પાયજામા વગર હવે વૉર્ડરોબ અધૂરો છે

ગરમીમાં કયાં કપડાં આરામદાયક રહેશે એવું વિચારીએ ત્યારે કૉટન પાયજામા જ બધાનું ધ્યાન ખેંચે છે. પાયજામા બધા જ માટે ફેવરિટ બની ગયા છે

paijama



લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાણી ઠક્કર

પાયજામા માત્ર પાયજામા-પાર્ટી સુધી જ સીમિત નથી રહ્યા. યુવતીઓથી લઈને મહિલા બધા જ માટે એક કમ્ફર્ટ-વેઅર બની ગયા છે. પહેલાં પાયજામા માત્ર નાઇટવેઅર તરીકે જ પહેરાતા અને ઘરની બહાર જવાનું હોય તો પાયજામા બદલીને જવાતું, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. છેલ્લાં બે વર્ષમાં પાયજામા એ દરેક યુવતી માટે મસ્ટ-વેઅર બની ગયા છે. પાયજામા વગર વૉર્ડરોબ અધૂરો છે. પાયજામાની ખૂબી એ છે કે પ્યૉર કૉટનમાંથી બનેલા હોવાથી ગરમી નથી લાગતી અને થોડા લૂઝ હોવાથી એકદમ કમ્ફર્ટે‍બલ લાગે છે.

આ પાયજામાનો ફર્મો એટલે કે પાયજામાનું કટિંગ એટલું સારી રીતે કરવામાં આવ્યું હોય છે કે એ દૂરથી કૉટન પૅન્ટ જેવા લાગે છે અને મૅચિંગ ટી-શર્ટ સાથે પહેર્યું હોય અને  અચાનક બહાર જવાનું હોય તો પણ ખરાબ નથી લાગતું. આવા પાયજામામાં અલગ-અલગ પૅટર્ન આવે છે જેમ કે સ્ટ્રેટ ફિટિંગ, નૅરો કે સેમી ધોતી સ્ટાઇલ.

સ્ટ્રેટ ફિટ

સ્ટ્રેટ ફિટિંગ એટલે જે માપ હિપ પાસે હોય એ જ માપ નીચે સુધી હોય છે. આ ફિટના પાયજામા સુડોળ શરીરથી લઈને સ્થૂળ શરીરવાળા બધાને જ સારા લાગે છે. સ્થૂળ શરીરવાળાઓએ સ્ટ્રેટ ફિટના પાયજામા સાથે હિપ-કવરિંગ એટલે કે લાંબું ટી-શર્ટ પહેરવું. સુડોળ શરીરવાળા સ્ટ્રેટ-ફિટ પાયજામા સાથે શૉર્ટ ટી-શર્ટ પહેરી શકે છે. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો આવા પાયજામા સાથે લૉન્ગ કુરતી પહેરી શકાય. લૉન્ગ કુરતી જો પહેરવી હોય તો પાયજામાની પ્રિન્ટની પસંદગી બરાબર કરવી.

નૅરો ફિટ


નૅરો ફિટિંગ એટલે હિપ પાસે જે માપ હોય એ માપ બૉટમ સુધી આવતાં નાનું થઈ જાય છે. નૅરો ફિટના પાયજામા પાતળી યુવતીઓને વધારે સારા લાગે છે. જો સ્થૂળ શરીરવાળા નૅરો ફિટના પાયજામા પહેરે તો વધારે જાડા લાગે છે. બૉટમ નૅરો હોવાથી હિપ પર ધ્યાન વધારે જાય છે અને જો ટી-શર્ટ પણ લાંબું ન પહેર્યું હોય તો પણ ખરાબ લાગે છે. જ્યારે પાતળી યુવતીને નૅરો ફિટના પાયજામા ખૂબ જ સરસ લાગે છે. નૅરો ફિટ પાયજામા સાથે શૉર્ટ ટી-શર્ટ સારાં લાગી શકે. એની સાથે સ્લિપર્સ અને નો-જ્વેલરી લુક સારો લાગી શકે.

સેમી ધોતી સ્ટાઇલ

સેમી ધોતી સ્ટાઇલ એટલે કૉટન પાયજામામાં ધોતીનો લુક આપવામાં આવે છે. આવા પાયજામા થાઇઝ પાસેથી હેવી લાગે છે. હેવી એટલે કે ધોતીનો જે ફૉલ હોય છે એ થાઇઝ પાસે હોય છે એટલે જોવામાં હેવી લુક લાગે છે. સેમી ધોતી પાયજામા પણ સ્થૂળ શરીરવાળાઓએ પહેરવાના ટાળવાં અને કૉટન ફૅબ્રિકમાંથી બનેલા હોવાને કારણે ધોતીનો ફૉલ નીચે નથી પડતો, પરંતુ એમનો એમ જ રહે છે. સેમી ધોતી પાયજામા સાથે તમે શૉર્ટ કુરતી કે ક્રૉપ ટૉપ પહેરી શકો. સેમી ધોતી-પાયજામા સાથે લૉન્ગ કુરતી ન પહેરવી. લૉન્ગ કુર્તી પહેરવાથી ધોતીનો ફૉલ નહીં દેખાય અને પાયજામાનો લુક મરી જશે. સેમી ધોતી પાયજામા સાથે સ્પૅઘેટી ટ્યુનિક પહેરી એક ઇન્ડો-વેસ્ટર્ન લુક આપી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK