અપર લિપના વાળ કાઢવાના ઘરગથ્થુ ઉપાયો

એ માટે ક્યારેય હેરરિમૂવર ક્રીમનો ઉપયોગ ન કરવો, એનાથી હોઠ પરની સ્કિન કાળી પડી જશે

upper lip



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

અપર લિપના વાળ મહિલાઓ માટે સૌથી મોટી પરેશાની છે. એ તમારા સૌંદર્યમાં ડાઘ પાડે છે. જ્યારે હોઠને ખૂબસૂરત બનાવવા માટે તમે લિપસ્ટિક લગાવો છો ત્યારે આ અપર લિપના વાળના કારણે એ ભાગ કાળો લાગે છે. આપણે આ વાળ કાઢવા રોજ-રોજ બ્યુટી-પાર્લરમાં જઈ શકતા નથી. આપણી પાસે ક્યારેક એટલો સમય પણ નથી હોતો. અપર લિપ માટે તમે કઈ પદ્ધતિ વાપરો છો એ પણ બહુ મહત્વનું છે. એના વિશે જણાવતાં બ્યુટિશ્યન લજ્જા સાળવી કહે છે, ‘અપર લિપના વાળ માટે ક્યારેય શેવિંગ કરવું નહીં. એનાથી તમારા વાળ બહુ થિક આવશે અને ગ્રોથ પણ વધી જશે. એ સિવાય આજકાલ જે હેરરિમૂવર ક્રીમ આવે છે એ પણ ન વાપરવી. એનાથી તમારી સ્કિન કાળી થઈ જશે. બની શકે તો થ્રેડિંગ અથવા વૅક્સિંગ જ કરવું. એ સિવાય અપર લિપના વાળનો તમે ઘરગથ્થુ ઉપાયથી પણ છુટકારો મેળવી શકો છો.’ તો આવો જાણીએ કયા ઘરગથ્થુ ઉપાયથી અપર લિપના વાળથી છુટકારો મેળવી શકાય છે.

ચણાનો લોટ

ચણાનો લોટ સૌથી સારો ઑપ્શન છે અપર લિપના વાળ ઓછા કરવા માટે. ચણાના લોટ સાથે હળદર અને બે ટીપાં મધનાં મિક્સ કરો. આ મિશ્રણને હોઠ પર લગાવો. એ પછી એ સુકાઈ જાય ત્યારે આંગળી ભીની કરીને ઘસવું. વાળનું જે ડાયરેક્શન હોય એની ઑપોઝિટ ડાયરેક્શનમાં ઘસવું. વાળ ધીરે-ધીરે ઓછા થતા જશે.

સાકર અને લીંબુ

વૅક્સિનથી જો પેઇન થતું હોય તો સાકર અને લીંબુની પેસ્ટ દૂધમાં મિક્સ કરીને હોઠ પર લગાવો. એ પેસ્ટ સુકાય નહીં ત્યાં સુધી રાખો. સુકાઈ જાય પછી એને આંગળી ભીની કરીને ઘસીને કાઢવું. આ તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપશે. આનાથી અપર લિપ લાઇટ થઈ જશે.

 હળદર અને દૂધ

આમાં તમે દૂધમાં હળદર મિક્સ કરીને પાતળી પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને વધારે માત્રામાં તમારા હોઠ પર લગાવો. આનાથી તમારા હોઠ ઉપરના વાળ ઓછા થઈ જશે. એ સિવાય તમે હળદરને પાણી સાથે પણ વાપરી શકો છો.

કાચું પપૈયું

કાચા પપૈયામાં પેપૈન નામનું એન્ઝાઇમ હોય છે જે તમારાં રોમછિદ્રોને બંધ કરે છે. એનાથી વાળનો વિકાસ ઓછો થઈ જાય છે. પપીતા પૅકને બનાવવા માટે બે મોટા ચમચા કાચા પપૈયાને સ્મૅશ કરીને પેસ્ટ બનાવો. એમાં અડધી ચમચી હળદર પાઉડર મિક્સ કરો. આ પેસ્ટને હોઠ પર લગાવો અને ૧૫ મિનિટ સુધી મસાજ કરો. એ પછી પાણીથી ધોઈ નાખો.

ઓટમીલ

એક ચમચી ઓટમીલ અને એક ચમચી મધ અને લીંબુના રસને મિક્સ કરો. આ પેસ્ટને અપર લિપ પર લગાવો. લગાવીને ૧૫-૨૦ મિનિટ સુધી રાખો. વીસ મિનિટ પછી રાઉન્ડમાં વાળની વિરુદ્ધ દિશામાં મસાજ કરો. એ પછી થોડા હૂંફાળા પાણીથી ધોઈ લો. આનાથી અપર લિપના વાળ સાફ થઈ જશે.

સંતરા અને લીંબુની છાલ

સંતરા અને લીંબુની છાલને સૂકવીને પીસી લો. એ પછી એક-એક ચમચી લીંબુ અને સંતરાની છાલનો પાઉડર લો. આમાં એક ચમચી ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને અપર લિપ પર લગાવી સુકાય નહીં ત્યાં સુધી રાખો. પછી પાણીથી ધોઈ લો.

કૉર્ન ફ્લોર અને ચોખાનો લોટ મકાઈના લોટને દૂધ સાથે મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો.

એ પછી એ પેસ્ટને હોઠ પર લગાવો. આનાથી વાળ ઓછા થઈ જશે. એ સિવાય તમે ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. ચોખાના લોટને દહીં સાથે મિક્સ કરીને હોઠ પર લગાવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK