વિન્ટરમાં પણ રહીએ ફૅશનેબલ

જૂનાં સ્વેટર અને મન્કી-કૅપને બાય-બાય કરીને શિયાળામાં કઈ રીતે ટ્રેન્ડી રહી શકાય એ જાણી લો

winter

ખુશ્બૂ મુલાની ઠક્કર

વિન્ટર ચાલુ થાય એટલે જૂનાં સ્વેટર, મફલર અને કૅપનો ખજાનો નીકળે. જેમ સીઝન-વાઇઝ વૉર્ડરોબ ચેન્જ કરીએ છીએ એમ સીઝન-વાઇઝ વિન્ટરમાં પણ સ્ટાઇલિશ વુલન વેઅર અપનાવવાં જોઈએ અથવા તો જૂનાં સ્વેટરને કંઈક નવી રીતે પહેરવું જોઈએ. જેમ કે સ્કિની ડેનિમ સાથે સ્વેટર પહેરવું અને એના પર લૉન્ગ મફલર લઈ નેકમાં પહેરવું અને પગમાં ની સુધીનાં બૂટ્સ પહેરવાં.

પુલઓવર

પુલઓવર એ એક ટાઇપનું જૅકેટ છે જે ફુલ સ્લીવ્સનું હોય છે અને ફ્રન્ટમાં ઝિપ હોય છે અને એમાં કૅપ અટૅચ્ડ હોય છે. યુનિસેક્સ ફૅશન-જૅકેટ છે, જે વિન્ટરમાં કોઈ પણ ઉંમરના પહેરી શકે. પુલઓવર જૅકેટ ડેનિમ પર પણ સારાં લાગે છે અને જો મહિલાઓ સલવાર-કમીઝ પર પહેરે તો પણ સારાં લાગે છે. પુલઓવર જૅકેટ ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતાં નથી. ખૂબ જ કમ્ફર્ટ સાથે સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ લાગે છે.

શાલ / સ્ટોલ


વિન્ટરમાં શાલ માત્ર સિનિયર સિટિઝન જ પહેરી શકે એવું નથી. યંગ યુવતીઓ અને મિડલ-એજ મહિલાઓ પણ પહેરી શકે છે. જો તમે બેન્ગૉલી સાડી પહેરતાં હો તો શાલને વન સાઇડ રાખી પહેરી શકાય. જો તમે ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરતાં હો તો શોલ્ડર પરથી આગળ લઈ એને બન્ને હાથમાં કૅરી કરી શકો. તમે ચૂડીદાર-કુરતા સાથે પણ શાલ પહેરી શકો. જેમ કે બ્લૅક ચૂડીદાર સાથે લૉન્ગ બ્લૅક કુરતો પહેરવો અને એના પર બેજ અથવા મરૂન કલરની શાલ વન સાઇડ રાખવી. યુવતીઓ ડેનિમ સાથે શાલને અલગ-અલગ રીતે ડ્રેપ કરી શકે છે. સ્ટોલ પણ શાલનો જ એક પ્રકાર છે. ફરક માત્ર એટલો કે સ્ટોલની વિડ્થ શાલ જેટલી પહોળી નથી હોતી. મોટા ભાગે સ્ટોલની પ્રિન્ટ પણ ખૂબ જ બોલ્ડ અને કલરફુલ હોય છે. વિડ્થ ઓછી હોવાને કારણે પર્હેયા પછી બહુ પહોળો લુક નથી આવતો અને આસાનીથી ફોલ્ડ થઈ જાય છે. જો તમને અલગ-અલગ સ્ટાઇલમાં ડ્રેપિંગ આવડતું હોય તો સ્ટોલ એક સ્ટાઇલિશ વિન્ટર વેઅર થઈ શકે.

મફલર

મફલર ખાસ કરીને શાલ અને સ્ટોલ કરતાં વિડ્થમાં નાનાં હોય છે અને થોડાં જાડાં એટલે કે ફુલ ઑફ વુલન હોય છે. મફલર માત્ર ગાળામાં પહેરવામાં આવે છે. મફલર ખાસ કરીને પ્લેન, ચેક્સ અથવા સ્ટ્રાઇપમાં હોય છે અને એમાં નીચે ટૅસલ્સ હોય છે. મફલરની લેન્ગ્થમાં વેરિએશન હોય છે. જો તમને અલગ-અલગ જાતની નેક-ડ્રેપિંગ સ્ટાઇલ આવડતી હોય તો તમે અલગ-અલગ લેન્ગ્થનાં મફલર વસાવી શકો. મફલર એક યુનિસેક્સ વેઅર છે. યુવક અને યુવતી બન્ને પહેરી શકે. મફલર તમે સ્વેટર સાથે કે સ્વેટર વગર પણ પહેરી શકો. મફલર તમારી જરૂરિયાતને પૂરી કરી સ્ટાઇલિશ લુક આપે છે.

socks

સૉક્સ

સૉક્સમાં ઘણી વરાઇટી આવે છે જેમ કે ઍન્કલ-લેન્ગ્થ, કાફ-લેન્ગ્થ, ની-લેન્ગ્થ અને થાઇ-લેન્ગ્થ. કાફ-લેન્ગ્થ અને ઍન્કલ-લેન્ગ્થ સૌથી વધારે ચાલે છે. એમાં પણ ફુલકવર સૉક્સ વધારે ચાલે છે અથવા તો ટો-સૉક્સ પણ પેહરી શકાય. ટો-સૉક્સ એટલે જેમાં ટો એટલે કે અંગૂઠો સેપરેટ હોય. વિન્ટરમાં ટો-સૉક્સ વધારે ચાલે છે, કારણ કે ઘણા ઘરમાં સ્લિપર પહેરતા હોય છે. સ્લિપર પહેરવામાં પણ આવાં સૉક્સ સારાં પડે છે. સ્લિપર કાઢવાં પડતાં નથી અને પગને ડબલ પ્રોટેક્શન મળે છે. જો તમને ટો-સૉક્સ ન ગમતાં હોય તો તમે ઍન્કલ લેન્ગ્થનાં નવી જાતનાં સૉક્સ પહેરી શકો જેમાં નીચે રેક્ઝિન હોય છે જેથી સૉક્સ ભીનાં કે ગંદાં થતાં નથી. સૉક્સની નીચે રેક્ઝિન હોવાથી સૉક્સ પર્હેયા પછી સ્લિપ નથી થવાતું. જેમને ક્રૅક હીલ્સનો પ્રૉબ્લેમ હોય તેમણે ખાસ કરીને રાતના સૂતાં પહેલાં પાણીથી પગ ધોવા. ત્યાર બાદ એના પર પેટ્રોલિયમ જેલી લગાડવી અને પછી કૉટન સૉક્સ પહેરી લેવાં. આ રીતે રેગ્યુલર કરવાથી ક્રૅક હીલ્સમાં રાહત મળે છે.

કંઈક અલગ


જો તમને રેગ્યુલર પુલઓવર કે સ્વેટર ન પહેરવાં હોય તો તમે કંઈક અલગ ટ્રાય કરી શકો. જેમ કે રેગ્યુલર જૅકેટ ન વાપરતાં અનઈવન લેન્ગ્થવાળું જૅકેટ પહેરી શકાય અથવા હવે તો નૉર્મલ કપડાંમાં પણ વુલન વેઅર આવે છે, જેમાં થોડું કૉટન મિક્સ હોય છે જેથી કમ્ફર્ટ લાગે છે. જો તમે વર્કિંગ યુવતી છો તો તમે કાફ-લેન્ગ્થ સ્કર્ટ પહેરી એના પર પોલો નેકવાળું વુલન ટી-શર્ટ પહેરી લૉન્ગ મફલર લઈ નેકમાં ડ્રેપ કરી શકાય અને પગમાં ઍન્કલ-લેન્ગ્થનાં બૂટ્સ પહેરી એક સ્ટાઇલિશ ઑફિસવેઅર લુક આપી શકાય.

કૉલેજ-ગોઇંગ યુવતીઓ પુલઓવર જૅકેટ સાથે ઍન્કલ લેન્ગ્થ ડેનિમ સ્કર્ટ પહેરી શકે.

વુલન પૉન્ચો જેગિંગ કે સ્કિની ડેનિમ સાથે પહેરી શકાય.

સ્કિની ડેનિમ સાથે કાફ-લેન્ગ્થ બૂટ્સ અને એના પર પોલો નેક ટી-શર્ટ અને માથામાં મન્કી-કૅપ, પણ એને કાન સુધી ફોલ્ડ કરી નાખવી અને વાળ ખુલ્લા રાખવા.

યુવકો ફુલ શર્ટ સાથે સ્લીવલેસ સ્વેટર પહેરી શકે. સ્વેટરના નેકમાંથી અંદર રહેલા શર્ટના કૉલર બહાર કાઢવાનું ભૂલવું નહીં.

જે યુવકો બાઇક ચલાવતા હોય તેમણે ખાસ કરીને હાથમાં ગ્લવ્સ પહેરવાં અને માથા પર કૅપ પહેરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK