નારિયેળપાણી પીઓ જ નહીં, લગાવો પણ

ગરમીમાં કોકોનટ વૉટર પીવાથી શરીરને જેટલા લાભ થાય છે એટલા જ ફાયદા ચહેરા અને વાળ પર લગાવવાથી થાય છે. ગરમીમાં મૅજિકલ રિઝલ્ટ આપતું આ જાદુઈ પાણી કઈ રીતે ઉપયોગી છે એ જાણી લો

coconut



લાઇફ-સ્ટાઇલ - રુચિતા શાહ

નારિયેળ એકમાત્ર એવું વૃક્ષ છે જેને કલ્પવૃક્ષની ઉપમા આપવામાં આવી છે. આ વૃક્ષની નીચે ઊભા રહીને જે કલ્પના કરો એ હકીકત બની જાય એવી વાતો પૌરાણિક કથાઓમાં આવે છે. નારિયેળ એકેએક ભાગનો આપણે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ એની બીજી ખૂબી છે. આમેય નેચરની સુપ્રીમ ક્વૉલિટી એનામાં છે. ક્યારેય વિચાર્યું છે કે ગુરુત્વાકર્ષણના નિયમની ઐસી કી તૈસી કરીને નારિયેળમાં પાણી કેવી રીતે આવ્યું હશે? આપણી તમામ કલ્પનાઓને પાછી પાડી દે એટલાબધા ગુણો નારિયેળ છે. ગરમીમાં નારિયેળપાણી અમૃતનું કામ કરે છે. જોકે ગરમીમાં નાળિયેરપાણી પીવાથી શરીરની અંદર જેટલા લાભ થાય છે એટલા જ લાભ એના બાહ્ય ઉપયોગથી પણ થાય છે. સ્કિન માટે એ બેસ્ટ ટોનર છે અને ચહેરાની અનેક સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે.

ડબલ ફાયદો

કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ, પોટૅશ્યમ અને સોડિયમ શરીર માટેનાં આ પાંચ મહત્વનાં તત્વો નારિયેળપાણીમાં હોય છે; જેને કારણે શરીરને હાઇડ્રેટ કરવાથી લઈને પાચન સુધારવા સુધી અને વજન ઘટાડવા માટે પણ એ ભરપૂર લાભકારી છે. શરીરની અંદર જઈને આ મૅજિકલ ફ્રૂટનું મૅજિકલ પાણી પોતાનું મૅજિક દેખાડે એ તો સમજાય, પરંતુ શરીરની બહાર એટલે સ્કિન પર એ કઈ રીતે વર્ક કરે છે એની ટેક્નિકૅલિટી જણાવતાં અંધેરીમાં ડર્મેટો-કૉસ્મેટોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં સ્વાતિ શ્રીવાસ્તવ કહે છે, ‘ન્યુટ્રિશન્સની દૃષ્ટિએ નારિયેળપાણી ખૂબ જ રિચ છે અને આ ન્યુટ્રિશન્સ સ્કિનની બહારના ભાગમાં પણ ખૂબ મહત્વનો રોલ ભજવે છે. નારિયેળની અંદર નૅચરલી થોડુંક ક્રીમી સબસ્ટન્સ હોય છે જે તમારી શુષ્ક ત્વચાને એસેન્શિયલ ઑઇલની જરૂરિયાત પૂરી પાડે છે. નૅચરલી તમારી સ્કિન હાઇડ્રેટેડ હોય તો એમાં ગ્લો આવશે. ત્વચા માટેનો ખોરાક નારિયેળપાણીમાં છે. બીજી એક મહત્વની વાત કે કોઈ પણ ફ્રૂટ હોય એમાં સહેજ માત્રામાં ઍસિડ હોય જ છે. આ માઇલ્ડ પ્રમાણમાં રહેલું ફ્રૂટ-ઍસિડ ત્વચાના ડાઘાઓ પર અસર કરીને એને ધીમે-ધીમે ઝાંખા કરવાનું કામ કરે છે. સ્કિનને સૉફ્ટ કરવાથી લઈને એનો રંગ નિખારવામાં અને ચહેરા પરના ડાઘા દૂર કરવામાં એમ દરેક રીતે એ ફાયદાકારક છે.’

સ્પામાં ઉપયોગ

બ્યુટિશ્યન્સ દ્વારા નારિયેળપાણીનો સ્પામાં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ થાય છે. જ્યારે પણ ક્લાયન્ટ નૅચરલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખતા હોય છે ત્યારે નારિયેળપાણી અને નારિયેળની મલાઈ મુખ્ય પ્રોડક્ટ હોય છે. કાચું દૂધ જેમ ટોનર તરીકે કામ કરે છે એમ જ નારિયેળનું પાણી પણ વધુ ઇફેક્ટિવ કુદરતી ટોનર છે. આ વિશે બોરીવલીમાં પોતાનું બ્યુટી-પાર્લર ચલાવતાં બ્યુટિશ્યન જીવી સોલંકી કહે છે, ‘નારિયેળપાણી બેસ્ટ ક્લેન્ઝર પણ છે. સ્કિનના ડેડ સેલ્સ કાઢવા માટે, મોઢા પર થતી પિમ્પલ્સની સમસ્યા દૂર કરવા માટે અને ડાઘા પર એનો ઉપયોગ ઇફેક્ટિવ છે. અમે લોકો નારિયેળની મલાઈ અને નારિયેળપાણીની પેસ્ટ બનાવીને સ્પામાં બૉડી-મસાજમાં એનો ઉપયોગ કરીએ છીએ. આ મસાજ બાદ સ્ટીમ લેવાથી સ્કિનની અંદરના ભાગમાં કુદરતી રીતે હાઇડ્રેશન મળી જાય છે. ડ્રાય સ્કિનમાં તો આ પેસ્ટ ખૂબ જ સારું પરિણામ આપે છે. સનબર્નમાં પણ કોકોનટ વૉટર હેલ્પ કરે છે. ત્વચામાં થતી બળતરામાં એનો ઉપયોગ કરી શકાય છે. જોકે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કહીશ કે જેમની સ્કિન ઑઇલી છે તેમના માટે આ પાણીનો મસાજ કે મલાઈવાળી પેસ્ટથી થતો મસાજ તેમની ખીલની સમસ્યા વધારી શકે છે. આ સ્કિન- ટાઇપ ધરાવતા લોકો નારિયેળપાણીથી ચહેરો ધોઈને ઇચ્છિત પરિણામ મેળવી શકે છે.’

વાળ માટે પણ લાભદાયી

તમારા શુષ્ક, ખરતા બરછટ વાળને ચમકીલા બનાવવામાં નારિયેળપાણી ખૂબ ઉપયોગી નીવડી શકે છે. કોપરેલ નહીં પણ નારિયેળના પાણીની જ વાત ચાલી રહી છે. નારિયેળના પાણીથી વાળમાં મસાજ કરવાથી બ્લડ-સક્યુર્લેશન સુધરે છે તેમ જ વાળને લગતાં ઉપયોગી ન્યુટ્રિશન્સ નારિયેળપાણીમાં હોવાથી વાળને હાઇડ્રેટ કરવામાં એનો મહત્વનો રોલ હોય છે. નારિયેળપાણીમાં રહેલાં ઍન્ટિફંગલ અને ઍન્ટિબૅક્ટેરિયલ તત્વો માથામાં આવતી ખંજવાળ કે વાળના ખોડાને દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે.

આ ફેસપૅક ટ્રાય કરો


મુલતાની માટીના પાઉડરમાં નારિયેળપાણી ઉમેરીને એની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરા પરના કાળા ડાઘ અને ત્વચા પરનું ટૅન દૂર થાય છે.

ચપટી હળદર, એક ચમચી ચંદનના પાઉડરમાં નારિયેળનું પાણી ભેળવી એની પેસ્ટ બનાવી એને ફેસપૅકની જેમ ત્વચા પર લગાડવાથી ચહેરાનો રંગ નિખરે છે, ત્વચા ચમકીલી અને સૉફ્ટ બને છે તેમ જ ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK