લાંબા સમયથી ચાલ્યો આવતો ઍસિડિટીનો પ્રૉબ્લેમ કૅન્સર નોતરી શકે છે

લગભગ બધાને જ એ થાય છે. ઍસિડિટીને કારણે આવતા ખાટા ઓડકારને લીધે અન્નનળીનું કૅન્સર થવાનું રિસ્ક વધી જાય છે. ખાસ કરીને જ્યારે આ તકલીફ લાંબા ગાળાથી હોય ત્યારે. વિજ્ઞાન આ સાબિત કરી ચૂક્યું છે ત્યારે જાણીએ સામાન્ય રોગ ઍસિડિટી અને કૅન્સર જેવા ઘાતક રોગ વચ્ચેનો સંબંધ

acidity1

જિગીષા જૈન

ઍસિડિટી આજના યુગનો સૌથી સામાન્ય પ્રૉબ્લેમ છે, પરંતુ આ પ્રૉબ્લેમ સામાન્ય હોવાને કારણે આજકાલ લોકો વધુ ને વધુ એને અવગણી રહ્યા છે. ઍસિડિટી અને એને કારણે થતી તકલીફો જેમકે ગૅસ, છાતીમાં બળતરા, ઘચરકા, પેટનું ફૂલેલું રહેવું, શરીરમાં બ્લૉટિંગ, ઘણી વાર ઊલટી, માથું દુખવું, સૂઈ ન શકવું વગેરે જાત-જાતની તકલીફોને આપણે સહન કરતા રહીએ છીએ. વધુમાં વધુ ઍસિડિટીની એક ગોળી લઈ લઈએ, પરંતુ આ રીતે ઍસિડિટીને અવગણવું ખૂબ ભારે પડી શકે છે, કારણ કે ઍસિડિટી અને કૅન્સર જેવા ઘાતક રોગો વચ્ચે ઘણો ગાઢ સંબંધ છે. આ સંબંધને આજે સમજવાની કોશિશ કરીએ.

હાલમાં અમેરિકન સંશોધકોએ પોતાના એક રિસર્ચમાં સાબિત કર્યું કે ઍસિડ રિફ્લક્સ એટલે કે ઍસિડિટીને કારણે જે ઘચરકા આવે છે એનો પ્રૉબ્લેમ વૃદ્ધ લોકોને હોય તો તેમના પર કેન્સરનું રિસ્ક વધી શકે છે. ખાસ કરીને પાચનતંત્રના ઉપલા અવયવોમાં. આ માટે સંશોધકોએ લગભગ ૧૪,૦૦૦ લોકો એવા લીધા જેમને કૅન્સર છે અને બાકીના ૧૪,૦૦૦ લોકો એવા લીધા જેમને કૅન્સર નથી અને તેમનો સ્ટડી કર્યો. એમાંથી જાણવા મળ્યુ કે જેમને ઍસિડિટી અને ઘચરકાની તકલીફ રહેતી હતી તેમને કૅન્સર થવાની શક્યતા વધુ જણાય હતી. જેમને આ તકલીફ નહોતી તેમને કૅન્સર થવાની શક્યતા એટલી નહોતી. ઍસિડ રિફ્લક્સ જેને કારણે છાતીમાં બળતરા થાય છે કે ઘચરકા આવે છે એને કારણે પાચનતંત્રના ઉપરના ભાગમાં ઇન્ફ્લૅમેટરી પ્રક્રિયા વધી જાય છે જે આ ભાગમાં પ્રી-કૅન્સેરિયસ ગતિવિધિ શરૂ કરી દે છે. લાંબા સમય સુધી જો આ તકલીફ રહે તો એ ધીમે-ધીમે કૅન્સરમાં પરિણમે છે. આમ તો ઍસિડિટી અને કૅન્સર વચ્ચેનો સંબંધ વિજ્ઞાને ઘણા સમયથી પ્રસ્થાપિત કરી દીધો છે, પરંતુ આ રિસર્ચ દ્વારા એ સત્યને બળ મળ્યુ છે એમ સંશોધકોનું માનવું છે.

ઍસિડ રિફ્લક્સને સમજીએ


પેટમાં જન્મતા ઍસિડનું ઘણું મહત્વ છે. સૌપ્રથમ તો બહારથી આવેલા ખોરાકમાં રહેલા હાનિકારક બૅક્ટેરિયા કે જીવાણુને એ મારી નાખે છે, જેને કારણે આપણે રોગોથી બચી જઈએ છીએ. વળી આ ઍસિડ પેપ્સિન નામનું એન્ઝાઇમ ઍક્ટિવેટ કરે છે જે પાચનપ્રક્રિયા માટે ઉપયોગી છે. આ સિવાય પૅãન્ક્રયાસને એ પાચકરસો ઉત્પન્ન કરવા માટેનું સિગ્નલ આપે છે જે પાચનમાં અત્યંત મહત્વ ધરાવે છે. હવે આ ઍસિડનું એક પ્રમાણ નિયત હોવું જરૂરી છે. જ્યારે એ વધી જાય છે ત્યારે એ ઉપરની તરફ ઊથલો મારે છે જેને ઍસિડ રિફ્લક્સ કહે છે. આ તકલીફ લોકોને મોટા ભાગે ત્યારે થાય છે જ્યારે તેમની લાઇફ-સ્ટાઇલમાં કોઈ તકલીફ સર્જા‍ઈ હોય. જેમ કે વધુપડતો સ્પાઇસી ખોરાક ખાવાથી, રાત્રે વ્યવસ્થિત ઊંઘ ન લેવાથી, લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી, વધુપડતું કે ખૂબ ઓછું ખાવાથી, પાણી ઓછું પીવાથી, બેઠાડુ જીવન જીવવાને કારણે કે પછી દારૂ કે તમાકુની આદતને કારણે. આ લાઇફ-સ્ટાઇલને કારણે આવતો ઍસિડિટીનો પ્રૉબ્લેમ ધીમે-ધીમે વ્યક્તિમાં ઘર કરતો જાય છે. શરૂઆતમાં મહિને એક વાર ઍસિડિટી થતી હોય, પછી દર પંદર દિવસે, ધીમે-ધીમે અઠવાડિયામાં બે વાર અને પછી લગભગ દરરોજ આ તકલીફ રહેવા લાગે ત્યારે ચિંતાજનક પરિણામો આવી શકે છે.

પહેલાં અલ્સર

ઍસિડના ઉપર આવવાથી પાચનતંત્રના ઉપરના ભાગમાં શું તકલીફ આવી શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ઝેન હૉસ્પિટલના ડિરેક્ટર અને ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ ડૉ રૉય પાટણકર કહે છે, ‘આપણું જઠર જે છે એમાં એક લાઇનિંગ છે. એ લાઇનિંગ ઍસિડને સહન કરી શકે છે, પરંતુ અન્નનળી જે છે એમાં કોઈ લાઇનિંગ નથી. એ ઍસિડને સહન નથી કરી શકતી, જેને કારણે જ્યારે ઍસિડ ઉપર આવે છે ત્યારે એ અન્નનળી પર અસર કરે છે. જે વ્યક્તિને આ તકલીફ અવારનવાર રહેતી હોય તો એને અન્નનળીનું અલ્સર થઈ શકે છે. આ તકલીફ ઘણી જ વ્યાપક રૂપમાં જોવા મળે છે. ઘણા લોકોને આજકાલ આ રોગ થતો હોય છે. દવા લે તો ઠીક થઈ જાય છે, પરંતુ સમજવાની જરૂર એ છે કે તેમની લાઇફ-સ્ટાઇલ બદલાતી નથી. વળી શરીરની ઍસિડ ઉત્પન્ન કરવાની જે ટેન્ડન્સી છે એ બદલાતી નથી. માટે એ રોગ ફરીથી આવવાની સંભાવના વધી જાય છે.’

acidity

કૅન્સર સાથે સંબંધ

ખાટા ઓડકાર કે ઘચરકા એક સામાન્ય તકલીફ છે અને કોઈને પણ ઍસિડ રિફ્લક્સનો પ્રૉબ્લેમ હોય શકે છે. આવા નાના પ્રૉબ્લેમમાં કૅન્સર જેવી મોટી તકલીફ કઈ રીતે શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. રૉય પાટણકર કહે છે, ‘જો આ પ્રૉબ્લેમ લાંબો સમય રહે તો જે ભાગમાં એ અસર કરે છે એ ભાગના કોષોમાં પરિવર્તન શરૂ થઈ જાય છે જે કૅન્સેરિયસ હોય શકે છે. ઍસિડ રિફ્લક્સને કારણે જે કૅન્સર થવાની શક્યતા વધી જાય છે એ છે અન્નનળીનું કૅન્સર. આ પ્રકારના દરદીઓને પહેલાં અન્નનળીનું અલ્સર મોટા ભાગે થાય જ છે. આ અલ્સર લાંબા સમય સુધી રહે કે વારંવાર થાય તો કૅન્સર થવાનું રિસ્ક વધી જાય છે. મહત્વનું એ છે કે આ કૅન્સર શરૂ થવાની પ્રક્રિયામાં કોઈ ચિહ્ન દેખાતું નથી. માટે સામાન્ય રીતે સમજવું કે કૅન્સર છે કે હોય શકે છે એ દરદી માટે અઘરું છે. તેને તો એમ જ લાગે છે કે જૂનો ઍસિડિટીનો પ્રૉબ્લેમ છે. આ પ્રકારની ગફલત ઘણી હાનિકારક સાબિત થઈ શકે છે.’

ઉપાય

ઍસિડિટીનો કૅન્સર સાથે જે આ સીધો સંબંધ છે એ વિશે કયા પ્રકારના બચાવના પ્રયતïનો કરી શકાય એ સમજીએ ડૉ. રૉય પાટણકર પાસેથી

૧. પહેલી વાત તો એ કે ઍસિડિટીને ક્યારેય અવગણો નહીં. ૯૦ ટકા કેસમાં ઍસિડિટી લાઇફ-સ્ટાઇલ પ્રૉબ્લેમ હોય છે. ફક્ત દવાઓથી એને ઠીક કરવાની કોશિશ ન કરો, પરંતુ એ થવાનાં કારણોને જડથી દૂર કરો. એટલે કે લાઇફ-સ્ટાઇલ ઠીક કરો.

૨. બીજું એ કે જો એ ન કરી શકો અને લાંબા સમયથી ઍસિડિટી છે જ તો સાવધાન થઈ જવાની જરૂર છે. તાત્કાલિક પેટના નિષ્ણાત ડૉક્ટરને મળો અને જરૂરી ઉપાય કરો.

૩. જો અલ્સર થઈ ચૂક્યું હોય, ઍસિડિટી ખૂબ લાંબા સમય એટલે કે બે-ચાર વર્ષથી સતત રહેતી હોય તો ડૉક્ટર આવી વ્યક્તિને એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપે છે. આજકાલ નૅરો-બૅન્ડ ઇમેજિંગ નામની એન્ડોસ્કોપી થાય છે જેને બ્લુ લાઇટ એન્ડોસ્કોપી કહે છે. આ એન્ડોસ્કોપીથી જો પ્રી-કૅન્સેરિયસ સ્ટેજ પણ હોય તો એ સ્ટેજ પર પણ ખબર પડી જાય છે અને નિદાન કરી શકાય છે. આ નિદાન જેટલું જલદી થાય એટલું એને રોકી શકવાનું કે એનો ઇલાજ કરવાનું સરળ બને છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK