ચોમાસામાં છત્રી નહીં વાપરો તો ચાલશે, પણ ઉનાળામાં ખાસ વાપરો

ગરમીની શરૂઆત પછી હવે આવનારા દિવસોમાં આ પારો વધુ ઊંચો ચડવાનો છે ત્યારે ઉપયોગી અને જરૂરી ટિપ્સ જાણી લો

umbrella

રુચિતા શાહ

ગ્લોબલ વૉર્મિંગની ઇફેક્ટ ગણો કે નૅચરલી હવામાનમાં આવી રહેલો બદલાવ, પણ દરેક સીઝન વધુ ને વધુ તીવ્ર હોય છે. છેલ્લાં કેટલાંક વષોર્માં શિયાળો વધુ ઠંડો અને વહેલો આવવાનો શરૂ થયો છે, ચોમાસું વધુ પાણીદાર અને ઉનાળો વધુ ગરમી આપનારો બન્યો છે. સમરને એન્જૉય કરવો અઘરો પડે એટલી ગરમી હોય તો સ્વાભાવિક રીતે જ બળબળતી ગરમી તનની સાથે મનને પણ બાળવાનું કામ કરશે. એટલે જ સમજી-વિચારીને સામાન્ય, પણ જરૂરી એવી કેટલીક બાબતોનું રિવિઝન કરી લઈએ જે ગરીમીથી તમારતુ રક્ષણ કરશે. આમાંથી મોટા ભાગની બાબતો વિશે તમને ખબર છે અને સેંકડો વખત તમે વાંચી પણ ગયા હશો, પણ કદાચિત આળસ કે કંટાળાને કારણે એને પાળવામાં પાછા પડતા હો તો આ રિમાઇન્ડર કામ લાગી શકે છે.

(૧) બને એટલું પાણી પીવાનું રાખો

મુંબઈમાં ગરમી દઝાડનારી નહીં, પણ નિતારનારી હોય છે. અહીંનું ભેજવાળું વાતાવરણ આપણને પસીનાથી પલાળવાનું કામ કરે છે એટલે જ અહીંના લોકોએ તો પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જ જોઈએ ઉનાળાના દિવસોમાં. જાણીતા ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કેતન શાહ કહે છે, ‘પાણી તો પીવું જ પણ એ સિવાય જૂસ, છાશ જેવું લિક્વિડ ફૂડ પણ વધુ પ્રમાણમાં લેવું હિતાવહ છે. ખાવાનું ઓછું ખાશો તો ચાલશે; પણ ફ્રૂટ જૂસ, લસ્સી કે મિલ્કશેક પીવાનું રાખો. દૂધ કે દૂધની પ્રોડક્ટ પીતા હો ત્યારે એ કઈ જગ્યાથી લઈ રહ્યા છો એમાં થોડીક સાવધાની રાખવી. ગરમીમાં દૂધની પ્રોડક્ટ ઝડપથી ખરાબ થઈ જતી હોય છે. સૉફ્ટ ડ્રિન્ક કે આલ્કોહૉલ બેઝ્ડ ડ્રિન્ક પીવાનું અવૉઇડ કરવું. એ પીવા કરતાં પાણી પીવાથી શરીરને વધુ લાભ થશે.’

(૨) પાઉડર અને સનસ્ક્રીન

ઉનાળામાં જે લોકોએ તાપમાં બહાર નીકળવાનું હોય છે તેમણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો એ વાત જગજાહેર છે. ડૉ. કેતન શાહ કહે છે, ‘તમે કોઈ પણ બ્રૅન્ડનું સનસ્ક્રીન વાપરો, પણ એમાં બે બાબતોનું ધ્યાન રાખવું. પહેલી કે ૩૦ SPFથી વધુ અને UV+++ હોવું જોઈએ. ઘરની બહાર નીકળવાના એક કલાક પહેલાં આ સનસ્ક્રીન તમારા ચહેરા પર લગાવવું જોઈએ. લગાવવાની પણ ખાસ રીત છે, જેમાં હથેળી પર થોડી ક્રીમ લઈને એને ચહેરા પર થોડી-થોડી ચારેય બાજુ અપ્લાય કરવી અને પછી હળવા હાથે આંગળીઓથી સ્કિન પર પાથરી દેવી. યાદ રહે ક્રીમ સ્કિન પર ઘસવાની નથી કે એનાથી મસાજ કરવાનો નથી. એને ચહેરા પર માત્ર પાથરવાની છે અને સ્કિન પર એક લેયર ઊભું કરવાનું છે. આ ઉપરાંત બૉડીના કવર્ડ એરિયામાં પાઉડરનો ઉપયોગ ગરમીમાં ખાસ કરવો. ડીઓડરન્ટ અને પરફ્યુમ્સને ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય ન કરવાં. એનો ઉપયોગ કપડાં પર જ કરવો. ઉનાળામાં રોજ સાંજે હૂંફાળા પાણીથી શાવર લેવો અને સવારે પણ ગરમ નહીં, પણ હૂંફાળું અથવા ઠંડું પાણી જ સ્નાન માટે વાપરવું.’

(૩) ઍક્સેસરીઝ

ઉનાળાના તડકાથી બચવા માટે સ્કાર્ફ અને સનગ્લાસિસ તો મોટા ભાગે હવે લોકો વાપરતા થયા છે. જોકે ડૉ. કેતન શાહ છત્રીના ઉપયોગ પર ખાસ ભાર મૂકતાં કહે છે, ‘હું મારી પાસે આવતા લોકોને કહેતો હોઉં છું કે તમે ચોમાસામાં છત્રી નહીં વાપરો તો ચાલશે, પણ ઉનાળામાં ખાસ-ખાસ વાપરો. કાળા રંગની છત્રી સાથે રાખો. તડકામાં એનો ઉપયોગ પણ કરો. લોકો શું કહેશે એવી પરવા કરવાની જરૂર નથી. બીજું, કૉટન અથવા લિનનનાં જ કપડાં પહેરો અને પૂરાં કપડાં પહેરો. મારી પાસે એવી લેડીઝ આવે છે જેઓ સ્લીવલેસ પહેરીને બહાર નીકળે અને પછી કહે કે મારા હાથની સ્કિન કાળી પડી ગઈ. એટલે ફુલ સ્લીવ્ઝનાં પૂરાં કપડાં પહેરો અથવા તો એક કૉટનનું પાતળું જૅકેટ જેવું સાથે રાખો જે તમે બહાર તડકામાં હો એટલો ટાઇમ પહેરી શકો અને પછી કાઢી પણ શકો. સ્કાર્ફથી માથું અને હાથ ઢાંકેલા રાખો. પુરુષો સ્કાર્ફની જગ્યાએ કૅપ કે હૅટનો ઉપયોગ કરે. ટૂ-વ્હીલર ચલાવતા હો ત્યારે પણ આખા હાથ કવર થાય એવાં ગ્લવ્ઝ પહેરો. લાઇટ રંગનાં કપડાં પહેરવાથી ગરમી ઓછી લાગે છે.’

ટૅન સ્કિન અને સનબર્ન થાય ત્યારે?

ગરમીના દિવસોમાં તડકામાં રહેવાથી ત્વચા પર બે પ્રકારની ઇફેક્ટ દેખાતી હોય છે. એ વિશે ડર્મેટોલૉજિસ્ટ ડૉ. કેતન મહેતા કહે છે, ‘સ્કિન પર તડકાનું વધુપડતું એક્સ્પોઝર મળવાને કારણે ત્વચામાં બળતરા થવી કે લાલ રૅશિસ થવા એ સ્કિન બર્નની નિશાની છે. જોકે ધીમે-ધીમે સ્કિન કાળાશ પકડતી જાય એ ટૅનિંગ ગણાય. સનબર્ન તાત્કાલિક દેખાય, જ્યારે સ્કિન ટૅન ધીમે-ધીમે થાય. ઉનાળામાં આ બન્ને સમસ્યાઓ જોવા મળતી હોય છે. એનું પહેલું સોલ્યુશન એ કે તમે એટલી સ્કિનને તડકામાં હો ત્યારે ઢાંકીને રાખો. સ્કિન બર્ન ન થાય અથવા તો થઈ હોય ત્યારે પણ એના પર બરફ લગાવો, એ ભાગ પર ઠંડું પાણી રેડો, નળ નીચે વહેતા પાણીમાં રહો જેવા કેટલાક ઘરગથ્થુ રસ્તાઓ અજમાવી શકાય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK