અનોખી બ્યૂટી ટ્રિટમેન્ટ : લાફા ખાઓ અને બ્યુટિફુલ થાઓ

જી હા, આજકાલ થપ્પડ ખાઈને યુવાન ચહેરો બનાવવાની ટ્રીટમેન્ટ મુંબઈમાં પણ હિટ થઈ રહી છે. અમુક પદ્ધતિથી ચહેરા પર થપાટ મારવાથી એ ભાગમાં બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે જે સ્કિન-ટાઇટનિંગનું અને ચહેરાની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે


lafa

લાઇફ-સ્ટાઇલ - રુચિતા શાહ

હવે ક્યારેક કોઈ વ્યક્તિ તમને મજાકમાં પણ કહી દે કે એક લાફો મારીશ તો ગભરાવું નહીં, તેને લાફો મારવા દેવો. કારણ કે આજકાલ લોકો વધુ સુંદર અને યુવાન દેખાવા માટે થતી ટ્રીટમેન્ટના ભાગરૂપે લાફા ખાવા તૈયાર થઈ રહ્યા છે. ચહેરાની ખૂબસૂરતીને વધુ સુંદર બનાવવા માટે વિદેશમાં ધૂમ મચાવનારી આ ટ્રીટમેન્ટ હવે મુંબઈના બ્યુટી-ક્લિનિક્સમાં પણ શરૂ થઈ ચૂકી છે.

નવા-જૂની

આપણને નવી લાગતી, પરંતુ વર્ષોથી કેટલાક દેશોમાં અનુસરાઈ રહેલી આ ટ્રીટમેન્ટના ઇતિહાસ વિશે કૉસ્મેટિક ક્લિનિક ચલાવતાં ડૉ. જયશ્રી મનચંદા કહે છે, ‘સેંકડો વર્ષોથી થાઈ થેરપીઝમાં સ્લૅપિંગ-ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ચહેરાના અમુક ભાગમાં અમુક પદ્ધતિ સાથે થોડા ફોર્સથી થપાટ મારવામાં આવે તો એ ભાગમાં ઊર્જા ઉત્પન્ન થાય છે. એને કારણે ચહેરાના સ્નાયુઓમાં બ્લડ-સર્ક્યુલેશનનું પ્રમાણ વધે છે. હકીકતમાં જ્યારે જોરથી ચહેરા પર થપાટ વાગે ત્યારે ચહેરાની સ્કિનની નીચે રહેલી નસો ઉત્તેજિત થાય છે જે ચહેરા પરની કરચલીઓ દૂર કરીને એને ટાઇટ કરવાનું કામ કરે છે અને એનું લચીલાપણું પાછું આપે છે. હકીકતમાં બોટોક્સ ટ્રીટમેન્ટ જેવી જ આ ટ્રીટમેન્ટમાં ઇફેક્ટ જોવા મળે છે.’

ખાસ ટ્રેઇનિંગ

આ આખી ટ્રીટમેન્ટમાં જોકે લાફા મારવાની પદ્ધતિ જુદી હોય છે. ચહરા પર ઉપરની તરફ ફોર્સ જાય અને ગ્રેવિટીથી ઊંધા ભાગમાં થપાટ મારવામાં આવે તો જ એની ઇફેક્ટ દેખાય છે. એની અંદર ચોકસાઈ ન રાખવામાં આવે તો પરિણામ ઊંધું પણ આવી શકે છે એમ જણાવીને ડૉ. જયશ્રી કહે છે, ‘આપણા ચહેરા પરના અમુક એવા પૉઇન્ટ અને નસ હોય છે જેને સ્ટિમ્યુલેટ એટલે કે ઉત્તેજિત કરવાના હોય છે. એનાથી વિપરીત જ્યારે ઍક્શન લેવાય છે તો પરિણામ પણ ઊંધું આવી શકે છે. આ થાઈ થેરપીના મૂળભત સિદ્ધાંત પ્રમાણે એનર્જીલાઇનમાં જ્યાં-જ્યાં બ્લૉકેજ હોય ત્યાં ઊર્જા ઉત્પન્ન કરીને બ્લૉકેજ દૂર કરવું અને બ્લડ-સર્ક્યુલેશન વધારવું એ ઓવરઑલ તમામ પ્રકારના રોગથી લઈને ચહેરાની સુંદરતા માટે પણ અકસીર નીવડે છે. હવે બ્યુટીના જનરલ સિદ્ધાંતની વાત કરીએ તો એમાં પણ દરેક પ્રકારની ટ્રીટમેન્ટમાં બે બાબતો મુખ્ય હોય છે, એક પિન્ચિંગ અને બીજી પેટિંગ; ચીંટિયો ભરીને કે ફોર્સફુલી પ્રેશર ઊભું કરવું. સર્જરી કે સર્જરી વિનાની લગભગ દરેક સ્કિન-ટ્રીટમેન્ટમાં આ બે જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને પરિણામ મેળવવામાં આવે છે. મસાજ માત્ર તાત્કાલિક પરિણામ આપે છે, પરંતુ લૉન્ગ-લાસ્ટિંગ ગ્લો જોઈતો હોય તો આ જ પ્રકારની કોઈ ટ્રીટમેન્ટનો સહારો લેવો પડે છે. જોકે એમાં સ્કિનની અંદર રહેલા મસલ્સ અને નસો પર કામ થાય છે.’

પીડા શેમાં નથી?

૧૫થી ૨૦ મિનિટનું એક સેશન અને તમારી ઉંમર મુજબ તમારે કેટલાં સેશન લેવાં એ નક્કી થાય છે. આઇબ્રો, ગાલ, કપાળ અને ચહેરાના બીજા હિસ્સા ઉપરાંત બ્રેસ્ટ અને બટના ભાગમાં પણ આ ટ્રીટમેન્ટ અપાય છે. એ માટે વિશેષ તાલીમ લીધેલી વ્યક્તિ હોવી જરૂરી છે. બધું જ વ્યવસ્થિત હોય તો પણ લાફા ખાવા એ ખાવાનું કામ તો નથી જ. જોકે એની પીડા વિશે ડૉ. જયશ્રી કહે છે, ‘આપણે ત્યાં અત્યારે જે બ્યુટી-ટ્રીટમેન્ટ થાય છે એમાં પીડા છે જ, પરંતુ એ પછી પણ કરાવનારાઓ તો એ કરાવે જ છે. વૅક્સિંગની અંદર પણ વાળ ખેંચાય છે અને થ્રેડિંગ કરાવો તો પણ વાળ ખેંચાય છે, પરંતુ પરિણામ સારું મળતું હોય તો પીડા સહન કરવામાં પણ વાંધો નથી આવતો.’

ખર્ચ કેટલો?

સ્લૅપિંગ ફેશ્યલ કે સ્લૅપિંગ થેરપી તરીકે પ્રચલિત થઈ રહેલી આ ટ્રીટમેન્ટમાં એક સેશનના લગભગ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે, જેમાં ટોનરથી ફેસ ક્લીન કર્યા બાદ સ્લૅપિંગ-સેશન થાય છે. લાફા મારવાને કારણે ચહેરા પર લાલ ચાંઠાં પડી જાય છે અને બળતરા પણ થાય છે. એમાં રાહત આપવા માટે સેશનના અંતમાં અલોવેરા જેલ લગાવવામાં આવે છે. બોટોક્સ જેવી ગણાતી આ ટ્રીટમેન્ટની લગભગ ૬ મહિના સુધી અસર રહે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK