ઉનાળામાં ફુટવેઅરની પસંદગીમાં ધ્યાન રાખવું

ઋતુ પ્રમાણે વૉર્ડરોબ બદલાતો હોય છે અને એવી જ રીતે ફુટવેઅર પણ બદલાતાં રહેવાં જોઈએ. શિયાળામાં મોટા ભાગે લોકો મોજાં અને શૂઝ પહેરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઉનાળામાં આ જ વસ્તુ પગને અકળાવી શકે છે. પગને નુકસાન ન થાય અને આરામદાયક અહેસાસ થાય એ માટે કેવાં શૂઝની પસંદગી કરવી એ જાણો

corn heel

DEMO PIC


લાઇફ-સ્ટાઇલ - લક્ષ્મી વનિતા

મોટા ભાગે એવું સાંભળવામાં આવતું હોય છે કે ઠંડી સહન થઈ જાય, પરંતુ ગરમી સહન ન થઈ શકે. ગરમીમાં વાળ, ત્વચા અને હાથ-પગને પણ બહુ જ સહન કરવું પડતું હોય છે. એથી જ ગરમીથી બચવા આપણે આહાર અને પરિધાનમાં બદલાવ લાવતા હોઈએ છીએ. તો પછી પગરખાંમાં કેમ નહીં? ચોમાસાનાં ચંપલ કે શિયાળાનાં શૂઝ-બૂટ આપણે જો ગરમીમાં પહેરીએ તો કેવો અહેસાસ થાય? પગને એવી રીતે અકળાવવા ન હોય તો ઉનાળામાં ફુટવેઅરની પસંદગી સમજીવિચારીને કરવી. પગની જાળવણી કેવી રીતે કરવી અને કેવાં ફુટવેઅર લેવાં એ જાણો.

ક્લિનિકલ ડર્મેટોલૉજિસ્ટ ડૉ. અપ્રતિમ ગોયલ કહે છે, ‘ઉનાળામાં બંધ ફુટવેઅરથી વધારે પરસેવો થાય છે. પરસેવો અને ભેજનું મિશ્રણ થાય એટલે ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય. જો પગ પૂરી રીતે ઢંકાયેલા ન હોય તો પગની ત્વચા ટૅન થઈ જાય. સમર માટે ખાસ ચંપલ ડિઝાઇન થતાં હોય છે. ઉનાળામાં જે ફુટવેઅરમાં હવાની અવરજવર થઈ શકતી હોય એ વિકલ્પ વધારે સારો કહેવાય. લેધર પહેરવાનું ટાળવું જોઈએ અને આગળથી ઓપન હોય એવાં ચંપલ પહેરવાં જોઈએ. ચંપલમાં ઉપરની લેયરથી ત્વચાને વધારે તકલીફ નથી થવાની, પરંતુ મુખ્ય આધાર ફુટવેઅરના સોલ પર રહેલો છે. સોલને કારણે પગની ત્વચા એકદમ ડ્રાય પણ થઈ શકે છે. દિવસ દરમ્યાન ખુલ્લાં ચંપલ જ પહેરવાં, પ્લસ ચંપલમાં ઍન્ટિ-ફંગલ સ્પ્રે પણ કરી શકાય.’

ઉનાળામાં પગમાં કોઈ પણ ચંપલ પહેર્યા હોય તો પગમાં પરસેવાને કારણે લસરવાની શક્યતા વધારે રહે છે. એથી ડૉ. અપ્રતિમ સૂચવે છે, ‘ઍન્ટિ સ્લિપ ડિસ્ક આવે છે જેને ચંપલમાં આંગળીઓની પાસે મૂકી દેવાની જેથી પગનો પરસેવો શોષાઈ જશે. આ ડિસ્ક ચંપલની સાથે નથી આવતી, પરંતુ એને અલગથી લેવી પડે છે. ઘણા લોકો પગમાં બોટોક્સ કરાવે છે જેથી પરસેવો બંધ જ થઈ જાય. ચંપલની ડિઝાઇનની વાત છે તો આજે મોટી બ્રૅન્ડ્સ ઉનાળા માટે ખાસ ફુટવેઅર ડિઝાઇન કરી રહી છે. પગ ખુલ્લા રહે એવી કોઈ પણ ડિઝાઇન તમે પસંદ કરી શકો છો.’

બ્રૅન્ડની વાત થઈ જ છે તો જાણીએ કે ઉનાળામાં ચંપલની કેવી ડિઝાઇન આવી રહી છે. ફુટવેઅરની જાણીતી બ્રૅન્ડના એરિયા મૅનેજર ભાવિક મહેતા સમર-કલેક્શનની વાત કરતાં કહે છે, ‘ઉનાળામાં બ્રાઇટ અને વાઇબ્રન્ટ રંગોનાં ફુટવેઅર વધારે પસંદ કરવામાં આવે છે. ક્લોઝ ફુટવેઅરની સીઝન ગઈ અને ઓપન ફુટવેઅરની સીઝન આવી. દર વર્ષે બૉય્ઝ અને ગલ્ર્સની મળીને ૪૦-૫૦ જેટલી નવી ડિઝાઇન્સ આવે છે. કિડ્ઝ માટે સમર-કલેક્શનમાં બહુ ઓછી ડિઝાઇન્સ હોય છે. સ્લિપર, ફ્લિપ-ફ્લૉપ, સૅન્ડલ, ચંપલ વિવિધ કલરનાં હોય છે. ચંપલના સોલની વાત છે તો એમાં પૉલિયુરિથીન સોલ હોય છે જે લગભગ દરેક ઋતુના ફુટવેઅરમાં ઉપયોગ થાય છે. આ સોલ કિંમતમાં સસ્તાં અને સારાં હોય છે જેનાથી ચંપલની કિંમત પર પણ અસર પડે છે. ચંપલની કિંમત પણ બજેટમાં રહે છે.’

ચંપલ બજેટમાં ખરીદો કે મોંઘાં, પરંતુ પગની કાળજી ન લેવામાં આવે તો કોઈ પણ ચંપલથી ફાયદો નહીં થાય. ડૉ. અપ્રતિમ કહે છે, ‘દિવસ દરમ્યાન આપણે મોજાં પહેરવાનું ટાળીને પરસેવાને અવગણીએ, પરંતુ સાંજે ઘરે આવ્યા બાદ જો પગની કાળજી લેવામાં ન આવે તો ત્વચાને નુકસાન થશે જ. રાતે સૂતી વખતે મૉઇરાઇઝર લગાવીને જ સૂવું જેથી બીજા દિવસ માટે પગ તૈયાર થઈ જાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK