જો એક આગ બને તો બીજાએ પાણી બનવું

લગ્નજીવનમાં મોટે ભાગે પતિ લીડ રોલ ભજવતો હોય છે. પતિની આજ્ઞા-હુકમ શિરોમાન્ય ગણાય છે, પરંતુ વાલકેશ્વર-મલબાર હિલ પર રહેતું લાડ વૈષ્ણવ જ્ઞાતિનું આ દંપતી એવું છે જેમાં બન્ને સમાન કક્ષાએ બિરાજે છે. રમા શાહ ગૃહસંચાલનની સાથે-સાથે આર્થિક, સામાજિક, વ્યાવહારિક, સમાજસેવા, બિઝનેસ એમ દરેક ક્ષેત્રમાં હર્ષદ શાહની હારોહાર ઊભાં રહીને પતિનો પડછાયો બન્યાં છે.

 

 

એક દૂજે કે લિએ - કિરણ કાણકિયા

 

વાઇફ મારી લાઇફ

૭૮ વર્ષના હર્ષદભાઈ કહે છે, ‘મારી પ્તની રમા છે તો હું છું, મારી વાઇફ મારી લાઇફ છે’

જ્યારે ૭૮ વર્ષનાં રમાબહેન કહે છે, ‘મારા પતિએ મને ક્યારેય રોકી નથી. બધી અનુકૂળતા કરી આપે. ગમે એટલું દાન કરવું હોય તો પણ હું બેધડક કરું છું. અમે બન્ને માનીએ છીએ કે સારી લક્ષ્મી સારા માર્ગે વાપરવી જોઈએ. સમાજસેવા કરી સમાજનું ઋણ ચૂકવવું જોઈએ.’

સુખી દામ્પત્યજીવનનું રહસ્ય ખોલતાં રમા અને હર્ષદ શાહનાં લગ્નને ૫૦ વર્ષ થયાં હોવા છતાં તેમની વચ્ચેનો પ્રેમ તાજા પરણેલા કપલ જેવો છે

જીવન-સંઘર્ષ

રમાબહેન કપોળ જ્ઞાતિનાં જાફરાબાદનાં વોરાફૅમિલીનાં પુત્રી. ચાર બહેન અને બે ભાઈ. તેઓ સૌથી મોટાં. તેઓ ૧૪ વર્ષનાં થયાં ત્યાં માતા-પિતા બન્ન્ોનું વારાફરતી મૃત્યુ થયું. એ સમયે સૌથી નાની બહેન સવા વર્ષની. ઘરની આર્થિક સ્થિતિ તદ્દન નબળી. વળી કુટુંબમાં કોઈ વડીલ ન મળે. આવા કટોકટીભર્યા સંઘર્ષના દિવસોમાં રમાબહેન ઘર સંભાળતાં, ભણતાં અને સાથે શિક્ષિકાની નોકરી કરતાં હતાં અને ત્યારે જ તેમણે નક્કી કર્યું કે અમે જે વેઠવું છે એવું કોઈ ન વેઠે અને આમ સમાજસેવાનાં બીજ રોપાયાં.

ભણતરની વાત કરતા રમાબહેન કહે છે કે ‘નોકરી કરતાં-કરતાં બીએ, બીએડની ડિગ્રી લીધી. ૧૧ વર્ષ સ્કૂલમાં અને બે વર્ષ કૉલેજમાં પ્રોફેસર રહીને કામ કર્યું. એ અરસામાં હર્ષદભાઈ સ્કૂલમાં લૅબ માટે સર્જિકલ સામાનનો ઑર્ડર લેવા આવે અને મને ઓળખે અને બસ, ત્યારથી હું તેમના મનમાં બેસી ગઈ અને એક અઠવાડિયામાં અમારાં લગ્ન થઈ ગયાં.’

ફસ્ર્ટ બિઝનેસ વુમન

હર્ષદભાઈના પિતાનો જમીનદારીનો વ્યવસાય. અત્યંત શ્રીમંત પરિવાર, પરંતુ તેમને તથા રમાબહેનને જમીનદારીના પૈસા નહોતા ખપતા એટલે હર્ષદભાઈએ મોટા ભાઈ સાથે સર્જિકલના સામાનનો બિઝનેસ શરુ કર્યો અને પછી છૂટા થઈને ઑનેસ્ટી સાયન્ટિફિક કૉર્પોરેશન નામે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો.

એ દિવસો વિશે હર્ષદભાઈ કહે છે, ‘મારા બિઝનેસમાં મને મદદ કરી શકે એવી પત્ન્ાી હોય તો સારુ એવો મનમાં ખ્યાલ હતો અને રમા એમાં સાંગોપાંગ ઊતરી. બૅન્ક અકાઉન્ટ, સેલ્સ-ટૅક્સ, ઇન્કમ-ટૅક્સ બધું જ રમા સંભાળે. વેપારીઓ પણ રમા સાથે જ હિસાબ કરી પૈસા ચૂકવે. ખરેખર, અમારા ફીલ્ડમાં રમા ‘ફસ્ર્ટ લેડી’ હતી, જેણે બિઝનેસનો બધો ભાર ઉપાડી લીધો અને ૪૦ વર્ષ સુધી બિઝનેસ કરી સધ્ધર-સંપન્ન થઈ હવે અમે રિટાયર્ડ થયાં.’

બાળકો નથી તોય હર્ષદભાઈના પરિવારમાં તેઓ સાત ભાઈઓ તથા બે બહેનો છે. તેમના મૂળ વતન વ્યારામાં ચાર ભાઈઓ તથા મુંબઈમાં ત્રણ ભાઈઓ રહે છે. બધા જ સુખી, સંપન્ન્ા અને સંપીલો પરિવાર. હર્ષદભાઈ તથા રમાબહેનને બાળકો નથી, પરંતુ સાસરિયાં તથા પિયરનાં બધાં જ બાળકોનાં તેઓ મમ્મી-પપ્પા છે. બધાં તેમને ખૂબ પ્રેમ કરે છે, કેમ કે આ દંપતીએ બધાંને પોતાનાં ગણ્યાં છે. તેમણે ખૂબ ભોગ આપ્યો છે એટલે પરિવારમાં તેમનું ખૂબ માન છે, આદર છે.
આખું દેશ-વિદેશના અનેક સ્થળે ફરનારું આ દંપતી કહે છે, ‘ઈશ્વરે અમારી લાયકાત કરતાં અમને ઘણું વધારે આપ્યું છે. અરે, ૧૭ વખત તો અમે અમેરિકા જઈ આવ્યાં.’

દામ્પત્યની વ્યાખ્યા

શ્રીનાથજીમાં અપાર આસ્થા ધરાવતા આ દંપતીના જીવનમાં કર્મમાર્ગ અને જ્ઞાનમાર્ગનું વલણ વધારે છે.
રાજરાણીની જેમ માનીતાં રમાબહેન કહે છે, ‘દામ્પત્યમાં મતભેદ તો થયા કરે, પરંતુ મનભેદ ક્યારેય નહીં. જીવનમાં એક આગ થાય ને બીજો પાણી થાય તો ક્યારેય તેમની વચ્ચે વિખવાદ ન થાય. કવિ ન્હાનાલાલની પંક્તિ છે, ‘અન્યોન્ય કેરી ન્યૂનતા પૂરે અનુકૂળ દંપતી’ એટલે કે એકબીજાની ખામીને અવગણીને પૂરક બનીએ એ જ સાચું દામ્પત્ય. અમારા દામ્પત્યજીવનનો પણ એજ મંત્ર છે’

અંતમા હર્ષદભાઈ ઉમેરે છે, ‘અમારા જીવનમાં વાંધાવચકા નથી. જીવનની ગાડી પૂરપાટ વેગે ચાલે છે. અમને જીવનમાં ખૂબ-ખૂબ સંતોષ છે. અમે રિયલી હૅપી કપલ છીએ. સમાજમાં અમને ખૂબ-ખૂબ માન, પ્રેમ અને આદર મળે છે.’

ગોલ્ડન જ્યુબિલી


૨૩ જુલાઈ ૧૯૬૧માં પરણેલા રમાબહેન અને હર્ષદ  શાહના મનમાં સૂઝ્યું એટલે તેમણે ૪૯મા વષ્ોર્ ગોલ્ડન જ્યુબિલી ઊજવી. રમાબહેન લેખિકા છે. તેમની સ્વાનુભવ પ્રસંગોની અત્યાર સુધીમાં કાવ્ય, નિબંધ, વાર્તા સાથેની ૩૫ પુસ્તિકા પ્રકાશિત થઈ ગઈ છે અને હજી બીજી ૨૦ પુસ્તિકા પ્રેસમાં છે. તેમની ગોલ્ડન જ્યુબિલી અને બન્નેનાં જીવનનાં ૭૫ વષ્ોર્ મુંબઈના તેજપાલ હૉલમાં આ પુસ્તિકાઓ પ્રકાશિત કરીને ઉજવણી કરવામાં આવી હતી. એ વિશે હર્ષદભાઈ કહે છે, ‘મારી વાઇફ ચોપડી લખે એ જ મારો શોખ છે એટલે જ તેમણે આ બધી પુસ્તિકા મને અર્પણ કરી છે.’


વળી આ બધી પુસ્તિકાઓ તેઓ વેચતા નથી, પણ પ્રસન્ન્ાતાપૂર્વક બધાને વહેંચે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK