મહિલાનો વૉર્ડરોબ આ ૬ વસ્તુ સિવાય અધૂરો છે

લગ્નની સીઝન આવતાં જ દરેક મહિલા પોતાનો વૉર્ડરોબ ખંખોળે છે. જો ઘરનાં જ લગ્ન હોય તો સૌકોઈ નવાં કપડાં કરાવે છે, પરંતુ દૂરના કોઈ રિલેટિવનાં લગ્ન હોય કે પછી કોઈ  ફ્રેન્ડનાં હોય તો ઘરમાંથી જ કંઈક પહેરવાનું મળી જાય એવું હંમેશાં વિચારે છે. આ સમયે એક મહિલા પાસે કયો એવો ડ્રેસ કે ઍક્સેસરી જોઈએ જે કોઈ પણ પ્રસંગમાં પહેરી ચાર ચાંદ લગાવી શકાય?

fashion



બિંદી

ભારતીય મહિલાનો લુક એક બિંદી વગર અધૂરો છે. માર્કેટમાં ઘણી નવી ડિઝાઇનની બિંદી મળે છે જે તમે તમારા આઉટફિટને અનુરૂપ મૅચ કરી લગાડી શકો. લાલ  કલરની રાઉન્ડ શેપની બિંદી સૌથી એલિગન્ટ લુક આપે છે. કોઈ પણ સારા પ્રસંગમાં દરેક કલરના આઉટફિટ સાથે મૅચ થાય છે. તમારા સ્કિન-ટોનને અનુરૂપ તમે બ્લડ રેડ, કેસરી, લાલ કે મરૂન કલરની પસંદગી કરી શકો. લાલ કલરની બિંદીથી ચહેરો એકદમ આકર્ષક લાગે છે.

સાડી

સાડી ક્યારેય આઉટ ઑફ ફૅશન થતી નથી. દરેક સ્ત્રી સાડીમાં ખૂબ જ સુંદર લાગે છે. લગ્નમાં જવા માટે જો તમારી પાસે લેટેસ્ટ કલેક્શનનો ડ્રેસ ન હોય તો મૂંઝાવાની જરૂર નથી. સાડી તમને બેસ્ટ લુક આપશે. સાડીમાં ઘણી વરાઇટી આવે છે. પરંતુ બે કે ત્રણ પીસ યુનિક  હોવા જોઈએ જેમ કે રેડ, ગોલ્ડન અથવા બ્લૅક. આ ત્રણે કલર ફેસ્ટિવ વેઅર કલર છે. તમે પ્રસંગને અનુરૂપ પસંદગી કરી શકો. જેમ કે લગ્ન માટે રેડ અને ગોલ્ડન સાડી  પહેરી શકાય અને બ્લૅક તમે પાર્ટીવેઅર તરીકે પહેરી શકો. રેડ પ્યૉર શિફોનની સાડી તમે વસાવી શકો, જેમાં પાતળી ગોલ્ડન બૉર્ડર હોય તો સારી લાગશે. ગોલ્ડન સાડીમાં ઘણી વરાઇટી આવે છે જેમ કે નેટ, શિમર ફૅબ્રિક, ટિશ્યુ, કાંજીવરમ વગેરે. જો તમે વેલ-મેઇન્ટેન્ડ હો તો તમે શિમર અને નેટની સાડી પહેરી શકો. અને મિડલ એજેડ હોય તો ઑલટાઇમ ફેવરિટ ટિશ્યુ અને કાંજીવરમ સાડી પહેરી શકો.

વેસ્ટ બૅન્ડ

ઘણી વખત આપણે શું ટ્રેન્ડમાં છે એને જ ફૉલો કરતા હોઈએ છીએ અને નાની-નાની ઍક્સેસરીઝને ભૂલી જતા હોઈએ છીએ જે આપણા આઉટફિટને એક એક્સ્ટ્રા લુક આપે છે. જેમ કે વેસ્ટ બૅન્ડ. વેસ્ટ બૅન્ડ એટલે કમર પર પહેરવાનો પટ્ટો. એમાં પણ ઘણી વરાઇટી આવે, જેમ કે સાઇઝથી લઈને ડિઝાઇન. જો તમે પાતળા હો તો તમને એકદમ પાતળો વેસ્ટ બૅન્ડ સારો લાગશે. જેમ કે રેડ શિફૉનની સાડી છે તો એના પર ગોલ્ડન પાતળી લાઇનનો પટ્ટો સારો લાગશે. જો વેસ્ટ બૅન્ડ પહેરવો હોય તો પાલવને પિન જરૂર મારવી, નહીં તો એનો લુક નહીં આવે. વેસ્ટ બૅન્ડ તમે વન-પીસ સાથે પણ પહેરી શકો. ડિઝાઇન સિલેક્ટ કરતાં આવડવી જોઈએ. જો વન-પીસ પર પહેરવો હોય તો ડાયમન્ડની પાતળી લાઇનવાળો સારો લાગે. સાડી પર પહેરવો હોય તો બે કે ત્રણ લેયરવાળો સારો લાગશે. તમારી બૉડીટાઇપ અનુસાર વેસ્ટ બૅન્ડની પસંદગી કરવી.

ફૅન્સી બ્લાઉઝ

જો ફૅશન સેન્સ હોય તો એક ગોલ્ડન બ્લાઉઝ ઘણા પ્રૉબ્લેમ સૉલ્વ કરી નાખે છે. ગોલ્ડનમાં ઘણા શેડ આવે છે. તમારી સાડીઓને અનુરૂપ તમારે ગોલ્ડન બ્લાઉઝની પસંદગી કરવી. જો તમે ભરાવદાર છો તો તમારે નેટનું બ્લાઉઝ ન પહેરવું. માત્ર બૅકમાં લૉન્ગ કી-હોલ આપવું. જો તમારું શરીર સુડોળ છે તો તમે નેટનું ટ્રાન્સપરન્ટ બ્લાઉઝ પહેરી શકો. જેમ કે માત્ર બસ્ટલાઇનમાં જ લાઇનિંગ નાખવું. સ્લીવ્સમાં અને શૉલ્ડર પર લાઇનિંગ ન નાખવું. એનાથી ટ્રાન્સપરન્ટ લુક આવે. અથવા ગોલ્ડનનું કટ વર્કવાળું બ્લાઉઝ સારું લાગે. આવાં બ્લાઉઝ ખાસ કરીને પૅડેડ જ રાખવાં.

હીલ્સ


હાઈ હીલ્સના પહેરવાથી એક અનોખો લુક આવે છે. ભલે તમે રેગ્યુલરલી ફ્લૅટ્સ જ પહેરતા હો, પરંતુ પ્રસંગમાં તો હીલ્સ જ પહેરવી. હંમેશાં એક બ્લૅક અથવા એક ગોલ્ડન હાઈ હીલ્સ રાખવી જ. ગોલ્ડન તમને ફેસ્ટિવ વેઅરમાં કામ લાગી શકે અને બ્લૅક પાર્ટીવેઅરમાં. બ્લૅક અને ગોલ્ડન એવા કલર છે જે તમે કોઈ પણ ગાર્મેન્ટ સાથે અને કોઈ  પણ કલર સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકો. જેઓ શૉર્ટ હાઇટવાળા છે તેમણે ખાસ હીલ્સ પહેરવી જેને લીધે થોડી હાઇટ વધારે લાગે. હીલ્સ તમારી બોડીને અનુરૂપ પસંદ કરવી. બીજાનું જોઈ આંધળું અનુકરણ ન કરવું. હીલ્સ પહેરીને ચાલવાની એક સ્ટાઇલ હોય છે. હીલ્સ જો તમે કૅરી ન કરી શકતા હો તો ન પહેરવી. જો તમને પેન્સિલ હીલ્સ ન ફાવતી હોય તો તમે પ્લૅટફૉર્મ હીલ્સ પહેરી શકો.

ક્લચ

ક્લચ એટલે હૅન્ડપર્સ, જેની સાઇઝ ચાર ઇંચથી લઈને ૮થી ૧૦ ઇંચની હોઈ શકે જેને તમે હાથમાં પકડી શકો. એમાં પણ ઘણી વરાઇટી આવે છે; જેમ કે એન્વેલપ, રાઉન્ડ, ઓવલ, લંબચોરસ વગેરે. કોઈ પણ પ્રસંગમાં હૅન્ડબૅગ લઈને જઈએ તો ન સારું લાગે, પરંતુ ક્લચ સ્માર્ટ લુક આપે છે. ક્લચમાં માત્ર મોબાઇલ, થોડી કૅશ અને બે કે ત્રણ કૉસ્મેટિક્સ જ રહી શકે એટલું જ હોય છે. એમાં ઘણા કલર અને અલગ-અલગ ડિઝાઇન હોય છે. તમે રૉ-સિલ્કનું બ્લૅક અથવા ગોલ્ડન ક્લચ પસંદ કરી શકો. ટીકીવર્ક કે હેવી  એમ્બ્રૉઇડરીવાળું કદાચ સમય જતાં આઉટ ઑફ ફૅશન લાગે, પરંતુ રૉ-સિલ્કનું ક્લચ જૂનું નહીં લાગે; કારણ કે રૉ-સિલ્કમાં પોતાની શાઇન હોય છે અને રૉ-સિલ્કનું ક્લચ કોઈ પણ ગાર્મેન્ટ સાથે સારું લાગી શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK