સફેદ વાળને કેવી રીતે બાય-બાય કહેશો?

સફેદ વાળની સમસ્યા આજકાલ ઉંમરવિહીન થઈ ગઈ છે. બાળકોને પણ હોય અને મોટેરાંને પણ હોય. એથી સફેદ વાળ થતાં કેવી રીતે અટકાવી શકાય એ જાણીએ નિષ્ણાતો પાસેથી

ms dhoni

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

કપડાં સફેદ ન હોય તો શરમ લાગે અને વાળ સફેદ હોય તો પણ શરમ લાગે. એટલે સફેદી અમુક જગ્યાએ જ આવકાર્ય છે. આજકાલ સફેદીની ચમકાર કપડાં પર ઓછી અને માથામાં વધારે દેખાય છે. એટલે જાહેરમાં થોડું ક્ષોભજનક તો લાગે જ. જન્ક ફૂડના જમાનામાં હેલ્ધી ડાયટ શું એ સમજાવવું પડે અને કાળા વાળની ઝંખના કરે એ કેમ પોસાય. સ્ત્રી અને પુરુષ બન્નેને સફેદ વાળની સમસ્યા સતાવી રહી છે. એ તો ઠીક, પરંતુ બાળકો અને ટીનેજમાં પણ સફેદ વાળનો પ્રૉબ્લેમ જોવા મળી રહ્યો છે. તો આ સફેદ વાળની સમસ્યાને કેવી રીતે દૂર કરવી એ જાણો.

ઉંમર પ્રમાણે સફેદ વાળની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે એમ જણાવતાં આયુર્વેદનાં ડૉ. શેમ્પી ગુપ્તા કહે છે કે બાળકોમાં મોટા ભાગે વિટામિન્સની કમી જોવામાં આવી છે. ડૉ. શેમ્પી છેલ્લાં દસ વર્ષથી ચેમ્બુરમાં પ્રૅક્ટિસ કરી રહ્યાં છે. તેઓ કહે છે, ‘સૌથી સારો અને ઉત્તમ ઉપાય તો એ જ છે કે આપણે આહાર મારફત સફેદ વાળ થતાં અટકાવીએ. ફળો, શાકભાજી, પાણીનું પૂરતું પ્રમાણ આ સમસ્યાને કિનારા પર જ રાખશે. એ સિવાય આપણે અમુક પરંપરાગત રીતો અપનાવવી જોઈએ. આજના ટીનેજર અને યુવાનો માથામાં તેલ નાખવાનો કન્સેપ્ટ સમજતા જ નથી. સ્કૅલ્પમાં તેલની માલિશ થાય તો બ્લડ-સર્ક્યુલેશન વધે અને વાળને જ ફાયદો થાય. નારિયેળ કે ઑલિવ ઑઇલ સ્કૅલ્પની માલિશ માટે ઉત્તમ છે.’

વધુ ઘરગથ્થુ નુસખા જણાવતાં ડૉ. શેમ્પી કહે છે, ‘૧૦૦ મિલીલીટર નારિયેળના તેલમાં ૨૦-૩૦ લીમડાનાં પાન ઉકાળી નાખો. આખી રાત ઠંડું થવા દો અને પછી એને ઉપયોગમાં લો. આ તેલ પણ સફેદ વાળની સમસ્યામાં મદદરૂપ થશે. એવી જ રીતે જાસૂદનાં ફૂલની પેસ્ટ સ્કૅલ્પ પર ૧૦-૧૫ મિનિટ લગાવીને ધોઈ નાખો. જાસૂદનાં ફૂલ, અલોવેરા, દિવેલ, આમળાનો પાઉડર સફેદ વાળને કાળા કરવામાં મદદરૂપ થાય છે. આમળાના પાઉડરને ઓછામાં ઓછો એક કલાક પાણીમાં પલળવા દો. ત્યાર બાદ એને માથામાં લગાવી પંદર મિનિટ સુધી રહેવા દો. એનાથી પણ ઠંડક મળશે. યુવાનોને ખાસ સલાહ છે કે કૉસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળે અને વાળમાં કેમિકલ ટ્રીટમેન્ટ ઓછી કરાવે. એનાથી પણ વાળની મોટા ભાગની સમસ્યા દૂર થઈ જશે.’

ત્યારે ડર્મેટોલૉજિસ્ટનું શું કહેવું છે એ જાણીએ. મુલુંડ (વેસ્ટ)માં પ્રૅક્ટિસ કરતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. માધુરી અગરવાલ વાળના સફેદ થવા માટે આજના ભેળસેળવાળા આહારને દોષી માને છે. તેઓ કહે છે, ‘આજે બાળકો અને પુખ્તોમાં વાળ સફેદ થવાનું કારણ આહાર છે. સૌથી પહેલાં ડાયટ સુધારવી પડે. એમાં સફરજન, ટમેટાં, પપૈયાં જેવાં ફળો ખાઓ. લીલા, લાલ અને નારંગી રંગનાં વેજિટેબ્લ્સ અને ફળોનો સમાવેશ કરો. બીજું એ કે પ્રોટીન ડાયટનો પણ સમાવેશ કરો. ઉનાળામાં વાળનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ઓઝોન લેયરમાં ગાબડું હોવાથી ગરમીનું પ્રમાણ વધારે છે અને ગ્લોબલ વૉર્મિંગ ત્વચાને નુકસાન પહોંચાડે છે. એટલે બહાર નીકળો ત્યારે માથાને કવર કરીને નીકળો અથવા હૅટનો ઉપયોગ કરો. પ્રદૂષણ એટલું બધું વધારે છે કે વાળને બચાવવા મુશ્કેલ થઈ જાય છે. એમ છતાં આહારમાં વધારો-ઘટાડો ફાયદાકારક છે.’

આયુર્વેદનાં ડૉ. શેમ્પી ગુપ્તા અને ડર્મેટોલૉજિસ્ટ ડૉ. માધુરી અગરવાલ બન્ને એક વાત પર ભાર મૂકે છે કે પાણીનું પ્રમાણ વધારે રાખવું. આજે લોકો ઑફિસમાં ઍર-કન્ડિશન્ડમાં બેસીને ઘરે આવીને પણ સારા વાતાવરણમાં હોવાથી પાણીના પ્રમાણ પર ધ્યાન નથી રાખતા. એની અસર વાળ પર પડતી હોય છે. વધુમાં ડૉ. માધુરી જણાવે છે, ‘ઘણા લોકો સફેદ વાળને ઢાંકવા માટે મેંદીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હું લોકોને સ્પષ્ટ ના કહું છું, કારણ કે એ મેંદીમાં પણ વાળને ડાઇ કરવાનાં રસાયણો ઉમેરેલાં હોય છે અને એની સુરક્ષિતતાની કોઈ ખાતરી નથી હોતી. એના કરતાં હું તેમને બ્રૅન્ડેડ ડાઇ કલરની સલાહ આપું છું. આ રંગો પર પ્રામાણિક માર્ક તો હોય છે. મેંદીનો સાચો ફાયદો ત્યારે જ થાય જ્યારે એ કુદરતી રીતે લેવામાં આવે. હવે આપણે કંઈ ઘરે તો છોડ ઉગાડીને એનાં પાંદડાં મસળીને ઉપયોગમાં લેવાના નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK