ઇન્વેસ્ટરોની દ્વિધા : પ્રૉપર્ટી અત્યારે વેચી દેવી કે પછી જાળવી રાખવી?

પોતાની મૂડી વધારવા માટે રિયલ એસ્ટેટના રેસિડેન્શિયલ સેક્ટરમાં પ્રવેશેલા ઇન્વેસ્ટરોની સંખ્યા છેલ્લાં છ-સાત વર્ષમાં ઘણી વધી છે. ૨૦૦૭-’૦૮ની તેજી વખતે ઘર ખરીદનારાઓમાંના ૭૦ ટકા ઇન્વેસ્ટરો હતા અને યુઝરો ઓછા હતા. એ ઇન્વેસ્ટરો આજે દ્વિધામાં પડ્યા છે કે પ્રૉપર્ટી અત્યારે વેચી દેવી કે હજી જાળવી રાખવી. અમુક ઇન્વેસ્ટરોને તો પૈસાની જરૂર પડી છે. તેમની સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પ્રૉપર્ટી વેચીને નુકસાની ઓછી કરવી કે પછી એની કિંમત વધે એની રાહ જોવી? જો તેઓ રાહ જોવાનું નક્કી કરે તો પછી બીજું ઇન્વેસ્ટમેન્ટ ન કરી શકે.

રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટરોમાં પ્રવર્તતી અનિશ્ચિતતાનો આધાર તેઓ કેવા પ્રકારના ઇન્વેસ્ટર છે એના પર છે. જેમણે લાંબા ગાળા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેમના માટે કોઈ સમસ્યા નથી. તેઓ પોતાના વ્યૂહ અનુસાર વધુ સમય થોભી શકે છે. ટૂંકા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા એટલે કે લઈને તરત વેચી નાખતા ઇન્વેસ્ટરો માટે મામલો ઘણી વાર જોખમી બની જતો હોય છે.

તેજીનો સમય ચાલતો હતો ત્યારે ઇન્વેસ્ટર ખરીદી કર્યા પછી એક જ અઠવાડિયામાં એ વેચી શકતો. હવે એવી વાત નથી રહી. અત્યારે ઇન્વેસ્ટરે ડિમાન્ડ અને સપ્લાયની સ્થિતિ જાણવી પડે છે. જો સંબંધિત વિસ્તારમાં ઘણાં નવાં બિલ્ડિંગો બંધાઈ રહ્યાં હોય તો પોતાની પ્રૉપર્ટી વેચી દેવાનું વધુ યોગ્ય છે. આ ઉપરાંત સંબંધિત વિસ્તારમાં અર્થતંત્ર, જૉબમાર્કેટ અને વસ્તીવધારાનો દર પ્રમાણસર રહેશે એની નોંધ પણ ઇન્વેસ્ટરે રાખવી પડે. જે વિસ્તારમાં મોટા ભાગના ઇન્વેસ્ટરોએ ઘર ખરીદ્યાં હોય ત્યાંના ભાવ અચાનક ઘટી શકે છે. આવી સ્થિતિમાં વેચવાની હવા પ્રસરે કે તરત ઇન્વેસ્ટરે પોતાની પ્રૉપર્ટી વેચી નાખવી જોઈએ.

જો ઇન્વેસ્ટરને પૈસાની જરૂર હોય તો પણ તેણે પ્રૉપર્ટી તરત વેચી નાખવી જોઈએ. ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો થવાને કારણે ટૂંકા ગાળામાં કોઈ મોટી વધઘટ થાય એવી શક્યતા નથી. આમ છતાં ગભરાટમાં આવીને પ્રૉપર્ટી વેચી નાખવાનું ટાળવું જોઈએ. બજાર મંદીમાં ચાલતું હોય ત્યારે પ્રૉપર્ટી જાળવી રાખવાનું હંમેશાં લાભદાયક નીવડતું હોય છે.

જો ઇન્વેસ્ટર પોતાની પ્રૉપર્ટીમાં નજીકના ભવિષ્યમાં રહેવા જવાનું વિચારતો હોય તો સ્વાભાવિકપણે એ જાળવી રાખવામાં જ લાભ છે. ૨૦૦૪-’૦૮ની તેજીના સમય દરમ્યાન રેસિડેન્શિયલ પ્રૉપર્ટીની કૅપિટલ વૅલ્યુ એની રેન્ટલ વૅલ્યુ કરતાં વધુ હતી. જ્યારે આ બે વૅલ્યુ વચ્ચેનો ગૅપ વધુ હોય ત્યારે નજીકના ભવિષ્યમાં પ્રૉપર્ટીના ભાવ નથી વધતા. આખરે તો કૅપિટલ વૅલ્યુ અને રેન્ટલ વૅલ્યુ વચ્ચેની સરેરાશ જળવાઈ રહેતી હોય છે. ઇન્વેસ્ટરોએ આ વિશે સતર્ક રહેવું જોઈએ.

આજે ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં ઇન્વેસ્ટરો વેઇટ ઍન્ડ વૉચની નીતિ અપનાવી રહ્યા છે. આથી જ ઘણા ઇન્વેસ્ટરો પ્રૉપર્ટી ભાડા પર આપીને એ વેચવાનું ટાળી રહ્યા છે, જેથી ઓછા ભાવે વેચવાનો અફસોસ ન થાય.
ટૂંકમાં, જો પૈસાની તાતી જરૂરત ન હોય તો હાલના સમયમાં પ્રૉપર્ટી વેચવાનું યોગ્ય નથી. જો ઇન્વેસ્ટર વેચવાનું નક્કી કરે તો તેણે ઓપન માર્કેટના આધારે વેચવું જોઈએ. પોતાની મનગમતી કિંમતને પકડી ન રાખવી જોઈએ.

અત્યારે પ્રૉપર્ટી વેચવા આટલા મુદ્દા વિશે વિચારો
- અત્યારના વ્યાજના દર
- પ્રૉપર્ટી દ્વારા ભાડું કેટલું ઊપજી શકે એમ છે?
- માસિક ઈએમઆઇ (ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ) અને પ્રૉપર્ટી ટૅક્સ, ઇન્શ્યૉરન્સ, મેઇન્ન્ટેનન્સ વગેરે જેવા ખર્ચા.
- સંબંધિત વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને આધારે માર્કેટ વધવાની શક્યતા કેટલી છે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK