સનસ્ક્રીનનું સાચુંખોટું જાણી લો

ઉનાળો કાળો કેર વર્તાવી રહ્યો છે ત્યારે તમારી ત્વચાના રક્ષણ માટે જરૂરી એવા આ કવચ વિશે વિગતવાર માહિતી મેળવી લેવી જોઈએ


skin care

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

ગરમીથી અત્યારથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છો. એમાંય હજી દોઢ-બે મહિના સુધી તો આ ગરમીનો કેર ચાલુ રહેશે. કુદરતી રીતે તો ઉપચાર કરીએ છીએ, પરંતુ કૃત્રિમ ઉપચારનો સહારો પણ લેવો જ રહ્યો. જેવી રીતે શિયાળામાં કોલ્ડ ક્રીમ અને મૉઇસ્ચરાઇઝર લગાવવું અનિવાર્ય બની જતું હોય છે એવી જ રીતે ઉનાળામાં ગલ્ર્સ સનસ્ક્રીન વગર ચલાવતી નથી. ઘણા સનસ્ક્રીનથી કાળા થઈ જવાની અને અસર ન કરતું હોવાની માન્યતાથી પીડાઈ રહ્યા હોય છે. તો આજે સનસ્ક્રીનનું સાચું-ખોટું જાણી જ લઈએ.

ઘરેથી છત્રી લઈને નીકળીએ કે દુપટ્ટો બાંધીને નીકળીએ, પરંતુ ગરમી કે તાપમાં ત્વચાની સુરક્ષાની ફીલિંગ્સ આવતી નથી. સ્કિન-એક્સપર્ટ કૃપા ભેદા કહે છે, ‘વારંવાર તમે સાંભળ્યું હશે કે SPF (સન પ્રોટેક્શન ફૅક્ટર)વાળું સનસ્ક્રીન ખરીદવું, પરંતુ એમાં પણ તમારી ત્વચાનો રંગ અને પ્રકાર જોઈને સનસ્ક્રીન ખરીદવાનું હોય છે. લ્ભ્જ્ની માત્રામાં ફેરફાર હોય છે. SPF ૩૦ ખાસ એશિયન ત્વચા માટે બનાવવામાં આવ્યું છે. ઘઉંવર્ણી સ્કિનમાં પિગ્મેન્ટેશનની સમસ્યા ઓછી નડે છે. SPF ૧૫ થોડી ગોરી ત્વચા માટે યોગ્ય રહે છે. એકદમ ગોરી સ્કિનમાં પિગ્મેન્ટેશનની સમસ્યા બહુ જ વધારે રહે છે. તેથી ફૉરેનર જેવી સ્કિન હોય તો તેમના માટે SPF ૭૦ બેસ્ટ રહે છે.’

એક જ વખત સનસ્ક્રીન લગાવવાથી ત્વચાને રક્ષણ નથી મળી જતું. દરેક સનસ્ક્રીનની ત્વચા પરનો પ્રોટેક્શન-ટાઇમ જુદો હોય છે. કૃપા કહે છે, ‘ઘણાં સનસ્ક્રીન દોઢ-બે કલાક રહે છે અને વારંવાર લગાવવા પડતાં હોય છે.’

સનસ્ક્રીનનું ત્વચા પર કેટલા સમય સુધી રહેવું જરૂરી છે એ વાતને આગળ વધારતાં ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સોમા સરકાર કહે છે, ‘એવાં સનસ્ક્રીન હોય છે જે વધારેમાં વધારે ચાર કલાક ત્વચા પર રહી શકે છે. આપણું શરીર સતત ફ્લુઇડ એટલે કે પરસેવો કે પાણી જેવા પદાર્થનો સ્રાવ પેદા કરે છે. તેથી ચાર કલાક બાદ ફરીથી સનસ્ક્રીન લગાવવું. જ્યારે સ્વિમિંગ કરવા જાઓ ત્યારે તો દર કલાકે સનસ્ક્રીન વડે પ્રોટેક્શન લેવું.’

સનસ્ક્રીન-પ્રોટેક્શનમાં પણ ત્વચા પ્રમાણેના પ્રોટેક્શનના વિકલ્પો ઉપલબ્ધ છે. ડૉ. સોમા કહે છે, ‘SPF ૩૦નો વિકલ્પ તો આપણી પાસે છે જ; પરંતુ તૈલી, શુષ્ક અને ડાર્ક ત્વચા માટે પણ વિકલ્પો ઉપલબ્ધ છે. આજે બજારમાં આર્ગન ઑઇલ, મૉઇસ્ચરાઇઝર, સ્કિન-લાઇટનિંગ ધરાવતાં તત્વો સાથેનાં સનસ્ક્રીન ઉપલબ્ધ છે. જ્યારે આટલીબધી વરાયટી હોય ત્યારે પસંદગી ધ્યાનથી કરવી. એ સિવાય અલ્ટ્રાવાયલેટ અને ઇન્ફ્રારેડ વિકિરણોથી રક્ષા આપતું સનસ્ક્રીન જ ખરીદવું. ત્વચા શુષ્ક હોય તો ક્રીમ-બેઝડ સનસ્ક્રીન પસંદ કરવું. એ ત્વચાને વધુ ડ્રાય થતી રોકશે. ત્વચા તૈલી હોય તો સિલિકૉન-બેઝ્ડ સનસ્ક્રીન લગાવવું. એનાથી ત્વચાનો મૅટ લુક પણ આવશે. ટિન્ટેડ પ્રકારનું સનસ્ક્રીન છે જે ત્વચાના રંગને કવર કરવા માટે ફાયદાકારક છે. એ સિવાય ડાર્ક સ્કિનને લાઇટ કરવા માટે સ્કિન-લાઇટનિંગ સનસ્ક્રીન ઉપલબ્ધ છે. દરેક સનસ્ક્રીન ત્વચાને અનુરૂપ જ પસંદ કરવું.’

સનસ્ક્રીનની માન્યતા દૂર કરતાં સ્કિન-એક્સપર્ટ કૃપા અને ડર્મેટોલૉજિસ્ટ ડૉ. સોમા કહે છે, ‘સ્કિન પર સનસ્ક્રીનનું લેયર લગાવ્યા બાદ બહાર જવાથી ડસ્ટ ચહેરા પર લાગતી હોય છે અને એના કારણે ચહેરો વધારે કાળો લાગે છે એવું ફીલ થતું હોય છે. સનસ્ક્રીનથી ત્વચા કાળી જરાય નથી થતી. શરૂઆતના દસ દિવસ સનસ્ક્રીન ત્વચા સાથે ઍડ્જસ્ટ થતું હોય છે અને પ્રોડક્ટના અણુઓ ત્વચા સાથે મૅચ થવામાં સમય લગાવે છે. થોડા દિવસ બાદ સનસ્ક્રીન લગાવ્યા બાદ ત્વચા એકદમ સામાન્ય લાગશે અને ત્વચા પણ સનસ્ક્રીનથી ટેવાઈ જશે.’

કૃપા કહે છે, ‘સનસ્ક્રીનમાં ઉપયોગમાં લેવામાં આવેલાં પ્રિઝર્વેટિવ્સ ત્વચાને સૂટ ન પણ થાય. તો એના કારણે પણ તમે સ્કિન સાથે કમ્ફર્ટેબલ ન થાઓ.’

ગરમીથી ત્વચાને બચાવવા માટે કપડાથી કવર કરો એ તો ઠીક, પરંતુ તેમ છતાં ત્વચાને સૂર્યનાં આકરાં કિરણો ત્વચાને અંદર સુધી નુકસાન ન કરે એ માટે સનસ્ક્રીનનું લેયર લગાવવું જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK