તમે જે પર્લની જ્વેલરી પહેરો છે એ ક્યા પ્રકારની છે એ જાણો છો?

આજકાલ વિવિધ પ્રકાર, શેપ અને સાઇઝની પર્લની જ્વેલરી મહિલાઓમાં બહુ પ્રિય થઈ રહી છે

Aishwarya Rai

DEMO PIC



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

ડાયમન્ડને સ્ત્રીઓનો મિત્ર કહેવામાં આવે છે. જ્વેલરીમાં સ્ત્રીઓની પહેલી પસંદ હંમેશાં ડાયમન્ડ જ હોય છે, પણ ડાયમન્ડની જેમ જ મોતીની જ્વલેરી સ્ત્રીઓને ઘણી પસંદ છે. જ્યાં ડાયમન્ડ તમને એક પ્રેશિયસ લુક આપે છે ત્યાં જ પર્લની જ્વેલરી તમને સિમ્પલ અને સોબર લુક આપે છે. પર્લ હંમેશાંથી એવરગ્રીન છે. આજની તારીખમાં મહિલા પાસે ડાયમન્ડ હોય કે ન હોય પણ પર્લની જ્વેલરી હોય છે. એમાં હવે પર્લની વિવિધ પ્રકારની જ્વેલરી સ્ત્રીઓને ગમવા લાગી છે... એ પણ ડિફરન્ટ કલર્સ અને ડિફરન્ટ શેપ્સમાં.

મોતીના પ્રકાર

હમણાં પર્લની જ્વેલરી બહુ પ્રચલિત થઈ રહી છે એનું કારણ જણાવતાં જ્વેલરી-ડિઝાઇનર માનિની શાહ કહે છે, ‘આજની તારીખમાં ઍક્સેસરીઝ બનાવવા માટે પર્લ સૌથી વધારે ફેમસ છે, કેમ કે હેવી ડાયમન્ડની જ્વેલરી નૉર્મલી ટ્રેડિશનલ કપડાં પર વધારે સારી લાગે છે, પણ પર્લની જ્વલેરી ન્યુટ્રલ છે. એ નૉર્મલી બધાં કપડાંમાં સારી લાગે છે, તમે વેસ્ટર્ન કપડાં પહેર્યા હોય કે ટ્રેડિશનલ કપડાં. એટલે આજની તારીખમાં પર્લની જ્વેલરી વધારે ફેમસ છે.’

આપણે જે પર્લની જ્વેલરી પહેરીએ છીએ એ પર્લ ભલે એક જ પ્રકારનાં દેખાય છે, પણ એમાંય ઘણી વિવિધતાઓ છે. પર્લના મહત્વના ત્રણ પ્રકાર છે : નૅચરલ પર્લ, કલ્ચર્ડ પર્લ અને ઇમિટેશન પર્લ. નૅચરલ પર્લ એના નામની જેમ જ નૅચરલી બને છે. એટલે એ બહુ રૅર મળી રહે છે. નૅચરલ પર્લ તમને સૌથી વધારે બાહરીન અને ઑસ્ટ્રેલિયામાં મળી રહે છે. કલ્ચર્ડ પર્લ એટલે જેમાં શંખમાં કૅલ્શિયમ મૂકીને બનાવવામાં આવે છે એ. આજે માર્કેટમાં સૌથી વધારે આ જ પર્લની જ્વેલરી બને છે. ત્રીજો છે ઇમિટેશન પર્લ. એમાં પ્લાસ્ટિકના દાણા પર શંખના એક પ્રકાર મધર ઑફ પર્લનો ભૂકો કરીને એના પાઉડરથી કોટિંગ કરવામાં આવે છે. આ પર્લ નૅચરલ અને કલ્ચર્ડ પર્લ જેવાં જ હોય છે; પણ એ એની સ્મૂધનેસ, વેઇટ અને ચમકથી અલગ પડે છે. ઇમિટેશનમાં પ્લાસ્ટિક હોય છે એટલે નૅચરલ અને કલ્ચર્ડ પર્લ કરતાં વધારે સ્મૂધ હોય છે અને વજનમાં પણ હલકાં હોય છે. નૅચરલ પર્લ નૅચરલી બને છે એટલે એ થોડાં રફ હોય છે.

કલ્ચર્ડ પર્લના પેટાપ્રકાર

કલ્ચર્ડ પર્લ બે પ્રકારમાં મળી રહે છે. એ છે સૉલ્ટ વૉટર પર્લ અને ફ્રેશ વૉટર પર્લ. સૉલ્ટ વૉટર પર્લમાં અકોયા પર્લ, સાઉથ સી પર્લ અને તહેશિયન પર્લ જેને બ્લૅક પર્લ પણ કહેવામાં આવે છે એનો સમાવેશ હોય છે. અકોયા પર્લ તમને વધારે સફેદ અથવા ક્રીમ કલરનાં જોવા મળે છે જે અમેરિકા અને ચીનમાં બને છે. સાઉથ સી પર્લ કલ્ચર્ડ પર્લમાં સૌથી વધારે મોંઘો છે. એ તમને વાઇટ, સિલ્વર અને ગોલ્ડમાં જોવા મળે છે. આ પર્લ તમને ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપીન્સમાં વધારે મળી રહે છે. તહેશિયન પર્લનું નામ ભલે બ્લૅક હોય પણ એ બ્લૅક કલરનાં નથી હોતાં. એમાં તમને ઘણા કલર જોવા મળે છે; જેમ કે ગ્રીન, પર્પલ, બ્લુ, ગ્રે અને મોરપીંછ કલર. ફ્રેશ વૉટર પર્લમાં તમને સૌથી વધારે શેપ, સાઇઝ, કલર જોવા મળે છે. એ ચીન અને અમેરિકામાં મળી રહે છે.

શેપ

પર્લ નામ આવતાં જ આપણી આંખ સામે રાઉન્ડ શેપ આવી જાય છે, પણ એવું નથી. પર્લમાં રાઉન્ડ સિવાય પણ ઘણા શેપ્સ છે. શેપ્સ વિશે જણાવતાં માનિની શાહ કહે છે, ‘પર્લમાં રાઉન્ડ શેપ જેટલો પ્રચલિત છે એટલો જ એ મુશ્કેલીથી મળી રહે છે, પણ એ સિવાય સેમી રાઉન્ડ જેમાં પર્લ ઓવલ શેપમાં છે. આવા શેપનાં પર્લ એવી જ્વેલરીમાં વપરાય છે જેમાં એનો ઓવલ શેપ છુપાઈ જાય અને જોવામાં એ રાઉન્ડ જ દેખાય. બીજો શેપ છે બટન શેપ જેમાં પર્લ એક બાજુથી ફ્લૅટ અને બીજી બાજુથી ઊપસેલો હોય છે. આ શેપ એવી જ્વેલરીમાં વપરાય છે જેમાં પાછળની બાજુ પૅક થઈ જતી હોય અને માત્ર આગળની બાજુ દેખાતી હોય. જેમ કે નેકલેસ અથવા ઇઅર-રિંગ, જેમાં પાછળની બાજુ પૅક થઈ જાય છે જેથી એની સાઇઝ આપણને મોટી લાગે છે. પર્લ તમને પાણીના બિન્દુ જેવા શેપમાં પણ જોવા મળશે, જેને ડ્રૉપ શેપ કહેવાય છે. એને નૉર્મલી પેન્ડન્ટ અથવા ઇઅર-રિંગના મિડલમાં વાપરવામાં આવે છે. આજે જે સૌથી પૉપ્યુલર અને પસંદીદા શેપ છે એ છે બરૉક શેપ જેમાં ઇરેગ્યુલર શેપ હોય છે. સેમ શેપનું મોતી તમને એમાં બીજું નહીં મળે. આ ઇરેગ્યુલર શેપને કારણે બરૉક શેપનાં પર્લ આજે બધા જ્વેલરી-ડિઝાઇનરોની પહેલી પસંદ છે.’

જ્વેલરી-ડિઝાઇનર માનિની શાહ કહે છે, ‘આ પર્લ શેપ અમારા જ્વેલરી-ડિઝાઇનર લોકોની પહેલી પસંદ એટલે છે કે અમારા કસ્ટમરને એ શેપની બનાવેલી જ્વેલરી ગમે છે, કેમ કે એ શેપથી બનાવેલી જ્વેલરી એકદમ યુનિક લાગે છે. અમે જે વેસ્ટર્ન જ્વેલરી બનાવીએ છીએ એ આ મોતીથી જ બનાવીએ છીએ.’

પર્લ જ્વેલરીમાં વાઇટ કલર પ્રચલિત હતો જ, પણ હવે બ્લૅક કલર પણ ધીરે-ધીરે પ્રચલિત થઈ રહ્યો છે. એ સિવાય પિન્ક, બ્લુ, લાઇટ યલો, ગ્રીન, પર્પલ અને ગોલ્ડન કલર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK