ઘરના નાનકડા બાથરૂમમાં પણ થઈ શકે છે જીવલેણ અકસ્માતો

કીકત એ છે કે ઘરના આ નાનકડા ભાગમાં ઘણા અકસ્માત બની શકે છે. આ અકસ્માતને ટાળવા માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. હાર્ટ-અટૅક, સ્ટ્રોક, કાર્ડિઍક અરેસ્ટ, હૅમરેજ, હિપ બોન ફ્રૅક્ચર જેવી જીવલેણ પરિસ્થિતિઓ બાથરૂમમાં સર્જા‍ઈ શકે છે એટલે આ બાબતે સજાગ રહો

sridevi

જિગીષા જૈન

શ્રીદેવીના મૃત્યુ પછી બાથરૂમ અને બાથટબ ઘણાં ચર્ચામાં રહ્યાં જેનું મૂળ કારણ એ છે કે ભારતમાં લોકો આ પ્રકારનાં મૃત્યુ બાબતે ખાસ જાગૃત નથી. બાથરૂમમાં સામાન્ય લસરી પડ્યા અને માથામાં વાગ્યું અને હૅમરેજ થઈ ગયું એવા કિસ્સા સામાન્ય રીતે ઘણા સાંભળ્યા છે આપણે, પરંતુ બાથરૂમમાં ડૂબી જવાની વાત આપણા માટે નવી હતી. અમેરિકા અને જપાન જેવા દેશોમાં આ પ્રકારનાં મૃત્યુ ઘણાં જ સામાન્ય છે. આ દેશોમાં તો આ બાબતે ઘણાં રિસર્ચ પણ થયાં છે. જર્નલ ઑફ જનરલ અને ફૅમિલીના માર્ચ-૨૦૧૭ના અંક મુજબ મેડિસિન જપાનમાં દર વર્ષે બાથરૂમમાં થતાં મૃત્યુનો આંક ૧૯,૦૦૦ છે એટલું જ નહીં, જપાનમાં છેલ્લાં દસ વર્ષમાં બાથટબમાં થતાં મૃત્યુમાં ૭૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ મૃત્યુ પામનારા લોકોમાં દસમાંથી નવ વ્યક્તિઓ ૬૫ વર્ષથી ઉપરની ઉંમરની હોય છે. અમેરિકાના આંકડાઓ મુજબ બાથટબ, હૉટ ટબ કે સ્પામાં દરરોજ એક અમેરિકન મૃત્યુ પામે છે. વિશ્વવિખ્યાત ધ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ જણાવે છે કે અમેરિકામાં લગભગ વર્ષમાં બે લાખ લોકો હૉસ્પિટલ ફક્ત એટલા માટે જાય છે કે તેમને બાથરૂમને કારણે કોઈ પ્રકારની ઈજા થઈ હોય છે. એમાંથી ૧૪ ટકા લોકોને હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે એટલે કે એ હાનિકારક સાબિત થતી હોય છે. ભારતમાં આવી કોઈ રિસર્ચ કે આંકડાકીય માહિતી છે નહીં. આમ છતાં ભારતમાં આપણે ઘણાખરા કિસ્સાઓ સાંભળીએ છીએ અને આ કિસ્સાઓ આપણને સાવધાની કઈ રીતે રાખવી એ શીખવી જાય છે.

પડી જવાનું રિસ્ક

બાથરૂમ મોટા ભાગે ચીકણી હોવાને કારણે વ્યક્તિ લસરી જાય અને એને કારણે ઈજા થાય કે વધુ વાગી જાય એવા કિસ્સાઓ ઘણા સાંભળવામાં આવે છે. આ બાબતે વાત કરતાં દહિસર અને સાંતાક્રુઝના ફૅમિલી-ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘એવું ઘણી વખત થાય છે અને ખાસ કરીને જે ઘરમાં વૃદ્ધ લોકો રહે છે તેમની સાથે એ વધુ થવાની શક્યતા છે, કારણ કે બાથરૂમમાં પડી જવા માટે ઘણાં પરિબળો જવાબદાર ગણાય છે. પડી ગયા અને કંઈ વાગી ગયું એટલું જ નહીં, પડવાથી જેમનાં હાડકાં નબળાં છે કે જેમને ઑસ્ટિઓપોરોસિસ છે તેમને હિપ બોન ફ્રૅક્ચર પણ થઈ શકે છે જે વ્યક્તિને મૃત્યુ સુધી લઈ જાય છે. આ ઉંમરમાં ફ્રૅક્ચર થવું એ અત્યંત તકલીફદાયક વસ્તુ છે. જો સર્જરી ન કરાવીએ તો દરદીનું બચવું પણ મુશ્કેલ બની શકે છે એટલે બાથરૂમમાં આ બાબતે તકેદારી રાખવી જોઈએ. આ સિવાય પાણી ખૂબ ગરમ હોય તો નસો ફૂલી જાય અને લોહીનું પરિભ્રમણ ત્વચા તરફ વધી જાય જેથી મગજને લોહી ઓછું પહોંચે. આ પરિસ્થિતિમાં તેમને ચક્કર આવે કે એ પડી જાય એમ બને.’

સ્ટ્રોકની શક્યતા

બાથરૂમમાં સ્ટ્રોક આવવાની શક્યતા ઘણી વધારે રહે છે એનું કારણ જણાવતાં વૉકહાર્ટ હૉસ્પિટલના ડૉ. પ્રતીક સોની કહે છે, ‘તમે ધ્યાન આપ્યું હોય તો જ્યારે નહાવા જાઓ ત્યારે એકદમ જ માથા પર પાણી નાખો તો કંપારી છૂટે છે, પરંતુ પહેલાં પગ પર નાખો અને ધીમે-ધીમે નીચેથી ઉપર તરફ શરીર પર પાણી નાખશો તો કંપારી છૂટતી નથી. એનું શું કારણ? આપણા શરીરમાં લોહી ગરમ હોય છે. જ્યારે તમે નહાવા જાઓ ત્યારે માથું કે વાળ પહેલાં ભીના કરો તો એકદમ જ લોહીનું તાપમાન ખૂબ ઝડપથી ઍડ્જસ્ટ કરવું પડે છે. જો પગ પરથી પાણી નાખો તો ત્યાં નાની નસો હોય છે એટલે ઍડ્જસ્ટમેન્ટ ધીમે-ધીમે થાય છે એટલે તાપમાન ઠીક કરવાનો સમય મળી રહે છે. જ્યારે તાપમાનનું ઍડ્જસ્ટમેન્ટ જલદી કરવાનું હોય ત્યારે આખા શરીરમાંથી મગજ તરફ લોહી ખૂબ ઝડપથી વહે છે. આ સમયે કોઈ નળી નબળી હોય અને તૂટી જાય તો વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. આ તાપમાનના ફેરને કારણે માથા પરથી ધુમાડા નીકળતા હોય કે રુવાંટાં ઊભાં થઈ જાય એવું પણ બનતું હોય છે. ખાસ કરીને જે લોકોને હાઈ બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ કે માઇગ્રેનની તકલીફ છે તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.’

પાણીનું તાપમાન મહત્વનું


આપણા વડીલો કહેતા કે નહાતી વખતે પાણી હૂંફાળું ગરમ હોવું જોઈએ. ખૂબ ગરમ કે ખૂબ ઠંડા પાણીએ નવાય નહીં. જ્યારે ખૂબ ઠંડી હોય ત્યારે લોકો ખૂબ ગરમ ધગધગતા પાણીએ નહાય છે અને ગરમી હોય ત્યારે ફ્રિજના પાણીએ નહાતા લોકો પણ હોય છે. આ આદત હાનિકારક છે. ખાસ કરીને ઉંમરલાયક લોકો, એવા લોકો જેમને બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ કે હાર્ટ-પ્રૉબ્લેમ હોય તેમણે ક્યારેય ખૂબ ઠંડા પાણીએ કે ખૂબ ગરમ પાણીએ નહાવું ન જોઈએ. એની પાછળનું કારણ સમજાવતાં ડૉ. પ્રતીક સોની કહે છે, ‘જ્યારે આપણે ખૂબ ઠંડા પાણીએ નાહીએ છીએ ત્યારે શરીરમાં રહેલી લોહીની નસો સાંકળી બની જાય છે અને ખૂબ ગરમ પાણીમાં નહાઓ ત્યારે નસો પહોળી બને છે. એ સાંકળી કે પહોળી થાય ત્યારે આ નસોને કારણે બ્લડ-પ્રેશર પર સીધી અસર પડે છે. બ્લડ-પ્રેશર ઉપર-નીચે થાય એટલે હાર્ટ પર જોખમ વધે છે. આ સંજોગોમાં જો વ્યક્તને પહેલેથી જ હાર્ટમાં તકલીફ હોય કે કૉલેસ્ટરોલનો પ્રૉબ્લેમ હોય કે પછી લાંબા સમયથી ડાયાબિટીઝ હોય તો એના પર જોખમ વધે છે. આમ તો કોઈ પણ વ્યક્તિએ આ બાબતે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ જો તમને રિસ્ક-ફૅક્ટર હોય જ તો-તો આ બાબતે ગફલતમાં રહેવું નહીં. નહીંતર જીવ જોખમમાં મુકાઈ શકે છે.’

bathtub

ડૉ. સુશીલ શાહ પાસેથી જાણીએ કે બાથરૂમ બાબતે શું તકેદારી રાખવી

બાથરૂમને હંમેશાં સૂકું રાખવાની કોશિશ કરો. જે વ્યક્તિ નહાઈને બહાર નીકળે એ પહેલાં એને સૂકું કરે અને પછી જ બહાર નીકળે. આ આદત અપનાવવી જરૂરી છે.

બાથરૂમની લાદી લિસ્સી ન રાખો. જો એ લિસ્સી હોય તો પડવાની બીક રહે. જો એ લિસ્સી લાગતી હોય તો ઉપર રબરની મૅટ પાથરી દો.

ખાસ કરીને જેમના ઘરમાં સિનિયર સિટિઝન છે તેમણે આ બાબતે ખૂબ ધ્યાન રાખવું. બાથરૂમમાં વ્યવસ્થિત પ્રકાશ રહે જ એ ધ્યાન રાખો. ઘણા લોકો ફક્ત ઝીરો વૉલ્ટેજનો બલ્બ લગાડતા હોય છે. આવું ન કરવું.

બાથરૂમનાં હૅન્ડલ વ્યવસ્થિત હોવાં જોઈએ. એ પકડીને એના પર ભાર આપો તો એ હાથમાં ન આવી જાય અને સાવ નાનાં પણ ન હોય એવાં વ્યવસ્થિત હોવાં જોઈએ.

ટૉઇલેટની સીટ પાસે પણ ટેકો લઈને ઊભા થઈ શકાય એવું કોઈ હૅન્ડલ રાખવું જોઈએ.

નહાવાનું હંમેશાં હૂંફાળા પાણીએ જ રાખો. અતિ ગરમ કે અતિ ઠંડું પાણી ન જ વાપરો.

નહાતી વખતે ગભરામણ થાય કે શ્વાસ ન લેવાય કે છાતીમાં થોડો પણ દુખાવો શરૂ થાય તો રાહ ન જુઓ. તરત જ બહાર જતા રહો.

બાથરૂમમાં નહાવા માટે બેસો તો નીચે ન બેસો. સ્ટૂલ પર જ બેસો, કારણ કે ઉંમરને કારણે ઊઠવામાં તકલીફ પડે અને ઊઠવા જાઓ ત્યારે પડી જાઓ તો અઘરું થઈ પડે.

જે લોકોની ઉંમર ૭૦ વર્ષથી ઉપર છે તેમણે બાથરૂમનું બારણું ફક્ત અટકાવવું, બંધ કરવું નહીં; કારણ કે તેમને અંદર કંઈ પણ થાય તો બહાર કાઢવાનું મુશ્કેલ પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK