સૉરાયસિસના ઇલાજ માટે જરૂરી છે શરીરની સાથે-સાથે મનનો પણ ઇલાજ

આ ડિસ્ટર્બન્સ શારીરિક, માનસિક અને કેટલીક વાર આત્મિક પણ હોઈ શકે છે. આ ડિસ્ટર્બન્સને ઠીક નહીં કરીએ ત્યાં સુધી આ રોગ ઠીક નહીં થઈ શકે. ભલે ચામડી પર આ રોગ દેખાય, પરંતુ એનાં મૂળિયાં ઘણાં અંદર હોય છે. આજે જાણીએ એના ઇલાજમાં કઈ-કઈ પદ્ધતિઓ ઘણી અકસીર નીવડી શકે છે

health

જિગીષા જૈન

શિયાળામાં અમુક પ્રકારના રોગનું જોર વધતું હોય છે, જેમાંનો એક છે સૉરાયસિસ. મોટા ભાગે એનાં લક્ષણો ચામડી પર દેખાતાં હોય છે એટલે એને ચર્મરોગ માનવામાં આવે છે. સૉરાયસિસમાં ચામડીના અમુક નિશ્ચિત એરિયા પર એક જાડું લેયર આવે જે ખૂબ જ રફ હોય, એવું લાગે કે એનું એક પડ કે પોપડો બની ગયું છે. સૉરાયસિસના આમ તો ૧૭-૧૮ પ્રકાર છે, પરંતુ મોટા ભાગે બે પ્રકાર વધુ જોવા મળે છે. સૉરાયસિસના એક પ્રકારમાં કોણી, ઘૂંટણ, માથાનું તાળવું એટલે કે સ્કૅલ્પ અને કમરની નીચેની સ્કિન પર અસર થયેલી જણાય છે. એમાં આ જગ્યાએ સ્કિન પર એક જાડું પડ બની જાય છે. જ્યારે બીજા પ્રકારમાં હથેળી અને પગના તળિયા પર આ પ્રકારની અસર થાય છે. શરીરના કયા ભાગ પર કેવી અસર થઈ છે એ મુજબ સૉરાયસિસનો પ્રકાર નક્કી કરી શકાય. મોટા ભાગે જે લોકોમાં જોવા મળે છે એ આ બન્ને પ્રકાર છે. આ રોગ જેને થયો હોય છે તેના માટે એ રોગને જીરવવો સહેલો તો નથી જ, કારણ કે આ રોગને કારણે વ્યક્તિના સામાજિક જીવન પર ખૂબ અસર પડે છે. ઘણી વાર એવું બને છે કે એ ખૂબ જ વધારે ફેલાયેલું હોય અથવા એવા ભાગ પર ફેલાયેલું હોય કે એને છુપાવવું અઘરું થઈ પડે અને એને લીધે વ્યક્તિ શરમ અનુભવે છે. લઘુતાની ભાવના ધીમે-ધીમે તેની અંદર ઘર કરતી જાય છે. આ સિવાય ઘણા લોકો જાણકારીના અભાવે આ દરદીઓ જોડે અછૂત જેવો વહેવાર કરે છે. આ રોગ ચેપી નથી. રોગીને અડવાથી આ રોગ ફેલાતો નથી. સૉરાયસિસ થવા પાછળ •તુનો કોઈ હાથ નથી, પરંતુ શિયાળામાં એ વધુ બહાર દેખાય છે. આમ આ દરદીઓની તકલીફ આ •તુમાં વધી જાય છે.

હોમિયોપથી


સૉરાયસિસ એક ચર્મરોગ છે, પરંતુ ચામડી પર બહાર આવતો આ વિકાર શું છે એ સમજવું હોય તો પહેલાં એ જાણવું જરૂરી છે કે આ એક સાયકોસોમેટિક ડિસીઝ છે. એના વિશે સમજાવતાં અધર સૉન્ગ હોમિયોપથી ઍકૅડેમીનાં ડીન અને હોમિયોપૅથ ડૉ. મેઘના શાહ કહે છે, ‘સાયકોસોમેટિક રોગોને સમજીએ તો એનો અર્થ એ થાય કે જેમાં અંદર કોઈ ડિસ્ટર્બન્સ થયું છે. આ ડિસ્ટર્બન્સ ફક્ત શારીરિક લેવલ પર નહીં, પરંતુ માનસિક લેવલ પર પણ થયું હોય ત્યારે આ તકલીફ સામે આવે છે. જો તકલીફને ફક્ત શારીરિક લેવલ પર ઠીક કરવામાં આવે જેમ કે ક્રીમ કે ઑઇન્ટમેન્ટ દ્વારા ચામડીને ઠીક કરવાની કોશિશ કરવામાં આવે તો એ ઉપરથી ઠીક થાય છે, રોગ અંદરથી જતો નથી. હોમિયોપથી તો માને છે કે એક વાઇટલ ફૉર્સ છે જે આપણા શરીર અને મન બન્નેની વચ્ચે એક દોરાની જેમ પરોવાયેલું છે. આ ઊર્જા‍થી જ આપણું સમગ્ર શરીર કામ કરે છે. જ્યારે આ ઊર્જા‍માં કોઈ તકલીફ આવે ત્યારે રોગ સામે આવે છે. હોમિયોપથી રેમેડી દ્વારા આ ઊર્જા‍ પર કામ કરવામાં આવે છેલ, જેથી જડથી એ વસ્તુ દૂર થઈ શકે.

સાઇકોસમૅટિક

આ રોગ સાઇકોસમૅટિક હોવાની વાતને સ્પષ્ટ કરતાં માટુંગા અને વિલે પાર્લેના ઇન્ટિગ્રેટેડ મેડિસિનના સ્પેશ્યલિસ્ટ, ઍક્યુપંક્ચર નિષ્ણાત અને હોમિયોપૅથ ડૉ. મયંક શાહ કહે છે, ‘સાઇકોસમૅટિક ડિસીઝમાં મોટા ભાગે એ રોગો આવે છે જે ક્રૉનિક હોય એટલે કે લાંબા સમયથી હોય જેમ કે ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, ઍસિડિટી, ખરજવું, કૉલાઇટિસ, રૂમૅટિઝમ, ઍલર્જી‍ જેવા રોગોને સાઇકોસમૅટિક ડિસીઝ કહેવાય. સમજવા લાયક વાત એ છે કે કોઈ રોગ ત્યારે જ લાંબો ચાલે જ્યારે શરીર અને મન બન્ને સાથે એ જોડાયેલો હોય. સાઇકોસમૅટિક રોગોની ખાસિયત જ એ છે કે એમાં શરીરનું જ નહીં, મનનું પણ ડિસ્ટર્બન્સ હોય છે. આ બન્નેનું સાથે હોય ત્યારે જ આ રોગ આવે છે. એટલે જો ફક્ત શરીરનો ઇલાજ કરીએ તો ચાલે નહીં, મનનો ઇલાજ પણ જરૂરી છે.

માઇન્ડથેરપી


સૉરાયસિસ માટે માઇન્ડથેરપી ખૂબ મહત્વની છે એમ જણાવતાં ડૉ. મયંક શાહ માઇન્ડથેરપીની ખાસિયત વિશે વાત કરતાં કહે છે, ‘માઇન્ડથેરપી એક સ્થાપિત થયેલું વિજ્ઞાન છે. વિદેશોમાં એ ખૂબ જ પ્રચલિત છે. દરેક રોગ પાછળ મનનું જે કનેક્શન છે એ વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે. માઇન્ડની અસર શરીર પર વર્ષોથી સિદ્ધ થયેલી છે. જો તમને ડર લાગ્યો હોય તો અચાનક જ હૃદયના ધબકારા વધી જાય છે. જો ગુસ્સો વધુ કરતા હો તો શરીરમાં પિત્ત વધુ બનવા લાગે છે અને ઍસિડિટી થઈ જાય છે. વિજ્ઞાન કહે છે કે મગજનો એક ડિપાર્ટમેન્ટ છે જેમાં અમુક પ્રકારનો વિચાર કે ગ્રંથિ રહી ગયા હોય તો એ સતત ૨૪ કલાક શરીર પર ઝેર ફેંકતા રહે છે. તમને યાદ હોય કે ન હોય, પરંતુ આ કામ તો ચાલુ જ રહે છે. અમારી પાસે એવા કેસ પણ આવે છે જેમને નાના હોય એટલે કે ૬-૮ વર્ષે કંઈ થયું હોય એ ૩૦ વર્ષની ઉંમરે બહાર આવે અને પછી કેસ ઠીક થાય. જે લાગણીઓ દબાઈ ગઈ હોય કે ધરબાઈ ગઈ હોય એ શરીરને તકલીફ કરતી હોય છે. માઇન્ડથેરપી દ્વારા આ ધરબાયેલી લાગણીઓ અને મનની તકલીફ બહાર આવે છે અને ધીમે-ધીમે રોગનું કારણ અંદરથી ખતમ થાય છે.

સૉરાયસિસમાં મદદ

સૉરાયસિસની જ વાત કરીએ તો આ રોગ પાછળ મનમાં છુપાયેલી કઈ લાગણીઓ જવાબદાર હોઈ શકે છે અને કોને આ રોગ થાય છે એ સમજાવતાં ડૉ. મયંક શાહ કહે છે, ‘આ રોગ પાછળ દબાયેલો ગુસ્સો કારણભૂત હોય છે. કોઈક કેસમાં દબાયેલા ગુસ્સા સાથે ભળેલું દુ:ખ પણ ભાગ ભજવે છે. જેમ કે એક કેસમાં એક સ્ત્રીને છૂટાછેડા પછી સૉરાયસિસની તકલીફ આવી હતી. એક નૈરોબીનો ૨૮ વર્ષનો છોકરો હતો, જેને તેના પપ્પા મારતા હતા અને તેનો ગુસ્સો મનમાં જ દબાયેલો હતો. જ્યારે એ બહાર આવ્યો ત્યારે તે ઠીક થયો.’

ઓળખ


આમ તો આ રોગ બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી કોઈ પણને થઈ શકે છે, પણ મોટા ભાગે વ્યક્તિ વયસ્ક થાય એનાં શરૂઆતી વર્ષોમાં જ આ રોગ તેની સામે આવે છે. ઘણી વાર લોકો એને ઓળખી શકતા નથી. જેમ કે જે વ્યક્તિને માથાના તાળવા પર એટલે કે સ્કૅલ્પ પર આ રોગનાં લક્ષણ દેખાય તો તેમને લાગે કે આ તો ખોડો છે, જતો રહેશે. પરંતુ હકીકતમાં એ ખોડો નહીં, સૉરાયસિસ છે એ જાણવું હોય તો એમાં એક મુખ્ય તફાવત એ છે કે ખોડો આખા સ્કૅલ્પ પર ફેલાયેલો હોય, સૉરાયસિસમાં એના પૅચ હોય જે અલગ તરી આવે છે. આમ એની ઓળખ થવી જરૂરી છે. આ રોગના ઇલાજ વિશે વાત કરતાં ડૉ. મેઘના શાહ કહે છે, ‘જરૂરી છે કે ચિહ્નોને ઓળખીને તાત્કાલિક તમે ઇલાજ શરૂ કરો. આ રોગ જેટલો જૂનો થશે એને ઠીક કરવો એટલો જ અઘરો બનશે. આ રોગમાં આમ પણ ઇલાજમાં વાર લાગે છે. ઘણા કેસમાં તો એક-દોઢ વર્ષ થઈ જાય છે. એના પછી પણ ધ્યાન ન આપીએ તો રોગ પાછો આવી શકવાની શક્યતા ઘણી વધુ રહે છે.’

ઇલાજ

સૉરાયસિસ માટે એક માન્યતા એવી છે કે એ જીવનભર ચાલતો રોગ છે, પરંતુ હકીકત એ છે કે દરેક કેસ પ્રમાણે એનું પરિણામ જુદું હોય છે. આ રોગનો સંપૂર્ણ ઇલાજ પણ શક્ય છે. ઘણા કેસમાં એ સદંતર ક્યૉર થતો હોય છે. અમુક કેસમાં એ ક્યૉર થઈ જાય અને પછી પાછો આવતો હોય છે તો અમુક કેસમાં થોડા-થોડા સમયે એ આવ્યા કરે છે. આ રોગમાં કોઈ એક નહીં, બધા જ પ્રકારનું ધ્યાન રાખવું જરૂરી છે. એ વિશે જાણીએ ડૉ. મયંક શાહ અને ડૉ. મેઘના શાહ પાસેથી

૧. ડાયટ : સૉરાયસિસમાં અમુક પ્રકારનો ખોરાક ખાવો અને અમુક નહીં એવી પરેજી પાળવાથી એમાં ઘણાં સારાં પરિણામો મળે છે.

૨. એક્સરસાઇઝ : સૉરાયસિસના દરદીઓ જો મેદસ્વી હોય તો તેમને સાંધાની તકલીફ ખૂબ જલદી આવે છે. એટલે જરૂરી છે કે આ દરદીઓ એક્સરસાઇઝ દ્વારા તેમનું વજન કન્ટ્રોલમાં રાખે.

૩. ધ્યાન : મનની જે સ્થિતિને કારણે દરદીને સૉરાયસિસ થયો છે એ સ્થિતિને સુધારવા અને ફરીથી એ સ્થિતિ પાછી ન આવે એ માટે આ દરદીઓએ દરરોજ ધ્યાન કરવું જરૂરી છે.

૪. માઇન્ડથેરપી : ધરબાઈ ગયેલી લાગણીઓને લીધે મન અને શરીરની જે હાલત છે એને સુધારવા માઇન્ડથેરપી જરૂરી છે.

૫. હોમિયોપથી : હોમિયોપથી રેમેડીઝ આ રોગમાં ઘણાં સારાં પરિણામો આપે છે, કારણ કે એ શરીર અને મન બન્ને વચ્ચેનું બૅલૅન્સ લાવી શકે છે અને હંમેશાં માટે દરદીને ક્યૉર કરી શકે છે.

૬. ઍક્યુપંક્ચર : સૉરાયસિસના દરદીને અમુક જગ્યાએ ખૂબ ખંજવાળ આવે કે બીજાં કોઈ ચિહ્નો લાગે તો એને ઓછાં કરવા ઍક્યુપંક્ચર ઉપયોગી છે.

૭. હર્બલ રેમેડી, ફ્લાવર રેમેડી કે ટિશ્યુ સૉલ્ટની મદદથી પણ આંતરિક જે ઊથલપાથલ થઈ છે એમાં સંતુલન રાખીને એને દૂર કરી શકાય છે.

આ દરેક થેરપીનું પોતાનું મહત્વ છે. શારીરિક અને માનસિક રીતે જ્યારે ઊથલપાથલ થઈ હોય ત્યારે દરેક દિશામાંથી પ્રયાસ અનિવાર્ય છે. એવું કરીએ ત્યારે જ ઇચ્છનીય પરિણામો મળી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK