કઈ લેન્ગ્થની, કેવા ફૅબ્રિકની કુરતી ઇન છે આજકાલ?

એ પણ જાણી લઈએ કે કોણે કેવી કુરતી પહેરવી જોઈએ


kurti

ઈન્ડો-વેસ્ટર્ન કુરતી, બ્રોડ નેકલાઈન કુરતી અને લોન્ગ કુરતી


લાઇફ-સ્ટાઇલ - ખુશ્બૂ મુલાણી

ઑફિસમાં કામ કરતી યુવતી હોય કે ગૃહિણી હોય કે પછી કૉલેજમાં જતી આજની યુવા પેઢી હોય; સૌએ કુરતીને અપનાવી સલવાર કે પટિયાલા સાથે, લેગિંગ્સ કે જેગિંગ્સ સાથે. મલ્ટિપર્પઝ વેઅર એટલે કુરતી. કુરતીને કોઈ પણ ગાર્મેન્ટ સાથે મિક્સ-મૅચ કરી પહેરી શકાય. પહેલાં કુરતીની એક જ સ્ટાઇલ ફૉલો થતી હતી : ની-લેન્ગ્થ, સ્લીવ્ઝમાં થ્રી-ફોર્થ કે પછી સ્લીવલેસ. પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે. કુરતી માત્ર શૉર્ટ લેન્ગ્થમાં જ નહીં, બધી જ લેન્ગ્થમાં અવેલેબલ છે.

આજકાલ જે લેન્ગ્થ ચાલે છે એ છે ફુલ લેન્ગ્થ. ફુલ લેન્ગ્થ એટલે કે નીચેથી લેગિંગ્સ માત્ર બે ઇંચ કે ચાર ઇંચ જ દેખાય. ફુલ લેન્ગ્થ કુરતી વધારે પડતી ફ્લોઇંગ ફૅબ્રિકમાં સારી લાગે છે. ટ્રાન્સપરન્ટ, નોન-ટ્રાન્સપરન્ટ, ફ્રન્ટ ઝિપર, પ્લેન કે વર્કવાળા લુકમાં પણ એ અવેલેબલ છે.


kurti

નોન- ટ્રાન્સપરન્ટ કુરતી અને ઝિપવાળી કુરતી



કોણ પહેરી શકે?


લૉન્ગ કુરતી લાંબી યુવતીઓને વધુ સારી લાગે છે. ઓછી લંબાઈવાળી યુવતીઓ જો લૉન્ગ કુરતી પહેરે તો તેઓ વધારે શૉર્ટ લાગે છે. તેમ જ ભારે શરીરવાળાઓને પણ ઓછી સૂટ થાય છે. લૉન્ગ કુરતીમાં સ્લિટ પણ ઉપરથી હોય છે. એટલે ભારે શરીરવાળા

જ્યારે લેગિંગ્સ સાથે પહેરે ત્યારે પગ ખરાબ લાગે છે. જો શૉર્ટ અને ભારે શરીરવાળા હોય અને ફુલ લેન્ગ્થ કુરતી પહેરવી જ હોય તો હાઈ નેકવાળી ન પહેરવી, એના બદલે બ્રૉડ નેકલાઇનવાળી પસંદ કરવી જેથી અપર બૉડી વધારે હેવી ન લાગે.

હાઉસવાઇફ

આજકાલ જમાનો છે સ્ટાઇલમાં રહેવાનો તો એમાં હાઉસવાઇફ કેવી રીતે પાછળ રહી શકે. સલવાર-કમીઝને સાઇડ પર મૂકી નવી જાતની કુરતી અપનાવવામાં હાઉસવાઇફ પાછળ નથી. કુરતી અપનાવવા પાછળ એક જ હેતુ હતો કે એને મેઇન્ટેઇન કરવી બહુ સરળ છે. દુપટ્ટાની જરૂર નથી. કોઈ પણ સલવાર કે લેગિંગ્સ સાથે આરામથી મિક્સ-મૅચ કરી શકાય. લૉન્ગ કુરતી ફ્લોઇંગ ફૅબ્રિક્સમાં હોવાને લીધે પાતળા લાગવાનો આભાસ થાય છે.

ઑફિસ


કુરતી ફૉર્મલ વેઅર નથી, પરંતુ ઇન્ડો-વેસ્ટર્ન કુરતી ઑફિસમાં સારી લાગી શકે. લૉન્ગ કુરતી મોટા ભાગે ફ્લોઇંગ ફૅબ્રિક્સમાં બને છે.

જેમ કે શિફૉન, જ્યૉર્જેટ જેવાં સેમી-સિન્થેટિક ફૅબ્રિક્સ જેના લીધે એ ચોળાયેલી નથી લાગતી અને લુક મેઇન્ટેઇન થાય છે. ફુલ લેન્ગ્થ કુરતીની સ્લીવ્ઝ મોટા ભાગે થ્રી-ફોર્થ જ હોય છે. એના લીધે ફૉર્મલ લુક આવે છે. લૉન્ગ કુરતી ડેનિમ, લેગિંગ્સ સાથે મિક્સ-મૅચ કરી શકાય. લૉન્ગ કુરતી પલાઝો સાથે કોઈ અલગ જ લુક આપશે. જો તમારી હાઇટ સારી હોય તો પલાઝો સાથે હાઈ નેકવાળી કુરતી પસંદ કરવી. વધારે ટ્રેન્ડી લુક માટે કૉન્ટ્રાસ્ટ કલરનો સ્કાર્ફ પહેરી શકાય જેના લીધે ફૉર્મલ લુક આવશે.

કૉલેજ

કૉલેજમાં જતી યંગ યુવતીઓ માટે ઝિપવાળી કુરતી સારી લાગી શકે. એમાં પણ જો ટ્રાન્સપરન્ટ કુરતી હોય તો અંદર કોઈ કૉન્ટ્રાસ્ટ કલરની સ્પૅઘેટી પહેરી થોડો અલગ લુક આપી શકાય. યંગ છોકરીઓ માટે ઇનકટ સાથે હાઈ નેકવાળી કુરતી સારી લાગી શકે. જો ટ્રાન્સપરન્ટ કુરતી પહેરવી જ હોય તો સિમ્પલ સ્પૅઘેટી ન પહેરતાં કોઈ અલગ ફૅબ્રિક લઈ ડબલ લેયરનો લુક આપી શકાય. જેમ કે વાઇટ કલરની શિફૉનની કુરતી સાથે શૉકિંગ પિન્ક કે બ્લૅક કલરનું લાઇનિંગ યુઝ કરવું. ડબલ લેયર લુક ન પહેરવો હોય તો લૉન્ગ કુરતી સાથે શૉર્ટ જૅકેટ કે શ્રગ પહેરવું.

ટિપ્સ

લૉન્ગ કુરતી સ્થૂળ શરીરવાળાઓને ન પહેરવી.

સ્લીવલેસ કે ઇનકટવાળી કુરતી પહેરતાં પહેલાં હાથ અને અન્ડરઆમ્ર્સ ચોખ્ખા રાખવા.

લૉન્ગ કુરતી સાથે મોટા ભાગે ફ્લૅટ ચંપલ જ પહેરવાં તેમ જ મિનિમમ અથવા નો-જ્વેલરીનો લુક અપનાવવો.

લૉન્ગ કુરતી માટે કૉટન ફૅબ્રિક પસંદ ન કરતાં ફ્લોઇંગ ફૅબ્રિક્સ જ લેવાં જેના લીધે કુરતી તમારી બૉડી-ટાઇપ પ્રમાણે શેપ લે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK