શું તમને સ્લીપ ડિવૉર્સની જરૂર છે?

પતિ-પત્નીમાંથી એક જણ નસકોરાં બોલાવે, રાત્રે જાગી જાય કે ઊંઘમાં બોલ-બોલ કરે એને લીધે બીજાની ઊંઘ બગડે. આવું દરરોજ થાય ત્યારે અપૂરતી ઊંઘને કારણે હેલ્થ બગડે. સારી ઊંઘ થકી પાર્ટનરની હેલ્થ સચવાઈ રહે એ માટે જ્યારે બન્ને જણ સમજૂતીથી અલગ-અલગ રૂમમાં સૂએ એને સ્લીપ ડિવૉર્સ કહે છે. આજે વર્લ્ડ સ્લીપ ડે પર જાણીએ સ્લીપ ડિવૉર્સ વિશેજિગીષા જૈન


અંધેરીમાં રહેતા એક દંપતીનાં લગ્નને ૧૫ વર્ષ થઈ ગયાં છે. છેલ્લા ૫-૬ મહિનાથી પત્નીને ઊંઘવાનો ખૂબ પ્રૉબ્લેમ થાય છે, કારણ કે તેમના પતિદેવ ખૂબ જોરથી નસકોરાં બોલાવે છે. પહેલો એકાદ મહિનો તો ખૂબ ઍડ્જસ્ટ કરવામાં ગયો, પરંતુ આખી રાત ઊંઘ બગડવાને કારણે પત્નીની જૉબ પર અસર પડવા માંડી. દિવસે કામ પર ધ્યાન ન રહેવું, આખો દિવસ થાક લાગ્યા કરવો, ચીડ ચડ્યા કરવી, સ્ટ્રેસફુલ લાગવું વગેરે. એક રાત્રે કંટાળીને પત્ની બીજા રૂમમાં સૂવા જતી રહી. આ રૂમ તેનાં સાસુની હતી જે બહારગામ ગયાં હતાં. એ રાત્રે મહિનાઓ પછી પત્નીને સારી ઊંઘ આવી અને પછી એ સિલસિલો દરરોજનો બની ગયો. છેલ્લા એક મહિનાથી આ

પતિ-પત્ની અલગ-અલગ રૂમમાં સૂએ છે અને બન્ને ખુશ છે, કારણ કે પતિના કહેવા મુજબ તેના કારણે પત્નીની તબિયત બગડે એવું તે નથી ઇચ્છતો. જોકે એક મહિનો શાંતિથી ગાળ્યા પછી પત્ની ફરી ચિંતામાં છે, કારણ કે તેનાં સાસુ થોડા સમયમાં પાછાં આવવાનાં છે અને ફરીથી આ જ તકલીફ શરૂ થવાનો તેને ભય સતાવે છે.

સામાન્ય રીતે પતિ-પત્નીને એકસાથે સૂવામાં ઘણા પ્રૉબ્લેમ નડતા હોય છે જેમ કે એકને પંખો ધીરો જોઈતો હોય તો બીજાને એકદમ ફાસ્ટ, એકને ડિમ લાઇટમાં સૂવાની આદત હોય તો બીજાને સાવ અંધારું હોય તો જ ઊંઘ આવે, એકને રાત્રે વહેલું સૂવું હોય તો બીજાને બેડરૂમમાં ટીવી જોવું હોય અથવા ઑફિસનું પેન્ડિંગ કામ કરવું હોય. આ સામાન્ય દેખાતા પ્રૉબ્લેમ્સ પણ વ્યક્તિની ઊંઘને ઘણા મોટા પાયે અસર કરતા હોય છે. આ ઉપરાંત પણ એક પાર્ટનરની નસકોરાં બોલાવવાની આદત, ઊંઘમાં બોલવાની આદત, અડધી રાત્રે ઊઠી જવાની આદત કે અપૂરતી ઊંઘ જેવી કોઈ પણ પ્રકારની ઊંઘને લગતી બીમારીઓને કારણે બીજા પાર્ટનરની ઊંઘ બગડે છે. વળી આ પ્રૉબ્લેમ્સ દરરોજના જ છે. તેથી ઘણી વાર સાથે સૂવું જાણે એક સજા લાગવા માંડે છે. આવાં કોઈ પણ કારણોસર જ્યારે પતિ-પત્ની સાથે એક રૂમમાં સૂવાનું બંધ કરે ત્યારે એને સ્લીપ ડિવૉર્સ કહે છે. જોકે મુંબઈમાં ઘણા લોકો સ્લીપ ડિવૉર્સ અજમાવે છે. આ એક એવા ડિવૉર્સ છે જે કપલ્સ એકબીજાની હેલ્થ સારી રાખવા માટે લે છે જેનાથી બન્ને જણ પરસ્પર ખુશ પણ રહે છે. આજે વર્લ્ડ સ્લીપ ડે નિમિત્તે જાણીએ હેલ્થ જાળવવા લેવાતા આ સ્લીપ ડિવૉર્સ કેટલા હેલ્ધી છે.

પાર્ટનર કરતાં ઊંઘ વહાલી?

સ્લીપ ડિવૉર્સનો કૉન્સેપ્ટ સાંભળતાં જ લાગે કે પાર્ટનર કરતાં વ્યક્તિને ઊંઘ વધારે વહાલી હોય છે શું? પણ એવું નથી. ઘણાબધા સ્ટડીએ સાબિત કર્યું છે કે સાથે સૂવાને કારણે કપલ્સને ઊંઘમાં ડિસ્ટર્બન્સ ૫૦ ટકાથી પણ વધારે પ્રમાણમાં સહન કરવું પડે છે જેને કારણે લાંબા ગાળાના હેલ્થ પ્રૉબ્લેમ્સ ખૂબ વધી જાય છે. સ્લીપ ડિવૉર્સ એકબીજા સાથે ઝઘડીને અલગ સૂવા માટેની વાત નથી, પરંતુ સમજીને એકબીજાની હેલ્થનું ધ્યાન રાખવા માટે અલગ સૂવા માટેની વાત છે. વળી એક કૅનેડિયન રિસર્ચ જણાવે છે કે જે લોકો આપસી સમજૂતીથી એકબીજાથી અલગ સૂએે છે તેમની મૅરિડ લાઇફ વધુ સશક્ત બને છે, કારણ કે એમાં એકબીજા માટે પ્રેમ અને કૅરિંગની ભાવના સમાયેલી હોય છે. સ્લીપ ડિવૉર્સમાં ફક્ત વ્યક્તિ સૂવા માટે અલગ રૂમમાં જાય છે; બાકી એકબીજાનાં સાથ, હૂંફ અને પ્રેમ તો એની જગ્યાએ જ રહેવાનાં છે. અમેરિકામાં લગભગ ૨૫ ટકા કપલ્સે સ્લીપ ડિવૉર્સ અપનાવ્યા છે અને એની સંખ્યા દિવસે-દિવસે વધતી જાય છે.

ફાયદા

૧૪,૦૦૦ લોકોને લઈને થયેલા એક રિસર્ચ અનુસાર ૧૨ વર્ષની અંદર મૃત્યુઆંકમાં ૩૬ ટકા એવા લોકો હતા જેમને ઊંઘની ગોળીઓ લેવી પડતી હતી. અપૂરતી ઊંઘને કારણે અસ્વસ્થતા રહેવી એ તો એની પ્રાઇમરી નિશાની છે. અપૂરતી ઊંઘ લાંબા ગાળે હાર્ટ-ડિસીઝ, સ્ટ્રોક, ઓબેસિટી, ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર અને ઘણા માનસિક રોગો માટે પણ જવાબદાર છે. નિષ્ણાતના મત અનુસાર એક દિવસ વ્યક્તિને ભૂખી રાખવામાં આવે તો તેના શરીરને નુકસાન થતું નથી, પરંતુ એક દિવસ વ્યક્તિને સૂવા ન મળે તો તેના શરીરને ચોક્કસપણે નુકસાન થાય છે. આમ ખોરાક કરતાં પણ વધુ મહત્વ ઊંઘનું છે. એ વિશે જસલોક હૉસ્પિટલના સ્લીપ ડિસઑર્ડર ક્લિનિકનાં ડિરેક્ટર અને ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઘણા રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે કે વ્યક્તિ જ્યારે એકલી સૂએ છે ત્યારે તે ચોથા સ્ટેજની, જે ઘણી સારી કક્ષાની ગહેરી ઊંઘ ગણાય છે એ લઈ શકે છે. આમ એ વાત સાચી છે કે એકલા સૂવાથી ઊંઘ સારી થાય અને સારી ઊંઘના ઘણા ફાયદા તમને મળે.’

નુકસાન

સ્લીપ ડિવૉર્સનો સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે જે કપલ્સ ઇમોશનલી એકબીજા સાથે જોડાયેલાં છે તેમને ખૂબ તકલીફ પડે છે. સાથે સૂવાથી એકબીજા પ્રત્યેની જે હૂંફ જળવાઈ રહે છે એ કેટલાંક કપલ્સ માટે ખૂબ મહત્વની હોય છે અને અલગ સૂવાથી તેમને ખૂબ એકલતા લાગે છે જે બીજા ઘણા પ્રૉબ્લેમ્સનું કારણ બની જતી હોય છે. એ વિશે જણાવતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘આપણી સંસ્કૃતિ ખૂબ અલગ છે. આપણે ત્યાં કપલ્સ તો શું, બાળકો પણ ઘણી મોટી ઉંમર સુધી મમ્મી-પપ્પાની સાથે જ સૂએ છે. સાથે સૂવું એ પ્રેમ, હૂંફની સાથે-સાથે જાણે લાગણી સાથે જોડાયેલી ક્રિયા છે. એટલે એક ડૉક્ટર તરીકે હું ક્યારેય કોઈને સ્લીપ ડિવૉર્સ સજેસ્ટ કરતી નથી, કારણ કે એ વ્યક્તિગત નિર્ણય હોઈ શકે છે. કોઈ વ્યક્તિ પોતાની ઊંઘ બચાવવાના ચક્કરમાં બીજા કોઈ પ્રૉબ્લેમ્સમાં ફસાઈ જાય એવું અમે

ઇચ્છતા નથી.’

ઇલાજ કરાવવો વધુ યોગ્ય છે

સ્લીપ ડિવૉર્સ વિશે પોતાનું મંતવ્ય આપતાં ડૉ. પ્રીતિ કહે છે, ‘જ્યારે વ્યક્તિને ઊંઘનો કોઈ પ્રૉબ્લેમ છે અને તેના પ્રૉબ્લેમને કારણે બીજી વ્યક્તિ પણ હેરાન થઈ રહી છે ત્યારે સાચો રસ્તો એ છે કે તમે એનો યોગ્ય ઇલાજ કરાવો. અલગ-અલગ સૂવાથી વ્યક્તિને ટેમ્પરરી સોલ્યુશન મળે છે, કાયમી નહીં. હા, એ પણ છે કે ઇલાજ કરાવો ત્યારે ઠીક થતાં થોડો સમય લાગવાનો અને એ સમય દરમ્યાન જો બન્ને આ બાબતે સંમત હોય તો થોડા સમય માટે સ્લીપ ડિવૉર્સ ટ્રાય કરી શકે છે. પરંતુ હંમેશ માટે શાંતિ જોઈતી હોય તો ઇલાજ કરાવો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK