દર દસમાંથી બે બાળકો ઓછા વજનનાં જન્મે છે

હાલમાં બહાર પડેલો સર્વે કહે છે કે ભારતમાં ઓછા વજન સાથે જન્મનારાં બાળકોના મૃત્યુઆંકમાં છેલ્લાં ૧૫ વર્ષમાં વધારો થયો છે. ૩૭ અઠવાડિયાંની પ્રેગ્નન્સી પછી જ્યારે બાળક જન્મે ત્યારે અઢી કિલોથી ઓછું વજન ધરાવે તો તેને ઓછા વજનનું બાળક ગણાય છે. જો યોગ્ય ઇલાજ ન મળ્યો તો આવાં બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ધીમો થાય છે. આ પરિસ્થિતિ કેટલાક કેસમાં ગંભીર પણ સાબિત થાય છે

baby waight


જિગીષા જૈન

હાલમાં બહાર પડેલા રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાના ધ મિલ્યન ડેથ સ્ટડી અનુસાર જન્મ સમયે ઓછું વજન ધરાવતાં બાળકોના મૃત્યુઆંકમાં વધારો થયો છે. છેલ્લાં પંદર વર્ષમાં આ વધારો જોવા મળ્યો છે, જે અનુસાર ૨૦૦૦ના વર્ષમાં ૧૦૦૦માંથી ૧૨ બાળકો જન્મ સમયે ઓછા વજનને કારણે મૃત્યુ પામતાં હતાં, પરંતુ ૨૦૧૫માં ૧૦૦૦માંથી ૧૪ બાળકો ઓછું વજન હોવાને કારણે મૃત્યુ પામે છે. જોકે જન્મ સમયે ઓછા વજનને કારણે મૃત્યુ પામનારાં બાળકોની સંખ્યા ગામડાંઓમાં વધુ હોય છે. એમાં પણ ખાસ કરીને મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, પંજાબ, હરિયાણા જેવાં રાજ્યોમાં એ વધુ જોવા મળે છે. શહેરોમાં છેલ્લાં ૧૫ વર્ષમાં આ આંકમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે. છતાં ગામડાંઓમાં આ સંખ્યા એટલી વધુ છે કે ઍવરેજ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બાળકોનું જન્મ સમયનું ઓછું વજન એવી સમસ્યા નથી રહી કે જેને કારણે બાળક મૃત્યુ પામે. પરંતુ આવું થાય છે ત્યારે જ્યારે એ બાળકને સારી મેડિકલ ફૅસિલિટી આપણે આપી શકતા નથી. આવાં બાળકોને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ-NICUમાં રાખવાં પડે છે. બધે આ ફૅસિલિટી ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકો સહન કરે છે, માંદાં પડે છે અને કેટલાંક મૃત્યુ પામે છે. આજે સમજીએ જન્મ સમયે વજન ઓછું થવા પાછળનાં કારણો અને એની સાથે સંકળાયેલા પ્રૉબ્લેમ્સ.

અઢી કિલોથી ઓછું વજન

ભારતમાં બાળક જન્મે તો તેનું વજન અઢી કિલોથી ૩ કિલો વચ્ચેનું હોય છે, જેને યોગ્ય વજન કહી શકાય. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના કહેવા મુજબ જે બાળક જન્મ સમયે અઢી કિલોથી ઓછું વજન ધરાવતું હોય તો તેને ઓછા વજનનું બાળક કહી શકાય છે. વજન ઓછું હોય એવાં બાળકોના બે પ્રકાર છે, એક પ્રી-ટર્મ ડિલિવરી એટલે કે ૭-૮ મહિનાની અંદર પ્રેગ્નન્સીનાં ૩૭ અઠવાડિયાં પૂરાં કર્યા વગર જે બાળક જન્મે તેનું વજન ઓછું જ હોવાનું. પરંતુ આપણે તેની વાત નથી કરવાની. આપણે જેની વાત કરીએ છીએ એ છે ફુલ ટર્મ બેબી. એટલે કે પ્રેગ્નન્સીનાં ૩૭ અઠવાડિયાં પૂરાં કરીને જે બાળક જન્મે છે એ બાળકનું વજન અઢી કિલોથી ઓછું હોય તો એ બાળકને તકલીફ પડી શકે છે. ભારતમાં ફુલ ટર્મ ડિલિવરીનાં ૧૦માંથી બે બાળકો ઓછા વજનનાં હોય છે. આ આંકડો ખરેખર ચિંતાજનક છે. આ બાળકોના પ્રૉબ્લેમને ઇન્ટ્રાયુટરાઇન ગ્રોથ રિટાર્ડેશન કહે છે. જે બાળકોનું વજન બે કિલોથી ઓછું હોય તેને ફ્ત્ઘ્શ્ની જરૂર પડે છે.

કારણો

એવી કઈ પરિસ્થિતિઓ છે જેને કારણે ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ બરાબર થાય નહીં અને તે જન્મે ત્યારે ઓછા વજન સાથે જન્મે એ બાબતે સમજાવતાં વર્લ્ડ ઑફ વુમન, વાશીનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. બંદિતા સિંહા કહે છે, ‘જ્યારે સ્ત્રી કુપોષણનો શિકાર હોય ત્યારે તેના બાળકની આ હાલત થાય છે. ભારતીય સ્ત્રીઓમાં પચાસ ટકા સ્ત્રીઓ એનીમિક છે એટલું જ નહીં, કેટલીક સ્ત્રીઓ છે જેમને સંપૂર્ણ ખોરાક મળતો નથી અને ડૉક્ટરે આપેલા સપ્લિમેન્ટ કે ગોળીઓ તેઓ ખાતી નથી. આ પરિસ્થિતિમાં બાળક ઓછા વજનનું જન્મે છે. આ સિવાય માનસિક તાણ પણ એના માટે જવાબદાર હોઈ શકે છે. પહેલા બાળક પછી તરત જ બીજું બાળક આવી ગયું હોય તો પણ આ પરિસ્થિતિ સર્જા‍ઈ શકે છે.  આ સિવાય સ્ત્રીને કોઈ ઇન્ફેક્શન થયું હોય, હાઇપરટેન્શન કે ડાયાબિટીઝ જેવી તકલીફ હોય, પ્લેસેન્ટા એટલે કે જેમાંથી બાળકને પોષણ મળતું હોય એની તકલીફ હોય, લોહી બાળક સુધી પહોંચતું ન હોય, બાળકને કોઈ ઑટો ઇમ્યુન ડિસીઝ હોય તો આવું થઈ શકે છે.’

બાળક પર અસર

જો બાળકનું વજન ઓછું હોય તો તેને શું થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં મધર્સ કૅર ક્લિનિક, અંધેરી અને ક્રિટી કૅર હૉસ્પિટલ, જુહુનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘ઘણી તકલીફ અને કૉમ્પ્લીકેશન આવી શકે. સામાન્ય રીતે આવાં બાળકોની ઇમ્યુનિટી એટલી ઓછી હોય છે કે સામાન્ય ડાયેરિયા પણ થાય અને તેમનું ધ્યાન ન રાખવામાં આવે તો તે મૃત્યુ પામી શકે છે. આ બાળકોનું વજન ઓછું હોવાને કારણે તેમનામાં શુગર ઉપર-નીચે થયા કરે છે, જેને લીધે ડાયાબિટીઝ આવી શકે છે. આવાં બાળકોનો જો ઇલાજ ન થયો તો જીવનભર માટે શારીરિક અને માનસિક વિકાસ અટકી શકે છે. આવાં બાળકોનો વિકાસ રૂંધાય છે અને તેઓ સ્લો બેબીઝ ગણાય છે.

તેમનાં અંગોના વિકાસમાં પણ પ્રૉબ્લેમ આવે છે. ક્યારેક તે વધુપડતાં ડેવલપ થ, જાય છે. તેમના સ્નાયુઓ નબળા હોય છે. હૉર્મોનલ તકલીફો હોય છે. આંખમાં જોવાની તકલીફ પણ આવી શકે છે.’

શું કરી શકાય?

ડૉ. બંદિતા સિંહા અને ડૉ. ઝીનલ ઉનડકટ પાસેથી સમજીએ કે બાળક ઓછા વજનનું હોય ત્યારે શું કરી શકાય.

સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે આપણે આપણી સ્ત્રીઓને સશક્ત બનાવવી જોઈએ. જો સ્ત્રી હેલ્ધી હશે તો જ બાળક હેલ્ધી રહેશે. સ્ત્રીઓને જો ખોરાકના માધ્યમથી પોષણ ન મળે તો સપ્લિમેન્ટ આપીને પોષણ પૂરું કરવું.

આપણી સ્ત્રીઓ અત્યંત સ્ટ્રેસફુલ લાઇફ જીવે છે પછી એ માનસિક ત્રાસ હોય કે સામાજિક કે પછી અમુક સ્ત્રીઓ માટે આર્થિક. પરંતુ આ સ્ટ્રેસ પણ બાળકની આ પરિસ્થિતિ માટે જવાબદાર હોય છે. પછી એ પુત્રપ્રાપ્તિનું સ્ટ્રેસ હોય કે પતિના દારૂને લીધે આવતું સ્ટ્રેસ, જૉબ ચાલુ રાખવાનું સ્ટ્રેસ હોય કે સાસુના કજિયા; દરેક બાબત પ્રેગ્નન્સી દરમિયાન બાળકની હેલ્થ પર અસર કરે છે. એટલે એ બાબતે થોડું વિચારવું.

જો બાળક ૧-૨ કિલો ઓછું વજન ધરાવતું હોય તો આરામથી બ્રેસ્ટ-ફીડિંગ દ્વારા તેનું વજન લેવલમાં લાવી શકાય છે. જો માનું દૂધ તેને બરાબર ૬ મહિના સુધી આપવામાં આવે અને એના પછી પણ પોષણયુક્ત ખોરાક મળે તો ચોક્કસ તેનામાં મોટા ફેરફાર આવી શકે છે.

વેઇટ ગેઇન સ્ટિમ્યુલેટર નામની દવાઓ આવે છે, જે મદદરૂપ થઈ શકે. અમુક પ્રકારના પ્રોટીન સપ્લિમેન્ટ પણ આવે છ,ે જે ઇન્જેક્શન દ્વારા બાળકને આપી શકાય છે. આ બધી જ સહુલિયત બાળકને નીઓનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં મળે છે.

એક વખત બાળકનું વજન નૉર્મલ આવી જાય પછી તેનો વિકાસ પણ નૉર્મલ જ થાય છે અને આગળ જતાં કોઈ તકલીફ નથી આવતી. જન્મ પછી તેને યોગ્ય પોષણ, પરિવારનો સાથ અને સાચો જરૂરી ઇલાજ મળવો જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK