જ્યારે ઊંઘમાં જ આંખ ખૂલી જાય, પરંતુ શરીર હલાવી ન શકાય ત્યારે

સામાન્ય લોકો એને વળગણ કહે છે અને વ્યક્તિને તાંત્રિક કે ભૂવા પાસે લઈ જાય છે. હકીકતે એ શું છે એનો વિજ્ઞાન પાસે જવાબ છે. આ અવસ્થાને સ્લીપ પૅરૅલિસિસ કહે છે. એટલે કે ઊંઘમાં લકવો લાગે એ અવસ્થા. જો એને ઠીક કરવું હોય તો તાંત્રિક નહીં, તમને એક સારી ઊંઘની જરૂર રહે છે

sleep

જિગીષા જૈન

એક રાત્રે તમે સૂતા હો અને અચાનક જ તમારી આંખ ઊઘડે, તમને ખબર પડે કે તમે જાગો છો; પરંતુ તમને લાગે કે તમારું બાકીનું શરીર આખું જડ થઈ ગયું છે. બિલકુલ હલી શકતું નથી. તમે બોલવા માગો છો, પણ જાણે કે અવાજ જ નીકળી શકે એમ નથી. આવું થવાથી તમે એકદમ ગભરાઈ જાઓ છો અને ભયંકર ડર લાગવા લાગે છે કે અચાનક શું થયું? થોડી મિનિટો સુધી આવી જ અવસ્થા રહે છે અને પછી બધું એની મેળે ઠીક થઈ જાય છે. તમે હલી શકો છો, ઊઠી શકો, બોલી શકો છો. તમે ભગવાનનો પાડ માનો છો કે તમને વ્યવસ્થિત કરી દીધા. પરંતુ એ ફીલિંગ, જે રાત્રે તમારી અંદર હતી એ તમે ભૂલી શકતા નથી. આ આખી ઘટનાને તમે શું માનશો? શું થયું હતું તમને રાત્રે? આવી ઘટના તમારી સાથે નહીં તો તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ સાથે તો ઘટી જ હશે, આવું થયું ત્યારે શું કર્યું હતું તેમણે?

મોટા ભાગે ભારતમાં આવું થાય તો લોકો માને છે કે કોઈ ભૂતપ્રેત હશે, કોઈ માયા હશે, કોઈ ખરાબ એનર્જી‍એ તેને જકડી લીધો, વળગણ આવી પડ્યું છે, એ ફરીથી પણ આવી શકે, ખબર નહીં એને શું જોતું હશે, તાંત્રિક પાસે જાવું પડશે, તે જ કહી શકશે કે આ કોનો સાયો છે,

તંત્ર-મંત્ર જ આનો એકમાત્ર ઉપાય છે વગેરે. હકીકત એ છે કે વિજ્ઞાન અઢળક વાર સાબિત કરી ચૂક્યું છે કે આ તંત્ર-મંત્ર દ્વારા કરવામાં આવતા ઉપાયયોગ્ય નથી. કોઈ પણ આવા પ્રૉબ્લેમ, જેમાં લાગે કે ભૂત-પ્રેત છે કે વળગણ છે, વ્યક્તિ ધૂણવા માંડે કે કંઈક વિચિત્ર વર્તન કરવા લાગે કે પછી બબડે કે ઊંઘમાં લકવો થઈ ગયો હોય એમ જડ બની જાય એવી કોઈ પણ બાબતનો સીધો સંબંધ મગજ સાથે છે. મગજના ઘણા ભેદ એવા છે જેને વિજ્ઞાને ખોલી બતાવ્યા છે અને હજી પણ એનાં ઘણાં પડળો ખોલવાનાં બાકી છે. કંઈ પણ એવું બને કે જે સમજમાં ન આવે તો સમજદાર વ્યક્તિ એનો જવાબ તાંત્રિક કે બાબા પાસે નહીં, પરંતુ વિજ્ઞાન પાસે માગશે તો તેને જે જવાબ મળશે એમાં ઘણું તથ્ય હશે. ઊંઘની જે આ દશાની વાત કરી એને સ્લીપ પૅરૅલિીસસ કહે છે એટલે કે ઊંઘમાં લકવા જેવી હાલત થઈ જવી. પરંતુ આ હાલત કેમ થાય છે, એની પાછળનું કારણ શું છે, કોને આ પ્રૉબ્લેમ થાય અને એના માટે શું કરવું જોઈએ એ આજે સમજીએ.

સ્લીપ પૅરૅલિસિસ કઈ રીતે આવે?

અઢળક રિસર્ચ આ અવસ્થા પર થયાં છે, જેને આપણે ઊંઘમાં લકવાની અવસ્થા કહીએ છીએ. આ રિસર્ચ જણાવે છે કે આ અવસ્થા મોટા ભાગના કેસમાં ગંભીર નથી. ભાગ્યે જ એવું બને છે કે આ અવસ્થા કોઈ માનસિક રોગનું એક લક્ષણ હોય, પરંતુ બાકીના કેસમાં ઊંઘમાં લકવો આવવો એ કોઈ રોગ નથી કે નથી રોગનું લક્ષણ. તો એ શું છે? એ સમજાવતાં કન્સલ્ટન્ટ રેસ્પિરોલૉજિસ્ટ અને સ્લીપ-ડિસઑર્ડર સ્પેશ્યલિસ્ટ ડૉ. લૅન્સલોટ પિન્ટો કહે છે, ‘ઊંઘનાં અલગ-અલગ સ્ટેજ હોય છે. ખાસ કરીને બે ભાગમાં એ વહેંચાયેલી હોય છે. એક છે નૉન-રૅપિડ આઇ મૂવમેન્ટ, જેને ફ્ય્ચ્પ્ ઊંઘ કહે છે, જે ગાઢ ઊંઘ હોતી નથી અને એક હોય છે રૅપિડ આઇ મૂવમેન્ટ સ્લીપ, જેને ય્ચ્પ્ ઊંઘ કહે છે, જે ગાઢ ઊંઘ હોય છે. આપણને સપનાં આ ય્ચ્પ્ પ્રકારની ઊંઘ દરમ્યાન આવે છે. આ દરમ્યાન મગજ કરોડરજ્જુને સંદેશ આપે છે કે હાથ અને પગને ખોટા કરી દેવા અથવા એમની મૂવમેન્ટ રોકી દેવી. આવું એટલા માટે કરવામાં આવે છે કે ક્યારેક કોઈ સપનાના આવેશમાં વ્યક્તિ પોતાની જાતને જ હાનિ ન પહોંચાડે. આ ય્ચ્પ્ ઊંઘ આખી રાતમાં ઘણીબધી વાર ફરી-ફરીને આવતી હોય છે. એક વયસ્ક વ્યક્તિની આખી ઊંઘના ૨૦-૨૫ ટકા ઊંઘ ય્ચ્પ્ ઊંઘ હોય છે. હવે વ્યક્તિ ક્યારેક ય્ચ્પ્ ઊંઘમાં અને જાગવાની અવસ્થા વચ્ચે હોય ત્યારે એને સ્લીપ પૅરૅલિસિસની અનુભૂતિ થઈ શકે છે. એટલે કે શરીર હજી પણ ય્ચ્પ્ ઊંઘમાં છે, પરંતુ મગજ જાગી ગયું છે ત્યારે સ્લીપ પૅરૅલિસિસની અનુભૂતિ થાય છે.’

થાય શું?

આ સમયે મોટા ભાગે વ્યક્તિની આંખ ખૂલી જાય છે અને તેને એવી અનુભૂતિ થાય છે કે તે હાથ કે પગ હલાવી શકતી નથી. ત્યારે મગજ કાર્યરત હોવાથી લાગે છે કે કેમ હાથ-પગ હાલતા નથી? આ અવસ્થામાં હાથ-પગ સ્થિર થઈ જાય છે એવું નથી. એના સેન્સેશનને રોકી દેવામાં આવે છે. તો શું એ સમયે વ્યક્તિ હાથ હલાવે તો એ હલે ખરા? આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. લૅન્સલોટ પિન્ટો કહે છે, ‘હા, હલી શકે, પરંતુ એ હલાવી નહીં શકે. એટલે કે ફિઝિકલી તેનો હાથ હલવા માટે સક્ષમ છે, પણ એ સમયે માણસનું મગજ એ સ્વીકારવા તૈયાર જ નથી હોતું કે આ હાથ હલી શકે એમ છે. જ્યાં સુધી તે સ્વીકારે નહીં ત્યાં સુધી મગજ હાથને આદેશ કઈ રીતે આપે કે તું હલીને બતાવ. આમ બધો ખેલ મગજનો છે. હાથ-પગ સક્ષમ જ છે, પરંતુ મગજ એ સ્વીકારવા તૈયાર નથી. આ સમયે ઘણાને ખૂબ ગભરામણ થઈ પડે છે. ઘણાનો અવાજ જ નીકળતો નથી. એમાં પણ એ જ થિયરી છે. અવાજ તો છે, પણ મગજ બોલવા દેતું નથી. ઘણા લોકો આ પરિસ્થિતિમાં બોલી પણ શકે છે. તે એટલા ગભરાઈ ગયા હોય છે કે ચીસો પાડીને લોકોને બોલાવે છે.’

એ સમયે કરવું શું?


સ્લીપ પૅરૅલિસિસ જેવી હાલત થાય ત્યારે કશું કરવું નહીં એ જ એનો ઉપાય છે. શાંતિ રાખવી. સમજવું કે થોડી સેકન્ડ કે થોડી મિનિટમાં આ પરિસ્થિતિ જતી રહેશે. ચિંતા કરવા જેવું કંઈ નથી. ગભરાવા જેવું પણ કંઈ નથી. જેઓ સ્લીપ પૅરૅલિસિસ વિશે જાણે છે તેઓ ખૂબ સારી રીતે એને હૅન્ડલ કરી શકે છે. આ સમયે ફક્ત પડ્યા રહો. થોડી ક્ષણોમાં બધું ઠીક થઈ જશે. ભાગ્યે જ સ્લીપ પૅરૅલિસિસની વ્યક્તિને ડૉક્ટરની જરૂર પડે છે. જો આવું થાય અને વ્યક્તિ ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર તેમને સ્લીપ પૅરૅલિસિસની માહિતી આપી દે છે, જેથી તે વગર ચિંતાએ આ વસ્તુનો સામનો કરી શકે. બીજું એ કે આવું ક્યારેક બનતું હોય તો ચાલે, જો સતત અને વારે-વારે બનતું હોય તો ચોક્કસ ડૉક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી બને છે. એનું કારણ સમજાવતાં ડૉ. લૅન્સલોટ પિન્ટો કહે છે, ‘ડૉક્ટર પાસે જઈને ચેક કરાવો ત્યારે સમજાશે કે બને કે તમને બીજો કોઈ રોગ હોય, જેને કારણે આ તકલીફ આવી હોય. કોઈ પ્રકારનું સ્ટ્રેસ આ તકલીફને ટ્રિગર આપે છે, જેમ કે સાઇકોલૉજિકલ કે સેક્સ્યુઅલ અબ્યુઝની તકલીફ હોય તો આ પ્રૉબ્લેમ આવી શકે. આ સિવાય નાર્કોલેપ્સી નામનો એક રોગ છે જેમાં મગજ ઊંઘ પરનો કાબૂ ગુમાવી બેસે છે અને માણસ ગમે ત્યારે સૂઈ જાય છે. આ તકલીફમાં સ્લીપ પૅરૅલિસિસ ફરી-ફરીને આવી શકે છે.’ï

યાદ રાખો

જો તમને એકાદ વાર સ્લીપ પૅરૅલિસિસનો અનુભવ થયો હોય તો મહત્વનું એ છે કે ગભરાઓ નહીં અને ખોટી માન્યતા પાળો નહીં કે કોઈ વળગણ હશે કે ભૂતને કારણે આવું થયું હશે. તમારી ઊંઘને ઇમ્પþૂવ કરવાની કોશિશ કરો. રાતની ૧૦થી સવારે ૬ વાગ્યાની ગાઢ ઊંઘ લો. સૂતાં પહેલાં ખૂબબધું મગજમાં ભરીને ન સૂવો. રિલૅક્સ થાઓ, મ્યુઝિક સાંભળો અને પછી સૂઈ જાઓ. સ્લીપ હાઇજીન પર ધ્યાન આપશો તો પણ સ્લીપની ક્વૉલિટી સુધરશે. સારી ઊંઘ આવશે તો પૅરૅલિસિસ નહીં જ આવે. છતાં પણ આવે અને વારંવાર આવે તો ડૉક્ટરને મળો.

કોને સ્લીપ પૅરૅલિસિસ થાય?


૧. જેની ઊંઘ ઓછી હોય તેને. ઉજાગરા ખૂબ થતા હોય અને થાક ઊતરતો ન હોય એવા લોકો જેમ કે પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને કે ઑફિસમાં મોડે સુધી કામ કરતા લોકોને.

૨. જેમના ઊંઘના કલાકો સતત બદલાતા રહેતા હોય, જેમ કે જેમની ડે અને નાઇટ શિફ્ટ સતત બદલતી રહેતી હોય, કોઈ વાર રાત્રે ૯ વાગ્યે સૂઈ ગયા તો કોઈ વાર સવારે ૪ વાગ્યે સૂવે એવી વ્યક્તિઓને આ તકલીફ થાય છે.

૩. અતિ સ્ટ્રેસ કે બાયપોલર ડિસઑર્ડર કે નાર્કોલેપ્સી જેવો રોગ ધરાવનારને સ્લીપ પૅરૅલિસિસ આવી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK