સિક્સ-પૅક ઍબ્સની સર્જરી પણ થાય છે

સલમાન, શાહરુખ અને આમિર ખાને બધા જ યુવાનોને સિક્સ-પૅક ઍબ્સ બનાવીને કામે લગાડી દીધા. યુવાનો સિક્સ-પૅક ઍબ્સ બનાવવા જિમમાં પરસેવો પાડે છે અને ન બને તો સજ્ર્યન પાસે પહોંચી જાય છે. કૉસ્મેટિક સજ્ર્યન અને ટ્રેઇનર પાસેથી જાણીએ સિક્સ-પૅક ઍબ્સ બનાવવા માટે યુવકોની લાલસા

hrithik roshan

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

જેવી રીતે કરીના કપૂરે ઝીરો ફિગર ટ્રેન્ડ શરૂ કર્યો હતો એવી જ રીતે બૉલીવુડની ખાનત્રિપુટીએ સિક્સ-પૅક ઍબ્સનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો જે આજે પણ ચાલે છે. આજની પેઢીની તુલના ટૅક્નૉલૉજી સાથે થાય છે. યુવાનોની માનસિકતા પણ એવી જ છે કે એક ટચ થાય અને બધું જ પોતાની મરજી મુજબનું થઈ જાય. આજે જ્યારે શારીરિક દેખાવ અતિમહત્વનો બન્યો છે ત્યારે પણ યુવાનો ઇચ્છે કે એક ટચમાં તેમનો બૉડી-શેપ યોગ્ય થઈ જાય. સિક્સ-પૅક ઍબ્સ બનાવવા પાછળ ઘેલા યુવાનો જિમથી કંટાળી જાય ત્યારે તરત જ ડૉક્ટર પાસે પહોંચી જાય છે, કારણ કે ડૉક્ટર પણ સિક્સ-પેક ઍબ્સ બનાવી શકવા સક્ષમ છે. એવી જ રીતે મહિલાઓમાં પણ સિક્સ-પૅક ઍબ્સ તો નહીં પરંતુ આવા પ્રકારની સર્જરી થાય છે. જાણીને નવાઈ લાગી તો આગળ વધુ વાંચો...

કૉસ્મેટિક સજ્ર્યન ડૉ. વિનોદ વિજ પાસે છેલ્લા થોડાક સમયથી ઍબ્સ-સર્જરી માટે યુવાનોનો ધસારો થઈ રહ્યો છે. તેઓ કહે છે, ‘સિક્સ-પૅક ઍબ્સની સર્જરીમાં હાઈ ડેફિનિશન લિપોસક્શન હોય છે. આ સર્જરી માટે આદર્શ વજન હોવું જરૂરી છે. વધારે વજન હોય તો સર્જરી શક્ય નથી. વધારે વજન હોય તો પણ એમાંથી માત્ર ૨-૩ લીટર ફૅટ જ કાઢી શકાય. ૧૦-૧૫ લીટર ફૅટ કાઢવી શક્ય ન બને. હાઇટ પ્રમાણે આદર્શ વજન હોય તો સર્જરી કરી શકાય. સર્જરીમાં ચારેક કલાક લાગે છે અને વ્યક્તિ એ જ દિવસે ડિસ્ચાર્જ થઈ શકે છે. ત્યાર બાદ સિક્સ-પૅક ટકાવી રાખવા જીવનશૈલી પર ખાસ ધ્યાન રાખવું પડે છે.’

આ સર્જરી માટે એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે એમ જણાવતાં ડૉ. વિનોદ વિજ કહે છે, ‘આ સર્જરી માટે આવતા લોકોની ઉંમર ૩૦થી ૪૫ સુધીની હોય છે. એનાથી મોટી ઉંમરના લોકોમાં આ સર્જરી કરવાનું જોખમ ન લઈ શકાય. મોટા ભાગે શો-બિઝમાં હોય અને એવા પ્રોફેશનમાં જ્યાં તેમને બૉડી બતાવવી પડતી હોય એવા લોકો જ આવે છે.  કૉલેજ બૉય્સ કે સામાન્ય લોકો બહુ ઓછા હોય છે. ગલ્ર્સ સિક્સ-પૅક માટે નહીં પરંતુ સેન્ટ્રલ એચિંગ માટે આવે છે. એમાં કમરનો ભાગ પાતળો કરવા માટે આવે છે. મોટા ભાગે સિંગલ વુમન જ હોય છે, મધર નથી આવતી. તેમની ઉંમર પણ ૩૦થી ૪૫ સુધીની હોય છે. એનો ખર્ચ પણ એકથી દોઢ લાખ રૂપિયા જેટલો લાગે છે.’

જેઓ આટલા પૈસા ખર્ચી શકે એમ ન હોય તેઓ જિમ અને ટ્રેઇનરનો સહારો લેતા હોય છે. ત્યારે જાણીએ કે પર્સનલ ટ્રેઇનર સિક્સ-પૅક ઍબ્સ પર શું કહી રહ્યા છે. ૧૬ વર્ષથી પર્સનલ ટ્રેઇનર તરીકે કામ કરતા રૉકી સી. કહે છે, ‘સિક્સ-પૅક ઍબ્સ માટે વર્કઆઉટ વધારે લાગે છે. પ્લસ એમાં ધીરજની બહુ જ જરૂર પડે છે. છ મહિનામાં ઇચ્છનીય સિક્સ-પૅક ઍબ્સ ન મળી શકે. લોકોને આજે બધું જ બહુ જલદી-જલદી જોઈએ. ત્વરિત અસર મેળવવા તેઓ ક્યાં તો સ્ટેરૉઇડનાં ઇન્જેક્શન અને લિપોસક્શન તરફ વળે છે જે હું હેલ્ધી નથી માનતો. મારી પાસે થોડા સમય પહેલાં ૪૪ વર્ષની વ્યક્તિ સિક્સ-પૅક ઍબ્સ માટે આવી હતી. અઢી વર્ષની મહેનત પછી તેમને ઇચ્છનીય પરિણામ મળ્યું હતું. મેલ અને ફીમેલ મૉડલ ફોટોશૂટ કે શૂટ હોય ત્યારે તેમના સિક્સ-પેક ઍબ્સ કેવી રીતે બતાવી શકે એના માટે પણ દિવસ પૂરતો ડાયટ-પ્લાન હોય છે. એટલે ધીરજ સાથે તમે હેલ્ધી માર્ગે સિક્સ-પૅક ઍબ્સ બનાવી શકો છો, પરંતુ ધીરજની કમી તમને ડૉક્ટર પાસે દોરી જાય છે. ઇચ્છનીય બૉડી-શેપ મેળવવા માટે ફીમેલ પણ આવે છે, પરંતુ તેમના બૉડી-શેપને સિક્સ-પેક ઍબ્સમાં ન ગણી શકાય. સામાન્ય રીતે છાતીના ભાગને ભરાવદાર અને કમરના ભાગથી નીચેના ભાગને સ્લિમ બનાવવાનો હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK