ટ્રેડિશનલ ગણાતી નથ આજે ફૅશન બની ગઈ છે

બૉલીવુડની સુંદરીઓમાં પણ ફૅશનના નામે નથ પહેરવાનું ચલણ વધી રહ્યું છે


nath

DEMO PIC


કૃપા પંડ્યા

આજકાલ બૉલીવુડની સુંદરીઓમાં પણ નથ પહેરવાનું ચલણ વધી રહ્યું છે. માત્ર મૂવીમાં જ નહીં, ઇવેન્ટમાં પણ બૉલીવુડની સુંદરીઓ નથ પહેરીને આવે છે. એ સિવાય એવી પણ ઘણી ઍક્ટ્રેસ છે જે રેગ્યુલર નથ પહેરી રાખે છે. લાગે છે કે નથની ફૅશન પાછી આવી રહી છે. અગાઉ સ્ત્રીઓને જો તમે લગ્ન પહેલાં નથ પહેરવાનું કહો તો તેને તરત ગુસ્સો આવી જતો અને કહેતી કે શું આ બહેનજી-ટાઇપનું પહેરાવો છો. માત્ર લગ્ન પહેલાં નહીં, ઘણી સ્ત્રીઓને તો લગ્ન પછી પણ નાકમાં નથ પહેરવાનું નથી ગમતું. જોકે હવે એવું રહ્યું નથી. જ્વેલરી-ડિઝાઇનર બેલા મેસવાની કહે છે, ‘નથની ફૅશન હમણાંની નથી, ઘણા સમયથી ચાલે છે. બહુ પહેલાં આની ફૅશન હતી, પણ અમુક સમય સુધી એ જતી રહી હતી અને હવે પાછી આવી ગઈ છે. વારતહેવારે પહેરાતી આ નથે યુવાવર્ગનું મન જીતી લીધું છે. હવે કૉલેજ જતી યુવતીઓએ આને સ્ટાઇલરૂપે અપનાવી લીધી છે.’

પહેલાં જ્યાં નથને ટ્રેડિશનલી જ પહેરવામાં આવતી એ નથ હવે વેસ્ટર્નાઇઝ્ડ થઈ ગઈ છે. જે નથ માત્ર સાડી કે ડ્રેસ પર જ પહેરાતી હતી એ નથ અત્યારે યુવતીઓ વેસ્ટર્ન ડ્રેસ પર એક અનોખી અને હટકે લુક આપવા માટે પહેરે છે.

ટ્રેન્ડ

નથમાં અત્યારે બાલી અને સ્ટડ સ્ટાઇલ ઘણી ટ્રેન્ડમાં છે. આજની યુવતીઓમાં જે નથ પહેરવાનું પ્રિય થઈ રહ્યું છે એનું સાચું કારણ છે આ બાલી અને સ્ટડ સ્ટાઇલ. બાલીમાં નાની-નાની બાલી મળી રહે; એમાં હાફ રાઉન્ડ, ક્લિપ ઑન નોઝ રિંગ પણ મળે છે. માત્ર સિમ્પલ રિંગ સિવાય આમાં ઘણી ડિઝાઇન જોવા મળે છે. એમાં નાના ફ્લાવર, હાર્ટ શેપ અને ક્રૉસ જેવી ડિઝાઇનો પણ જોવા મળે છે. આ સાથે નોઝ રિંગમાં સ્ટડ પણ ફૅશનમાં છે. સ્ટડમાં વિવિધ કલરના સ્ટોન સિવાય પાનની ડિઝાઇન, ફ્લાવરની ડિઝાઇન, નાના સ્ટાર, હાર્ટ શેપ, જલેબી જેવી ડિઝાઇન તથા એ સિવાય નાનાં ઇમોજિસ પણ જોવા મળે છે. હાથીના શેપની ડિઝાઇન પણ સ્ટડમાં મળે છે. રિંગના શેપ સિવાય નથમાં લાંબા શેપ પણ ઘણા પ્રચલિત છે અને એમાં સ્ટડ પણ હોય છે. એમાં ઘણી ડિઝાઇન જોવા મળશે; જેમાં લાંબી અને વચ્ચે ડાયમન્ડ જડેલી નથ, ઉપરની બાજુ સ્ટોન કે મોતી અને નીચે નાનાં લટકણ વગેરે ડિઝાઇન જોવા મળે છે.

ટ્રેડિશનલ નથ

નથમાં યંગસ્ટર માટે જ્યાં બાલી અને સ્ટડ સ્ટાઇલ પ્રચલિત છે ત્યાં બીજી બાજુ ટ્રેડિશનલ વેઅર માટે હવે એવા કોઈ નિયમ રહ્યા નથી કે આપણી સંસ્કૃતિના હિસાબે આવી નથ ન પહેરાય. નથની સ્ટાઇલ એક સંસ્કૃતિ સુધી સીમિત ન રહેતાં યુનિવર્સલ થઈ ગઈ છે. તમે મહારાãષ્ટ્રયન હો કે ગુજરાતી કે બંગાળી કે પછી સાઉથ ઇન્ડિયન, તમે ઇચ્છો એ સંસ્કૃતિની નથ પહેરી શકો છો. એમાં મહારાãષ્ટ્રયન નથણી ઘણી યુવતીના આકર્ષણનું કેન્દ્ર છે. ઘણી યુવતીઓ ખાસ પ્રસંગે પહેરવા માટે મહારાãષ્ટ્રયન નથણી કરાવે છે. આ નથણી કેરી શેપમાં વધારે જોવા મળે છે. મહારાãષ્ટ્રયન નથણીની ખાસિયત એ છે કે એ ગોલ્ડ સાથે મોતી અને પિન્ક, લાલ, સફેદ અને ગ્રીન જેવા વિવિધ કલરના સ્ટોનમાંથી બનાવાયેલી છે. જ્યાં સ્ટોનના કલરમાં વરાઇટી જોવા મળે છે ત્યાં મોતીના કલરમાં કોઈ વરાઇટી જોવા નહીં મળે. જ્યાં નથણી પૂરી થાય છે ત્યાં મોતી અને સોનાથી બનાવેલાં નાનાં લટકણ હોય છે. કેરી સિવાય આમાં મોતીથી બનેલા બે રાઉન્ડવાળી ડિઝાઇન, ટૉપ પર મોટો રાઉન્ડ અને નીચે કેરીના શેપની ડિઝાઇન. એ સિવાય માત્ર બાલી પણ ઘણી પ્રચલિત છે. જોકે એ બાલીમાં નાની કલાકારીગરી કરવામાં આવી હોય છે. બીજી બાજુ જે સાઉથ ઇન્ડિયન નથ હોય છે એ સ્ટડ જેવી જ હોય છે, પણ એ બહુ મોટી હોય છે. એનાથી નાક સાથે મોઢું પણ ભરેલું-ભરેલું લાગે. આમાં નૉર્મલી ગોળ ડિઝાઇન વધારે ટ્રેન્ડમાં છે. 

નવવધૂ માટે

લગ્નપ્રસંગોમાં નવવધૂનો શૃંગાર નથ વગર અધૂરો લાગે. નવવધૂ માટે નથમાં રાઉન્ડ શેપ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પણ બાલી શેપમાં ઘણી વરાઇટી જોવા મળે છે. એમાં સિમ્પલ બાલી હોય છે અથવા એમાં પણ આખી બાલીમાં વિવિધ ડિઝાઇન કરેલી હોય છે. એ સિવાય બાલીમાં અમુક જગ્યાએ કુંદન, નાના સ્ટોન, અલગ કલરનાં મોતી પણ હોય છે. નાક અને માથાને જોડતી સેરમાં પણ અલગ-અલગ વરાઇટી જોવા મળે છે. એમાં એક સેરથી લઈને બેથી ત્રણ સેર જોવા મળે છે, જેને વાળ સાથે અટૅચ કરવામાં આવે છે.

અમુક નથમાં સેર સાથે વચ્ચે-વચ્ચે કુંદન પણ હોય છે. એ સિવાય સેરમાં નાનાં લટકણ પણ લગાડવામાં આવે છે. જો સેરવાળી નથ ન પહેરવી હોય તો માત્ર મોટી બાલીવાળી નથ પણ પહેરી શકાય છે, જેમાં નાનાં લટકણ હોય છે. એ સિવાય જો બહુ મોટી નથ ન પહેરવી હોય તો નાની હૂપ નથ પણ પહેરી શકાય, જેને સારી રીતે સંભાળી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK