આ વિન્ટરમાં બનીએ થોડા વરણાગી

હવે ટિપિકલ બટનવાળાં સ્વેટર, અઢી મીટર લાંબી શાલ, ઝિપવાળાં કાર્ડિગન કે હુડીઝ સ્ટિÿક્ટ્લી નો. આ શિયાળામાં ટ્રેન્ડ છે સરસ મજાનાં શ્રગ, સ્ટોલ અને પૉન્ચો પહેરવાનો

priyanka

અલ્પા નિર્મલ

મુંબઈનો શિયાળો આમ તો હળવો ગણાય છે. એમાં ભારેખમ સ્વેટર કે જાડાં જૅકેટ્સ પહેરવાની જરૂર રહેતી જ નથી. છતાંય વહેલી સવારે અને સાંજે ને રાત્રે ઠંડીની લહેરખીઓ મુંબઈગરાને સીઝનની યાદ દેવડાવે છે એટલે વૉર્મ કપડાં પહેરવાની જરૂર પડે છે. જોકે અહીંનો શિયાળો સલુણો હોવાથી આપણા વૉર્ડરોબમાં વિન્ટરવેઅરનું બહુ મોટું કલેક્શન નથી હોતું. એ જ મશીન-નીટેડ બટનવાળાં સ્વેટર, શાલ, ઝિપર ને હુડીઝ દર શિયાળે પહેરાય છે. બટ આ વિન્ટર પર બનીએ થોડા વરણાગી અને અપનાવીએ લેટેસ્ટ વિન્ટર-સ્ટાઇલ્સ.

સ્વેટરને બદલે પૉન્ચો / જૅકેટ્સ : લાંબી બાય, ટૂંકી બાય કે બાંડિયા ટાઇપનાં મશીનમાં ગૂંથેલાં સ્વેટર હવે ટોટલી આઉટ ઑફ ફૅશન છે.

એના બદલે ડેનિમ, કૉડ્ર્રોય, થિક કૉટન, વૂલનાં શૉર્ટ-લૉન્ગ પૉન્ચો કે જૅકેટ્સ અપનાવી શકાય. અહીં સિન્થેટિક અને રેઇનવેઅર મટીરિયલનાં જૅકેટની વાત નથી, ડે-ટુ-ડે લાઇફમાં કમ્ફર્ટેબલ રહે એવાં જૅકેટની વાત છે. પૉન્ચો અને જૅકેટ ઘૂંટણ સુધી લાંબાં, હિપ-લાઇન સુધીનાં કે કમર સુધીનાં હોય છે. એ જ રીતે ફુલ-સ્લીવ ને સ્લીવલેસ પણ હોઈ શકે છે. આ ટાઇપનાં વિન્ટરવેઅર વેસ્ટર્નવેઅર પર તો સારાં લાગે જ છે અને ઇન્ડિયનવેઅર પર પણ શોભી ઊઠે છે. આ જૅકેટ્સ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે એ બૉડીફિટ ન જ હોવાં જોઈએ. ઉપરાંત જૅકેટ્સ પહેરતી વખતે એમાં રહેલાં બટન, ઝિપર કે બેલ્ટ ન બાંધવાં જોઈએ. અન્ય મહત્વની બાબત એે છે કે પ્રિન્ટેડ જૅકેટ્સ અને પૉન્ચો અવૉઇડ કરવાં. એને બદલે જાડી સ્ટ્રાઇપ્સ, જ્યોમેટ્રિકલ કે એસ્થેટિક મોટી ડિઝાઇન અને બેત્રણ કલરના જાડા પટ્ટાઓવાïળાં પૉન્ચો, જૅકેટ્સ હાલ ટ્રેન્ડમાં છે. જોકે પ્લેન મટીરિયલ બેસ્ટ ચૉઇસ છે. આ વર્ષે ડિઝાઇનરોએ જૅકેટ-કમ-પૉન્ચો જેવું વિન્ટરવેઅર તૈયાર કર્યું છે જે શોલ્ડર, નેક પાસેથી ફિટેડ હોય. ક્યારેક ટોટલી ફિટેડ હોય, પણ સ્લીવને બદલે અન્ડરઆર્મ પાસેથી કટ હોય જે ફૅશનેબલ તો દેખાય જ છે સાથે એમાં સરળતાથી હાથની મૂવમેન્ટ્સ થાય છે અને હાથ ઉપર-નીચે કરતી વખતે આખું જૅકેટ કે પૉન્ચો ઊંચકાતા નથી.

શાલના બદલે શ્રગ અને સ્ટોલ : શ્રગ આપણે ત્યાં બારે મહિના પહેરાય છે. ઉનાળામાં એ તડકાથી બૉડીને ટૅન થતી બચાવે છે તો શિયાળામાં ઠંડીથી. જોકે બેઉ ઋતુમાં અલગ-અલગ મટીરિયલનાં શ્રગ પહેરાય છે. ઉનાળામાં હોઝિયરી આરામદાયક લાગે છે તો વિન્ટરમાં ઠંડીથી રક્ષણ આપતાં ફૅબ્રિકનાં શ્રગ કમ્ફર્ટેબલ રહે છે. અગેઇન શ્રગમાં લાંબી-ટૂંકી લેન્ગ્થ, સ્લીવલેસ અને ફુલ-હાફ બાંય પહેરાય છે. બટ અહીં પણ સેમ પૉલિસી. પ્લીઝ અવૉઇડ પ્રિન્ટ્સ. પ્લેન શ્રગ રિયલી લુક્સ ગ્રેટ. શ્રગ પણ બૉડીફિટેડ નથી હોતાં એટલે જ મોટા ભાગના લોકો એની સિલાઈ, કટ પર વધુ ફોકસ નથી કરતા; પણ શ્રગનો એકમાત્ર પૉઇન્ટ એ જ હોવો જોઈએ કે એ નાઇસલી સ્ટિચ્ડ અને ગુડ ક્ટસ ધરાવતાં હોવાં જોઈએ.

મિલાનની અરમાની બ્રૅન્ડના ડિઝાઇનર સ્ટોલને ફૅશન-સ્ટેટમેન્ટ માને છે. તેમના કહેવા પ્રમાણે એકમાત્ર સ્ટોલ વ્યક્તિની પર્સનાલિટીને નિખારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. એટલે જ ડોન્ટ ટેક ઇટ ઈઝી. સ્ટોલ એટલે ૧૬ બાય ૧૬ના  સ્કાર્ફ અને અઢી મીટરના દુપટ્ટા, શાલ, ચુનરીનો વચ્ચેનો પર્યાય. જસ્ટ થોડાં વર્ષો પૂર્વે જ ઇન્વેન્ટ થયેલા આ સ્ટોલે આજે સ્ત્રી-પુરુષોનાં દિલોદિમાગ તેમ જ વૉર્ડરોબમાં અચૂક સ્થાન જમાવી દીધું છે. સ્ટોલની લંબાઈ અને પનો બદલાતાં રહે છે, પણ વિન્ટરમાં લાંબો સ્ટોલ વધુ એલિગન્ટ લાગે છે. વુલન, હાથે ગૂંથેલો કે પછી મશીન-નીટેડ, ફેલ્ટ મટીરિયલનો સ્ટોલ વિન્ટરમાં યુઝ કરી શકાય. વિન્ટરïવેઅરમાં મોસ્ટ્લી બ્લૅક, ગ્રે, બ્રાઉન, ડાર્ક બ્લુના શેડ્સ સારા લાગે છે. શૉકિંગ કલર્સ કે નિયૉન કલર્સ સ્ટિÿક્ટ્લી નો.

પણ હા, સ્ટોલમાં આ કલર્સનો એક્સપરિમેન્ટ કરી શકાય. ગ્રેના શેડ્સ સાથે યલો સ્ટોલ કે બ્લૅક સાથે ઑરેન્જ સ્ટોલ લુક્સ ગ્રેટ.

ફુટવેઅર : શિયાળા સિવાય બાકીના ટાઇમમાં તમે ભલે કોઈ પણ સ્ટાઇલિશ ફુટવેઅર પહેરો, વિન્ટરમાં શૂઝ અનિવાર્ય છે જે એક કમ્પ્લીટ લુક તો આપે જ છે ઉપરાંત પગને વાઢિયાથી બચાવે છે. આ સીઝનમાં બૂટ્સ કૅન બી ગુડ ઑપ્શન. જોકે આપણે ત્યાં એવી તો ઠંડી નથી જ કે ની-લેન્ગ્થ બૂટ્સ પહેરાય, પણ ઍન્કલ-લેન્ગ્થ ઍક્સેપ્ટેબલ છે.

લેયર લેયર ઑન ધ બૉડી

એક જ જાડું જૅકેટ કે સ્વેટર પહેરવા કરતાં બેત્રણ કપડાં ઉપરાઉપરી પહેરવાં એ ઠંડીથી બચવાનો વાઇઝ ઑપ્શન છે. બટ ડૂ રિમેમ્બર કે એ દરેક લેયર ડિફરન્ટ લેન્ગ્થની હોવી જોઈએ. એક જ લંબાઈનાં શર્ટ કે ટી-શર્ટ વળી ઉપર જૅકેટ કે પૉન્ચો તમને ફક્ત ભરાવદાર દેખાડે છે. એ જ નિયમ એ કપડાંની સ્લીવમાં જળવાય તો લેયર ખરા અર્થમાં આરામદાયક બની શકે છે. જો ઉપર પહેરવાના જૅકેટ કે પૉન્ચો લાંબા હોય તો એની નીચે શૉર્ટ શર્ટ કે ટી-શર્ટ. અને અંદરનું વસ્ત્ર લાંબું હોય તો બહારના વસ્ત્રની લંબાઈ ટૂંકી રાખવી.

બી બોલ્ડ

કાશ્મીરી ભરત ભરેલી શાલ બહુ ગમે છે એટલે દર સીઝનમાં એ જ ઓઢો છો તો આ સીઝનમાં થોડા બોલ્ડ થઈ એમાંથી જૅકેટ્સ કે પૉન્ચો કરાવડાવી લો. શૉલ રિયલી આઉટ ઑફ ટ્રેન્ડ છે ત્યારે એમ્બþૉઇડરીવાળાં જૅકેટ્સ પૉન્ચો ટ્રેન્ડ ઑફ સીઝન છે.

મિડ-ડે ટિપ

ટ્રાય સ્ટૉકિંગ્સ. વિન્ટરમાં વેસ્ટર્નવેઅરમાં બૉટમ્સમાં મોસ્ટલી ડેનિમનાં જીન્સ કે લેગિંગ્સ પહેરતા હોય છે ત્યારે આ શિયાળે ટ્રાય સ્ટૉકિંગ્સ. બ્લૅક ઓર ડાર્ક બ્રાઉનના થિક સ્ટૉકિંગ્સ ઠંડીની સામે રક્ષણ આપે જ છે અને સાથે સ્ટાઇલિશ પણ લાગે છે. જોકે એની એકમાત્ર શરત એ છે કે એ આઇધર શૉર્ટ વન-પીસ અથવા મિડ-થાઇ શર્ટ-ટૉપ્સ સાથે જ પહેરવું. હા, શૉર્ટ સ્કર્ટ સાથે પણ સ્માર્ટ લુક આપે છે, પણ ક્રૉપ ટૉપ કે હિપથી ઉપરના ટૉપ્સ સાથે નો. નેવર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK