયાલિસિસ એક એવી પ્રક્રિયા છે જેમાં મશીન દ્વારા લોહીને શુદ્ધ કરવામાં આવે છે. નઈમુદ્દીનને અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસની પ્રોસેસમાંથી પસાર થવું પડતું. એક વખત ડાયાલિસિસ કરવાનો ખર્ચ ૯૫૦ રૂપિયા આવે. મહિનામાં આવાં આઠથી દસ ડાયાલિસિસ કરવાં પડે. આ ઉપરાંત ડે-કૅરનો ખર્ચો, દવાઓ જે ચાલુ હોય એનો ખર્ચો મળીને નઈમુદ્દીનની સારવાર પાછળ મહિને ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચાતા હતા. જે માણસ એક સામાન્ય મેકૅનિક છે, મુંબઈ જેવા મોંઘા શહેરમાં જ્યાં એનો ખર્ચો પણ પહોંચી વળાતો નથી ત્યાં સારવાર માટે દર મહિંને ૨૦,૦૦૦ રૂપિયા જેવી રકમ કાઢવી કેટલું અઘરું હશે એ સમજી શકાય એવી વાત છે. આ ઉપરાંત ડાયાલિસિસમાં જે પીડા થઈ હોય એ જુદી. અઠવાડિયામાં બે દિવસ હૉસ્પિટલમાં ભરતી થવું પડે એટલે લાગે કે જાણે તે જ નહીં, તેનો આખો પરિવાર હૉસ્પિટલના ધક્કા જ ખાધા કરે છે. આ માનસિક યાતના પણ ઓછી નથી. આ રીતે નઈમુદ્દીને બાર વર્ષ કાઢ્યાં.

૧૨ વર્ષથી ડાયાલિસિસ પર


બાર વર્ષ સુધી નઈમુદ્દીન શેખ ડાયાલિસિસ પર જ રહ્યો. શરૂઆતનાં અમુક વર્ષો પછી ડૉષ્ટરની સલાહને લીધે તેણે તેનું નામ કિડની ડોનેશનના ઇચ્છુક તરીકે નોંધાવ્યું. જે પણ લોકોને કિડનીની જરૂર હોય, ટ્રાન્સપ્લાન્ટ માટે તેમનું એક સરકારી લિસ્ટ હોય છે. આ લિસ્ટમાં નામ નોંધાવવાનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ બ્રેઇન-ડેડ થાય અને તેના પરિવારવાળા તેની કિડની દાનમાં દેવા ઇચ્છે તો લિસ્ટમાં વારો આવે એ મુજબ તેને કિડની મળે. નઈમુદ્દીન અને તેના ઘરના લોકો આ લિસ્ટમાં નામ તો લખાવી ચૂક્યા હતા; પરંતુ તેમને એ સમજાતું નહોતું કે ધારો કે નામ આવ્યું અને કિડની મળી તો પણ ટ્રાન્સપ્લાન્ટના પૈસા ક્યાંથી લાવશે, કારણ કે ઘણા દિવસો એવા પણ તેમણે જોયા હતા જેમાં ડાયાલિસિસના પૈસાની વ્યવસ્થા પણ માંડ થઈ શકતી હતી. નઈમુદ્દીન અને તેના પરિવારની હાલત એવી હતી કે ભવિષ્ય તેમને ક્યાંય દેખાઈ રહ્યું નહોતું અને ડાયાલિસિસના સહારે જીવન આગળ ધકેલાતું હતું.

ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું

એક સમય એવો આવ્યો કે તેને કિડની મળી ગઈ. લિસ્ટમાં તેનું નામ આવી ગયું અને આ નામ આવ્યું છતાં કોઈ ખુશી હતી નહીં, કારણ કે પૈસા જ નહોતા ટ્રાન્સપ્લાન્ટ માટે. જોગાનુજોગ નઈમુદ્દીનનો મોટો ભાઈ ડ્રાઇવર તરીકે ગણપતિ રથીનમ નામના શેઠના ઘરે કામ કરતો હતો. એ રથીનમસાહેબને નઈમુદ્દીન વિશે ખબર પડી. તેઓ ખુદ ટ્રાન્સપ્લાન્ટના દરદી હતા અને કિડનીના દરદીની પીડા સમજતા હતા. તેમણે નઈમુદ્દીનના ટ્રાન્સપ્લાન્ટનો સમગ્ર ખર્ચો ઉપાડ્યો. આજથી દોઢ વર્ષ પહેલાં નઈમુદ્દીનનું ટ્રાન્સપ્લાન્ટ થયું. ટ્રાન્સપ્લાન્ટના થોડા સમય પછીથી જ તે ફરી કામે લાગી ગયો હતો અને પહેલાંની જેમ મહેનત શરૂ કરી દીધી હતી. તેને મળેલી નવી જિંદગી બાબતે નઈમુદ્દીન પોતાને ખુદાનો, ગણપતિ રથીનમસાહેબનો અને જે વ્યક્તિની કિડની તેનો મળીને એ બધાનો પોતાને •ણી માને છે.

health

ડાયાલિસિસ કાયમી ઇલાજ નથી

નઈમુદ્દીનનો કેસ હૅન્ડલ કરનારા નર્મદા કિડની ફાઉન્ડેશનના મૅનેજિંગ ટ્રસ્ટી અને ગ્લોબલ હૉસ્પિટલ, પરેલના નેફ્રોલૉજિસ્ટ ડૉ. ભરત શાહ કહે છે, ‘નઈમુદ્દીન જેવા ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ કારણોસર વર્ષોથી ડાયાલિસિસ પર હોય છે અને ટ્રાન્સપ્લાન્ટ ટાળતા હોય છે અથવા કોઈ ને કોઈ કારણસર એ ટળતું રહેતું હોય છે. એક એ માન્યતા પણ લોકોમાં હતી કે ડાયાલિસિસ પણ જ્યારે કામ ન કરે ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું. આ માન્યતાને છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ડૉષ્ટરો બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડાયાલિસિસ એ કિડનીના પ્રૉબ્લેમનો કાયમી ઇલાજ નથી, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ એનો કાયમી ઇલાજ છે. બીજું એ કે જે વ્યક્તિ ડાયાલિસિસ સુધીની કન્ડિશન પર પહોંચી ગઈ છે એનો અર્થ એ કે તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે જ. એટલે ખોટી રાહ જોઈને ટ્રાન્સપ્લાન્ટ પાછું ધકેલવું યોગ્ય ગણાશે નહીં. એવા ઘણા દરદીઓ આજે છે જેઓ આ બાબત સમજી રહ્યા છે અને ડાયાલિસિસ પર પહોંચે એ પહેલાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાવી લે છે. એનાથી તેમને બધી જ રીતે ફાયદો થાય છે.’

ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે

જો કિડનીના દરદીની હાલત ખરાબ થતી જાય તો તેને બચાવવા કે નવજીવન આપવા માટે ટ્રાન્સપ્લાન્ટ અનિવાર્ય છે. આ બાબતે આર્થિક સજ્જતાની જરૂર તો રહે જ છે. આ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ પ્રાઇવેટ હૉસ્પિટલમાં સાત લાખથી લઈને દસ લાખ સુધીનો આવતો હોય છે. આ ઉપરાંત આ પ્રોસેસને બળ આપવા માટે એ પણ જરૂરી છે કે દરદીના ઘરમાંથી જ કોઈ તૈયાર થાય આ બાબતે અને પોતાની કિડની દાનમાં દેવા તૈયાર થાય. આ બાબતે વાત કરતાં ડૉ. ભરત શાહ કહે છે, ‘ડોનેશન ઇચ્છુક લિસ્ટમાં નામ નોંધાવ્યા પછી સહજ રીતે ઘણી રાહ જોવી પડે છે. આટલો સમય વેડફવાને બદલે જો દરદીના ઘરમાંથી જ કોઈ દરદીને કિડની દાનમાં આપવા તૈયાર થાય તો એનાથી બેસ્ટ કશું હોતું નથી. આજે ઘણી જાગરૂકતા આવી છે એટલે વધુ ને વધુ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બનતાં જાય છે. કિડની અને લિવર આ બન્ને અંગો એવાં છે જે જીવિત વ્યક્તિ પણ દાનમાં આપી શકે છે અને પોતાના પ્રિયજનને જીવનદાન આપી શકે છે. આ દાન આપનારી વ્યક્તિ પણ એક નૉર્મલ જીવન આરામથી જોઈ શકતી હોય છે. જો આ બાબતે વધુ જાગૃતિ આવે તો કોઈ પણ વ્યક્તિને કિડની કે લિવર માટે રાહ જોવી ન પડે અને ડાયાલિસિસ પર વધુ સમય રહેવાને બદલે તે પોતાનું નવું જીવન જલદીથી શરૂ કરી શકે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK