તંદુરસ્તી-તાજગી જોઈતી હોય તો ભોજન સમયે માત્ર ભોજન કરજો

ડાઇનિંગ ટેબલનું સ્ટેટસ વ્યાસપીઠ કરતાં એક દોરો પણ નીચું નથી હોતું. વ્યાસપીઠ પર બેઠેલો આદમી જો સાãkવક વિચારોનો જ પ્રચારક હોય તો એ દ્વારા શ્રોતાઓની માનસિક તંદુરસ્તી જળવાય છે. એ જ રીતે ડાઇનિંગ ટેબલ પર પીરસાતી શુદ્ધ વાનગીઓ જમનાર વ્યક્તિ પ્રસન્ન ચિત્તવાળી હોય તો તેની શારીરિક તંદુરસ્તી જળવાય છે. ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા પછી તમામ ટેન્શનોને ‘જે શી કૃષ્ણ’ કહીને અલવિદા કરી દેવાં જોઈએ.

 

 

 

 

મન્ડે મંથન - રોહિત શાહ

 

જાહેર માર્ગો પર હૉસ્પિટલ અને સ્કૂલની નજીક અનુક્રમે હૉર્ન નહીં વગાડવાની તથા વાહન ધીમે હંકારવાની સૂચનાનાં સાઇનર્બોડ લગાવેલાં હોય છે. એવી જ રીતે દરેક ફૅમિલીમાં ડાઇનિંગ ટેબલની પાસે એક સાઇનબૉર્ડ લગાડવું જોઈએ : અહીં ભોજનનો સન્માન સમારોહ છે. દરેક વ્યક્તિએ હાથ, હૈયું અને દિમાગ સાફ કરીને જ આવવું.

 

દરેક ફૅમિલીમાં ડાઇનિંગ ટેબલ પાસે એક સાઇનર્બોડ મૂકવું જોઈએ : અહીં ભોજનનો સન્માન-સમારોહ છે; દરેક વ્યક્તિએ હાથ, હૈયું ને દિમાગ સાફ કરીને આવવું

 

ઉચાટ કે ઉધામા નહીં


જમતાં પહેલાં હાથ ધોવાનું તો આપણને યાદ રહી ગયું છે અથવા ટેવવશ આપણે વૉશબેસિન પાસે પહોંચી જઈએ છીએ, પરંતુ મનને અને હૃદયને ધોવાનું આપણને કોઈએ શીખવાડ્યું નથી. મનમાં અનેક પ્રકારના ઉચાટ અને ઉધામા ચાલતા હોય, હૃદય કોઈ બાબતે વ્યાકુળ અને વ્યથિત હોય ત્યારે ભોજન કરવામાં ભારે જોખમ છે. એટલે જ તો સાયન્ટિસ્ટો ટીવી જોતાં-જોતાં ભોજન નહીં કરવાની સલાહ આપે છે! ટીવી કે ફિલ્મમાં કોઈ કરુણ દૃશ્ય જોઈને આપણે ઇમોશનલ થઈ જઈએ છીએ, ગળે ડૂમો બાઝી જાય છે, આંખ ભરાઈ આવે છે. આટલું થતાં પહેલાં આપણી ગ્રંથિઓમાંથી ખાસ પ્રકારનો સ્રાવ થાય છે. ભોજન કરતાં હોઈએ ત્યારે જો એ સ્રાવ થાય તો પાચનની પ્રક્રિયા પર એનો ખરાબ પ્રભાવ પડે છે. એથી ભોજન કરતી વખતે માત્ર ભોજન જ કરવું જોઈએ.


એક ભાઈને રઘવાઈ લાઇફ જીવવાની હૅબિટ પડી ગયેલી. આખો દિવસ દોડ-ધમાલ જ કરતા રહે. સવારે ઊઠે ત્યારથી લૅન્ડલાઇન, મોબાઇલની ઘંટડીઓ શરૂ થઈ જાય. ફટાફટ તૈયાર થઈને ઑફિસે પહોંચે. ઑફિસ તો ઘરની સાવ નજીક હતી છતાં જમવા માટે ઘરે ન આવે. ઑફિસે જ ટિફિન મગાવી લે. ગરમાગરમ જમવાની તક હતી, પણ ટાઢું જમીને સમય બચાવે. ચોવીસે કલાક કામ, કામ ને કામ. રજાના દિવસેય નિરાંત નહીં. તે ભાઈની દીકરીનાં લગ્ન હતાં. મહેમાનો મોજ માણતા હતા. સ્વજનો પરસ્પરને મળીને વાતો કરતા હતા. જાન પણ આવી ગઈ હતી. એકાએક જ પેલા ભાઈએ સહેજ ગુસ્સામાં આવીને કહ્યું, ‘બસ, હવે ક્યાં સુધી આમ વાતો કર્યા કરશો? જમવા ચાલોને એટલે એક કામ પતે!’

મહેમાનો-જાનૈયાંઓ ચોંકી ઊઠuાં. અલબત્ત, સૌ પેલા ભાઈનો સ્વભાવ જાણતા હતા એટલે કોઈને માઠું તો ન જ લાગ્યું, પરંતુ લગ્ન જેવા પ્રસંગે પોતાના આમંત્રિત અતિથિઓ સાથે આ રીતે વાત કરવાનું કોઈને ઉચિત ન લાગ્યું. ‘સૌ જમવા ચાલોને, એટલે એક કામ પતે!’ આ શબ્દોમાં પેલા મહાશયની માનસિક સ્થિતિનું પ્રતિબિંબ છે. તેમણે સમયનું આયોજન કર્યા વગર આડેધડ અનેક લોકોનાં (ગ્રાહકોનાં) કામ લઈ લીધાં હોય અને હવે સમયની કટોકટી સર્જાઈ હોય ત્યારે એવું બિહેવિયર થવું સ્વાભાવિક છે. એને મન ભોજન એ પણ એક કામ પતાવવાથી વિશેષ કંઈ નથી. ભોજનની ડિશમાં પ્રતીક્ષા કરી રહેલી વાનગી પાસે એવી પ્રસન્નતાથી જવું જોઈએ, જેવી રીતે નવી દુલ્હન સુહાગરાતે પતિના આગમનની પ્રતીક્ષા કરતી હોય અને તાજા-માજા દુલ્હેરાજા એની પાસે પ્રસન્નતાથી પહોંચતા હોય છે!

 

ડિસિપ્લિનનો ઓવરડોઝ


કેટલાક લોકો ખુદ પણ ટેન્શનમાં રહે છે અને બીજાઓને પણ ટેન્શનમાં રાખે છે. તે લોકો માત્ર ઑફિસમાં જ નહીં, ઘરમાંય સૌને ડિસિપ્લિનનો ઓવરડોઝ આપતા રહે છે. કોઈ વસ્તુ સહેજ આડી-અવળી પડેલી જુએ એટલે તેમનો પિત્તો છટકે. ‘આ છાપાનાં છૂટાં પાનાં ઊડે છે, એને સરખું ગોઠવીને કેમ નથી મૂક્યું?’, ‘ટીવીનું આ રિમોટ મારા ટેબલ ઉપર કોણે મૂક્યું છે?’, ‘આ કબાટ ખુલ્લું કેમ પડ્યું છે?’, ‘અગાસીની લાઇટ કેમ ચાલુ રહી ગઈ છે?’, ‘ઇસ્ત્રી થઈને આવેલાં કપડાં કેમ હજી હીંચકા પર પડી રહ્યાં છે?’, ‘ટીપાઈ પર ચાના કપનાં કૂંડાળાં કેમ હજી લૂછ્યાં નથી?’ તે મહાશય ઘરમાં આવે એટલે સૌને કામે વળગાડી દે. તેમની નજર પાછી એવી વેધક કે ખોટી જગ્યાએ મુકાયેલી ચીજ તેમને પહેલી નજરે ચઢે. બીજું બધું બરાબર હોય અને એક જ ચીજ દૂર ખૂણામાં રખડતી પડેલી હોય, તો તેમને એ રખડતી ચીજ તરત દેખાય.
ભોજન કરવા બેસે ત્યાં પણ એની વાતો કરે. ડાઇનિંગ ટેબલ પર પણ તેમની વાણીમાંથી રોષ છલકાતો રહે!

 

રોષને રોકી રાખો

 

મનને હળવું રાખવા પ્રયત્ન કરવો પડે. મનને ઓવર-એક્સાઇટ થતું અટકાવવા કોશિશ કરવી જ પડે. દરેક વ્યક્તિની પ્રકૃતિ કંઈ એકસમાન ન જ હોય. કોઈ કામ કરવામાં ઉત્સાહી અને ઉતાવળું હોય. કોઈ ન છૂટકે જ કામ કરવા ઊઠનારું હોય. કોઈને દરેક વાતે ચીવટ અને ચોખ્ખાઈ જોઈતાં હોય, કોઈને ઘરમાં ઉકરડા અને ઠેર-ઠેર કામકાજના ઢગલા પડ્યા હોય તોય નિરાંતે ફોન પર કોઈની સાથે ડાહી-ડાહી ચાંપલાશભરી વાતો કરવામાં જરાય ક્ષોભ-શરમ ન થતાં હોય. લેથાર્જિક અને કામચોર વ્યક્તિ પ્રત્યે ઘૃણા અને ગુસ્સો ન કરવાં હોય તોય થઈ જાય છે. છતાં ઍટ લીસ્ટ, ભોજનના સમયે તો રોષને રોકી રાખવો. ઉચાટવાળા મન સાથે ભોજન કરવાથી ખુદને જ નુકસાન થાય છે. ભલે આપણે રોષ બીજા પર કર્યો હોય, છતાં નુકસાન તો આપણને જ થાય છે.


આનંદનું આભામંડળ


ઘણી જગ્યાએ ગૃહિણીઓ રસોઈ કર્યા પછી જાણે પોતે બહુ મોટું ભગીરથ કાર્ય કર્યું હોય એમ રસોઈનાં તપેલાં ડાઇનિંગ ટેબલ પર ગોઠવી દે છે અને પોતે બીજા-ત્રીજા કાર્યમાં ઓવરબિઝી હોવાનો ડોળ કરે છે. ભોજન પ્રસન્નતાથી પીરસવાનું તેને આવડતું જ નથી. આવી રેઢિયાળ ગૃહિણીઓ પાસે કશી રચનાત્મક પ્રવૃત્તિ નથી હોતી. તેમનો દિવસ ગામગપાટામાં જ વીતી જતો હોય છે, છતાં કર્તવ્યનિષ્ઠાનો અભાવ હોય છે, તો બીજી તરફ જૉબ કરતી હોય એવી કેટલીક મહિલાઓ પાસે ફુરસદનો અભાવ હોવા છતાં દરેક કાર્ય ખૂબ ઉત્સાહથી કરે છે. રોજ જુદી-જુદી વાનગીઓ બનાવે, સૌને પ્રેમથી પીરસે અને ઘરની વ્યવસ્થા એવી સરસ જાળવે કે જાણે સ્વર્ગ ત્યાં ઊતરેલું હોય! એવી ગૃહિણીઓ પરિવારને અનેક રોગોથી બચાવે છે. બાળકોને પ્રતિભાશાળી બનાવે છે. પુરુષને પ્રસન્ન રાખે છે અને વડીલોનું વહાલ જીતે છે. કુશળ ગૃહિણી એ છે જે ડાઇનિંગ ટેબલની આસપાસ આનંદનું આભામંડળ રચી જાણે છે. જો સહેજ નિષ્ઠા કેળવીએ તો ડાઇનિંગ ટેબલ દ્વારા તંદુરસ્તી અને તાજગી સુધી આસાનીથી પહોંચી શકાય છે.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK