શું પ્રિયંકા ચોપડાનો આ લુક મેળવવો છે?

આ લુક એક ગૃહિણીથી લઈ એક સ્માર્ટ વર્કિંગ મહિલા પણ અપનાવી શકે


DEMO PIC



ખુશ્બૂ મુલાની ઠક્કર

પ્રિયંકાએ જે સાડી પહેરી છે એ રેડી-ટુ-વેર સાડી એટલે કે સ્ટિચ્ડ સાડી છે. સાડીનો ગેટ-અપ માત્ર અને માત્ર બ્લાઉઝથી જ આવે છે. સ્ટ્રેચેબલ નેટ પર હૅન્ડવર્ક કરવામાં આવ્યું છે. જે સાડીનો કલર છે એ જ બ્લાઉઝની નેટનો કલર લેવામાં આવ્યો છે જેથી દૂરથી સાડી નહીં પણ વન-પીસ લાગે છે. બ્લાઉઝને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બ્લાઉઝની અંદરથી જ સાડીનો છેડો નીકળે છે જે શોલ્ડર સુધી જાય છે અને શોલ્ડર પર પણ એવી રીતે વર્ક કરવામાં આવ્યું છે કે એની નીચેથી સાડીનો છેડો નીકળે છે અને એને પ્રૉપર લુક આપવા માટે એના પર બ્રોચ સ્ટાઇલમાં વર્ક કરવામાં આવ્યું છે. બ્લાઉઝની બૅકમાં નેટમાં ઉપરથી અઢી ઇંચ છોડી કી-હોલ આપવામાં આવ્યું છે અને નીચે વર્ક કરવામાં આવ્યું છે. સાડી ફ્લોઇ ફૅબ્રિકમાંથી બનાવવામાં આવી છે જેને લીધે સાડીનો ફૉલ સરસ આવે છે. પ્રિયંકાએ શૉર્ટ હેરમાં સૉફ્ટ કર્લ કર્યા છે જેના લીધે એક પ્રૉપર વિન્ટેજ લુક આવે છે.

આ લુક એક ગૃહિણીથી લઈ એક સ્માર્ટ વર્કિંગ મહિલા પણ અપનાવી શકે. શરત માત્ર એટલી જ કે તમારું ફિગર વેલ-મેઇન્ટેઇન્ડ હોવું જોઈએ. બ્લાઉઝ નેટનું બનેલું છે, પરંતુ એ આખું વર્કથી કવર કરેલું છે જેથી એક ડીસન્ટ લુક આપે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK