શું તમને લાગે છે કે સુપ્રીમ કોર્ટે ફટાકડાનો ફિક્સ સમય રાખીને મોટો અન્યાય કર્યો છે

તો આ લેખ જરૂર વાંચો. હાલમાં વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડેલા આંકડાઓ મુજબ ભારતમાં ૨૦૧૬માં ૧,૦૧,૭૮૮ બાળકો હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યાં છે. એમાંથી ૬૦,૯૮૭ બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરનાં હતાં. દિલ્હીની હાલતથી આપણે અજાણ તો નથી જ. જે શોખ અને મજા લાખો લોકોનાં મૃત્યુનું નિમિત્ત બની શકતાં હોય એ શોખ મૂકી જ દેવો જોઈએ. જો ન મૂકી શકતા હો તો ફરિયાદો છોડીને સુપ્રીમ કોર્ટના આ સૂચનને માનવકલ્યાણ જ નહીં, જીવમાત્રના કલ્યાણ માટેનું સાધન સમજીને વધાવો

fire crackersજિગીષા જૈન

સુપ્રીમ કોર્ટે આ દિવાળીએ પહેલી વાર ફટાકડા ફોડવા માટે એક સમયનું બંધન બધા પર લાદ્યું છે. આજ સુધી કોર્ટ તહેવારોની ઉજવણી સંદર્ભે ક્યારેય વચ્ચે પડતી નહીં, પરંતુ આ વર્ષે એવું થયું છે કે એને વચ્ચે પડવું જ પડે એમ છે. જેવી હાલત આજે દિલ્હીની છે એવી હાલત આખા દેશની થશે તો શું થશે આપણું એ વિચારવાલાયક છે. જોકે ઘણા લોકો એવા છે જેઓ કોર્ટના આ હસ્તક્ષેપથી ઘણા નારાજ છે. હિન્દુઓના તહેવારમાં કોર્ટે રંગમાં ભંગ નહોતો પાડવાનો એવું તેમનું માનવું છે. દિવાળીએ આપણને દીવા પ્રગટાવવાની કે મંદિરે જવાની કે ઘર સજાવવાની અને મીઠાઈઓ ખાવાની કોર્ટ ના નથી પડી રહી. ફટાકડા ફોડવાની બાબતને જો તમે હિન્દુ સંસ્કૃતિ અને તહેવારો સાથે જોડીને લાગણીશીલ બનતા હો તો એક રિયલિટી ચેક કરવાની જરૂર છે. એ માટે હાલમાં વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ ચકાસવા પડશે. હાલમાં ૨૦૧૬ના બહાર પડેલા આંકડાઓ મુજબ સમગ્ર દુનિયામાં હવાના પ્રદૂષણથી મરતાં બાળકોમાં ભારત મોખરે છે. ફક્ત ૨૦૧૬માં ૧૪ વર્ષથી નાનાં ૧,૦૧,૭૮૮ બાળકોનાં ફક્ત હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ થયાં હતાં. એમાંથી ૬૦,૯૮૭ બાળકો પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં હતાં અને ૪૩૬૦ બાળકો પાંચથી ૧૪ વર્ષની ઉંમરનાં હતાં. હવાના પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે વીસ લાખ લોકો મૃત્યુ પામે છે જે આખી દુનિયામાં હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ પામનારા લોકોનો પચીસ ટકા ભાગ છે. આ આંકડો સાંભળીને જ હચમચી જવાય એમ છે. દર લાખ બાળકોએ લગભગ ૮૫ બાળકો હવાના પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. હવાના પ્રદૂષણથી સૌથી વધુ મૃત્યુ પામનારાં બાળકો ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાને ભારત પછી નાઇજીરિયા, પાકિસ્તાન, કૉન્ગો અને ઇથિયોપિયાનો સમાવેશ છે. સમગ્ર દુનિયામાં કુલ છ લાખ બાળકો ઍક્યુટ લોવર રેસ્પિરેટરી ઇન્ફેક્શનને કારણે ૨૦૧૬માં મૃત્યુ પામ્યાં હતાં જે દૂષિત હવાને કારણે થયેલું ઇન્ફેક્શન હતું. ૯૮ ટકા બાળકો આપણા દેશમાં ભ્પ્ ૨.૫ લેવલના પ્રદૂષણમાં જીવે છે જે વલ્ર્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સ્ટાન્ડર્ડ ૨૫ માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર્સ કરતાં ઘણું વધારે છે. આ આંકડાઓ અને આ સમસ્યાઓ અચૂક આપણી પાંચ દિવસની મજા કરતાં ઘણી વધુ ગંભીર છે?

શું કહે છે સુપ્રીમ કોર્ટ?

ઘણા લોકોમાં એ વાતનો રોષ છે કે સુપ્રીમ કોર્ટ કહે એ મુજબ અમારે અમારા તહેવાર થોડા ઊજવવાના હોય? વાત તો સાચી છે કે તહેવાર ઊજવવા માટે કોઈ નિયમો શા માટે? પરંતુ આજની તારીખમાં જો ભારતમાં એક જ વર્ષમાં છ લાખ લોકો હવાના પ્રદૂષણથી મરતા હોય તો ચોક્કસ જરૂરી છે કે આપણે આ વિશે વિચાર કરવો જ રહ્યો. વળી સુપ્રીમ કોર્ટે ફક્ત હિન્દુઓના તહેવાર પર ફટાકડા ફોડવાની મનાઈ નથી કરી. એટલે રાજકારણીઓની જેમ પૂરી વાત જાણ્યા વગર રીઍક્શન આપવું નહીં. ૩૧ ડિસેમ્બરના ન્યુ યર પર ભારતમાં દિવાળી જેટલા જ ફટાકડા ફૂટવા લાગ્યા છે જેને રોકવા માટે સુપ્રીમ કોર્ટે રાતે ૧૧.૫૫થી ૧૨.૩૦ વાગ્યા સુધીનો સમય જ આપ્યો છે. કુલ ૩૫ મિનિટ સુધી ફટાકડા ફોડી શકાશે. દિવાળી દરમિયાન રાત્રે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો સમય ફટાકડા ફોડવા માટે નિãત કરવામાં આવ્યો છે જે માટે તમિલનાડુ સરકારે એક અરજી કરી હતી કે એમના રાજ્યમાં લોકો દિવાળીની સવારે ફટાકડા ફોડવાને સારું માને છે માટે તેમને સવારે ફટાકડા ફોડવાની પરવાનગી મળે. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકારો પોતાના મુજબ સમયમાં ફેરબદલ કરી શકે છે, પરંતુ સમય બે કલાકથી વધવો ન જોઈએ. આ બે કલાકના નિયમનું સમગ્ર ભારતમાં કડક પાલન થાય તો કદાચ આપણા દેશની હવા શુદ્ધ બને અને એમાં કઈ ફેરફાર થાય. એટલે આ નિયમ બાબતે રોષે ભરાવવાને બદલે એક એવી દિવાળી ઊજવીને ખુશ થાઓ જે કોઈના મૃત્યુનું કારણ નથી બની રહી.

ટૉક્સિક ધુમાડો 

દિવાળીમાં અને દિવાળી પછી પણ શ્વાસ સંબંધિત તકલીફોની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે પહોંચી જનારા દરદીઓ ઘણા વધારે પ્રમાણમાં હોય છે. ફટાકડાનો ધુમાડો વ્યક્તિને કઈ રીતે અસર કરે છે એ વિશે વાત કરતાં ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અમિતા દોશી-નેને કહે છે, ‘ફટાકડાના ધુમાડામાં ટૉક્સિક ડસ્ટ હોય છે જે શ્વાસ મારફત સરળતાથી ફેફસાંમાં જતી રહે છે. જ્યારે આ ધુમાડો નાકમાં શ્વાસ સાથે જાય ત્યારે પહેલાં એ શ્વાસનળીમાં જાય છે. એ ધુમાડામાં રહેલાં કેમિકલ્સ શ્વાસનળીને ઇરિટેટ કરે છે જેને લીધે એ ભાગમાં સોજો આવી શકે છે. સોજો આવી જવાને કારણે ટuુબ નાની થઈ જાય છે એટલે કે શ્વાસનો જવાનો રસ્તો ઘટી જાય છે. એને લીધે તમને ખાંસી શરૂ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ઘણી વાર વ્યક્તિને છાતી ભીંસાતી હોય એમ લાગે અને અસ્થમાનો અટૅક આવ્યો હોય એવું પણ થઈ શકે છે.’

વધુ અસર કોને?

આ ધુમાડાથી સૌથી વધુ અસરગ્રસ્ત બીમાર લોકો થાય છે. આ સિવાય બાળકો અને વૃદ્ધોને પણ ખૂબ જલદી અસર થાં છે. જેમનું શ્વસનતંત્ર સેન્સિટિવ હોય એટલે કે જેમને શ્વાસ સંબંધી કોઈ તકલીફ હોય, અસ્થમા કે ઍલર્જીની તકલીફ હોય, ઘ્બ્ભ્D (ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ) હોય તેમનો ઍર-વે આમ પણ નાનો જ હોય છે. એટલે તેમને આ ધુમાડાની ખૂબ જલદી અસર થતી હોય છે. આ વિશે વાત કરતાં અસ્થમા-ઍલર્જી‍ સ્પેશ્યલિસ્ટ, ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સિતેશ રૉય કહે છે, ‘શ્વાસની તકલીફ આમ તો કોઈ પણને થઈ શકે છે; પરંતુ મોટા ભાગે અસ્થમાના દરદીઓને અને જે લોકો વધુ સ્મોક કરે છે એ સ્મોકર્સને તો થાય જ છે, કારણ કે અસ્થમાના દરદીઓમાં શ્વસનનો આખો માર્ગ હાઇપરસેન્સિટિવ હોય છે. થોડો પણ પ્રૉબ્લેમ તેમને તરત જ અસર કરે છે. સ્મોકર્સની વાત કરીએ તો એ લોકોના શ્વસનમાર્ગમાં પહેલેથી જ સોજો હોય છે એટલે થોડો પણ આ ઝેરી ધુમાડો તેમના શ્વાસમાં જાય કે એ લોકો તરત જ બ્રેથલેસ થઈ શકે છે એટલે કે તેમને શ્વાસમાં તકલીફ થઈ શકે છે, છાતી એકદમ ભીંસાતી હોય અને અસ્થમાના અટૅક જેવું પણ આવી શકે છે. દિવાળીમાં બ્રૉન્કાઇટિસ અને અસ્થમાની તકલીફમાં મહkવપૂર્ણ વધારો જોવા મળે છે. આ સિવાય નાનાં બાળકોનો ઍર-વે આમ પણ ખૂબ નાનો હોય છે અને સંવેદનશીલ પણ હોય છે. તેમને આ પ્રકારની અસર ખૂબ જલદી થઈ જાય છે.’

ધ્યાનમાં રાખો

દિવાળીના દિવસોમાં ભલે લિમિટ આવી ગઈ છે બે કલાકની, પરંતુ જે લોકો આ બાબતે સેન્સિટિવ છે તેઓ રાત્રે ઘરની બહાર ન જ નીકળે. ઘરમાં પણ બારીબારણાં બંધ જ રાખે, કારણ કે બે કલાકમાં પણ જેટલું વાતાવરણ દૂષિત થશે એની અસર બીજા ચાર-પાંચ દિવસ સુધી જશે નહીં. એટલે આદર્શ રીતે વહેલી સવારે પણ બહાર ન નીકળવું. ખાસ કરીને જે લોકો વૉક કરવા જતા હોય તેમણે દિવાળી અને એના પછીના પાંચ દિવસ મૉર્નિંગ વૉક ન કરવું. જે લોકોને શ્વાસની કોઈ તકલીફ હજી સુધી આવી નથી એટલે કે અસ્થમા, બ્રૉન્કાઇટિસ કે ક્રોનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ નથી, જે લોકો સ્મોકિંગ પણ કરતા નથી એવા લોકો પર જોખમ તેમના કરતાં ઓછું છે; પણ સાવ નથી એવું ન કહી શકાય. ખાસ કરીને પાંચ વર્ષથી નાનાં બાળકો અને ૬૦ વર્ષથી ઉપરના લોકોની ખૂબ કાળજી લેવી જરૂરી છે. આ લોકોને ફટાકડાને કારણે શ્વાસની તકલીફ થવાની સંભાવના ઘણી વધારે રહે છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK