ડાર્ક લિપસ્ટિક લગાડવાથી હોઠ નાના લાગે છે

ફિલ્મ ફિતૂરની કૅટરિના કૈફ જેવી ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો, કઈ રીતે કરવી એ જાણો

Katrina Kaif



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

તાજેતરમાં આવેલી કૅટરિના કૈફ અને આદિત્ય કપૂરની ‘ફિતૂર’ ફિલ્મમાં કૅટરિના કૈફે તેના હોઠ પર ડાર્ક કલરની લિપસ્ટિક કરી છે જેને લીધે તે બહુ સુંદર દેખાતી હતી. કૅટરિના જેવી ડાર્ક લિપસ્ટિક તમે પણ કરી શકો છો. બસ, જરૂર છે થોડા ગાઇડન્સની. તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે કૅટરિના જેવી ડાર્ક લિપસ્ટિકથી તમારા લુકને નિખારી શકો છો.

લિપ-લાઇનર


ડાર્ક લિપસ્ટિક અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એમ જણાવતાં બ્યુટિશ્યન હીર કોટક કહે છે, ‘ડાર્ક લિપસ્ટિકમાં મેકઅપ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એમાં તમારે એવો મેકઅપ કરવો જેનાથી તમારા માત્ર હોઠ હાઇલાઇટ થાય. આખા ફેસ પર સૌથી પહેલાં કન્સીલર અને પ્રાઇમર લગાડવું. એ રીતે લગાડવું જેનાથી તમારો આખો ફેસ સ્પૉટલેસ લાગે. ફેસને જ્યારે કન્સીલ કરો ત્યારે સાથે-સાથે હોઠને પણ કરવું, બન્ને લિપના આઉટલાઇનને પણ કન્સીલ કરવું. કન્સીલર લગાવ્યા પછી લૂઝ પાઉડરથી એને સેટ કરવું. ડાર્ક લિપસ્ટિકમાં લિપ-લાઇનર બહુ મહત્વનો ભાગ ભજવે છે. હોઠને કન્સીલ કર્યા પછી લિપ-લાઇનરથી હોઠની આઉટલાઇનને શાર્પ કરો. આ લિપ-લાઇનરનો શેડ તમારી ડાર્ક લિપસ્ટિક કરતાં એક શેડ ડાર્ક અથવા એ જ શેડનો પસંદ કરવો. હોઠની વચ્ચે કિનારીથી લિપને આઉટલાઇન આપવાનું ચાલુ કરવું અને હોઠની આખી કિનારી પર આઉટલાઇન કરવી. જેના હોઠ પાતળા હોય તેને નૅચરલ જે લિપ-લાઇનર છે એની જરાક બહારની તરફ લગાડવું જેનાથી લિપ જાડા લાગશે. જેના લિપ મોટા હોય તેને નૅચરલ લિપ-લાઇનર પર લગાડવું અથવા જરાક લિપ-લાઇનરની અંદરથી લગાડવું. આનાથી હોઠનો સારો ઉઠાવ આવશે.’

લિપસ્ટિક


હવે વારો આવે છે લિપસ્ટિકનો. સૌથી પહેલાં લિપ-લાઇનરને હોઠની અંદર લગાડવી. એનાથી તમારી લિપસ્ટિક લૉન્ગ લાસ્ટિંગ રહે છે અને એની ઇફેક્ટ ડાયરેક્ટ લગાવો એના કરતાં વધારે સારી આવે છે. એ પછી લિપસ્ટિક લગાડવી. લિપસ્ટિકને હોઠ પર લગાડો ત્યારે ડાયરેક્ટ લગાડવાને બદલે લિપ-બ્રશથી લગાવો. દરેક ડાર્ક લિપસ્ટિકના શેડ બધાને સારા સૂટ થતા નથી કેમ કે બધાની સ્કિનનો અન્ડરટોન અલગ-અલગ હોય છે એટલે સ્કિનના અન્ડરટોન પ્રમાણે લિપસ્ટિકના શેડ્સ પસંદ કરવા. તમારા અન્ડરટોનને કઈ રીતે જાણશો? સ્કિનના ત્રણ અન્ડરટોન હોય છે; કૂલ, વૉર્મ અને ન્યુટ્રલ એમ જણાવતાં હીર કોટક કહે છે, ‘અન્ડરટોન ચેક કરવા માટે હથેળીના કાંડાને ચેક કરો. જ્યાં આપણી નસો દેખાય છે ત્યાં નસનો કલર બ્લ્યુ હોય તો તમારો અન્ડરટોન કૂલ હશે. જો એ નસનો કલર ગ્રીન હશે તો તમારો અન્ડરટોન વૉર્મ હશે અને જો નસનો કલર થોડો ગ્રીન અને થોડો બ્લુ હોય તો તમારો અન્ડરટોન ન્યુટ્રલ હશે. જેનો અન્ડરટોન કૂલ હોય તેને પિન્કિશ, રેડ શેડ્સ સારા લાગે છે; જેનો અન્ડરટોન વૉર્મ હોય તેને ઑરેન્જ, બ્લડ રેડ, મરૂનીઝ શેડ્સ સારા લાગે છે અને જેનો અન્ડરટોન ન્યુટ્રલ હોય તેને ચૉકલેટ બ્રાઉન, પર્પલ, વાઇન કલર વગેરે બધા શેડ્સ સારા લાગે છે. લિપસ્ટિકને ૩D અને રોઝી લિપ જેવી ઇફેક્ટ આપવા માટે લિપ-લાઇનર બ્લૅક કલરનું વાપરવું અને અંદરથી એને થિક કરવી. એ પછી અંદર ડાર્ક મરૂન કલર વાપરવો. જ્યારે પણ હોઠ પર લિપસ્ટિક લગાવો ત્યારે એક કોટ લગાવ્યા પછી ડ્રાય ટિશ્યુને બન્ને હોઠ વચ્ચે દબાવો. એનાથી વધારાની લિપસ્ટિક નીકળી જશે અને તમારો બેઝ્ડ સેટ થઈ જશે. એ પછી એના પર લિપ-બ્રશથી બીજો કોટ લગાવો. ડાર્ક લિપસ્ટિક પર શાઇન આપવા માટે લિપગ્લોસ ન વાપરવું. એ માટે ગોલ્ડન કલરનું હાઇલાઇટર હોઠના સેન્ટરમાં લગાવો. લિપસ્ટિક પૂરી થઈ જાય પછી પાછું બ્રશથી કન્સીલને લિપની બહાર લગાડો જેનાથી લિપસ્ટિક બહાર ન નીકળે અને લિપની આઉટલાઇન પર્ફેક્ટ આવી જાય. આજકાલ દરેક જણ પાર્ટીમાં કે ફંક્શનમાં ડાર્ક લિપસ્ટિક લગાડે છે. ડાર્ક લિપસ્ટિક પીચ કલર, સી ગ્રીન કલર પર સારી લાગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK