રિયલ એસ્ટેટના રીડેવલપમેન્ટ તેમ જ વિકાસમાં કન્વેયન્સનું વધતું મહત્ત્વ

 

રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી મોટી અને સંવેદનશીલ સમસ્યા કન્વેયન્સની હોય છે. એનો અર્થ એ કે આપણે ત્યાં અનેક પ્રૉપર્ટી, ખાસ કરીને હાઉસિંગ સોસાયટીમાં એની જમીનની મૂળ માલિકી સોસાયટીને પોતાને નામે કરાવતાં કે મેળવતાં વર્ષો લાગી જાય છે. ત્યાં સુધી પ્રૉપર્ટી પર જમીનદાર કે બિલ્ડરનો હક ચાલુ રહે છે

 

 

- જયેશ ચિતલિયા

રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી મોટી અને સંવેદનશીલ સમસ્યા કન્વેયન્સની હોય છે. એનો અર્થ એ કે આપણે ત્યાં અનેક પ્રૉપર્ટી, ખાસ કરીને હાઉસિંગ સોસાયટીમાં એની જમીનની મૂળ માલિકી સોસાયટીને પોતાને નામે કરાવતાં કે મેળવતાં વર્ષો લાગી જાય છે. ત્યાં સુધી પ્રૉપર્ટી પર જમીનદાર કે બિલ્ડરનો હક ચાલુ રહે છે, જ્યારે સોસાયટીએ તે પ્રૉપર્ટીનાં પૂરાં નાણાં ચૂકવી દીધાં હોય છે. આ કન્વેયન્સના વિકલ્પરૂપે મહારાષ્ટ્ર સરકારે ડીમ્ડ કન્વેયન્સની સુવિધા ઉપલબ્ધ બનાવી છે જે મેળવવાનો સૌપ્રથમ કિસ્સો તાજેતરમાં શિવડી-પરેલ ખાતેના ટોરકશી જીવરાજ રોડ પર આવેલી રાજીવ ઈન્ડસ્ટ્રિયલ પ્રિમાઇસિસ કો-ઑપરેટિવ સોસાયટીમાં આકાર પામ્યો છે.

 

જાણકાર સાધનોની માહિતી મુજબ આ સોસાયટી મુંબઈની તેમ જ મહારાષ્ટ્રની પ્રથમ ઇન્ડસ્ટિÿયલ સોસાયટી બની છે જેને નવા મુંબઈ ઓનરશિપ ફ્લૅટ ઍક્ટ (એમઓએફએ - મોફા) હેઠળ ડીમ્ડ કન્વેયન્સ પ્રાપ્ત થયું છે. સપ્ટેમ્બર ૨૦૧૦થી અમલમાં આવેલા આ કાનૂન હેઠળ ડીમ્ડ કન્વેયન્સ મેળવવા માટે અત્યારે અનેક સોસાયટીઓ અરજીઓ કરીને લાઇનમાં છે.



કન્વેયન્સ ડીડ એક એવો દસ્તાવેજ છે જે પ્રૉપર્ટીના ટાઇટલને મૂળ માલિક પાસેથી ખરીદનાર પાર્ટીને ટ્રાન્સફર કરે છે. આ કિસ્સામાં મૂળ માલિક - વેચાણકાર ઉપલબ્ધ ન હોય ત્યારે આ ટાઇટલ ટ્રાન્સફરને ડીમ્ડ કન્વેયન્સ મારફત અમલી કે લાગુ કરવામાં આવે છે. આ મામલે વધુ વિગત આપતાં સાધનોએ કહ્યું હતું કે ‘ઘણી વાર મૂળ માલિક કે વેચનાર પાર્ટી ખરીદનારને જાણી જોઈને કન્વેયન્સ આપવાનું ટાળે છે. એને પરિણામે ખરીદદાર એ જગ્યામાં વધુ વિસ્તરણ કે વિકાસ કરી શકતો નથી, જેનો મૂળ માલિક ગેરલાભ પણ ઉઠાવતા હોય છે.’



બે માળની અને ૩૯ સભ્યો ધરાવતી આ સોસાયટીને ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી રજિસ્ટ્રાર પાસેથી ડીમ્ડ કન્વેયન્સ મળી ગયું છે.

 

આ કેસ હૅન્ડલ કરનાર ઍડ્વોકેટ વિજય ત્રિવેદીએ કહ્યું હતું કે ‘હાઉસિંગ, કમર્શિયલ કે ઈન્ડસ્ટ્રિયલ એમ દરેક સોસાયટીને એની રચનાના ચાર મહિનામાં જ કન્વેયન્સ કે ડીમ્ડ કન્વેયન્સ મેળવવાનો અધિકાર છે. આ માટેનો જે ખર્ચ છે તે આ મેળવવાના લાભની સરખામણીએ ઘણો ઓછો છે. આ પ્રાપ્ત કર્યા બાદ સોસાયટી માટે ધિરાણ મેળવવાનું પણ સરળ બને છે.’



ડીમ્ડ કન્વેયન્સ સોસાયટીને સહાયરૂપ



વર્તમાનમાં અનેક સોસાયટીઓ પોતાના રીડવેલપમેન્ટ કે અન્ય વિકાસ માટે સજ્જ બની રહી છે ત્યારે કન્વેયન્સ કે ડીમ્ડ કન્વેયન્સ જ તેમને ખરા અર્થમાં સહાયરૂપ થઈ શકે છે. એને લીધે સોસાયટી કોઈ પણ અવરોધ કે વિવાદ વિના પોતાનું કામ પાર પાડી શકે છે અને વર્તમાન કાયદાનો લાભ પણ લઈ શકે છે. રાજ્યનો કો-ઑપરેટિવ ડિપાર્ટમેન્ટ આ મામલામાં સારો સહયોગ-સહકાર આપે છે. હાલમાં મુંબઈમાં આવી સોસાયટીની સંખ્યા ખૂબ મોટી છે. આ બધામાં સોસાયટીના સભ્યો વચ્ચે એકસૂત્રતા, ધીરજ, પરિપક્વતા, પારદર્શકતા અને વિશ્વસનીયતા હોવાં જરૂરી છે. આ લાંબી પ્રક્રિયા માટે ખૂબ દસ્તાવેજો પણ એકઠા કરવાના હોય છે. એના નિયમપાલનનું પણ ખાસ્સું મહત્ત્વહોય છે. આગામી સમયમાં આ પ્રવૃત્તિ વધતી રહેવાની પૂરેપૂરી સંભાવના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK