ડિપ્રેશન એક રોગ છે એ આપણે ક્યારે સ્વીકારીશું?

ડિપ્રેશનમાં લાઇફ-સ્ટાઇલ બદલવાથી ફાયદો થાય છે, પરંતુ ફક્ત એટલું જ કરવું પૂરતું નથી. એ એક રોગ છે જેને ઇલાજની જરૂર છે. લાઇફ સ્ટાઇલમાં બદલાવ એ ઇલાજનો એક ભાગ છે, સંપૂર્ણ ઇલાજ નહીં

depress

જિગીષા જૈન

સામાન્ય વ્યક્તિ ડિપ્રેશન જેવા શબ્દને ગમે ત્યાં વાપરે અને એની ગંભીરતાને ન સમજે તો કદાચ ચાલી જાય, પરંતુ હેલ્થ-મિનિસ્ટ્રી પણ આ બાબતે ગફલતમાં રહી જાય એ યોગ્ય નથી. ડિપ્રેશન કે એના જેવી બીજી માનસિક બીમારીઓ તરફ છેલ્લાં બે-પાંચ વર્ષમાં આપણું ધ્યાન વધુ આકર્ષાયું છે. આ રોગ વિશે વધુ ને વધુ જાગૃતિ ફેલાય એવા પ્રયત્ïનો દુનિયાના જુદા-જુદા ખૂણે થઈ રહ્યા છે. ભારત સરકારે પણ આ બાબતે લોકોને જાગ્રત કરવાના પ્રયાસ હેઠળ એક પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટર મુજબ જો ડિપ્રેશનનો સામનો કરવો હોય તો અમુક વસ્તુઓ કરવી જોઈએ જેમાં રૂટીનને અનુસરવું, ટ્રાવેલ કરવું, ક્રીએટિવ બનવું, મલ્ટિ-વિટામિન લેવાં, હકારાત્મક વિચારવું, યોગ કરવા, સ્વચ્છ રહેવું, ૮ કલાક ઓછામાં ઓછું સૂવું, ફળ ખાવાં અને ચાલવા જવું જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. જોકે જેમને ખબર છે કે ડિપ્રેશન શું છે એવા લોકોએ આ પોસ્ટર પ્રત્યે સોશ્યલ મીડિયા પર તકલીફ દર્શાવી છે. ઘણા લોકોનું કહેવું છે કે જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય એને આમાંથી કોઈ જ વસ્તુ કરવાની ઇચ્છા નથી થતી, ફક્ત સલાહ આપી દેવી કે આ કરવું જોઈએ એ પૂરતું નથી. તો ઘણાનું એમ માનવું છે કે ડિપ્રેશન હોય ત્યારે વ્યક્તિ ખુદ ઠીક થવા ઇચ્છતી નથી હોતી, એમાં એને કહેવું કે તું લાઇફ-સ્ટાઇલ ઠીક કર એ કેટલે અંશે યોગ્ય છે? ઘણાએ સરકારની ઠેકડી પણ ઉડાવી કે સરકાર ભૂલી ગઈ છે કે ડિપ્રેશન એક રોગ છે અને એને આ બધી વસ્તુઓની સાથે એક ડૉક્ટરની પણ જરૂર છે.

ભ્રમ

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા બહાર પાડવામાં આવેલા આ પોસ્ટરની ટીકા કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘સરકાર ડિપ્રેશન વિશે જાગૃતિ ફેલાવવા માગે છે એ ઘણી સારી બાબત છે. આજથી પહેલાં કોઈએ આ બાબતે વિચાર્યું નથી, પરંતુ આ પોસ્ટર દ્વારા જાગ્રત થવાને બદલે ભ્રમ પેદા થાય એ ખતરો વધુ છે. આ પોસ્ટર સમજાવે છે કે તમને ડિપ્રેશન છે તો લાઇફ-સ્ટાઇલ સુધારવાની જરૂર છે જે એક અંશે માની લઈએ કે યોગ્ય છે, પરંતુ એમાં ક્યાંય એવો ઉલ્લેખ જ નથી કે ડિપ્રેશન છે તો તમારે ડૉક્ટર પાસે પહેલાં જવાની જરૂર છે. આ પોસ્ટરથી એક એવી ઇમ્પ્રેશન ઊભી થાય છે કે ડિપ્રેશન એક એવી તકલીફ છે જેનો સામનો કરવા માટે લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવશો તો બધું ઠીક થઈ જશે, પરંતુ એવું હોતું નથી. ડિપ્રેશન એક રોગ છે. જો તમે માંદા પડો તો ડૉક્ટર પાસે જવું જરૂરી છે, નહીંતર તમારી માંદગી ઘણી વધી શકે છે. આ પોસ્ટર જોઈને જે ખોટો ભ્રમ ઊભો થાય છે એ વધુ નુકસાનકારક છે. આ જ પોસ્ટર સ્ટ્રેસ દૂર કરવા માટે આટલું કરો એમ લખીને બનાવ્યું હોત તો એ બેસ્ટ ગણાત.’

લાઇફ-સ્ટાઇલમાં ચેન્જ અને ડિપ્રેશન


લાઇફ-સ્ટાઇલ બદલવાથી ઘણા-ઘણા રોગોમાં ખરેખર ચમત્કારિક પરિણામો મળે છે એ હકીકત છે. હાર્ટ-ડિસીઝ હોય, ડાયાબિટીઝ હોય કે પછી ડિપ્રેશન - દરેક રોગમાં જો વ્યક્તિનું ખાનપાન, એક્સરસાઇઝ, ઊંઘ અને સ્ટ્રેસ-લેવલ સચવાઈ રહેતું હોય તો મોટા ભાગે તો રોગ આવતા જ નથી અને હોય તો એ ઘણા કન્ટ્રોલમાં રાખવામાં મદદ મળે છે, પરંતુ આ ટેãક્નક એ ઇલાજનો એક ભાગ હોઈ શકે છે, સંપૂર્ણ ઇલાજ નહીં. એ વિશે સ્પષ્ટતા કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘ઘણી વાર એવું બને છે કે માઇલ્ડ ડિપ્રેશનમાં દરદીની લાઇફ-સ્ટાઇલમાં બદલાવ કરવાથી ઘણાં સારાં પરિણામ મળે છે, પરંતુ મહત્વનું એ છે કે દરદી એના માટે તૈયાર થાય. જે વ્યક્તિ ડિપ્રેશનમાં છે તેને લાઇફ-સ્ટાઇલ ઠીક કરવાનો ઉત્સાહ હોય જ નહીં. ઊલટું એક પણ કામ કરવાનું તેને મન ન થાય એમ પણ બને. જે દરદીઓ કરી શકે છે એને ચોક્કસ લાભ થાય છે. ઘણા લોકો માને છે કે ડિપ્રેશન આવે ત્યારે યોગ કરવાથી જતું રહે છે. એ જતું નથી રહેતું પરંતુ એનાથી ઘણો ફાયદો થાય છે. આ બન્ને બાબતોમાં ફરક છે. યોગ, ધ્યાન, ખોરાક, ઊંઘ વગેરેને જીવનમાં લાવો તો ડિપ્રેશન દૂર કરવામાં મદદ મળે છે; પરંતુ એ જ એકમાત્ર કરવાથી એ જતું જ રહેશે એવું નથી હોતું. આ એક રોગ છે એને રોગની જેમ જ જોવો પડે છે. અમારી પાસે આવતા દરેક દરદીને અમે ગોળીઓ જ નથી પકડાવી દેતા, દરદીની હાલત પ્રમાણે એને ચકાસીને તેને જે પ્રકારના ઇલાજની જરૂર હોય એ આપીએ છીએ. ઘણા એવા છે જેને ગોળીઓની જરૂર નથી પડતી, થેરપીઝથી સારું પરિણામ મળે છે. ઘણા એવા છે જેમને ગોળીઓની સખત જરૂર રહે છે. આમ ડૉક્ટર પાસે જવું જરૂરી છે.’

શું જરૂરી છે જાણવું?


ડિપ્રેશન વિશે ખરેખર જ જો જાગૃતિ ફેલાવવી હોય તો શું મહત્વનું છે એ જાણીએ ડૉ. હરીશ શેટ્ટી પાસેથી

ડિપ્રેશન ઘણું સામાન્ય છે : દર છમાંથી એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક ને ક્યારેક ડિપ્રેશનમાં સરી પડે છે. આ આંકડો સમજીએ તો ઘણો મોટો છે. ડિપ્રેશન કોઈ પણને થઈ શકે છે.

ડિપ્રેશન ક્યારેક ઘાતક બની શકે છે : ડિપ્રેશન અને આપઘાતના વિચારો આ બન્ને વચ્ચે ઘણો સીધો સંબંધ છે. જે વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે તેના આપઘાત કરવાનું રિસ્ક ઘણું વધારે હોય છે, કારણ કે આપઘાત કરતી વ્યક્તિઓમાં ૬૦ ટકાથી વધુ વ્યક્તિ ડિપ્રેશનમાં હોય છે. માટે જરૂરી છે કે ડિપ્રેશનને ગંભીરતાપૂર્વક લેવામાં આવે

ડિપ્રેશન એક રોગ છે : મેન્ટલ પ્રૉબ્લેમને આપણે ક્યારેય રોગ નથી ગણતા એ આપણી મોટી ભૂલ છે. જેમ શરીર કામ ન કરી શકે, કોઈ જગ્યાએ પાછું પડે એને આપણે રોગ કહીએ છીએ એ જ રીતે માનસિક રીતે કોઈ જગ્યાએ આપણે પાછા પડીએ તો એને રોગ જ કહેવાય. જો આપણે ડિપ્રેશનને એક રોગ માનીશું તો જ આપણે ડૉક્ટર સુધી પહોંચીશું. માટે એ જરૂરી છે સમજવું કે ડિપ્રેશન એક રોગ છે

ડિપ્રેશનનું નિદાન જલદી કરવું જરૂરી છે : ડિપ્રેશન એક એવો રોગ છે જેનો વ્યાપ ધીમે-ધીમે વધતો જ જાય છે. કોઈ વ્યક્તિને માઇલ્ડ ડિપ્રેશન હોય તો એનો ઇલાજ સરળ છે. કોઈ વ્યક્તિનું ડિપ્રેશન હજી શરૂ જ થયું હોય તો પણ એનો ઇલાજ સરળ છે, પરંતુ જો કોઈ વ્યક્તિને વધુ સમયથી ડિપ્રેશન છે તો એનો ઇલાજ અઘરો બનતો જાય છે, કારણ કે ત્યાં સુધીમાં એનું ડિપ્રેશન માઇલ્ડમાંથી મૉડરેટ કે સિવિયર સુધી પહોંચી ગયું હોય શકે છે

ડિપ્રેશનનો ઇલાજ શક્ય છે: આપણે ખરેખર નસીબદાર છીએ કે ડિપ્રેશન જેવી ગંભીર બીમારીનો ઇલાજ આપણી પાસે છે એટલું જ નહીં, સંપૂર્ણ ક્યૉર પણ શક્ય છે. ઘણા લોકો માને છે કે ડિપ્રેશનમાં ફક્ત સમજાવી દેવાથી કે પ્રેરણા આપવાથી કામ થઈ જાય છે, પરંતુ એવું નથી. મેડિકલ સાયન્સ પુરવાર કરી ચૂક્યું છે કે ડિપ્રેશન એક શારીરિક બીમારી છે જેને ઇલાજની જરૂર પડે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK