લગ્ન કરીને આવ્યે પાંચ વરસ થયાં છે એ છતાં હજીયે સાસુ-સસરા ઓરમાયું વર્તે છે

લગ્નને પાંચ વરસ થયાં છે ને બે વરસનો દીકરો પણ છે. કદાચ અમારાં લગ્ન મારાં સાસુ-સસરાને પસંદ નથી છતાં દીકરાની મરજી આગળ ઝૂક્યાં છે. લગ્નને પાંચ વરસ થઈ ગયાં, પણ હજી તેમણે મને સ્વીકારી હોય એવું નથી. બંગાળી અને ગુજરાતી કલ્ચર ખૂબ ડિફરન્ટ છે. મારી ખાણીપીણી મેં બદલી નાખી છે, ન ભાવે એવી ચીજો પણ ચૂપચાપ ખાઈ લઉં છું.

 

 

સવાલ સેજલને - સેજલ પટેલ



સવાલ : હું બંગાળી છું ને ગુજરાતી ઘરમાં પરણી છું. લવમૅરેજ છે એટલે મેં બધા જ પ્રકારનાં કોમ્પ્રોમાઇઝ કયાર઼્ છે. ગુજરાતી બોલતાં મને નથી ફાવતું, પણ સમજી શકું છું. લગ્નને પાંચ વરસ થયાં છે ને બે વરસનો દીકરો પણ છે. કદાચ અમારાં લગ્ન મારાં સાસુ-સસરાને પસંદ નથી છતાં દીકરાની મરજી આગળ ઝૂક્યાં છે. લગ્નને પાંચ વરસ થઈ ગયાં, પણ હજી તેમણે મને સ્વીકારી હોય એવું નથી. બંગાળી અને ગુજરાતી કલ્ચર ખૂબ ડિફરન્ટ છે. મારી ખાણીપીણી મેં બદલી નાખી છે, ન ભાવે એવી ચીજો પણ ચૂપચાપ ખાઈ લઉં છું. મારાથી બનાવવામાં કંઈ પણ ગરબડ થઈ હોય તો સાસુ મને ન કહે, પણ મારા હસબન્ડ આવે એટલે તેની સામે ફરિયાદ કરે. સગાંવહાલાંઓની સામે પણ તેઓ મને અનેક વાર ઉતારી પાડે છે. મેં તેમની સાથે બોલવાનું ખૂબ જ ઓછું રાખ્યું છે.



કંઈ પણ બોલું એમાંથી વાંધોવચકો પડે જ પડે. મારો બે વર્ષનો દીકરો મારી સાથે ખૂબ અટૅચ્ડ છે, પણ એય તેમનાથી નથી ખમાતું. દીકરાને હંમેશાં એવું શીખવે કે તારે મમ્મી જેવા નહીં, પપ્પા જેવા થવાનું છે. મને એ વાત સમજાતી નથી કે એક તરફ મને પુત્રવધૂ તરીકે સ્વીકારી છે, પણ પછી શા માટે દિલથી નહીં. રોજેરોજની કચકચને કારણે મારા હસબન્ડે જુદા રહેવા જવાનું નક્કી કર્યું છે એટલે તેમને વધુ ખરાબ લાગ્યું છે. ઘર મારા હસબન્ડના પૈસે ચાલે છે ને સસરા રિટાયર્ડ છે ને તેમનું સારુંએવું પેન્શન આવે છે. જ્યારથી મારા હસબન્ડ બીજું ઘર શોધે છે ત્યારથી મારા પ્રત્યે વધુ અણગમો થવા લાગ્યો છે. મેં કંઈ જ ન કર્યું હોવા છતાં તેમને લાગે છે કે મેં તેમના દીકરાને જુદા રહેવા જવા ચડાવ્યો છે. મને સમજાતું નથી કે આટલોબધો પક્ષપાત શા માટે મારી સાથે જ કરવામાં આવે છે?

- કિંગ્સ સર્કલ

જવાબ : તમારી ગૂંગળામણ વાજબી છે. નવું ઘર અને નવા લોકો સાથે ઍડજસ્ટ થવાનું હોય ને સામેવાળી વ્યક્તિ સરળ અને સહજતાથી મિક્સ થાય એવી ન હોય તો ખૂબ તકલીફ પડે. એમાંય કલ્ચરલ અને લૅન્ગ્વેજ ડિફરન્સ હોય ત્યારે વધુ ગેરસમજો ઊભી થઈ શકે.

તમારાં પ્રેમલગ્ન તેમને પચ્યાં ન હોય તોપણ આટલો લાંબો સમય તમારી વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ અને ફૅમિલી બૉન્ડિંગ ન બંધાયું હોય એ ઠીક નથી. તેમણે સમજવું જોઈએ ને સામેથી તમને સ્વીકારી લેવાં જોઈએ એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે તમે પ્રેમલગ્ન કરીને જેના ઘરમાં આવ્યાં છો તેમને પોતાના બનાવવાનો પ્રયત્ન કરો. લગ્નનાં પાંચ વરસ પછી પણ જો તમે સાસરામાં સેટલ થઈ શક્યાં ન હો તો એમાં માત્ર તમારા સાસરિયાંઓનો જ વાંક નથી, તમે પણ એ પ્રત્યે ઉદાસીનતા દાખવી છે એ પણ એટલો જ ભાગ ભજવે છે.


બીજે રહેવા જવાની બાબતે જે ગેરસમજ ઊભી થઈ છે એ તમારે જ દૂર કરવી રહી. મનદુ:ખ કરીને પેરન્ટ્સથી છૂટા પડવાને બદલે તમે એક ચૅલેન્જ ઉપાડો કે તમારે તેમને પોતાના કરીને જ રહેવા છે. આવું કઈ રીતે થઈ શકે એ તમારે જ શોધવાનું છે. થોડુંક અઘરું છે, પણ અશક્ય નહીં. ઉંમરને કારણે તેમનામાં પૂર્વગ્રહો અને જડતા આવી ગઈ હોય એ સમજાય છે, પણ તમે તો સમજુ અને નરમ વલણ દાખવીને પ્રેમ જીતી લઈ શકો જ છો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK