પાણી વિનાના નિર્જળા ઉપવાસ તમને યંગ ને હેલ્ધી રાખે છે

જૈનો દરરોજ સાંજે સૂર્યાસ્ત થયા પછી લગભગ ૧૨ કલાક માટે પાણી નથી પીતા, હિન્દુઓમાં અનેક નિર્જળા વ્રતોનો મહિમા છે જેમાં ચોવીસ કલાક પાણી પીધા વિનાનો ઉપવાસ થાય છે અને રમઝાનમાં ચાલી રહેલા રોજા દરમ્યાન લગભગ ૧૫ કલાકનો ઉપવાસ થાય છે. આ પ્રાચીન પદ્ધતિ શરીરને સ્વસ્થ, સદા જુવાન અને સુંદર રાખવા માટે બહુ અસરકારક છે

water

સેજલ પટેલ - પાર્ટ ૦૧

બળબળતી ગરમીમાં પાણી વિના જીવવું આકરું હોવા છતાં રોજા રાખવાને કારણે કોઈ બીમાર પડ્યું હોય કે મરી ગયું હોય એવું આપણે સાંભળ્યું નથી.

જૈનો રોજ સૂર્યાસ્ત પછી લગભગ બાર કલાક માટે પાણી નથી પીતા. હિન્દુઓમાં અનેક નિર્જળા વþતોનો મહિમા છે. બુદ્ધિષ્ટો મેડિટેશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે દિવસો સુધી ખોરાક-પાણી બન્ને નથી લેતાં. જ્યુડિશ લોકો વર્ષના સૌથી પવિત્ર ગણાતા બે દિવસ દરમ્યાન નિર્જળા ઉપવાસ કરે છે. ક્રિશ્ચિયનો પણ ચર્ચની કેટલીક પ્રવૃત્તિઓ દરમ્યાન નિર્જળા ઉપવાસ કરતા હોય છે. ક્રિશ્ચિયનિટીનો જ બીજો ફાંટો ગણાતા મૉમોર્નિઝમમાં પણ દર મહિનાના એક રવિવારે નિર્જળા ફાસ્ટ રખાય છે.

આ બધું ગણાવવાનું કારણ એ કે દુનિયાના લગભગ તમામ ધમોર્માં અમુક ચોક્કસ સમયગાળા દરમ્યાન શરીરને ખોરાક અને પાણી બન્નેથી વંચિત રાખીને આધ્યાત્મિક ક્રિયા માટે તૈયાર કરવાની પરંપરા ફૉલો થતી આવી છે. શું આ આધ્યાત્મિક ક્રિયા શરીર માટે સારી છે કે ખરાબ?

મૉડર્ન મેડિસિન સાયન્સ કહે છે કે શરીરને સ્વસ્થ રાખવું હોય તો રોજનું અઢીથી ત્રણ લીટર પાણી પીવું આવશ્યક છે. આપણે પણ માનીએ છીએ કે હવા અને પાણી એ બે જીવન ટકાવી રાખવાની પ્રાથમિક જરૂરિયાતો હોવાથી ખાધા વિના ચાલે પણ પાણી વિના ન ચાલે. શરીરમાં ૭૦ ટકાથી વધુ ભાગ પાણીનો છે એટલે પાણી શરીરને મેઇન્ટેઇન કરવામાં અને સ્વચ્છ રાખવા માટે બહુ જ મહત્વનું છે. પાણી ખૂબ પીવાથી શરીર ડીટૉક્સિફાય થાય છે અને જો પાણીની કમી થાય તો ડીહાઇડ્રેશન થઈ જાય છે એવું આપણે સૌ જાણીએ છીએ. પાણી પીવાના અનેક ફાયદાઓ આપણે અલગ-અલગ જગ્યાએથી સાંભળ્યા છે, પણ હવે જમાનો બદલાઈ રહ્યો છે. મૉડર્ન સાયન્સ હવે પ્રાચીન યુગનાં મૂલ્યો અને પરંપરાઓમાં વિશ્વાસ ધરાવતો થયો છે અને પાણી વિનાના ઉપવાસની હિમાયત થવા લાગી છે.

ધાર્મિક કારણોસર કરવામાં આવતા નિર્જળા ઉપવાસ હવે પશ્ચિમના નવતર વિચારધારા ધરાવતા લોકોએ સારી હેલ્થની જાળવણી માટે કરવાનું શરૂ કર્યું છે. હવે સારી હેલ્થ જાળવવા માટે થતા પાણી વિનાના ઉપવાસ માટે ડ્રાય ફાસ્ટિંગ શબ્દ વપરાય છે. હજી ત્રણ-ચાર મહિના પહેલાં જ લ્યુક કુટીન્હો નામના હોલિસ્ટિક ન્યુટ્રિશનિસ્ટ અને એક્સરસાઇઝ ફિઝિયોલૉજિસ્ટે સોશ્યલ મીડિયા પર લોકોને ત્રણ દિવસના ડ્રાય ફાસ્ટિંગ કરવાની ચૅલેન્જ આપી હતી. અમેરિકા, યુરોપ અને ઇન્ડિયાના ઘણા લોકોએ એમાં ભાગ લીધો હતો. સૌએ પોતપોતાની ક્ષમતા મુજબ ૧૨, ૧૬, ૨૪, ૩૬ કલાકના ડ્રાય ફાસ્ટ કર્યા અને એનો અનુભવ પણ શૅર કર્યો. આ પહેલાં ન્યુ યૉર્કમાં ટોની વાઇડમૅન નામના ઑલ્ટરનેટિવ મેડિસિનના નિષ્ણાતે પણ ડ્રાય ફાસ્ટિંગ પર દુનિયાના ખૂણેખાંચરે થયેલા અભ્યાસોનું સંકલન કરીને આ વિષયે સઘન ડૉક્યુમેન્ટ તૈયાર કર્યો છે. એમાં ડ્રાય ફાસ્ટિંગની અત્યંત સાયન્ટિફિક સમજણ કેટલાક અભ્યાસોના અવલોકનો સાથે ચર્ચવામાં આવી છે.

water

ડ્રાય ફાસ્ટિંગ છે શું?

આમ તો શબ્દમાં જ એનો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. ડ્રાય એટલે સૂકો પાણી વિનાનો ઉપવાસ. નો ફૂડ, નો વૉટર. થોડીક આકરી અને અનસાયન્ટિફિક લાગી શકે એવી મેથડ છે, પરંતુ એનાથી શરીરનો કુદરતી હીલિંગ પાવર ખૂબ સારી રીતે ખીલે છે. આપણે જોયું છે કે જ્યારે પણ જંગલમાં કોઈ પ્રાણી ઘવાય કે માંદું પડે ત્યારે એ જંગલમાં આમતેમ ભટકવાનું છોડીને કોઈ ગુફામાં ખાધાપીધા વિના આરામ કરે છે. શરીરને સાજું કરવા માટે ખોરાક અને પાણી છોડી દેવા જોઈએ એવું પ્રાણીઓ કુદરતી રીતે જ સમજે છે અને ફૉલો કરે છે. જ્યાં સુધી ફરીથી શરીર સ્વસ્થ નથી થતું ત્યાં સુધી પ્રાણીઓ એમ જ રહે છે. આ કુદરતે પ્રાણીઓને આપેલી સમજ છે.

ડ્રાય ફાસ્ટિંગ પણ બે પ્રકારનાં હોય છે. એક પ્રકાર છે જે ટૂંકા ગાળા માટે અને સૉફ્ટ હોય છે. બીજો પ્રકાર સંપૂર્ણ ડ્રાય અને લાંબા સમય માટે હોય છે. દિવસમાં ૧૦થી ૧૬ કલાક માટે કંઈ જ ખાવું-પીવું નહીં એ સૉફ્ટ ડ્રાય ફાસ્ટ કહેવાય, જ્યારે સળંગ ૨૪ કલાકથી વધુ સમય માટે પાણી ન પીવું એ સંપૂર્ણ ડ્રાય ફાસ્ટ છે. એમાં કેટલાક લોકો શરીરની બહારની ત્વચાને પણ પાણી નથી અડાડતા. માત્ર ત્વચાનાં છિદ્રો દ્વારા વાતાવરણમાંનું મૉઇર શરીરમાં જાય એટલું જ પાણી તેમના શરીરને મળે છે.

હોલિસ્ટિક ન્યુટ્રિશનિસ્ટ લ્યુક કુટીન્હોએ સૉફ્ટ અને ટૂંકા ગાળાના ડ્રાય-ફાસ્ટની હિમાયત કરી છે. તેમનું કહેવું છે કે દિવસમાં આઠ કલાક દરમ્યાન ખાવું-પીવું અને બાકીના ૧૬ કલાક કંઈ જ ખાવું કે પીવું નહીં એ ડ્રાય ફાસ્ટિંગની શરૂઆત માટે ઉત્તમ વિકલ્પ છે.

(નિર્જળા ઉપવાસના બીજા શું ફાયદા થાય, લાંબા કલાકો પાણી પીવામાં ન આવે તો શરીર કેવી રીતે જરૂરી મૉઇર મેળવે અને સેફ્ટી સાથે ડ્રાય ફાસ્ટિંગ કરવું હોય તો શું ધ્યાન રાખવું એ વિશે આવતી કાલે જોઈશું. )

ડ્રાય-ફાસ્ટિંગથી શું ફાયદા થાય?


ટૉક્સિન્સનો ખાતમો : આપણી સમજ એવી છે કે શરીરને ડીટૉક્સિફાય કરવું હોય તો એ માટે પાણી જ જોઈએ. જેમ પાણીથી નહાઓ તો ત્વચા ચોખ્ખી થાય એમ શરીરને પાણીથી ફ્લશ કરો તો જ અંદરના અવયવોની સફાઈ થાય. ટોની વાઇઝમૅનના ડૉક્યુમેન્ટમાં નોંધાયું છે કે બૉડીને ડીટૉક્સિફાય કરવું હોય તો માત્ર પાણી જ જોઈએ એવું નથી. ડ્રાય ફાસ્ટમાં જરાક અલગ રીતે ડીટૉક્સિફિકેશન થાય છે. પાણી પીઓ તો યુરિન અને મળ વાટે કિડની, લિવર અને આંતરડાં સાફ થાય. ડ્રાય-ફાસ્ટિંગમાં પાણી ન હોવાથી હાઈ પાવર ઊર્જા પેદા થાય છે જેમાં ટૉક્સિન્સ બળી જાય છે. ઊર્જા એટલે કે ગરમી એટલી માત્રામાં પેદા થાય છે કે શરીરના એકેએક કોષમાં રહેલાં ટૉક્સિન્સ જ્યાં છે ત્યાં જ બળી જાય છે.

સેલ્ફ-રીજનરેશન : ડ્રાય ફાસ્ટ કરવાથી નબળા અને ડૅમેજ થયેલા કોષો બળી જાય છે અને એને સ્થાને નવા કોષો પેદા થવાની ગતિ વધી જાય છે. આવું કઈ રીતે થાય? સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેના શરીરમાં દર ૧૦,૦૦૦ કોષોમાં એક સ્ટેમ-સેલ હોય. આ સ્ટેમ-સેલ એવો મૂળભૂત કોષ છે જે ખરાબ થયેલા કોષોની પૂર્તિ કરવા માટે હેલ્ધી કોષો પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. માનવનું શરીર જેમ-જેમ ઘરડું થતું જાય એમ સ્ટેમ-સેલનો રેશિયો ઘટી જાય છે. ૫૦ વર્ષની વયે માનવના શરીરમાં દર ૫,૦૦,૦૦૦ કોષોમાં એક સ્ટેમ-સેલ રહે છે. એટલે જેટલી ઝડપથી નાના બાળકનું શરીર હીલ થાય છે એટલી ઝડપ પુખ્તો અને વયસ્કોમાં નથી જોવા મળતી. ઇન્ડોનેશિયાના સાયન્ટિસ્ટોએ નોંધ્યું છે કે લગભગ ૧૫ દિવસનું સૉફ્ટ ડ્રાય ફાસ્ટિંગ કરવાથી શરીરમાં કોષો અને સ્ટેમ-સેલનો રેશિયો ઊંચો રહે છે. એને કારણે મોટી ઉંમર સુધી કોષો ઘરડા નથી થતા.

ક્રોનિક સોજો અને પીડા ઘટે :
શરીરમાં ક્યાંય પણ સોજો ત્યારે જ આવે જ્યારે એ જગ્યાએ પાણીનો ભરાવો થાય. બીજું, શરીરને હાનિકારક બૅક્ટેરિયાને સર્વાઇવ થવા માટે વધુ પાણી અને એનર્જીની જરૂર પડે છે. ડ્રાય ફાસ્ટિંગ કરવાથી શરીરમાં પાણીની અછત વર્તાય છે અને બૅક્ટેરિયા ટકી શકતા નથી. પાણી ઓછું હોવાથી સોજો આપમેળે સુકાય છે. શરીરમાં કોઈ જ પ્રકારનો ખોરાક પણ ન જતો હોવાથી એની સર્વાઇવલ વૃત્તિ આપમેળે જાગે છે અને એ ઓછી ઊર્જામાં ચલાવવાના રસ્તા શોધે છે.

ખરાબ ટિશ્યુઝ વહેલા ખતમ થાય : શરીરના દરેક અવયવના ટિશ્યુ, મસલ્સ અને સંઘરાયેલી ચરબીમાં પણ પાણીનો અમુક ચોક્કસ ભાગ રહેલો છે. જ્યારે બહારથી પાણી ન મળતું હોય ત્યારે શરીરની અંદરના નબળા કોષોને ખતમ કરીને એમાંથી પાણી ખેંચી લેવાની લડત શરૂ થાય છે. એમાં જે કોષ સારો છે એ સર્વાઇવ થાય છે અને નબળા ટિશ્યુઝ ખતમ થાય છે.

Comments (1)Add Comment
...
written by CHANDRAKANT SANGOI, June 07, 2018
EXCELLENT HELPFUL ARTICLE

NEW YORK USA
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK