ગરમીમાં ગુલાબજળથી જાળવો ગુલાબી સૌંદર્ય

ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને નાજુક-મુલાયમ ત્વચાની ચિંતા થવા લાગી હશે ત્યારે ત્વચાને તાજગીસભર રાખવાના પ્રયાસો માહિતી વગર ફોગટ જશે. એથી કુદરતી રીતે બનાવેલું ગુલાબજળ તમારી પરિસ્થિતિમાં કેટલું મદદરૂપ થઈ શકે એ જાણી લો

gulab waterલાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

ફૂલોની સુંદરતા જોઈને એમની ઈર્ષા આવે. ફૂલો મુલાયમ, આકર્ષક અને નાજુક હોય છે. એની બ્યુટી એટલી જ લોભામણી હોય છે. ફૂલોની ઉપમા આપવાનું કારણ એટલું જ દરેક યુવતી ફૂલો જેવી ત્વચા અને સુંદરતા ઝંખતી હોય છે. ભગવાન કૃષ્ણનો શ્²ંગાર થઈ જાય ત્યાર બાદ તેમના કાનની નીચે ગુલાબનાં બે ફૂલ મૂકવામાં આવે ત્યારે એ સંપૂર્ણ ગણાય છે. એટલે ગુલાબનો સુંદરતા સાથે આવો અજોડ સંબંધ છે. એથી જ યુવતીઓને પણ ગુલાબના ફૂલ પ્રત્યે આકર્ષણ હોય છે. ગુલાબજળ દ્વારા યુવતીઓ ગુલાબને હંમેશાં પોતાની પાસે રાખી શકે છે. દરેક ઋતુમાં સુંદરતા જાળવવાના નુસખા જુદા હોય છે. આવો જાણીએ ત્યારે ગુલાબજળને ઉપયોગમાં લેવાના ફાયદા.

ગુલાબની સુગંધ મગજના તંતુઓને શાંત કરી દેતી હોય છે તો ગુલાબનો જીવંત સ્પર્શ ત્વચાને કેટલી આહ્લાદક અસર કરતો હશે એ જાણીએ.

બ્યુટી-થેરપિસ્ટ ઉલ્લાસ કળમકર કહે છે, ‘દરેક ગુલાબ સારી અસર કરે એવું ન કહી શકાય. તમે જે ગુલાબ શૉપમાં અને ફેરિયાઓ પાસે જુઓ છે એ હાઇબ્રિડ ગુલાબ છે. છે તો ગુલાબ જ પરંતુ એમાં થોડી કૃત્રિમ પ્રક્રિયાઓ ભળેલી હોય છે. નવાબી ગુલાબ જે આપણે ભગવાનની પૂજામાં લેતા હોઈએ છે એ ગુલાબની સૌંદર્ય પર અસર સારી થાય છે. આ જ ગુલાબનો ઉપયોગ ગુલકંદ બનાવવામાં પણ થાય છે. આ જ ગુલાબમાંથી બનાવવામાં આવેલું પાણી ત્વચાને ફાયદાકારક નીવડે છે. ગુલાબજળ ત્વચાનું ક્લેન્ઝિંગ સારી રીતે કરી શકે છે. મોટા ભાગની બ્યુટિશ્યન તેમના મેકઅપ પહેલાં ગુલાબજળનો ઉપયોગ કરતી હોય છે. ઘણાની ત્વચા અમુક પાઉડરથી ઍલર્જિક હોય છે. એથી પાઉડરમાં વધુ ગુલાબજળનો ઉપયોગ કરી એને ચહેરા પર લગાવવામાં આવે છે. એ સિવાય ગુલાબજળ સેટિંગ માસ્ક તરીકે પણ બહુ જ ઉપયોગી છે. સેટિંગ માસ્ક એટલે કે મુલતાની માટીમાં મિક્સ કરીને લગાવવામાં આવે તો એ માટી ચહેરા પર બેસી જાય એ પ્રક્રિયાને સેટિંગ કહેવાય છે. એ સિવાય એકદમ દેશી નુસખો તો છે જ. રૂના પૂમડાને ગુલાબજળમાં બોળીને આંખ પર રાખવાથી બધી જ ગરમી શોષાઈ જાય છે. આમ પણ હવે ગરમી શરૂ થઈ રહી છે અને આંખ બળવાની સમસ્યાને દૂર કરવા ગુલાબજળ બેસ્ટ છે.’

વધુમાં ઉલ્લાસ કહે છે, ‘રોઝમૅરી ફેશ્યલ નામની એક ટ્રીટમેન્ટ છે. સ્પા કે સલૂનમાં ગુલાબની પાંદડીઓને દૂધમાં રાખીને મસળી નાખવામાં આવે છે. એમાં કેસર ઉમેરવામાં આવે છે. આ મિશ્રણની લૂગદી બનાવવામાં આવે છે. આ લૂગદીને ચહેરા પર ઘસવામાં આવે છે. એ ત્વચાની બધી જ બાહ્ય અશુદ્ધિને સાફ કરી નાખે છે. મોટા-મોટા સ્પામાં આ પ્રકારનો બ્રાઇડલ બાથ પણ આપવામાં આવતો હોય છે.’

આધુનિક સવલતોમાં ગુલાબજળનો ઉપયોગ જુદો હોય અને સામાન્ય પાર્લરમાં જુદો હોય છે. બ્યુટિશ્યન જિજ્ઞા સાવલા કહે છે, ‘ગરમીમાં ગુલાબજળ સૌથી શ્રેષ્ઠ અને સસ્તો સૌંદર્ય-ઉપચાર છે. ગુલાબજળને મલ્ટિપર્પઝ કહી શકાય. પ્લસ એની કોઈ પણ પ્રકારની સાઇડ-ઇફેક્ટ્સ નથી. જોકે બ્રૅન્ડેડ અને કંપનીના ગુલાબજળ વિશે કંઈ ન કહી શકાય. હું બધાને ઘરે જ ગુલાબજળ બનાવવાની સલાહ આપું છું. ગુલાબજળ બનાવવું બહુ જ સરળ છે. અડધું તપેલું પાણીનું ભરો. એના પર ચાળણી મૂકો. ચાળણીમાં તાજા ગુલાબની પાંદડી નાંખો. ફ્લાવર-શૉપમાં કે ફેરિયા પાસે તાજાં ગુલાબ હોતાં નથી એટલે એના બદલે તમે ગુલાબને ઉગાડેલાં હોય ત્યાંથી જ એની પાંદડી તોડીને લઈને મૂકો તો અસર સારી રહે છે. રોઝ-પેટલને ચાળણીમાં મૂક્યા બાદ એના પર ડિશ ઢાંકી દો. દસથી ૧૫ મિનિટ એને ધીમી આંચે ઊકળવા દો. ત્યાર બાદ ગૅસ બંધ કરો અને જે પરિસ્થિતિમાં છે એ જ પરિસ્થિતિમાં ઠંડું પડવા દો. એનાથી ફૂલોનો અર્ક ધીમે-ધીમે પાણીમાં જશે. એકદમ ઠંડું પડે એટલે સ્પ્રે-બૉટલ કે નાની બૉટલમાં ભરીને ફ્રિજમાં રાખી દો. તાજા ગુલાબજળનો ઉપયોગ કરવાથી એની ઇચ્છનીય અસર જોઈ શકાય છે.’

વધુમાં જિજ્ઞા કહે છે, ‘ગુલાબજળનો ટોનર તરીકે ઉપયોગ કરી શકાય. ગમે ત્યારે એને ચહેરા પર ડાયરેક્ટ સ્પ્રે કરીએ તો ત્વચાને ફાયદો થાય. ગુલાબજળમાં અડધું લીંબુ નિચોવીને પીવાથી પણ ફાયદો થાય છે. વૅક્સ કર્યા બાદ ગુલાબજળ લગાવવાથી ખુલ્લાં છિદ્રો બંધ કરવામાં મદદ મળે છે. ચહેરા પર જેમને ખુલ્લાં છિદ્રોનો પ્રૉબ્લેમ હોય તેમના માટે ગુલાબજળ બહુ જ સારું છે.’

નવાબી ગુલાબ જે આપણે ભગવાનની પૂજામાં લેતા હોઈએ છીએ એની સૌંદર્ય પર અસર સારી થાય છે. આ જ ગુલાબનો ઉપયોગ ગુલકંદ બનાવવામાં પણ થાય છે. - ઉલ્લાસ કળમકર, બ્યુટી-થેરપિસ્ટ

ગુલાબજળનો ટોનર તરીકે ઉપયોગ કરી શકાય. ગમે ત્યારે એને ચહેરા પર ડાયરેક્ટ સ્પ્રે કરીએ તો ત્વચાને ફાયદો થાય. ગુલાબજળમાં અડધું લીંબુ નિચોવીને પીવાથી પણ ફાયદો થાય છે.- જિજ્ઞા સાવલા, બ્યુટિશ્યન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK