યુવાન વયે જો સાંધાનો દુખાવો શરૂ થાય તો એની વ્યવસ્થિત તપાસ કરાવો

આ બીમારીનું નિદાન થોડું અઘરું છે, જે એક્સપર્ટ ડૉક્ટર કરી શકે છે. જલદી નિદાન ન થાય અને સમયસર ઇલાજ ન મળે તો વ્યક્તિના જીવ પર જોખમ તોળાઈ શકે છે

joijnt


જિગીષા જૈન

જે પોષતું તે મારતું એ જ સંસારનો નિયમ. આ નિયમ ઑટોઇમ્યુન ડિસીઝમાં પણ લાગુ પડે છે. આપણા શરીરની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વાઇરસ, બૅક્ટેરિયા જ્યારે આપણા પર હુમલો કરે છે ત્યારે એના પર અટૅક કરીને શરીરનું રક્ષણ કરે છે. આપણી આ શક્તિ જેટલી પ્રબળ એટલા આપણે રોગમુક્ત રહી શકીએ. પરંતુ આ શક્તિ ક્યારેક વિચિત્ર રીતે વર્તે છે. જો મા કાળીનો અસુર સંહાર યાદ હોય તો અસુરોને મારતાં-મારતાં મા એટલાં રોષે ભરાયાં હતાં કે સારા-નરસા જે પણ રસ્તામાં આવે તે બધાને મારતાં જતાં હતાં. બસ, આ જ રીતે ક્યારેક રોગપ્રતિકારક શક્તિ ખરાબ વાઇરસ, બૅક્ટેરિયાને મારવાના બદલે શરીરના સારા કોષો પર જ હુમલો કરી બેસે છે. આ સજોગોમાં ઑટોઇમ્યુન ડિસીઝ થાય છે. ઑટોઇમ્યુન ડિસીઝ ઘણા અલગ-અલગ પ્રકારના હોય છે અને એની અસર શરીરના અલગ-અલગ ભાગ પર થતી હોય છે. આજે આવા જ એક ઑટોઇમ્યુન ડિસીઝ લુપસની આપણે વાત કરવી છે, જે એક સિસ્ટમિક ઑટોઇમ્યુન ડિસીઝ છે. એને કારણે આવતા ઇન્ફ્લમેશનને કારણે શરીરના અલગ-અલગ ટિશ્યુ અને અંગો પર અસર થાય છે જેમ કે સાંધાઓ, સ્કિન, કિડની, લોહીના કોષો, મગજ, હાર્ટ અને ફેફસાં.

કોને થાય?

લુપસ કોને થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. દીપ્તિ પટેલ કહે છે, ‘લુપસ યુવાનોને થતો રોગ છે. ખાસ કરીને ૧૫-૪૦ વર્ષના લોકોને આ રોગ થાય છે. આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. લુપસના દસ દરદીઓ હોય તો એમાંથી ૯ સ્ત્રીઓ હશે અને ૧ પુરુષ. આમ ૯૦ ટકા દરદીઓ સ્ત્રીઓ છે. સ્ત્રીના શરીરમાં બાળક જન્મે પછી, મેનોપૉઝ સમયે, પ્યુબર્ટી સમયે જ્યારે શરીરમાં હૉર્મોનલ બદલાવ આવે છે ત્યારે લુપસ આવવાનું રિસ્ક વધુ રહે છે. આ રોગ એશિયન સ્ત્રીઓમાં સામાન્ય છે. આ રોગ આપણા દેશમાં પણ એટલો જ જોવા મળે છે. સાવ સામાન્ય ન હોવા છતાં આ રોગ એકદમ રૅર ડિસીઝમાં પણ ગણી ન શકાય.’

ચિહ્નોને ઓળખો


આ રોગમાં એક તકલીફ એ છે કે કોઈ પણ બે રોગી એકસમાન હોતા નથી. દરેક રોગીએ એનો રોગ અને એનાં ચિહ્નો બદલાતાં રહે છે. છતાં અમુક ચિહ્નો છે જે સામાન્ય છે. શરૂઆતમાં જે ચિહ્નો દેખાશે એ એટલાં સામાન્ય હશે કે કોઈ સમજી નહીં શકે કે આ કોઈ ગંભીર રોગ હોઈ શકે છે. શરૂઆતમાં લુપસ એકદમ માઇલ્ડ ફૉર્મમાં હોય છે. પછી ધીમે-ધીમે એની તીવþતા વધી શકે છે. એ માઇલ્ડ ફૉર્મમાં હોય ત્યારે જ જો એને રોકી દેવામાં આવે તો રિસ્ક ઘટે છે. એનાં પ્રારંભિક ચિહ્નો વિશે વાત કરતાં ડૉ. દીપ્તિ પટેલ કહે છે, ‘શરીરના નાના સાંધાઓ જેમ કે હાથના, આંગળીના સાંધાઓનો દુખાવો શરૂ થાય છે. ધીમે-ધીમે સ્કિન પર રૅશ આવવાનું પણ શરૂ થાય છે જેમાં મોઢા પર આવતા બટરફ્લાય રૅશ આ રોગનું ખૂબ જાણીતું ચિહ્ન છે. આ બે ચિહ્નો જ એવાં છે જે ઉપરથી દેખાય છે કે સમજાય છે અને એને લઈને જ્યારે દરદી ડૉક્ટર પાસે આવે ત્યારે તેનું સંપૂર્ણ ચેક-અપ કરાવવું પડે છે જેથી જાણી શકાય કે કયા અંગ પર કેટલી અસર છે.’   

ઇલાજ

આ રોગ થવાનાં ખાસ કારણો પણ કહી ન શકાય, જેને લીધે આપણે એને રોકી શકતા નથી. આ રોગ કોઈ પણ વ્યક્તિને ઉદ્ભવી શકે છે. તમારા શરીરની અંદર આવતો આ એ પ્રકારનો બદલાવ છે, જેને પહેલેથી સમજી શકાતો નથી ને એક વખત એ બદલાવ આવે પછી એને દૂર કરી શકાતો નથી; પરંતુ અટકાવી ચોક્કસ શકાય છે. એ વિશે વાત કરતાં ડૉ. દીપ્તિ પટેલ કહે છે, ‘આ એક એવો રોગ છે જે સંપૂર્ણ ક્યૉર થઈ શકતો નથી. પરંતુ દવાઓ દ્વારા એને કાબૂમાં લઈ શકાય છે અને એને કાબૂમાં લેવો અત્યંત જરૂરી છે નહીંતર એ રોગ જીવલેણ બની શકે છે. વળી આ રોગમાં એકથી વધુ અંગો અસરગ્રસ્ત થાય છે એટલે આ બાબતે સતર્ક રહેવું જરૂરી છે. લગભગ દર મહિને આ દરદીઓની ટેસ્ટ થવી જરૂરી છે, જેને લીધે જાણી શકાય કે તેમનાં અંગો પર કોઈ ખાસ અસર તો નથી થઈ રહી.’

ઈરાની સ્ત્રીનો મુંબઈમાં થયો ઇલાજ 


૨૯ વર્ષની ઈરાનમાં રહેતી હલીમા હાલમાં થોડા સમય પહેલાં મુંબઈ તેના જૉઇન્ટ પેઇનનો ઇલાજ કરાવવા માટે આવી હતી. હલીમાને જૉઇન્ટ પેઇનની સમસ્યા આવી અને તેણે ઈરાનના ડૉક્ટરોને બતાવ્યું જ્યાં તેનો રૂમૅટૉઇડ આથþાર્ઇાટિસનો ઇલાજ ચાલુ થયો હતો, પરંતુ મહિના બહારના ઇલાજ પછી પણ એ જૉઇન્ટ પેઇનમાં કઈ ફરક પડ્યો નહીં. ઊલટું એને શ્વાસ લેવામાં પણ ભયંકર તકલીફ પડી રહી હતી. ઍર-ઍમ્બ્યુલન્સમાં ઑક્સિજનની મદદથી તે મુંબઈ આવી. અહીં તેની ટેસ્ટ થઈ અને ખબર પડી કે હલીમાને લુપસ નામની બીમારી છે જે મોટા ભાગે આ ઉંમરની સ્ત્રીઓમાં જ વધુ જોવા મળે છે. લુપસ એક ક્રૉનિક ઑટોઇમ્યુન ડિસીઝ છે, જે એક નહીં શરીરનાં ઘણાં જુદાં-જુદાં અંગોને અસર કરી શકે છે. હલીમાને જૉઇન્ટ પેઇનની સાથે-સાથે સ્કિન પર રૅશ આવી ગયા હતા. કિડની ફંક્શન ટેસ્ટ કરાવી ત્યારે ખબર પડી લુપસની અસર તેની કિડની પર પણ થઈ છે એટલું જ નહીં, તેના હાર્ટની આજુબાજુ પાણી ભરાતું હતું અને તેનો વાલ્વ પણ આ રોગને કારણે ખરાબ થઈ રહ્યો હતો. લુપસ નામના રોગને લીધે આ સ્ત્રીના જૉઇન્ટ્સ, ચામડી, કિડની અને હાર્ટ બધું જ અસરગ્રસ્ત થયું હતું અને આ પરિસ્થિતિમાં જો તેને યોગ્ય ઇલાજ ન મળત તો તેના જીવ પર ભારે જોખમ ઊભું થઈ ચૂક્યું હતું.

હલીમાના કેસ વિશે વાત કરતા વૉકહાર્ટ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ રૂમૅટોલૉજિસ્ટ ડૉ. દીપ્તિ પટેલ કહે છે, ‘હલીમાને એકદમ સિવિયર પ્રકારનો લુપસ છે જેને કારણે તેના શરીરનાં જુદાં-જુદાં અંગો પર ઘણી અસર થઈ છે. જૉઇન્ટ્સ, કિડની, હાર્ટની તકલીફની સાથે-સાથે તેને એનીમિયા હતો જેમાં તેનું હીમોગ્લોબિન ફક્ત પાંચ જેટલું નીચું હતું. હાર્ટમાં પ્રૉબ્લેમ હોવાને લીધે અને એનીમિયાની તકલીફને લીધે તેને શ્વાસની તકલીફ ખૂબ વધારે હતી. આ એક અત્યંત કૉમ્પ્લીકેટેડ કેસ હતો. તેનો લુપસ કન્ટ્રોલમાં આવે તો બીજાં ચિહ્નો પણ કન્ટ્રોલમાં આવે એમ હતું.’

રૂમૅટોલૉજિસ્ટની સાથે-સાથે નેફ્રોલૉજિસ્ટ અને કાર્ડિયોલૉજિસ્ટ બધાએ સાથે મળીને હલીમાનો ઇલાજ કર્યો. હલીમાને આજના સમયની મૉડર્ન ઇમ્યુનો સપ્રેસન્ટ ડ્રગ્સ એટલેકે બાયોલૉજિકલ ડ્રગ્સ આપવામાં આવી, જેને લીધે એ રોગને આગળ વધતો અટકાવી શકાયો અને એના પર નિયંત્રણ મેળવી શકાયું. હલીમાનો ઇલાજ એક મહિનો ચાલ્યો. ઇલાજને કારણે હાર્ટની આજુબાજુનું પાણી ભરાયું હતું એ ઓછું થતું ગયું. એને કારણે તેની સર્જરી ટળી. હલીમા અત્યારે એકદમ ઠીક છે. તેની દવાઓ તેણે ચાલુ જ રાખવાની છે અને તેને દર ૬ મહિને ફૉલો-અપ માટે ભારત આવવું પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK