સ્ટૉકિંગ્સ

કોઈ પણ યુવતીના મસ્ટ-હૅવ વૉર્ડરોબમાં સ્ટૉકિંગ્સ ન હોય એવું બને જ નહીં. નેટનાં સ્ટૉકિંગ્સ ડીસન્ટ લુક તો આપે જ છે, પરંતુ જો બરાબર ન પહેર્યાં હોય તો શરમજનક પરિસ્થિતિમાં પણ મૂકી દે છે

asin

ખુશ્બૂ મુલાની ઠક્કર

સ્ટૉકિંગ્સ એટલે સ્ટ્રેચેબલ નેટ ફૅબ્રિકનું ટ્રાન્સપરન્ટ ગાર્મેન્ટ, જે પગમાં પહેરવામાં આવે છે. અમુક સ્ટૉકિંગ્સ સસ્પેન્ડર સાથે પહેરવામાં આવે છે અથવા અમુક સ્ટૉકિંગ્સમાં ઉપર ઇલૅસ્ટિક હોય છે જે સ્ટૉકિંગ્સને થાઇઝ પાસેથી બરાબર ફિટિંગ આપે છે. આમાં પણ ઘણા પ્રકાર આવે છે જેમ કે પ્લેન, પ્રિન્ટેડ, લેસી વગેરે. સ્ટૉકિંગ્સ પહેરવાની એક સ્ટાઇલ છે તેમ જ અલગ-અલગ સાઇઝ પણ આવે છે. સમજ્યા-જાણ્યા વગર સ્ટૉકિંગ્સ પહેરવાં નહીં. તમારાં સ્ટૉકિંગ્સ તમારા ડ્રેસને અનુરૂપ હોવાં જોઈએ.

પ્લેન : પ્લેન સ્ટૉકિંગ્સ સ્કિન, વાઇટ અને બ્લૅક કલરમાં આવે છે. એમાં કોઈ ટેક્સ્ચર નથી હોતું. માત્ર સ્ટ્રેચેબલ નેટનાં થાઇઝ સુધીનાં સ્ટૉકિંગ્સ હોય છે. આવાં સ્ટૉકિંગ્સ મોટે ભાગે ઍર-હૉસ્ટેસ અથવા નર્સ પહેરે છે. પ્લેન સ્ટૉકિંગ્સ સ્કિન-શો નથી થતો. પ્લેન સ્ટૉકિંગ્સ માત્ર પગને કવર કરવા માટે હોય છે. હૉસ્પિટલમાં નર્સ વાઇટ સ્ટૉકિંગ્સ પહેરે છે. તેમનાં સ્ટૉકિંગ્સ મોટે ભાગે ની કવર થાય ત્યાં સુધીનાં હોય છે અને

ઍર-હૉસ્ટેસ જે સ્ટૉકિંગ્સ પહેરે છે એ સ્કિન અથવા બ્લૅક કલરનાં હોય છે અને એની લેન્ગ્થ થાઇ સુધીની હોય છે. તેમનો યુનિફૉર્મ કયા કલરનો છે એના પર એ ડિપેન્ડ કરે છે. સ્ટૉકિંગ્સ પહેરવાથી એક ફિનિશ્ડ લુક આવે છે. જો તમારે પાર્ટીમાં જવાનું હોય અને તમને બ્લૅક શૉર્ટ સ્કર્ટ પહેરવું હોય તો એની સાથે તમે બ્લૅક કલરનાં સ્ટૉકિંગ્સ પહેરી બેલી શૂઝ પહેરી એક કમ્પ્લીટ લુક આપી શકો. પ્લેન સ્ટૉકિંગ્સમાં બીજા અલગ કલર પણ આવે છે જે તમે શૉર્ટ સ્કર્ટ સાથે પહેરી શકાય.

પ્રિન્ટેડ : પ્રિન્ટેડ સ્ટૉકિંગ્સ એટલે જે સ્ટૉકિંગ્સ સ્ટ્રેચેબલ પ્રિન્ટેડ નેટમાંથી બનાવવામાં આવ્યાં હોય જેના પર અલગ-અલગ પ્રિન્ટ હોય. આવાં સ્ટૉકિંગ્સ બાળકોથી લઈને વયસ્ક પણ પહેરી શકે એવાં હોય છે, કારણ કે એના પર જે પ્રિન્ટ આવેલી હોય છે એ તમે તમારી એજ-વાઇઝ સિલેક્ટ કરી શકો. બાળકો માટે પ્રિન્ટેડ સ્ટૉકિંગ્સમાં કાર્ટૂન પ્રિન્ટ, ફ્લોરલ, વેહિકલ પ્રિન્ટ વગેરે આવે છે જે ફ્રૉક સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી બર્થ-ડે પાર્ટીમાં પહેરાવી શકાય; જ્યારે યંગ ગલ્ર્સ શૉર્ટ સ્કર્ટ સાથે કે શૉર્ટ્સ સાથે પ્રિન્ટેડ લેગિંગ્સ પહેરી શકે. યંગ યુવતીઓ માટે ફ્રેશ પ્રિન્ટ સિલેક્ટ કરી શકાય જેમ કે ફ્લોરલ, ડૉટેડ, બટરફ્લાય, હાર્ટ શેપ અથવા રાઇટિંગવાળાં. પ્રિન્ટેડ સ્ટૉકિંગ્સ લાઇટ કલરમાં પણ આવે છે જે તમે તમારા આઉટફિટ સાથે મિક્સ ઍન્ડ મૅચ કરી શકો. પ્રિન્ટેડ સ્ટૉકિંગ્સ પહેરતી વખતે ઉંમરનો ખ્યાલ રાખવો જરૂરી છે. ફૅશનનું આંધળું અનુકરણ કરવું નહીં.

shraddha

લેસી : લેસી સ્ટૉકિંગ્સ એટલે જેમાં લેસનો ઉપયોગ આખાં સ્ટૉકિંગ્સમાં થયો હોય અથવા તો જ્યાં સ્ટૉકિંગ્સ પૂરાં થાય ત્યાં લેસનો ઉપયોગ થયો હોય. આખાં સ્ટૉકિંગ્સમાં લેસનો ઉપયોગ થવો એટલે પ્લેન નેટના બદલે લેસી નેટનાં સ્ટૉકિંગ્સ. એમાં પણ અલગ-અલગ ડિઝાઇન આવે છે જેમ કે જાલની ડિઝાઇન, સ્કેટર્ડ લીવ્ઝ અથવા ફ્લાવર, અલગ-અલગ શેપ, નાની બુટી અથવા મોટા બુટ્ટા. બૉડી-ટાઈપ પ્રમાણે સ્ટૉકિંગ્સની પસંદગી કરવી. સ્ટૉકિંગ્સ હંમેશાં વેલ મેઇન્ટેઇન્ડ ફિગર ધરાવતી યુવતીઓ પર વધારે સારાં લાગે છે. જરૂર છે માત્ર ખબર હોવી કે કયા આઉટફિટ સાથે કઈ જાતનાં સ્ટૉકિંગ્સ પહેરવાં. આવાં સ્ટૉકિંગ્સ શૉર્ટ સ્કર્ટ, લૉન્ગ સ્કર્ટ જેમાં સાઇડ સ્લિટ હોય કે જેમાંથી તમારે સ્કિન-શો ન કરવો હોય તો તમે લેસી સ્ટૉકિંગ્સ પહેરી અટ્રૅક્ટિવ લુક આપી શકો. આવાં સ્ટૉકિંગ્સ પાર્ટીમાં પહેરી શકાય.

ફિશનેટ : ફિશનેટ સ્ટૉકિંગ્સ એટલે જે સ્ટૉકિંગ્સ ફિશ પકડવાની જાળ જેવાં હોય એટલે કે સ્ટૉકિંગ્સમાં હાફ ઇંચથી લઈને એક કે બે ઇંચ સુધીના ડાયમન્ડ શેપનાં બૉક્સ હોય છે. આવાં સ્ટૉકિંગ્સ પહેરવાથી ખૂબ જ અટ્રૅક્ટિવ લાગે છે. ફિશનેટ સ્ટૉકિંગ્સ શૉર્ટ સ્કર્ટ કે શૉર્ટ્સ સાથે સારાં લાગી શકે. કંઈક અલગ લુક માટે રિપ્ડ જીન્સ સાથે પહેરી શકાય એટલે કે જીન્સની અંદર પહેરી શકાય. આવું કંઈક અલગ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. ફિશનેટ સ્ટૉકિંગ્સ મોટે ભાગે બધા જ કલરમાં મળે છે. તમારા આઉટફિટ પ્રમાણે સ્ટૉકિંગ્સના કલર નક્કી કરી શકાય. કૅઝ્યુઅલ લુક માટે યંગ યુવતી બ્રાઇટ કલરનાં સ્ટૉકિંગ્સ પહેરી શકે અને પાર્ટી માટે બ્લૅક અથવા રેડ કલરનાં ફિશનેટ સ્ટૉકિંગ્સ પહેરી શકાય. સ્ટૉકિંગ્સ સાથે હંમેશાં હાઈ-હીલ્સ જ પહેરવી. એનાથી ફેમિનિન લુક આવે છે.

ફુલ બૉડી : ફુલ બૉડી સ્ટૉકિંગ્સ એટલે ગળાથી લઈને ટો સુધી કવર થાય. આવાં સ્ટૉકિંગ્સ એક ફિનિશ્ડ લુક માટે પહેરવામાં આવે છે જેમ કે જો તમે ગાઉન પહેરવાના હો અને એમાં કમર પર કે બૅકમાં કી-હોલ હોય તો ઑલ ઓવર સ્કિન કલર સેમ દેખાય છે. ફુલ બૉડી સ્ટૉકિંગ્સમાં પણ સ્કિન અને બ્લૅક કલર આવે છે. તમારા ડ્રેસને અનુરૂપ તમે ફુલ બૉડી સ્ટૉકિંગ્સના કલર સિલેક્ટ કરી શકો. આ સ્ટૉકિંગ્સ પર પેન્સિલ કટ સ્કર્ટ પહેરી એના પર બ્રેસ્ટ-લેન્ગ્થનું શ્રગ પહેરી એક અલગ લુક આપી શકાય અથવા ની-લેન્ગ્થનાં બૂટ્સ પહેરી હૉટ શૉર્ટ્સ પહેરી એના પર શર્ટ પહેરવું અને શર્ટનાં બટન ખોલી એને કમર પર ગાંઠ બાંધવી. હેરમાં સૉફ્ટ કર્લ લુક આપવો.

stokings

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

સ્ટૉકિંગ્સ પહેરતાં પહેલાં પગના નખ જરૂર કાપવા નહીં તો સ્ટૉકિંગ્સ ફાટી જશે.

જો સ્ટૉકિંગ્સ પર્હેયા પછી ભૂલથી પણ ભરાઈ જવાથી હોલ પડે તો પહેરવાં નહીં, સ્ટૉકિંગ્સ વધારે ફાટશે.

સ્ટૉકિંગ્સ બહુ ડેલિકેટ ઍક્સેસરી છે. એને ખૂબ કાળજીપૂર્વક રાખવાં પડે છે.

જો તમે થાઇ-લેન્ગ્થ સ્ટૉકિંગ્સ પહેરવા માટે ટેવાયેલા ન હો તો ફુલ-લેન્ગ્થ સ્ટૉકિંગ્સ પહેરી શકો.

તમારી બૉડી-ટાઇપ અને કમ્ફર્ટને અનુસાર સ્ટૉકિંગ્સની પસંદગી કરવી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy