સૂર્યપ્રકાશ સ્કિન-કૅન્સરના રિસ્કને ઓછું કરી શકે?

રિસર્ચ કહે છે કે સૂર્યપ્રકાશના સંપર્કમાં જેટલા વધુ આવશો એટલું તમારી હેલ્થ માટે સારું છે. તો આવો જાણીએ એક્સપર્ટ્સ આ વાતને કેટલી સાચી માને છે?

kareena kapoor

DEMO PIC



લાઇફ-સ્ટાઇલ - કૃપા પંડ્યા

એક રિસર્ચનું તારણ છે કે જે મહિલાઓ સનબાથ લે છે તેઓ જે સનબાથ નથી લેતી એના કરતાં વધુ જીવન જીવે છે. એ સિવાય સનબાથ લેનારી મહિલાઓમાં સ્કિન-કૅન્સરનું રિસ્ક પણ ઓછું હોય છે. રિસર્ચ ભલે મહિલાઓ પર કર્યું હોય, પણ વાત મહિલા-પુરુષ બન્નેને લાગુ પડે છે. આવો, જાણીએ આ રિસર્ચ પર એક્સપર્ટ્સની શું સલાહ છે.

વિટામિન-D

સૂર્યકિરણ લેવાથી સ્કિન-કૅન્સરનું રિસ્ક કઈ રીતે ઓછું થાય છે એનું કારણ જણાવતાં ડૉ. મહિમા જૈન કહે છે, ‘સૂર્યકિરણોમાંથી મળતું વિટામિન-D તમારા સ્કિનને કૅન્સરથી પ્રોટેક્ટ કરે છે. એ સિવાય એ વાત પણ ૧૦૦ ટકા સાચી છે કે સૂર્યકિરણોથી તમે લૉન્ગ લાઇફ જીવી શકો છો, કેમ કે તડકામાં બેસવાથી તમારા શરીરમાં રહેલા સેલ્સને એનર્જી મળે છે. એ સિવાય તમારા શરીરમાં રહેલા જમ્ર્સ તડકાને લીધે મરી જાય છે અને એને લીધે તમે લાંબું જીવન જીવી શકો છો.’

જોકે આ રિસર્ચ પર બીજો અને તદ્દન વિરુદ્ધ મત આપતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કેતન શાહ કહે છે, ‘એવું કાંઈ નથી કે તમે તડકામાં બેસો તો તમને સ્કિન-કૅન્સરનું રિસ્ક ઓછું હોય, કેમ કે આપણી ભારતીય સ્કિનનો જે ટાઇપ છે એ ૩ અને ૪ છે. ૩ અને ૪ સ્કિન-ટાઇપમાં સ્કિન-કૅન્સરનું રિસ્ક આમ પણ ઓછું હોય છે. બીજું, આપણી સ્કિનમાં મેલાનિનનું પ્રમાણ વધુ હોવાથી આપણી સ્કિન ડાર્ક છે. એ સિવાય આ મેલાનિન સ્કિન-કૅન્સર સામે આપણને પ્રોટેક્ટ કરે છે, પણ જો તમે ભારતની બહાર જાઓ તો ત્યાંના લોકોની સ્કિન ટાઇપ-વન હોય છે અને એ લોકોમાં મેલાનિનનું પ્રમાણ ઓછું હોય છે એટલે એ લોકોમાં મેલાનોમા નામના સ્કિન-કૅન્સરનું પ્રમાણ વધારે જોવા મળે છે. બીજું એ કે સ્કિન-કૅન્સર તડકાથી વધે, ઓછું ન થઈ શકે.’

રિસર્ચરની એક વાત સાચી ઠરાવતાં ડૉ. કેતન શાહ કહે છે, ‘એ વાત સાચી છે કે તમે જો સૂર્યકિરણોના સંપર્કમાં આવો તો તમે લૉન્ગ લાઇફ જીવી શકો. પહેલાંના જમાનામાં લોકો સૂર્યનમસ્કાર કરતા હતા. આ સૂર્યનમસ્કાર કરવાનું કારણ એક જ હતું કે લોકો સૂર્યકિરણના સંપર્કમાં આવે, એટલે તેમને ધર્મની આડ લઈને આ વાત સમજાવવામાં આવી હતી. તડકો લેવાથી તમારું વિટામિન-D વધે છે એ સાચું, પણ આ વિટામિનની સાથે એક હૉર્મોન પણ છે જે તમારી બૉડીના અંદરના ઑર્ગન્સને કન્ટ્રોલ કરે છે જેને કારણે તમે લાંબું જીવન જીવી શકો છો.’

અર્બન સિટીમાં વિટામિન-Dની ઊણપ ઓછી હોય છે, કેમ કે તેઓ તડકાના સંપર્કમાં વધારે નથી આવતા, પણ ગામડામાં રહેલા લોકોમાં તડકાના સંપર્કમાં વધારે આવવાને કારણે વિટામિન-Dની એટલી ઊણપ વર્તાતી નથી.

કયા સમયનો તડકો

સૂર્યકિરણો લેવા માટેનો એક સમય છે અને એ સમય છે સવારે ૮ વાગ્યાથી લઈને ૯ વાગ્યા સુધીનો. એ સમયનો તડકો તમારી સ્કિન માટે સારો છે. એ પછી એટલે કે ૯ વાગ્યા પછી તડકાની ઇન્ટેન્સિટી વધી જાય છે જે તમારી સ્કિનને નુકસાન પહોંચાડે છે. ઉનાળામાં તડકો વધારે સ્ટ્રૉન્ગ હોય છે એટલે બીજી ઋતુ કરતાં ઉનાળામાં તડકામાં ઓછો સમય બેસવું. એટલે તડકામાં તમે જો ૩૦ મિનિટ બેસતા હો તો ઉનાળાની ઋતુમાં ૧૫ મિનિટ જ બેસવું. સવારે તડકામાં બેસો ત્યારે બની શકે તો ફુલ સ્લીવ્ઝના ડ્રેસ ન પહેરવા. જેટલું બની શકે એટલું શરીરનો ભાગ તડકાના સંપર્કમાં આવવો જોઈએ. સવારના તડકામાં બેસતાં પહેલાં સ્કિનને પ્રોટેક્શનની બહુ જરૂર છે એટલે સવારે તડકામાં બેસો ત્યારે સ્કિન પર સનસ્ક્રીન લગાવવું જોઈએ. તડકામાં બેસતાં પહેલાં અને પછી વધારે માત્રામાં પાણી પીવું જોઈએ જેથી તમને ડીહાઇડ્રેશનનો પ્રૉબ્લેમ ન થાય. સૂર્યનાં કિરણો જેટલાં સારાં એટલાં ખરાબ પણ છે. તડકામાં વધારે વાર બેસવાથી પણ તમને નુકસાન થઈ શકે છે. સ્કિન-ઍલર્જી થઈ શકે છે, જેમ કે હાથમાં ખંજવાળ આવી શકે. તમારી સ્કિન વધારે ટૅન થાય.

એવું નથી કે તમે તડકામાં બેસો તો તમને સ્કિન-કૅન્સરનું રિસ્ક ઓછું હોય, કેમ કે આપણી ભારતીય સ્કિનનો જે ટાઇપ છે એ ૩ અને ૪ છે. ૩ અને ૪ સ્કિન-ટાઇપમાં સ્કિન-કૅન્સરનું રિસ્ક આમ પણ ઓછું હોય છે.- ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કેતન શાહ

સૂર્યકિરણોથી તમે લૉન્ગ લાઇફ જીવી શકો છો, કેમ કે તડકામાં બેસવાથી તમારા શરીરમાં રહેલા સેલ્સને એનર્જી મળે છે. એ સિવાય તમારા શરીરમાં રહેલા જમ્ર્સ તડકાને લીધે મરી જાય છે.- ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મહિમા જૈન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK