વૉટ્સ યૉર ફેવરિટ કલર?

રાઇટ ચૉઇસ ઑફ કલર તમારો મૂડ બદલી નાખે છે

wardrobe

ખુશ્બૂ મુલાની ઠક્કર

ઘણી વખત એવું બનતું હોય છે કે તમે તમારો બેસ્ટ આઉટફિટ પહેર્યો હોય, પરંતુ એમ લાગે છે કે મજા નથી આવતી એટલે કે લાગે છે કંઈક ખૂટે છે અથવા તો કૉન્ફિડન્ટ નથી લગાતું. જુદા-જુદા કલર અલગ-અલગ ઇમ્પૅક્ટ પાડે છે તમારા વ્યક્તિત્વ પર તેમ જ સામે જોનારી વ્યક્તિ પર પણ... જેમ કે રેડ કલર શુકનિયાળ છે તેમ જ સેન્સ્યુઅલ પણ છે. બ્લૅક કલર પાવર, સૉફિસ્ટિકેશન અને સ્ટાઇલ-સ્ટેટમેન્ટ છે; જ્યારે બ્લુ કલર કામનેસ અને  ટ%થફુલનેસ સૂચવે છે. યલો કલર સનશાઇન, હોપ અને ઑપ્ટિમિઝમનો છે; જ્યારે ગ્રીન કલર નેચર, એન્વાયર્નમેન્ટ અને યુથ સૂચવે છે.

કલરની ચૉઇસ બહુ પર્સનલ હોય છે. વ્યક્તિ પોતાની પર્સનાલિટી મુજબ કલર ચૂઝ કરે છે. જ્યાં સુધી પોતાની મનગમતી વસ્તુ સ્પેસિફિક કલરમાં મળતી નથી ત્યાં સુધી તે ખરીદતી નથી. મોટે ભાગે લોકો બ્રૅન્ડેડ કપડાં પહેરવાનું પ્રિફર કરે છે, કારણ કે મોટા ભાગના લોકો એવું વિચારતા હોય છે કે જો કપડાં બ્રૅન્ડેડ હશે તો જ સારાં લાગશે, પરંતુ એવું નથી હોતું. જરૂર છે એક રાઇટ ચૉઇસ ઑફ કલરના આઉટફિટની જે બ્રૅન્ડેડ નહીં હોય તો પણ ચાલશે. આમ જુઓ તો કલર-થેરપી બહુ બહોળી છે અને ઍસ્ટ્રોલૉજિકલી કે હેલ્થ-વાઇઝ કે વસ્તુ પ્રમાણે બધાં અલગ-અલગ મંતવ્યો છે.

સ્કિન-ટોન

કલરની પસંદગી સ્કિન-ટોનના હિસાબે કરી શકાય, જેમ કે જો તમારી સ્કિન ઊજળી હોય તો તમે ડાર્ક શેડ પસંદ કરી શકો. ડાર્ક શેડ પહેરવાથી એક પ્રોમિનન્ટ લુક આવે છે અને કૉન્ફિડન્સ વધે છે. જ્યારે ડાર્ક સ્કિન-ટોનવાળા લાઇટ કલર પસંદ કરી શકે. લાઇટ કલર સોબર લુક આપે છે. ડાર્ક કલર અને લાઇટ કલરનાં કપડાં સિલેક્ટ કરતી વખતે ખૂબ ધ્યાન રાખવું, જેમ કે ડાર્ક કલર જ્યારે ઓછો પહેરવામાં આવે છે ત્યારે એની ઇમ્પૅક્ટ વધારે પડે છે. જેમ કે માત્ર રેડ કલરનો બૉડી-હગિંગ ડ્રેસ કે પછી બ્લૅક કલરનો ઑફ-શોલ્ડર શૉર્ટ ડ્રેસ કેમ ન હોય. જ્યારે લાઇટ કલરનાં કપડાંને વૉલ્યુમાઇઝ લગાડવા માટે એને થોડો વધારે પહેરવો પડે છે. જેમ કે ગોલ્ડન કલરનો ફ્લોર-લેન્ગ્થનો અનારકલી ડ્રેસ.

બૉડી-સ્ટ્રક્ચર

કલર-ચૉઇસ તમે બૉડી-સ્ટ્રક્ચર પ્રમાણે પણ કરી શકો, જેમ કે જો તમારી હેવી બૉડી હોય તો તમે બ્લૅક કલર પહેરી શકો. બ્લૅક કલરથી થોડો નૅરો લુક આવે છે. બ્લૅક કલર તમારી બૉડી-ફ્રેમને કટ કરે છે. જ્યારે તમને સુસ્તી ફીલ થતી હોય ત્યારે હેવી બૉડીવાળાઓએ ડાર્ક ઑરેન્જ કલર પહેરવો અને જેમનું સુડોળ શરીર છે તેઓ લાઇટ યલો કલર પહેરી શકે. સુડોળ શરીરવાળા પેસ્ટલ કલર પહેરી શકે. પેસ્ટલ કલર પહેરવાથી શરીરનાં અંગઉપાંગો બરાબર દેખાય છે. જો હેવી બૉડીવાળા પેસ્ટલ શેડનાં કપડાં પહેરશે તો જે અવયવો દેખાડવાના નથી, જેમ કે વધેલી પેટ કે સાથળ પરની ચરબી એ તરત જ દેખાશે. એટલે હેવી બૉડીવાળાઓએ ખાસ કરીને ડાર્ક કલર જ પહેરવા.

કૉસ્મેટિક કંપની માટે કામ કરતી અંકિતા પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘જ્યારે કોઈ ક્લાયન્ટને અમે લિપસ્ટિકના જુદા-જુદા શેડ બતાવીએ છીએ ત્યારે ક્લાયન્ટ એકદમ જ ડલ ફીલ કરે છે અને કંઈ લીધા વગર જ જાય છે. થોડા અનુભવ પછી સમજાયું કે આટલા કલર દેખાડ્યા તો પણ કંઈ લીધું નહીં. પછી સમજાયું કે આટલાબધા કલરની વરાઇટી જોયા પછી કલર-બ્લાઇન્ડ થઈ જવાય છે અને ખબર નથી પડતી કે શું લેવું. હવે સમજાઈ ગયું છે કે ધીરે-ધીરે લિપસ્ટિકના શેડ બતાવવા અને જો એમ લાગે કે ક્લાયન્ટને ખબર નથી પડતી તો અમે વચ્ચે તેમની માગ હોય કે ન હોય, ક્લાયન્ટને ઑરેન્જ કલર બતાવીએ છીએ જે ઇન્સ્ટન્ટ તેમનો મૂડ અપલિફ્ટ કરે છે.

રીટેલ શોરૂમમાં કામ કરતો મનોજ કહે છે, ‘અલગ-અલગ જાતના ક્લાયન્સ આવે છે. તેઓ કેટલા વાગ્યે શૉપિંગ કરવા જાય છે એના પર પણ તેમના મૂડનો આધાર રહેલો છે. પ્લસ અમે તેમને શું બતાવીએ છીએ એના પર પણ આધાર રાખે છે. જેમ કે જો લાઇટ કલરનાં કપડાં બતાવીએ તો ક્લાયન્ટ મૂડલેસ થઈ જાય છે. ક્લાયન્ટ મૂડલેસ ન થાય એ માટે અમે વચ્ચે-વચ્ચે કોઈ બ્રાઇટ કલરનું તેમની રિક્વાયરમેન્ટ કરતાં કંઈક અલગ, થોડું વધારે ફૅન્સી ટૉપ કોઈ અટ્રૅક્ટિવ કલરમાં દેખાડીએ છીએ જેથી તરત જ તેમનો મૂડ બદલાઈ જાય છે.’

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ


રેડ કલર શુકનિયાળ છે તો સેન્સ્યુઅલ પણ છે જો તમારે ડેટ પર જવાનું હોય તો તમે રેડ કલર પહેરી શકો. રેડ કલરથી તરવરાટ વધે છે

વાઇટ કલર શીતળતા અને સૌમ્યતા આપે છે જેથી સમરવેઅર માટે પર્ફેક્ટ ઑપ્શન છે

યંગસ્ટર્સ માટે ઑરેન્જ કલર બેસ્ટ ઑપ્શન છે. ઑરેન્જ કલર હંમેશાં તાજગી આપે છે

કોઈ પ્રોફેશનલ મીટિંગમાં સોબર કલર પહેરવા

લગ્નમાં મેંદીના ફંક્શનમાં ગ્રીન અથવા ઑરેન્જ કલર પહેરી શકાય

ચિયરફુલ ફીલ કરવા માટે યલો પહેરી શકાય

ગ્રે કલર ઘણાને ડલ ફીલ કરાવે છે

જેમનું મગજ ખૂબ ગરમ રહેતું હોય તેમણે બ્લુ કલર પહેરી શકાય. બ્લુ કલર પાણીનો કલર છે, જેથી તેમનું મગજ ઠંડું રહે છે અને જેમનો સ્વભાવ ખૂબ અગ્રેસિવ હોય તેમણે રેડ કલર અવૉઇડ કરવો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK