બાળકના પહેલા ૧૦૦૦ દિવસ તેની ખાસ કાળજી રાખવી છે ખૂબ જ જરૂરી

આ હજાર દિવસ એટલે પ્રેગ્નન્સીના નવ મહિના અને જન્મ પછીનાં બે વર્ષ જો બાળકનું ધ્યાન રાખીએ એટલે કે તેને સારું પોષણ આપીએ, તેના હાઇજીનનું ધ્યાન રાખીએ, તેના માઇલસ્ટોનને ચકાસતા રહીએ, તે પૂરતી ઊંઘ લે એનું ધ્યાન રાખીએ અને તેને સારા સંસ્કાર કે ટેવો આપીએ તો બાળકની હેલ્થ બાબતે જીવનભર વધુ ચિંતા કરવાની જરૂર નથી રહેતી.

kareena

જિગીષા જૈન

આજના ભણેલા-ગણેલા અને આધુનિક વિચારસરણીવાળા લોકો જ્યારે બાળક માટે વિચારે છે ત્યારે તેમના મનમાં એક જ ઇચ્છા હોય છે અને એ છે તેમનું બાળક છોકરી હોય કે છોકરો, બસ, સ્વસ્થ હોય એટલું ઘણું. બાળક સ્વસ્થ હોય એની પહેલી અને છેલ્લી જવાબદારી માતા-પિતાની હોય છે, કારણ કે સૌથી પહેલાં તો એ મહત્વનું છે કે તેમના જીન્સ યોગ્ય હોય એટલે કે તે બન્ને પૂરાં સ્વસ્થ હોય. જિનેટિકલી બાળક સ્ટ્રૉન્ગ હોય તો તેના સ્વાસ્થ્ય માટે વધુ મહેનત કરવાની જરૂર નથી પડતી. બીજો આધાર તેની કયા પ્રકારની કાળજી લેવામાં આવે છે, તેનો ઉછેર કેવો થઈ રહ્યો છે, તેને પોષણ પૂરતું મળી રહ્યું છે કે નહીં આ બધી બાબતો પર રહે છે. બાળકનું જીવન શરૂ થાય એ પછીથી અમુક વર્ષો સુધી તેનો જે ઉછેર કરવામાં આવે એ યોગ્ય હોય તો પણ તેની હેલ્થ માટે ચિંતા કરવી નથી પડતી, કારણ કે શરૂઆતનાં વર્ષોમાં તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ શરૂઆતના સમયમાં જ શરીરનો વિકાસ મહત્તમ થાય છે. જો એક વખત આ વિકાસ યોગ્ય થઈ ગયો, પાયો વ્યવસ્થિત નખાઈ ગયો પછી બાળકની ચિંતા કરવાની વધુ જરૂર નથી પડતી.

હાલમાં મુંબઈમાં ડૉ. યશવંત આમડેકર, ડૉ. રાજેશ ચોખાણી અને ક્રિષ્નન શિવરામક્રિષ્નને મળીને ‘ઈવન વેન ધેર ઇઝ અ ડૉક્ટર’ નામની એક બુક બહાર પાડી જેમાં બાળઉછેર વિશેની વાત કરવામાં આવી છે. એમાં એક વાતને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કે બાળકના પહેલા ૧૦૦૦ દિવસ તેની ઘણી કાળજી રાખવી જરૂરી છે. આ ૧૦૦૦ દિવસ એટલે કયા દિવસો એ સમજાવતાં વાડિયા હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર અને પીડિયાટ્રિશ્યન ડૉ. યશવંત આમડેકર કહે છે, ‘પ્રેગ્નન્સીમાં આજકાલ મહિના નહીં પરંતુ અઠવાડિયાં ગણવામાં આવે છે. ૯ મહિના એટલે કે આશરે ૩૮ અઠવાડિયાંની પ્રેગ્નન્સી હોય છે જેના ૨૬૬ દિવસ થાય. બાકીના બાળકનાં પહેલાં બે વર્ષના ૩૬૫-૩૬૫ દિવસને ભેગા કરો તો કુલ ૯૯૬ જેટલા દિવસ થાય છે. આમ આશરે ૧૦૦૦ દિવસ પકડો તો જો બાળકના ગર્ભધારણ શરૂ કરીને ૧૦૦૦ દિવસ જો તમે તેનું યોગ્ય ધ્યાન રાખો કે કહેવાય કે તેને સાચવી લો તો તેની હેલ્થ માટે વધુ વિચારવું નથી પડતું. એક સ્વસ્થ બાળક જો તમે ઇચ્છતા હો તો પહેલા ૧૦૦૦ દિવસ પર ધ્યાન આપવું જરૂરી છે.’

પહેલા ૧૦૦૦ દિવસોમાં શેનું ધ્યાન રાખવું જરૂરી છે એ જાણીએ ડૉ. યશવંત આમડેકર પાસેથી...

kareena

પોષણ

મહત્વનું એ છે કે બાળકને ગર્ભ દરમ્યાન અને બહાર આવ્યા પછી પૂરતું પોષણ મળે અને તેના માટે પોષણયુક્ત ખોરાક અત્યંત જરૂરી છે એ સમજી શકાય છે. પ્રેગ્નન્સી સમયે બાળકને પૂરતું પોષણ મળે એ માટે સ્ત્રીએ અત્યંત પોષણસભર ખોરાક લેવો અને એટલું જ નહીં, એ ખોરાકને આનંદથી ખાવો. મનથી જ્યારે કોઈ પણ ખોરાક ખવાય છે ત્યારે એનું પોષણ પૂરતું મળે છે. આ બાબતો નાની લાગે, પરંતુ એની અસર ઘણી મોટી રહે છે. ફક્ત પ્રેગ્નન્સી દરમ્યાન જ નહીં, સ્તનપાન દરમ્યાન પણ સ્ત્રીએ સારો ખોરાક લેવો જરૂરી બને છે.

બીજું એ કે સ્તનપાન એ નવજાત બાળકનો હક છે. જન્મતાંની સાથે જ પહેલા અડધા કલાકમાં બાળકને સ્તનપાન કરાવવું જરૂરી છે. આમ તો જન્મે એટલે તરત જ તેને માના સ્તન પર મૂકી દેવું જોઈએ અને તે જાતે સ્તનપાન કરવા લાગે છે. સ્તનપાનમાં કોઈ જ જાતની તકલીફ તમે ન ઇચ્છતા હો તો આ રીત અપનાવવી જોઈએ.

આ સિવાય બાળકને ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન કરાવવું અને ૬ મહિના પછી પોષણયુક્ત ખોરાક શરૂ કરવો. આ સમય થોડો કઠિન છે, પરંતુ ધીમે-ધીમે દરેક શાક, દાળ, ધાન્ય, ફળોથી માંડીને દરેક ખાદ્ય પદાર્થનો ટેસ્ટ બાળકમાં ડેવલપ થાય એ બાબતે પ્રયતïનશીલ રહેવું જરૂરી છે.

બાળક એક વર્ષનું થાય એ પછી તેને ઘણા ખોટા ખોરાક પ્રત્યેનું આકર્ષણ શરૂ થાય છે. ચૉકલેટ, પેપરમિન્ટ, આઇસક્રીમ, પૅકેટ-ફૂડ, બિસ્કિટ્સ, બેકરી-પ્રોડક્ટ્સ, નકલી રંગ નાખેલી વસ્તુઓ વગેરે. આ વસ્તુઓથી તેને દૂર રાખવું અત્યંત જરૂરી છે. ઘરમાં આ વસ્તુઓ લાવો જ નહીં, તેની સામે આવી જાય અને તે જીદ કરે તો તેને સમજાવો કે એ તેની હેલ્થ માટે ખરાબ છે. તમે પણ એ ન જ ખાઓ. નાની ઉંમરમાં પાડેલી આ આદતો બાળકને આગળ જતાં ઘણા રોગોથી બચાવે છે.

ફિઝિકલ એક્સરસાઇઝ

પ્રેગ્નન્સી દરમ્યાન દરેક સ્ત્રીએ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. બાળકના વિકાસમાં એનો ફાળો ઘણો મોટો છે. પ્રી-નેટલ સમય જ એવો છે કે સ્ત્રીએ પોતાના પ્રત્યે એકદમ જાગ્રત રહેવાનું હોય છે અને પોતાની અને પોતાના બાળકની હેલ્થ માટે સતત પ્રયતïનશીલ રહેવાનું હોય છે.

બાળક નાનું હોય ત્યારે તે પથારીમાં જ પડ્યું હોય છે, પરંતુ સમય-સમય પર તેના માઇલસ્ટોન પર ધ્યાન આપવું જરૂરી છે. જેમ કે તે પડખું ફરતાં શીખે કે બેસતાં શીખે, ચાર પગે ચાલતાં શીખે, એક વર્ષ પછી બે પગે ચાલતું થઈ જાય આ બધા જ માઇલસ્ટોન અત્યંત મહત્વના છે. એ બાળકની ઍક્ટિવિટી દર્શાવે છે. બાળકો પોતે જ ઍક્ટિવ હોય છે અને જો ન હોય તો એના માટે પેરન્ટ્સે ઍક્ટિવ બનવું પડે છે.

ઊંઘ

બાળકનો વિકાસ જો વ્યવસ્થિત ઇચ્છતા હો તો જરૂરી છે કે બાળકને સારી ઊંઘ આવે અને બાળક વધુ નહીં તો ૧૦-૧૨ કલાક સુધી ઊંઘે.

આ બાબતે માતાએ બાળકને હૂંફ આપવી જરૂરી છે. માનો હીંચકો, માનું હાલરડું કે માનો સ્પર્શ બાળકને સલામતીની ભાવના આપે છે અને એને કારણે બાળક નિશ્ચિંત થઈને સૂઈ શકે છે. આવી ઊંઘ તેના માનસિક અને શારીરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે.

સૂતા બાળકની અમુક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. બાળકને ક્યારેય ઊંધું ન સુવડાવવું, જન્મજાત બાળકને ક્યારેય આખું માથું ઢંકાઈ જાય એમ ન ઓઢાડવું. તેનો શ્વાસ ન રૂંધાય એ બાબતે સાવચેત રહેવું.

હાઇજીન

આજકાલ તો સૅનિટાઇઝરનો ક્રેઝ ચાલ્યો છે. નવજાત બાળક કે નાના બાળકને કોઈ પણ પ્રકારનો ચેપ લાગી શકે છે. માટે તેની આસપાસ સ્વચ્છતા હોવી અત્યંત જરૂરી છે. એ સ્વચ્છતામાં સૅનિટાઇઝર જ વાપરવું એવું જરૂરી નથી, પરંતુ બહારથી કોઈ વ્યક્તિ આવે અને તેને ઉપાડે કે અડે એ પહેલાં હાથ ધોઈ નાખવા, ઘરમાં કોઈ માંદું હોય તો બાળકને તેનાથી દૂર રાખવું. દરરોજ તેને સ્નાન કરાવો. જ્યારે સ્નાન ન થાય ત્યારે તેને ગરમ પાણીથી સ્પંજ કરો અને નાહી લે પછી તેને સાવ કોરું રાખો. સુસુ-પૉટી કરી હોય તો તરત જ સાફ કરી નાખો. એમાં જ વધુ સમય એ રહે એમ ન થવા દો.

kareena

સંસ્કાર

ઘણી વાર એવું લાગે છે કે બે વર્ષની ઉંમર સુધીમાં તો બાળકને આપણે શું સંસ્કાર આપી દેવાના પરંતુ હકીકત એ છે કે આપણે ત્યાં તો ગર્ભસંસ્કાર પણ મહત્વના છે. બાળક ગર્ભમાં હોય ત્યારથી તેને એક એવું વાતાવરણ આપવાની કોશિશ કરો કે એમાં તેનો વિકાસ સારો થાય. માનસિક તાણથી ઘરના લોકો પણ દૂર રહે તો જ બાળકને એક સકારાત્મક, ઉત્સાહી અને પ્રેમાળ વાતાવરણ મળે છે જેમાં તે પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે અને તેનો શારીરિક અને માનસિક ગ્રોથ સારો થાય છે.

ખૂબ નાની ઉંમરથી બાળકો કયા પ્રકારનું વર્તન કરવું, કઈ રીતે રીઍક્શન આપવું, કોઈ વાતને કઈ રીતે માનવી કે ન માનવી વગેરે બાબતો શીખી જતાં હોય છે. જીદ કરવાનું બાળકો આ ઉંમરથી જ શીખતાં હોય છે. જ્યારે તેમને સમજાય કે માતા-પિતા જીદ સામે ઝૂકે છે ત્યારે તે આ પ્રકારનું વર્તન કરતું હોય છે. આમ આ નાની બાબતો પણ માનસિક, શારીરિક હેલ્થ પર ઘણો પ્રભાવ પાડતી હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK