પગથિયાં ચડવાનો શોખ હોય તો ચડતાં પહેલાં આટલું વાંચો

હાર્ટ ડે પર જો એવું નક્કી લીધું હોય કે હવે ગમે ત્યાં જવું હોય, લિફ્ટ નહીં જ વાપરું અને પગથિયાં ચડીને જ જઈશ તો પહેલાં થોભો અને આ વાંચો. ઘૂંટણનો અતિ ઉપયોગ તમારા ઘૂંટણને કાયમી ડૅમેજ કરી શકે છે. આ અતિ ઉપયોગ એટલે વધુપડતાં પગથિયાં ચડવાં કે પર્વતારોહણ કરવું, વધુ દોડવું કે પછી ઠેકડા મારવા. નિષ્ણાતની સલાહ મુજબ ઘૂંટણની તકલીફ હોય કે ન હોય, એને સાચવવા માટે પણ ઘૂંટણનો અતિ ઉપયોગ ટાળો

strairs


જિગીષા જૈન

કેસ-૧ ૩૨ વર્ષના સૉફ્ટવેર એન્જિનિયરને સોમથી શુક્ર બિલકુલ સમય મળતો નહોતો કે તે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરે. એ જ અપરાધભાવમાં તે શનિ-રવિ સવારે દોડવા જતો. ૧૦ કિલોેમીટર તે ચાલતો-દોડતો. ન દોડાય તો પણ દોડવાનું જ છે. આટલું નહીં કરે તો મૅરથૉન કેમ દોડી શકશે એવી ચિંતાથી તેણે શનિ-રવિ દોડવાનું ચાલુ રાખ્યું. એક દિવસ ૧૦ કિલોમીટર સતત દોડ્યો. બીજા દિવસે તેને ઘૂંટણનો એવો દુખાવો ઊપડ્યો કે તેણે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું પડ્યું.

કેસ-૨ ૩૫ વર્ષના રાજીવની ઑફિસ સાતમા માળે હતી. પોતાની હેલ્થ માટે તે કંઈ કરવા તત્પર હતો, પરંતુ અલગથી સમય ફાળવી શકતો નહોતો. હાર્ટ-હેલ્થ સુધારવા માટે તેને કોઈએ સલાહ આપી કે તું પગથિયાં ચડતો જા. શરૂઆતમાં અઘરું લાગ્યું, પરંતુ ધીમે-ધીમે રાજીવને ફાવટ આવી ગઈ. છેલ્લાં પાંચ વર્ષથી તે સાત માળનાં પગથિયાં ચડે અને ઊતરે છે. પરંતુ ગયા મહિને તેને અચાનક જ ઘૂંટણની ઢાંકણી પર દુખાવો ચાલુ થઈ ગયો. દુખાવો એવો હતો કે ડૉક્ટરે તેમને પગથિયાં ચડવાની જ મનાઈ કરી દીધી.

કેસ-૩ ૧૫ વર્ષની સુકન્યા મિત્રો સાથે સ્કૂલના કૅમ્પમાં ગઈ. સુકન્યા તેની હાઇટના પ્રમાણમાં ૭-૮ કિલો વધારે વજન ધરાવતી હતી. પોતાની જાતને સાબિત કરવા જ તે આ કૅમ્પ પર ગઈ હતી. કૅમ્પમાં ટ્રેકિંગ છેલ્લા અઠવાડિયાથી કરી રહી હતી. તેને ખૂબ મજા પડી રહી હતી એટલે વગર રોકાયે તે કરતી રહી. પરંતુ આઠમા દિવસે તેને જે ઘૂંટણની તકલીફ થઈ એ ઘણી વધારે હતી. તેને સાથળ પાસેથી ખૂબ જ દુખાવો ઊપડ્યો હતો અને ડૉક્ટર પાસે તાત્કાલિક ભાગવું પડ્યું હતું.

પટેલોફીમોરલ પેઇન સિન્ડ્રૉમ

ઉપરના જેટલા પણ કેસ છે એમાં બે કેસ પટેલોફીમોરલ પેઇન સિન્ડ્રૉમના કેસ હતા, જેને રનર્સ-ની તરીકે પણ ઓળખાય છે. પટેલા એટલે ઘૂંટણની ઢાંકણી, ફીમોરલ એટલે સાથળનું હાડકું અને એ બન્નેમાં ઉદ્ભવતો દુખાવો એટલે જ પટેલોફીમોરલ પેઇન સિન્ડ્રૉમ. આ વિશે વાત કરતાં ધ ની ક્લિનિક, મુલુંડના ઑર્થોપેડિક ની સજ્ર્યન ડૉ. મિતેન શેઠ કહે છે, ‘જ્યારે ઘૂંટણની ઢાંકણી સાથળના હાડકા સાથે ઘસાય ત્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. ખોટા પ્રકારના ટ્રેકિંગ કે ચડાણને લીધે પટેલ એટલે કે ઢાંકણી ઘસાય છે એ પણ ખાસ સાથળના હાડકા સાથે જેને લીધે ઘૂંટણની ઢાંકણી નીચે રહેલા કાર્ટિલેજને ડૅમેજ કરી શકે છે. પટેલોફીમોરલ પેઇનનું શરૂઆતી અને મહત્વનું કારણ હોય છે ઘૂંટણનો વધુપડતો ઉપયોગ. આપણને સમજાતું નથી, પરંતુ ઘૂંટણનો વધુપડતો અને બિનજરૂરી ઉપયોગ એના ઘસારાને વધારે છે અને તકલીફો ઊભી કરી શકે છે. ખાસ કરીને એમાં પણ વ્યક્તિ જો થોડી ઓબીસ હોય.’

લક્ષણો

પટેલોફીમોરલ પેઇન સિન્ડ્રૉમનાં લક્ષણો જણાવતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘આ એક એવો દુખાવો છે જે ઘૂંટણની ઢાંકણીની ઉપરના ભાગમાં જ થાય છે. ઘૂંટણની આગળની તરફ એનો જે સાંધો છે એ જગ્યાએ આ દુખાવો ઊપડે છે. ખાસ કરીને એ ઢાંકણીની આજુબાજુ ફરતે અને એની નીચેના ભાગમાં દુખાવો થાય છે. ક્યારેક એમાં સોજો પણ આવી જાય છે. ઘણીબધી વાર સુધી બેઠા રહીએ કે પગથિયાં જેવું કોઈ ચડાણ ચડવાનું હોય ત્યારે એ દુખાવો વધી જાય છે.’

IT બૅન્ડ સિન્ડ્રૉમ

ઉપર આપણે જે કેસ જોયા એમાંનો એક કેસ ઇલિઓટિબિઅલ બૅન્ડ જેને IT બૅન્ડ સિન્ડ્રૉમ તરીકે ઓળખાય છે એનો છે. IT બૅન્ડ પગના સાથળના ભાગમાં બહારની તરફથી ઘૂંટણ સુધી ફેલાતો ભાગ છે, જે હિપ્સ અને ઘૂંટણના સાંધા પરથી પસાર થાય છે. IT બૅન્ડ સિન્ડ્રૉમ વિશે વાત કરતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘જ્યારે આપણે પગનો વધુપડતો ઉપયોગ કરીએ ત્યારે આ પ્રકારની ઈજા થાય છે, જે સાથળના આ બૅન્ડ અને ઘૂંટણ બન્નેમાં પ્રૉબ્લેમ ઊભો કરે છે. ખાસ કરીને જ્યારે પગની એડી જમીનને લાગે ત્યારે ઘૂંટણની બહારના ભાગમાં દુખાવો થાય છે. ખાસ કરીને ઘૂંટણના સાંધાની ઉપર આ દુખાવો થતો હોય છે. વધુપડતી સાઇકલ ચલાવવાથી, દોડવાથી કે પગથિયાં ચડવાથી આ તકલીફ થતી હોય છે. જો એનો સમયસર ઇલાજ ન કરીએ તો ઘૂંટણને વાળવું મુશ્કેલ બને અને તકલીફ વધી જાય છે.’

કારણ જાણવું મહત્વનું

ઇલાજમાં સૌથી મહત્વનો ભાગ છે કે કારણ શોધો. શેને કારણે આ તકલીફ આવી છે એ શોધવું અત્યંત જરૂરી છે. મોટા ભાગે એવું થાય છે કે ઘૂંટણના અતિ ઉપયોગને કારણે આ તકલીફ ઊભી થઈ હોય છે. ઉદાહરણ સાથે સમજાવતાં ડૉ. મિતેન શેઠ કહે છે, ‘આ અતિ ઉપયોગ એટલે માની લઈએ કે પગથિયાં ચડવાની આદત. જો કોઈ વ્યક્તિ દરરોજ જરૂરત કરતાં વધારે પગથિયાં ચડતી હોય અને તેને તકલીફ થાય તો તે ડૉક્ટર પાસે જાય અને ઇલાજ કરાવે. હવે જો ઘૂંટણનો ઇલાજ શરૂ કરી દીધો હોય, પરંતુ પગથિયાં ચડવા-ઊતરવાનું બંધ ન કર્યું હોય તો ઇલાજથી ફરક નહીં પડે એટલું જ નહીં, તકલીફ વધશે. એટલે જરૂરી છે કે પહેલાં જાણી લો કે તમને આ ઘૂંટણનો દુખાવો થવાનું કારણ શું છે? અને એ પ્રવૃત્તિ થોડા સમય માટે જ્યાં સુધી તમે એકદમ જ ઠીક ન થાઓ ત્યાં સુધી બંધ કરી દેવી. અડધાથી વધુ લોકો તો એ પ્રવૃત્તિ બંધ કરવાથી જ ઠીક થઈ જાય છે.’

ઇલાજ

IT બૅન્ડ સિન્ડ્રૉમ હોય કે પટેલોફીમોરલ પેઇન સિન્ડ્રૉમ હોય, બન્નેના ઇલાજમાં જે મહત્વની વાત છે એ સામાન્ય જ છે. ઘૂંટણની આ પ્રકારની તકલીફ થાય તો કયા પ્રકારનો ઇલાજ થાય અને એમાં શું ધ્યાન રાખવું એ જાણીએ ડૉ. મિતેન શેઠ પાસેથી.

૧. આ બન્ને તકલીફ કોઈ પણ ઉંમરે આવે છે. એવું નથી કે એ ફક્ત વૃદ્ધ લોકોને જ થાય. ઊલટું આ તકલીફો તરુણોમાં વધુ જોવા મળી રહી છે.

૨. જે પણ વસ્તુથી એ દુખાવામાં વધારો થાય એ દરેક વસ્તુથી દુર રહેવું જરૂરી છે ખાસ કરીને તમને વ્યવસ્થિત ઠીક થઇ જાય ત્યાં સુધી.

૩. ઇલાજમાં લક્ષણોમાં ઘટાડો અને કારણ જાણ્યાની સાથે-સાથે સ્નાયુઓને ટ્રેઇન કરવા પણ જરૂરી છે, જે એક્સરસાઇઝ દ્વારા થાય છે જેને આપણે સશક્ત કરીને ઘૂંટણની ક્ષમતાને વધારી શકીએ.

૪. આ ઉપરાંત આરામ, આઇસપૅક, ઘૂંટણને કમ્પ્રેશન એટલે અંદર તરફ દબાવો અને એલિવેશન એટલે કે એ સ્નાયુઓને બહાર તરફ રિલૅક્સ કરો એવી ઘૂંટણની એક અકસીર એક્સરસાઇઝ હોય છે, જે શરૂઆતી ઇલાજનો ભાગ છે.

૫. મોટા ભાગના લોકોને આ ઇલાજથી ફાયદો થતો હોય છે. જો એ ન થાય તો દવાઓ આપવામાં આવે છે.

૬. મહત્વનું એ છે કે આ તકલીફ ઠીક થતાં સમય લાગે છે. તમારે તમારા ઘૂંટણને ફરીથી પહેલાં જેવું કરવા માટે પ્રયત્નો કરવાના છે અને એ દરમ્યાન એને આરામ પણ આપવાનો છે. ઘણા લોકો રાહ જોવા તૈયાર નથી હોતા અને કહે છે કે સર્જરી કરાવી નાખીએ.

૭. હકીકતમાં આ પ્રકારની તકલીફમાં સર્જરીની ૯૯ ટકા જરૂર પડતી જ નથી. એને મેળે જ એ થઈ જતું હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK