વિન્ટેજ લુક માટે ટ્રાય કરો ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ

દરેક એજ-ગ્રુપને સૂટ થતાં આ બ્લાઉઝ જોકે દરેક બૉડી-ટાઇપને સારાં નથી લાગતાં

deepika padukone



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

લગ્નપ્રસંગોની મોસમ ચાલી રહી છે. લગ્ન ટ્રેડિશનલ ફંક્શન છે. આ ટ્રેડિશનલ ફંક્શનમાં કપડાં પણ ટ્રેડિશનલ જ હોય અને એમાં સાડી તો હોય જ. આજકાલ સાડીઓ પણ ઘણી સ્ટાઇલિશ મળે છે. પણ એ સ્ટાઇલિશ સાડીનાં બ્લાઉઝ આપણે કઈ રીતે સ્ટાઇલિશ સીવડાવીએ એની મથામણમાં સમય ખરાબ કરતા હોઈએ છીએ, કેમ કે અમુક સાડીઓ બ્લાઉઝથી જ નીખરે છે. આજકાલ બ્લાઉઝની પૅટર્નમાં બહુ વરાઇટી આવી ગઈ છે, પણ સ્લીવ્ઝ એ જ છે. શૉર્ટ સ્લીવ્ઝ, કેપ સ્લીવ્ઝ અને બહુ-બહુ તો સ્લીવલેસ. આ બધી સ્લીવ્ઝ જો તમે તમારા બ્લાઉઝમાં કરી ચૂક્યા હો અને તમારે કંઈ નવું ટ્રાય કરવું હોય તો ફુલ સ્લીવ્ઝ ટ્રાય કરવા જેવી છે. ફુલ સ્લીવ્ઝના બ્લાઉઝની પૅટર્ન હમણાં નથી ઊભરી, પણ આ બહુ જૂની પૅટર્ન છે જે આપણા વડીલો અને રાણીઓ પહેરતાં હતાં. હવે આ પૅટર્ને પાછી ફૅશન-માર્કેટમાં દસ્તક આપી છે જેને લોકોએ અપનાવી છે.

હાથની બદસૂરતી

બ્લાઉઝમાં ફુલ સ્લીવ્ઝ હમણાંની પૅટર્ન નથી. આના વિશે ડિવાઇન ફૅશન નામનું બુટિક ચલાવતાં ફૅશન-ડિઝાઇનર સ્મિતા ગાલા કહે છે, ‘ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ બહુ જૂની પૅટર્ન છે. પહેલાંના જમાનામાં મહિલાઓ પોતાના હાથની બદસૂરતી છુપાવવા માટે ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરતી હતી. ઉંમર થતાં તેમના હાથની ચામડી ઢીલી પડી જતી. એ ઢીલી પડી ગયેલી ચામડી છુપાવવા માટે તેઓ ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સીવડાવતી. પણ હવે આ એક ફૅશન બની ગઈ છે. આજકાલ ૫૦-૮૦ ટકા મહિલાઓ પ્રસંગમાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે.’

એજ અને બૉડી-ટાઇપ

ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝની ખાસિયત એ છે કે એ કોઈ પણ એજના લોકોને સારું લાગે છે એમ જણાવતાં સ્મિતા ગાલા કહે છે, ‘પણ આની એક લિમિટેશન પણ છે. કોઈ પણ એજ-ગ્રુપને સૂટ થતાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ દરેક બૉડી-ટાઇપને સૂટ થતાં નથી. મારા હિસાબે જે મહિલા સ્થૂળકાય અને ઠીંગણી હોય તેણે ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ ન પહેરવાં જોઈએ, કેમ કે ફુલ સ્લીવ્ઝ તમારી બૉડી-લાઇનને હાઇલાઇટ કરે છે. એટલે જો તેઓ આ ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પહેરશે તો સ્થૂળકાય મહિલાઓ વધારે સ્થૂળ લાગશે અને ઠીંગણી મહિલાઓ વધારે ઠીંગણી લાગશે. ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ પાતળી અને લાંબી મહિલાઓને સારાં લાગે છે.’

ફૅબ્રિક


નેટ, શિફૉન, જ્યૉર્જેટ, જૅકાર્ડ, લાયક્રા, શેન્ટલી નેટ ફૅબ્રિક જેવાં ફૅબ્રિકમાં ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સારાં લાગે છે. ફુલ સ્લીવ્ઝનાં બ્લાઉઝ સીવડાવવા માટે તમારી પાસે સાડી પણ એવી ટાઇપની હોવી જોઈએ. આ પૅટર્ન કોઈ પણ સાડી-પૅટર્ન કે પછી કોઈ પણ સાડી-મટીરિયલમાં સારી લાગતી નથી એમ જણાવતાં સ્મિતા ગાલા કહે છે, ‘આ પૅટર્ન સીવડાવતા સમયે એ પણ ધ્યાન રાખવું કે સાડી બહુ હેવી ન હોવી જોઈએ. જો સાડી હેવી હશે અને એની સાથે તમે ફુલ સ્લીવ્ઝનું બ્લાઉઝ સીવડાવશો તો એ એટલો ઉઠાવ નહીં આપે. આ પૅટર્ન પ્લેન સાડી જેમાં માત્ર બૉર્ડર હોય એમાં સારી લાગશે. એ સિવાય શિફૉન, પ્લેન, ચંદેરી, નેટ, લાયક્રા જેવાં લાઇટવેઇટ ફૅબ્રિકવાળી સાડીઓમાં પણ આ પૅટર્ન સારો લુક આપે છે; પણ પૈઠણી અથવા સાઉથ ઇન્ડિયન જેવી ટિપિકલ સાડીમાં ફુલ સ્લીવ્ઝ એટલી સારી લાગતી નથી.’ ફુલ સ્લીવ્ઝમાં રાઉન્ડ નેક, બોટ નેક, ઑફશોલ્ડર નેક સારા લાગે છે.

ઍક્સેસરીઝ

ફુલ સ્લીવ્ઝવાળા બ્લાઉઝમાં તમારે બહુ ભારે ઍક્સેસરીઝ ન પહેરવી; મોતીની માળા, જયપુરી ઑર્નામેન્ટ્સ, ડાયમન્ડ જેવી લાઇટ ઍક્સેસરીઝ પહેરી શકાય છે. જો તમારે નેકલેસ ન પહેરવો હોય તો તમે માત્ર હેવી ઇઅર-રિંગ પહેરશો તો પણ તમે બધાથી હટકે લાગશો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK