બાળકના જન્મ સાથે જરૂરથી કરાવો થાઇરૉઇડ ટેસ્ટ

આ રોગના સમયસર નિદાન માટે બાળક જન્મે એના એકાદ અઠવાડિયાની અંદર જ તેની થાઇરૉઇડ ટેસ્ટ કરાવવી જરૂરી છે, કારણ કે જન્મજાત બાળકોને હાઇપોથાઇરૉઇડિઝમ નામનો રોગ હોઈ શકે છે, જેને લીધે તેમનો માનસિક વિકાસ રૂંધાઈ શકે છે. જો નિદાન સમયસર થાય તો ઇલાજ મુશ્કેલ નથી. આમ આ ટેસ્ટ એ દરેક જન્મજાત બાળકનો હક છે

baby

જિગીષા જૈન

હાલમાં મુંબઈમાં ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ જેમાં ભારતભરના ૨૫,૦૦૦થી પણ વધુ બાળનિષ્ણાતો મેમ્બર્સ છે એના દ્વારા ઍક્શન પ્લાન ફૉર કન્જેનિટલ હાઇપોથાઇરૉઇડિઝમ ૨૦૧૮-’૧૯ શરૂ કરવામાં આવ્યો હતો. એ પ્રસંગ નિમિત્તે કન્જેનિટલ એટલે કે જન્મતાંની સાથે જ બાળકોમાં જોવા મળતા થાઇરૉઇડના રોગ વિશે ગૃતિ ફેલાવવાનું કામ કરવું અને આ રોગ સામે દેશનાં નવજાત બાળકોને બચાવવાનું બીડું ઇન્ડિયન ઍકૅડેમી ઑફ પીડિયાટ્રિક્સ દ્વારા ઝડપવામાં આવ્યું હતું. આ માટે એણે એક વિડિયો પણ લૉન્ચ કર્યો હતો. આ વિડિયો મુજબ આપણા દેશમાં દર કલાકે એક બાળક કન્જેનિટલ હાઇપોથાઇરૉઇડિઝમ સાથે જન્મે છે. આમ જોવા જઈએ તો આ રોગ સાથે જન્મતાં બાળકોની સંખ્યા ઘણી મોટી છે. વળી એમાંનાં ઘણાં એવાં છે જેમનું નિદાન મોડું થાય છે. આ વિડિયોમાં અપીલ કરવામાં આવી છે કે બાળકના જન્મનાં બે અઠવાડિયાંની અંદર જ જો આ ટેસ્ટ કરવામાં આવે તો નિદાન વહેલું થાય છે અને આ રોગને કારણે બાળકે હેરાન થવું નથી પડતું. આ રોગ વિશે અને બાળકોમાં એની અસર વિશે આજે સમજીએ. સાથે જાણીએ કે કઈ રીતે આપણાં નવજાત બાળકોને એનાથી બચાવી શકાય.

રોગ


હાઇપોથાઇરૉઇડિઝમ એ સમજી શકાય છે કે થાઇરૉઇડ હૉર્મોનને લાગતો રોગ છે. આપણા શરીરમાં થાઇરૉઇડ નામની એક ગ્રંથિ છે જેમાં થાઇરૉઇડ હૉર્મોનનો સ્ત્રાવ થાય છે અને એનો સંગ્રહ પણ. થાઇરૉઇડ હૉર્મોન શરીરના દરેક કોષના કાર્ય માટે અનિવાર્ય છે. એ ધબકારાને કાબૂમાં રાખે છે, બ્લડ-પ્રેશરને જાળવી રાખે છે, શરીરનું તાપમાન એકસમાન રાખે છે. શરીરના મેટાબોલિઝમ એટલે કે પાચનપ્રક્રિયામાં પણ એ મહત્વનો ભાગ ભજવે છે. એ બાળકોમાં મુખ્યત્વે ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી હૉર્મોન છે. આ હૉર્મોનનું પ્રમાણ ઘટી જાય એ રોગને હાઇપોથાઇરૉઇડિઝમ કહે છે અને જો પ્રમાણ વધી જાય તો રોગને હાઇપર થાઇરૉઇડિઝમ કહે છે. હાઇપોથાઇરૉઇડિઝમ વધુ પ્રમાણમાં જોવા મળતો રોગ છે. બાળકોમાં જોવા મળતો જન્મજાત રોગ મોટા ભાગે હાઇપોથાઇરૉઇડ જ હોય છે. આ રોગ વિશે વાત કરતાં ડો. અભિષેક કુલકર્ણી કહે છે, ‘માના ગર્ભમાં જ જ્યારે શરીર વિકસિત થઈ રહ્યું હોય ત્યારે થાઇરૉઇડ ગ્રંથિ વિકસિત ન થઈ હોય અથવા ગ્રંથિ હોય, પરંતુ એ બરાબર કામ ન કરતી હોય તો પણ આવી તકલીફ આવી શકે છે. બાળકના માનસિક વિકાસ માટે થાઇરૉઇડનું નૉર્મલ હોવું અત્યંત જરૂરી છે. માટે જો બાળકને જન્મથી આ રોગ હોય તો એની અસર સ્વરૂપે બાળકનો માનસિક વિકાસ રૂંધાઈ શકે છે. વળી આ રોગ વ્યાપક છે. એટલે પણ ચિંતાનું કારણ છે.’

ખબર કેમ પડે?

નવજાત બાળકોને આ રોગ હોય ત્યારે ખબર કઈ રીતે પડે કે બાળકને આ રોગ છે? આ પ્રfનનો જવાબ આપતાં ડૉ. અભિષેક કુલકર્ણી કહે છે, ‘મોટા ભાગનાં બાળકો જેને આ રોગ રહે છે તેમને કોઈ પણ પ્રકારનાં લક્ષણો તાત્કાલિક દેખાતાં નથી. જન્મનાં ૪-૬ અઠવાડિયાંમાં ચિહ્નો દેખાવાનું શરૂ થઈ જાય છે. ૧૫-૨૦ ટકા બાળકો એવાં હોય છે જેમને જન્મ સમયે જ ચિહ્નો દેખાય છે અને ડૉક્ટરો ઓળખી શકે છે કે બાળકને હાઇપોથાઇરૉઇડ છે. આ ચિહ્નો સ્વરૂપે લાંબા ગાળાનો કમળો, ખોપરીનો કોઈ ભાગ ખુલ્લો, વિચિત્ર પ્રકારે ઘોડો જેમ હણહણે એ રીતે રડતું બાળક, અમ્બિલિકલ હર્નિયા જેમાં નાભિ પાસે જે પેટનો ભાગ છે એ આખો ઊપસેલો દેખાતો હોય છે, કબજિયાત વગેરે જેવાં ચિહ્નો જોવા મળે છે.’

નિદાન જલદી જરૂરી


આ રોગનું નિદાન તાત્કાલિક થવું જરૂરી છે. એનું કારણ છે કે થાઇરૉઇડ હૉર્મોન બાળકના માનસિક વિકાસ માટે મહત્વનું છે. જો બાળકનું નિદાન થોડું પણ મોડું થયું અને યોગ્ય ઇલાજ ન મYયો કે ઇલાજ અધૂરો છોડવામાં આવ્યો તો બાળકની બુદ્ધિશક્તિ પર પણ અસર થાય છે. આ નિદાન બાબતે જાગૃતિની અત્યંત જરૂર છે. બાળક જન્મે કે તરત જ કોઈ ટેસ્ટ કરાવવાની વાત આવે તો લોકો ગભરાઈ જાય છે. તેમને લાગે છે કે બાળકને કોઈ તકલીફ ન હોય તો ખાલી-ખાલી તેની બ્લડ-ટેસ્ટ કરાવવાની શું જરૂર? પણ આ વિચાર બરાબર નથી. આ બાબતે સમજાવતાં ડૉ. અભિષેક કુલકર્ણી કહે છે,
‘આ બ્લડ-ટેસ્ટ એ દરેક બાળકનો હક છે. એના માટે જરૂરી છે જેટલું જલદી આપણે જાણી શકીએ કે બાળકને થાઇરૉઇડનો પ્રૉબ્લેમ છે એટલું જ બાળક માટે સારું છે. જો નિદાન મોડું થાય, ૨-૩ અઠવાડિયાં પછી જે ચિહ્નો દેખાય અને એના પરથી પણ નિદાન થાય તો પણ એને મોડું જ કહેવાશે. આદર્શ રીતે જન્મનાં પહેલાં બે અઠવાડિયાંની અંદર જ થાઇરૉઇડ ટેસ્ટ થઈ જવી જોઈએ, જેથી નિદાનમાં વાર ન લાગે.’

ઇલાજ

નવજાત શિશુના પગની પાની પર એક નાનકડું પ્રિક કરવામાં આવે છે અને ત્યાંથી લોહી કાઢીને આ ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ ખૂબ જ સરળ છે જેમાં ગભરાવા જેવી કોઈ બાબત નથી. જો બાળકને આ રોગ હોય તો એનો ઇલાજ શું હોય શકે? આ બાબતે સમજાવતાં ડૉ. અભિષેક કુલકર્ણી કહે છે, ‘જો બાળકને જન્મ સાથે હાઇપોથાઇરૉઇડ હોય તો જેવું નિદાન થાય એવું તરત જ જન્મના પહેલા કે બીજા અઠવાડિયે જ થાઇરોક્સિન નામની દવાનો યોગ્ય ડોઝ તેને આપવો પડે છે જે મોઢેથી લેવાની દવા છે જે માના દૂધ સાથે કે પાણી સાથે ભેળવીને આપવામાં આવે છે. આ ડોઝ દરરોજ આપવાનો હોય છે. થોડાં અઠવાડિયાં પછી બાળકની ફરી ટેસ્ટ કરવામાં આવે છે અને એના સુધાર મુજબ દવાનો ડોઝ ફરીથી નક્કી થાય છે. બાળક જેમ મોટું થાય એમ ડોઝ પણ ધીમે-ધીમે વધતો જાય છે. આ દવા સાથે બાળકનો માનસિક ગ્રોથ એકદમ નૉર્મલ રહે છે અને તેને કોઈ જ પ્રકારની તકલીફ નથી રહેતી. આમ ઇલાજ એનો સરળ છે અને સસ્તો પણ, પરંતુ જરૂરી છે કે આ બાબતે જાગૃતિ વધે અને આ બાળકોનું નિદાન સમયસર થાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK